LOADING . . .

GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ધૂળમાં પગલી જોઇને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું?

Hide | Show

જવાબ : ધૂળમાં પગલી જોઇને ડુંગરની પત્નીને પોતાની મૃત પુત્રી બબલી યાદ આવી હતી.


ડુંગરે પોતાની નજર ક્યા સ્થિર કરી?

Hide | Show

જવાબ : ડુંગરે પોતાની નજર ગગનના માર્ગે સ્થિર કરી હતી.


ડુંગરની પત્ની અચાનક અટકીને ઉભી રહી ગઈ કારણ કે....

Hide | Show

જવાબ : ડુંગરની પત્ની અચાનક અટકીને ઉભી રહી ગઈ, કારણ કે તેણે જમીન પર એક ઘાટીલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે પોતાની મૃત બબલીની જ હોય તેવી લાગતી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી તે અટકી ગઈ હતી.


"લ્યો હેંડો, હવે ઝટ ઉપાડો પગ, ગાડી ચુકી જઈશું" તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું?

Hide | Show

જવાબ : "લ્યો હેંડો, હવે ઝટ ઉપાડો પગ, ગાડી ચુકી જઈશું" તેમ ડુંગરની પત્નીએ પતિને સાવધ કરવા માટે કહ્યું હતું.


"ગતિભંગ" ના લેખકનો ટુંકમાં પરિચય આપો?

Hide | Show

જવાબ : "ગતિભંગ" ના લેખક ઉત્તર ગુજરાતના પાટણના વતની છે. તેઓશ્રી વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા રહ્યા છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે તેમની લઘુકથાઓના સંગ્રહો છે. બંધન, ડેડએન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા તેમનો પ્રવાસગ્રંથ છે. "મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ" તેમણે કરેલું અનુવાદનું પુસ્તક છે.


ડુંગર અને તેની વહુ ઉભા માર્ગે કેમ ઝડપભેર જઈ રહ્યા હતા?

Hide | Show

જવાબ : રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની વહુ ઉભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા.


"આમ ગાંડાની જેમ અડવડિયા શું ખાય છે?” આવું ડુંગર કેમ કહે છે.

Hide | Show

જવાબ : પાછળ ચાલી આવતી પત્નીનો અણસાર મોળો પડી જતાં ડુંગર કહે છે શું ખોળે છે? તો પત્ની પછી ઝડપભેર પગ ઉપાડવા પ્રયત્ન કરે છે પણ થોડાક ડગલાં ચાલ્યા પછી તેનો વેગ મંદ પડી જાય છે ત્યારે ડુંગર તેની પત્નીને કહે છે કે "આમ ગાંડાની જેમ અડવડિયા શું ખાય છે."


પત્નીની ચાલ ધીમી પડતાં ડુંગરને કઈ ચિંતા સતાવે છે?

Hide | Show

જવાબ : ડુંગર તેની પત્નીને કહે છે "તે આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહિ ઘરના કે નહિ ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં.” આમ, ડુંગરને આ ચિંતા સતાવે છે.


ડુંગરની પત્નીને શું યાદ આવતાં તે રસ્તા વચ્ચે બેસી પડે છે?

Hide | Show

જવાબ : ડુંગરની પત્ની આંગળીનો છેડો જમીન પાસે લઇ જઈને એક ઘાટીલી પગલીની છાપ બતાવે છે અને કહે છે "આપણી બબલીની જ પગલી જાણે, હું તો ક્યારનીય આ પગલીઓ જોયા જ કરતી આવું છું, આંગળાની બોર જોવી જ છાપ" આમ, મૃત બબલીને યાદે તે રસ્તા વચ્ચે બેસી પડે છે.


બબલીની યાદમાં ડૂબી ગયેલી પત્નીને બહાર કાઢવા ડુંગર શું કહે છે?

