GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

“હાવ બેઠો રિયે ઇમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું સે આ વાક્ય કોણ બોલે છે?

Hide | Show

જવાબ : “હાવ બેઠો રિયે ઇમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું સે આ વાક્ય વેલજી ડોસો બોલે છે.


ફગફગયો દીવો બુઝાઇ જવાની સાથે બીજી કઈ ઘટના બની?

Hide | Show

જવાબ : ફગફગયો દીવો બુઝાઇ જવાની સાથે બીજી ઘટનારૂપે બાળકનું રુદન ગાજી ઉઠ્યું.


અસિતે ક્રુષ્ણજન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો?

Hide | Show

જવાબ : અસિત અમેરિકાથી ઇલેક્ટ્રિકલ એંજિનિયરીંગનું ખાસ શિક્ષણ લઈને આવ્યો હતો. સૌને આશ્ચર્યચકિત કરી દે તેવી ક્રુષ્ણજન્મ માટેની વીજળીની તરકીબ રચી હતી. આમાં કારાગૃહમાં ક્રુષ્ણનો જન્મ, વર્ષાની ધારા, વાસુદેવ કૃષ્ણને લઈને યમુના ઓળંગી ગોકુળમાં જાય છે તેવા તમામ દ્રશ્યો અનુરૂપ અવાજ સાથે માણી શકાય તેવી ટેકનીકલ બુધ્ધિ અને જ્ઞાનથી આબેહૂબ ઊભા કર્યા હતા.


કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા? શા માટે.

Hide | Show

જવાબ : બાળકને લઈને ઘૂંટણસમા પાણી ડહોળતા કાનજી અને દેવજી બંને વેલજી ડોસાના ઘરે જતાં હતા. વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે. ટાંટિયા વાળવા એટલે બાળકને અપંગ કરી દેવું. કાનજી તથા દેવજી તે બાળકના ટાંટિયા વળાવવા જતાં હતા.


"જન્મોત્સવ" પાઠના લેખકનો ટુંકમાં પરિચય આપો?

Hide | Show

જવાબ : જન્મોત્સવ પાઠના લેખકનું નામ સુરેશ હરિપ્રસાદ જોષી છે. સુરત જીલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ તરીકેની સેવાઓ આપી ચૂક્યા છે. "મરણોત્તર" અને "છિન્નપત્ર" તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમને "ગૃહપ્રવેશ" નામનો વાર્તાસંગ્રહ લખ્યો છે. જનાન્તિકે, ઈદમસર્વમ ઇતિ સે મતિ તેમના સંવેદનાસભર નિબંધસંગ્રહો છે. તેમને કીંચિત્, ચીંતયામી મનસા, અષ્ટમોધ્યાય જેવા વિવેચનગ્રંથો આપ્યા છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી એવોર્ડ મળી ચૂક્યા છે.


અસિતે કૃષ્ણ જન્મોત્સવની કેવી તૈયારીઓ કરી હતી?

Hide | Show

જવાબ : લાલ કિનખાબના પડદાની પાછળ અસિતે કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ પોતાના ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગના ટેકનીકલ જ્ઞાનના આધારે કરી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વાસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, ગોકુળમાં જશોદા અને ગોપબાળો દ્વારા કૃષ્ણની વધામણી વગેરે બધા જ પ્રસંગોની વીજળીની મદદથી રચના કરી હતી.


મંદિરોમાં કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ કેવી રીતે પૂર્ણ થયું?

Hide | Show

જવાબ : રાત્રે ઘડિયાળના બે કાંટા ભેગા થતાની સાથે જ કિનખાબનો લાલ પડદો સરરર કરતોક ને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. તે તેજ પુંજ દેવકીના ખોળે ઝૂલવા લાગ્યો. કારાગૃહમાં તે તેજ પુંજ અજવાળું પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોકિયું કરી જતો હતો. મંદિરમાં એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વની થયો. શરણાઈવાળાએ પ્રભાતે ગવાતા બિભાસના સૂર છેડ્યા. પ્રેક્ષકરૂપી ભક્તોએ કૃષ્ણજન્મને વધાવવા ઉભા થઈને હર્ષનાદ કર્યો. આમ, કૃષ્ણજન્મના રંજન કાર્યક્રમનું પહેલું પર્વ પુરું થયું.


લેખકે ઝુંપડીમાં નવા જન્મેલા બાળકના જન્મનું કેવું વર્ણન કર્યું છે?

