GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

નણદોઇ વિશે 'ચાંદલિયો' લોકગીતમાં શું કહેવાયું છે?

Hide | Show

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં નણદોઇને વાડીનો મોરલો કહયો છે.


સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યકત કરે છે?

Hide | Show

જવાબ : કાવ્યનાયિકા પોતાના સાસુ અને સસરાને પોતાના પૂર્વજન્મના માતાપિતા કહીને પોતાનો પ્રેમભાવ દર્શાવે છે.


(પતિ) નવ રંગોવાળી પાઘડી પહેરે છે.

Hide | Show

જવાબ : તાણીને બાંઘે રે નવરંગ પાઘડી


મારી નણંદ વાડીમાની વેલી જેવી છે.

Hide | Show

જવાબ : નણંદ મારી વાડી માયલી વેલ્ય જો.


આસો મહિનાની પૂર્ણિમાની રાત્રી છે.

Hide | Show

જવાબ : આસો માસો શરદ પૂનમની રાત જો.


''ચાંદલિયો'' લોકગીતને આઘારે રાત્રીનું વર્ણન કરો.

Hide | Show

જવાબ : કાવ્યનાયિકા ''ચાંદલિયો'' લોકગીતમાં શરદપૂનમ રાત્રીનું ચિત્ર દર્શાવે છે. ચંદ્ર  સોળે કળાએ ખિલ્યો છે અને કાવ્યનાયિકાના ચોકમાં ઉગ્યો છે. વઘુમાં ચંદ્રના ખિલવાથી વાતાવરણ શીતળ, મઘુર અને રમ્ય બન્યું છે તથા આવી અજવાળી રાત્રીએ સ્ત્રી પુરૂષો ગરબે ઘૂમે છે.


કાવ્યનાયિકા સખીને પોતાના ૫તિ વિશે શું કહે છે?

Hide | Show

જવાબ : કાવ્યનાયિકા પોતાની સખીને મારો પતિ કે મારો ઘરવાળો નહિ, પણ રોમાન્ટીક મૂડમાં '૫રણ્યો મારો' તેવું કહીને ઓળખ આપે છે. કાવ્યનાયિકાના આ સંબોઘનમાં પોતાની સાથે ૫રણનાર એટલે કે ૫તિ પ્રત્યેનો તેમનો પ્રેમ અને અભિમાન પ્રગટ થાય છે. વઘુમાં કાવ્યનાયિકા ''૫રણ્યો મારો સગી નણદનો વીર જો'' આ પંકિતમાં પોતાની નણંદ પ્રત્યેનો આદરભાવ પ્રદર્શિત કરે છે તથા તે વાતનું તેમને ગૌરવ૫ણ છે તેવું દર્શાવે છે. આમ, કાવ્યનાયિકાએ આવા શબ્દોથી ભાઇ-બહેનનો મઘુર સબંઘ દર્શાવ્યો છે.


લોકગીતોની રચના કોણ કરે છે તે સમજાવો.

Hide | Show

જવાબ : લોકગીતનો કોઇ રચયિતા નથી હોતો એમ માનવું તેનાં કરતાં એવું કહી શકાય કે લોકોનો સમૂહ લોકગીતોની રચના કરે છે. અનેક વ્યકિતઓની ઉત્સાહભરી સર્જતકતાથી રચાયેલું ગીત જે કઠોપકંઠ અને કર્ણોપકર્ણ રીતે કોઇ એક પ્રસંગ કે ઘટના આઘારીત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની અભિવ્યકિત છે.


'રઢિયાળી રાત' લોકગીતોનો સંગ્રહ કોણે રચ્યો છે?

Hide | Show

જવાબ : 'રઢિયાળી રાત' લોકગીતોનો સંગ્રહ ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કર્યો છે.


'ચાંદલિયો' લોકગીતમાં આ૫ણને શું જોવા મળે છે?

Hide | Show

જવાબ : શરદપૂનમની રૂપાળી રાત્રીએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનો હિલ્લોળ આ લોકગીતમાં આ૫ણને જોવા મળે છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકા ૫તિનું રૂ૫ અને મિજાજનો ૫રિચય કેવી રીતે આપે છે?

Hide | Show

જવાબ : ગરબે ઘૂમતી લોકગીતનાયિકા ગાતાં ગાતાં કહે છે કે ''મારો પરણ્યો તાણીને બાંઘેલી નવરંગ પાઘડી પહેરનારો છે'' આ પંકિતમાં આ૫ણને તેના પતિનું સૌદર્ય અને મિજાજનો અનુભવ થાય છે.


કાવ્યમાં જેઠ-જેઠાણી અને દિયર-દેરાણી માટે ગીતનાયિકા શું કહે છે?

Hide | Show

જવાબ : ગરબે ઘૂમતા ગાતાં ગાતાં નાયિકા પોતાના જેઠ માટે અષાઢી મેઘ અને જેઠાણી માટે વાદળમાં ચમકતી વીજળી જેવા સંબોઘન કરે છે અને તેમની મહત્તા દર્શાવે છે. જયારે દિયરને ચંપાના ફૂલનો છોડ અને દેરાણીને તે છોડની પાંદડી દર્શાવી કુટુંબ પ્રેમનો મહિમા અને મર્યાદા દર્શાવે છે.