Hide | Show

જવાબ : માથા પર ઝઝુમી રહેલાં વાદળો તૂટી પડયા હતા. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું ઉડું થઇ રહ્યા હતા. ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંઝવાનો અવાજ દબાઈ ગયો. પેસેન્જરો બસ સ્ટેન્ડમાં આવ્યા અને પાછું બસ સ્ટેન્ડ ખાલી પણ થઇ ગયું. નિ:સ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એકધારો પડવા લાગ્યો. એકાએક ફગફગિયો દીવો બુઝાઈ ગયો ને નિ:સ્તબ્ધતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રૂદન ગાજી ઉઠ્યું. આમ, ગરીબ બાળકના જન્મને લેખકે રજૂ કર્યો છે.


બાળકના પગ સીધા કરાવવા વેલજી ડોસાની પાસે કોણ જાય છે?

Hide | Show

જવાબ : કાનજી અને દેવજી બાળકને લઈને વેલજી ડોસાની પાસે જાય છે.


અસિતની કરામત મુજબ વાસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં એકાએક શું બન્યું?

Hide | Show

જવાબ : વાસુદેવ જમનાના પાણીમાં પ્રવેશ કરતાની સાથે જ પાણીને ડહોળતો સરરર કરતોક ને અવાજ આવ્યો. બધાં ઘડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. ભક્તોએ હાથ જોડ્યા અને વાસુદેવ જમના પાર કરી ગયા.


વેલજી ડોહા બાળકના ટાંટિયા વળતા પહેલા શું સવાલ કરે છે?

Hide | Show

જવાબ : વેલજી ડોસા કાનજી અને દેવજીને પુછે છે કે "હાવ બેઠો રીયે ઈમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઈમ કરવું છે."


દેવજીએ કાનજીને બાળકના પગ વાળવા માટે શું કહીને સમજાવ્યો હતો?

Hide | Show

જવાબ : દેવજીએ કહ્યું "હાલ હવે ગાંડા કાઢ્યમા, છોરો આયવો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નઈ, તું તો એને ભણાવી ગણાવીને લાટસાહેબ બનાવવાનો હતો નઈ.” દેવજીએ કાનજીને આવું કહ્યું હતું.


કાનજીનું વાત્સલ્ય કઈ વખતે જોવા મળે છે?

Hide | Show

જવાબ : વેલજી ડોહો પુછે છે કે "હાવ બેઠો રિયે ઈમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઈમ કરવું છે." ત્યારે કાનજી ગળગળા અવાજે કહે છે કે "હાવ પાંગળો ના કરતા દાદા, અક્કરમીયે મધરાતે આંઈ જનમ લીધો નકર...” આ વાક્યમાં કાનજીનું વાત્સલ્ય જોવા મળે છે.


વેલજી ડોહા બાળક માટે શું કહે છે?

Hide | Show

જવાબ : "દેવા છોરો તો છે હાવ કિસન ભગવાન જેવો, આખરે છોરો તો માણકીનો ને !" વેલજી ડોહા આવા ઉદ્દગાર બાળક માટે કાઢે છે.


બાળકના પગ વાળવા આપ્યા બાદ ઘરે પરત ફરતાં દેવજી કાનજીને કેવું આશ્વાસન આપે છે?

Hide | Show

જવાબ : લે હાલ્ય લ્યા કાનજી, હવે તારો છોરો ભૂખે નઈ મરે! દેવજી કાનજીને આવા શબ્દોથી આશ્વાસન આપે છે.


બાળકને લઈને ઘરે પરત ફરેલા કાનજીને માણેક કેવી રીતે બોલાવે છે?

Hide | Show

જવાબ : માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા "મને મને ઈનું એકવાર મોઢું તો દેખવા દેવું તું ! લાવો મારા ખોળે, લાવો મારા કુંવરને કાનજીને” માણેક આવા શબ્દોથી બોલાવે છે.


ગોકુળ પહોંચતા ભગવાન શ્રીકૃષ્ણને કોણે શણગાર્યા ?

Locked Answer

જવાબ :

જશોદા મૈયાએ


દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોંસા પાસે કેમ લઈ ગયા ?

Locked Answer

જવાબ : બાળકના ટાંટિયા વાળી નખાવીને તેને અપંગ કરી દેવા


વસુદેવ વરસતા વરસાદમાં કઈ નદીને પાસે આવ્યા ?

Locked Answer

જવાબ : જમુના


દેવકીના ખોળામાં બાળકરૂપે શું ઝૂલવા લાગ્યો ?

Locked Answer

જવાબ :

તેજપુંજ


મુખિયાજીએ શું રચ્યું હતું ?

Locked Answer

જવાબ : અન્નકૂટ


કૃષ્ણ જન્મ વખતે કોનો તુમુલ ધ્વનિ થયો ?