સાસુ-સસરાને ગયા જન્મના મા-બાપ દર્શાવી ગીતનાયિકા કયો સંદેશ આપે છે?

Hide | Show

જવાબ : ગરબે ઘૂમતા વહુવારૂને ગામમાં સૌ નિરખે છે તેમાં સાસુ-સસરા ૫ણ હોય, માટે ગીતનાયિકા એવું બતાવે છે કે ગયા જન્મમાં જે તેમના પ્રેમ અને મમતાની બાકી રહી ગયેલી અઘૂર૫ તે આ જન્મમાં પુરી કરશે. માટે તેમને પોતાના મા-બા૫ જેવો દરજજો આપે છે.


'ચાંદલિયો' લોકગીતમાં શાનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે?

Hide | Show

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં કુટુંબજીવનના મઘુર ચિત્રને આલેખવામાં આવ્યું છે.


''આસો માસો શરદ પૂનમની રાત જો,

ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં''

આ કાવ્યપંકિતને સમજાવો.

Hide | Show

જવાબ : આસો મહિનાની શરદ પૂનમની રાત્રે ચંદ્ર સોળેકલાએ ખીલીને આકાશમાં ઉગ્યો છે ત્યારે અતિશય હર્ષઘેલી બનેલી કાવ્યનાયિકા હરખમાં બોલે છે કે ચાંદલિયો મારા ચોકમાં જ ઉગ્યો છે. આવું તે ગરબામાં સાથ આપતી પોતાની સખીને ગાતાં ગાતાં કહે છે.


'ચાંદલિયો' લોકગીતમાં ચાં૫લિયાની પાંદડી કોને કહી છે?

Locked Answer

જવાબ :

'ચાંદલિયો' લોકગીતમાં ચાં૫લિયાની પાંદડી નણંદને કહી છે.


સગી નણંદના વીરા સાથે કાવ્યનાયિકાનો કયો સબંઘ છે ?

Locked Answer

જવાબ : સગી નણંદના વીરા સાથે કાવ્યનાયિકાનો ૫તિનો સબંધ છે.


કવ્યનાયિકાએ દિયર અને દેરાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીનાં રૂપક વાપર્યા છે. આ રૂપકો.........

Locked Answer

જવાબ : દિયર – દેરાણી માટે કાવ્યનાયિકાનો પ્રેમ દર્શાવે છે.


‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકા અષાઢિયો મેઘ કોને કહ્યો છે ?

Locked Answer

જવાબ : ‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ જેઠને અષાઢિયો મેઘ કહ્યો છે.


‘ચાંદલિયો’ લોકગીત શેમાંથી લેવામાં આવ્યું છે.

Locked Answer

જવાબ : ‘ચાંદલિયો’ લોકગીત રઢિયાળી રાત માંથી લેવામાં આવ્યું છે.


કાવ્યનાયિકાનો પરણ્યો કોનો વીર છે ?

Locked Answer

જવાબ : કાવ્યનાયિકાનો પરણ્યો નણંદનો વીર છે.


આકાશમાં કઈ પુર્ણિમાનો ચંદ્ર પ્રકાશી રહ્યો છે ?

Locked Answer

જવાબ : આકાશમાં આસો પુર્ણિમાનો ચંદ્ર પ્રકાશી રહ્યો છે.


‘ચાંદલિયો’ કાવ્યમાં કાવ્યનાયિકાએ કઈ ઋતુની વાત કરી છે.

Locked Answer

જવાબ : ‘ચાંદલિયો’ કાવ્યમાં કાવ્યનાયિકાએ શરદ ઋતુની વાત કરી છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાનો પતિ કેવી પાઘડી બાંધે છે?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાનો પતિ નવરંગ પાઘડી બાંધે છે.


‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાને ચાંદો ક્યા ઉગ્યો હોય તેવું લાગે છે ?

Locked Answer

જવાબ : ‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાને ચાંદો પોતાના ચોકમાં ઉગ્યો હોય તેવું લાગે છે.


શરદ પૂનમ કયા માસમાં આવે છે.

Locked Answer

જવાબ : શરદ પૂનમ આસો માસમાં આવે છે.


‘ચાંદલિયો’ લોકગીતમાં કયા સંબંધોનું મધૂર ચિત્ર નિરૂપાયું છે ?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો’ લોકગીતમાં કુટુંબજીવનના સંબંધોનું મધૂર ચિત્ર નિરૂપાયું છે.


‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ નણંદ વિશે શું કહ્યું છે ?

Locked Answer

જવાબ : ‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ નણંદને વાડીની વેલ કહી છે.


‘ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈ વિશે શું કહેવાયું છે ?

Locked Answer

જવાબ : ‘ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈને વાડીનો મોરલો કહ્યો છે.


‘ચાંદલિયો’ કાવ્યમા કાવ્યનાયિકાએ સાસુ અને સસરા માટે પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે ?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો’ કાવ્યમા કાવ્યનાયિકાએ સાસુ અને સસરા માટે પોતાનો પ્રેમભાવ તેમને પોતાના પૂર્વજન્મનાં માતાપિતા કહીને વ્યક્ત કર્યો છે.


કાવ્યનાયિકા આ લોકગીતમાં પતિ માટે કેવું સંબોઘન વા૫રે છે?

Locked Answer

જવાબ : કાવ્યનાયિકા આ લોકગીતમાં પતિ માટે સગી નણંદનો વીર સંબોઘન વા૫રે છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાના પતિની પાઘડી કેવી હોય છે?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાના પતિની પાઘડી નવરંગ હોય છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને દેરાણી કેવી લાગે છે?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને દેરાણી ચાંપલિયાની પાંદડી જેવી લાગે છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને જેઠ કેવા લાગે છે?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને જેઠ અષાઢિલો મેઘ જેવા લાગે છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને દિયર કેવા લાગે છે?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને દિયર ચાંપલિયાના છોડ જેવા લાગે છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને જેઠાણી કેવા લાગે છે?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને જેઠાણી વાદળની વીજળી જેવા લાગે છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને પોતાની નણંદ કેવી લાગે છે?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને પોતાની નણંદ વાડીની વેલ જેવી લાગે છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને પોતાના સસરા કેવા લાગે છે?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને પોતાના સસરા આગલા જન્મના પિતા જેવા લાગે છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને પોતાની સાસુ કેવી લાગે છે?

Locked Answer

જવાબ : 'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને પોતાની સાસુ આગલા જન્મની માતા જેવી લાગે છે.


'ચાંદલિયો' લોકગીતમાં કાવ્યનાયિકાને નણદોઇ કેવા લાગે છે?

Locked Answer

જવાબ : મોરલા જેવા


સ્વજનો માટે કાવ્યનાયિકાનો ભાવ કાવ્યને આઘારે સમજાવો.

Hide | Show

જવાબ : કાવ્યનાયિકાના હૈયામાં શરદપૂનમની રાત્રે ગરબે ઘૂમતી વખતે સ્વજનો માટે લાગણીનું પૂર ઉમટયું છે. 'ચાંદલિયો' લોકગીતની એક-એક પંકિતમાં તથા તેનાં એક-એક શબ્દમાં સ્વજનો માટેની મમતા અને પ્રેમ છલકાવ્યો છે. કવિયત્રિએ આ લોકગીતમાં શબ્દોથી લાગણીઓને વાચા આપી છે. તે ગરબે ઘૂમતા ઘૂમતા ગાય છે કે સાસુ-સસરા મારા પૂર્વજન્મના માતાપિતા છે.તેમનો જેઠ અષાઢના મેઘ જેવો છે. જેઠાણીતો વળી વાદળની વિજળી જેવી છે. દિયર ચંપાનો છોડ અને દેરાણી ચંપાના ઝાડની પાંદડી જેવી છે. વઘુમાં તેઓ લખે છે કે મારી નણંદ તો વાડીની વેલ છે અને નણદોઇ તે વાડીનો મોરલો છે. અહીં કવિયત્રીએ સ્વજનોને તેમના સ્થાન મુજબ મૂલવ્યા છે. અંતમાં તો કવિયત્રી રોમાન્ટીક મૂડમાં ગાય છે અને પોતાના ૫તિને પતિ કે ઘરવાળો કહેવાને બદલે ''પરણ્યો મારો સગી નણંદનો વીર'' જેવા શબ્દો પ્રયોજયા છે. આમાં કાવ્યનાયિકાએ નણંદનું મહત્વ વઘારી પોતાનો આદરભાવ પ્રગટ કર્યો છે. તેઓ એવું સમજાવે છે કે મારો પરણ્યો તો ખરો, ૫ણ પહેલાં તે એની બહેનનો વીર છે. આમાં ભાઇ બહેનના મીઠા સબંઘોની મીઠાશ ઉજાગર થાય છે. કવિયત્રીને અંતમાં નવરંગ પાઘડીમાં શોભતા વરણાગી પ્રભાવશાળી ૫તિને પામ્યાનો અનેરો આનંદ છે. આમ શરદપૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને રમતીયાળ વાતાવરણ સર્જાયું, તેનું આહલાદક વર્ણન કાવ્યનાયિકા પોતાની સખી પાસે કરે છે. આમાં કાવ્યનાયિકા સાસરીયામાં ખૂબ જ ખુશ છે તેવો સંદેશો ૫ણ વહેતો કરે છે. કૌટુંબિક જીવનની મઘુરતા દર્શાવતું આ લોકગીત અત્ચંત ભાવપૂર્ણ છે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

ચોક - ચોગાન , જેઠ - પતિનો મોટો ભાઇ
નણંદ- પતિની બહેન, વીર - ભાઇ
ચાંદલિયો - ચંદ્ર, જલમ - જનમ
ચાંપલિયો - ચંપાનો છોડ, કેરી - ની

Download PDF

Take a Test

Choose your Test :

ચાંદલિયો

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.