Locked Answer

જવાબ : કૃષ્ણ જન્મ વખતે કાંસાનો, મંજીરાનો અને ઝાલરનો તુમુલ ધ્વનિ થયો.


વૃદાવનદાસ અને તેની મંડળી શેનું શ્રવણ કરતી હતી ?

Locked Answer

જવાબ : ભાગવત


કૃષ્ણનો જન્મ ક્યાં થયો ?

Locked Answer

જવાબ : ગર્ભગૃહમાં


'જન્મોત્સવ’ વાર્તા એ કઈ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે ?

Locked Answer

જવાબ : ગૃહપ્રવેશ


સુરેશ જોષીની રચનાઓ કઈ કઈ છે.

Locked Answer

જવાબ : મરણોત્તર, છિન્નપત્ર, ઈદમસર્વમ વગેરે.


‘જન્મોત્સવ’ ના લેખકને કયા કયા એવોર્ડ મળેલા છે ?

Locked Answer

જવાબ : રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને દિલ્હીનો રાષ્ટ્રીય એવોર્ડ.


'જન્મોત્સવ' કયા પ્રકારનું સાહિત્ય છે ?

Locked Answer

જવાબ : નવલિકા


'જન્મોત્સવ' ના લેખકનો જન્મ કયા જીલ્લામાં થયો હતો ?

Locked Answer

જવાબ : સૂરત


'જન્મોત્સવ' ના લેખકનો જન્મ કયા ગામે થયો હતો ?

Locked Answer

જવાબ : વાલોડ


'જન્મોત્સવ' ના લેખક નું નામ જણાવો.

Locked Answer

જવાબ : સુરેશ જોષી


જયાવતી શેઠાણીએ કયું હાલરડું ઉપાડ્યું ?

Locked Answer

જવાબ : જાગો નન્દ કે લાલ, ભોર ભયી


ભાગવતનું શ્રવણ કોણ કરી રહ્યું હતું ?

Locked Answer

જવાબ : વૃન્દાવનદાસ અને એમની મંડળી


એક ઝુંપડામાં કેવો દીવો ટમટમતો હતો ?

Hide | Show

જવાબ : ફગફગિયો


નિજમંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો?

Hide | Show

જવાબ : મુખિયા કૃષ્ણ જન્મોત્સવની તૈયારીમાં લાગી ગયા. અસિતે પોતાના ટેક્નોલોજિકલ જ્ઞાનના ઉપયોગથી વીજળીની મદદ અને તરકીબથી કૃષ્ણજન્મનું આબેહૂબ દ્રશ્ય ખડું કર્યું હતું. જેમકે આકાશમાંથી તેજનો પુંજ અવતરતો, દેવકીનો ખોળો, તેમાં બાળકરૂપે ઝૂલવું, એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ થયો અને બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં પ્રભાતના બિભાસ સૂર છેડયા. મુખિયાજીએ તૈયાર કરેલા અન્નકૂટમાં પણ રંગોની યોજના ચતુરાઇપૂર્વક કરવામાં આવી હતી. વાસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવા નીકળતા દેવકી કરગરવા લાગી. આખરે વાસુદેવ હળવેથી કૃષ્ણને છાબમાં મૂકે છે, પોતાનો અંગુઠો ધાવતા, વટપત્ર સૂતેલા ભગવાનના ચહેરા પર ભુવનમોહક હાસ્ય દેખાય છે. વાસુદેવ વરસતા વરસાદમાં કૃષ્ણને લઈ જમનાજીના કાંઠે આવ્યા અને તેમણે એ નદીમાં પ્રવેશ કર્યો ના કર્યો ત્યાં પાણીને ડહોળતો સરરર કરતોક અવાજ આવ્યો. બંને જેવા ગોકુળમાં પહોંચે છે તે સાથે જ કૃષ્ણ જન્મોત્સવ શરૂ થાય છે. જશોદામૈયાએ કૃષ્ણકુંવરને સુંદર શણગાર્યા છે, ગોપબાળોના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઊઠે છે, સૌને પંચાજીરીનો પ્રસાદ આપવામાં આવે છે. શરણાઇઓ રાગમાં સૂરો છેડવા લાગી અને અસિતે ખેલ પૂરો કરીને બહાર આવે છે. આવું કૃષ્ણજન્મનું દ્રશ્ય જોવા મળે છે.


નવજાત બાળકની કરૂણતાને તમારા શબ્દોમાં આલેખો.

Locked Answer

જવાબ :

લેખકે જન્મોત્સવ નવલિકામાં નવજાત બાળક કિસન સાથે બનેલી ઘટનાનું હ્રદયદ્રાવક આબેહૂબ દ્રશ્ય ખડું કર્યું છે. બસ સ્ટેન્ડની નજીકના એક ઝૂંપડામાં પ્રસુતિની વેદનાથી કણસતી ગરીબ સ્ત્રી માણેકે એક બાળકને જન્મ આપ્યો. જન્મતાની સાથે જ આ બાળક સાથે તેના જીવનની કરૂણતાનો આરંભ થયો. જન્મતાની સાથે જ આ બાળકને તેના પિતા કાનજી અને બીજા દેવજી બંને વરસાદના પાણીને ડહોળતા ચાલુ વરસાદે વેલજી ડોસા પાસે લઈ ગયા. ડોસાના હાથમાં બાળકને સોંપ્યું અને તેના ટાંટિયા સીધા કરવાનું કહ્યું. કુમળા બાળક સાથેનો આવો વ્યવહાર જ કાળજું કંપાવે તેવો છે. ડોસાના હાથમાં બાળક આવ્યું કે ડોસાએ પળવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટચકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીંધી ગઈ. દેવજી કાનજીને કહે છે “કાનજી, હવે તારો છોકરો ભૂખે નહીં મરે.” ભૂખને સંતોષવા માટેનું આ પગલું કેટલું દર્દનાક અને ક્રૂર છે.

                                આમાં, નિર્દોષ નવજાત બાળકનો શો દોષ, કે તેને જ્ન્મતાની સાથે જ અપંગ બનાવી દેવામાં આવ્યું. આનો જવાબ અને સમાધાન આપણને વાર્તાના અંતે મળે છે. ધખતી બપોરે માણેકની સાથે કાનજી પતરાની નાનકડી ગાડીમાં બાળક કિસનને બેસાડીને શહેરના રસ્તા વચ્ચેથી ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો અપંગ છે. ઘરમાં આવકનું કોઈ સાધન ન હોવાથી ભીખ માંગીને જીવન જીવવાનું છે તથા ભીખ માંગવા માટે નિર્દોષ બાળક કિસનને અપંગ બનાવવો જરૂરી હતો. આ કિસન જેવા નવજાત બાળકની કરૂણતા છે.


કૃષ્ણ અને કિસનના જન્મમાં શો તફાવત છે ?

Locked Answer

જવાબ : જન્મોત્સવવાર્તામાં સમયના એક જ બિંદુ પર, કૃષ્ણ અને કિસનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણજન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે, કિસનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે. કાનજી અને દેવજી કિસનને લઈને વરસાદનાં પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો, કિસનના ઘૂંટણ મચકોડી અપંગ બનાવે છે. કાનજી કિસનનો ભીખ માગવા માટે ઉપયોગ કરવા માંગે છે. બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતાં નથી. કિસનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારુણ ગરીબી છે, ભીખ માગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. અને બીજી બાજુ કૃષ્ણજન્મનો ઉત્સવ છે, પંચાજીરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે. બીજી બાજુ કિસનનો જન્મ છે, કાનજી બે કોળિયા ધાન માટે સગા દીકરાને અપંગ બનાવે છે. તે જીવનની કેવી કરુણ બાબત છે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

કિનખાબ – જરીબુટ્ટીના વણાટવાળું એક જાતનું કાપડ
તરકીબ – યુક્તિ
સૂમસામ – એકદમ શાંત
આશ્રય – આશરો
ફગફગીયો દીવો – જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો
કણસવું – દુ:ખને લીધે ઊંહકારા કરવા
તુમુલ – દારુણ, ભયાનક
પ્રભાત – સવાર
લિબાસ – પોશાક, પહેરવેશ
આક્કરમી – અભાગિયું

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

થિયો – થયો
ભઈ – ભાઈ
નો – ના
બચાડી – બિચારી
નોં’તુ – નહોતું
મેલો – મૂકો
ડોહા – ડોસા
મોરે – મોખરે, આગળ
ભાળ – પત્તો, ખબર
આઈ – અહીં
ઈમાં – એમાં
કાઢ્ય – કાઢ
હાંભળહે – સાંભળશે
કુણ – કોણ
હોનાના – સોનાના
દખી – દુ:ખી
ભળ્યું – જોયું
હારે – સાથે
કાલ્ય – કાલ
હાવ – સાવ

વિરુધ્ધાર્થી  શબ્દો

Locked Answer

જવાબ :

સવાર – સાંજ
આનંદ – શોક

Download PDF

Take a Test

Choose your Test :

જન્મોત્સવ

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.