Hide | Show

જવાબ : "ગાંડી એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે." બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી, ડગી ગયેલી, પત્ની પ્રત્યે ડુંગર સહાનુભૂતિના બોલ બોલે છે.


પગલીના બીબામાં નજર રાખીને ડુંગરની પત્ની ડુંગરને શું કહે છે?

Hide | Show

જવાબ : ડુંગરની પત્ની બેઠા બેઠા ડુંગરને કહે છે "ખેતરે જતા અને આવતાં આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એજ પગલી...."


મોહનલાલ પટેલનું કયું પુસ્તક અનુવાદનું છે.

Locked Answer

જવાબ :

મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ


મોહનલાલ પટેલની કૃતિઓ કઈ કઈ છે ?

Locked Answer

જવાબ : બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન, મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ, ગુડ મોર્નિંગ અમેરિકા વગેરે છે.


મોહનલાલ પટેલનો પ્રવાસગ્રંથ કયો છે ?

Locked Answer

જવાબ : ગુડ મોર્નિંગ અમેરિકા


‘ગતિભંગ’ નો સાહિત્ય પ્રકાર જણાવો.

Locked Answer

જવાબ : લઘુકથા


‘ગતિભંગ’ ના લેખકનું નામ જણાવો ?

Locked Answer

જવાબ : મોહનલાલ પટેલ


‘ગતિભંગ’ નાં લેખકનું વતન કયું છે ?

Locked Answer

જવાબ : ‘ગતિભંગ’ નાં લેખકનું વતન પાટણ છે.


‘લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ...ગાડી ચૂકી જઈશું.’ આ વાક્ય કોણ બોલે છે.

Locked Answer

જવાબ : ‘લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ...ગાડી ચૂકી જઈશું.’ આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે.


ડુંગરની પત્નીને રસ્તા પર પગલાંની છાપ કેવી લાગે છે.

Locked Answer

જવાબ : ડુંગરની પત્નીને રસ્તા પર પગલાંની છાપ આંગળાની બોર જેવી લાગે છે.


રસ્તામાં ડુંગરની પત્ની ડુંગરને શું બતાવે છે ?

Locked Answer

જવાબ : રસ્તામાં ડુંગરની પત્ની ડુંગરને પગલાની છાપ બતાવે છે.


કોણ ઝડપથી રાજપુર સ્ટેશન જઈ રહ્યુ હતું ?

Locked Answer

જવાબ : ડુંગર અને તેની પત્ની ઝડપથી રાજપુર સ્ટેશન જઈ રહ્યા હતા.


ડુંગરની પત્નીને ધૂળમાં કોનાં પગલાંની છાપ દેખાય છે.

Locked Answer

જવાબ : ડુંગરની પત્નીને ધૂળમાં મૃત બબલીના પગલાંની છાપ દેખાય છે.


ડુંગર કોના ટેકાએ ગગન તરફ મોં કરીને ઉભો હતો.

Locked Answer

જવાબ : ડુંગર લાકડીના ટેકાએ ગગન તરફ મોં કરીને ઉભો હતો.


‘ગાંડી, આવા પગલાં તો ઘણાંય હોય’, આ વાક્ય કોણ બોલે છે ?

Locked Answer

જવાબ : ‘ગાંડી, આવા પગલાં તો ઘણાંય હોય’, આ વાક્ય ડુંગર બોલે છે.


ડુંગરે પોતાની નજર કયાં સ્થિર કરી ?

Hide | Show

જવાબ : ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી.


ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોની યાદ આવી ?

Hide | Show

જવાબ : ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને તેના મૃત બાળકની યાદ આવે છે.


ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું છે ?

Hide | Show

જવાબ : ડુંગરની પત્નીને હૈયે તેની મૃત બબલીની પગલીઓ જડાઈ ગઈ છે.


પુત્રી ખોયાની માતા પિતાની વેદના "ગતિભંગ" પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો?

Hide | Show

જવાબ : ડુંગર અને તેની પત્ની રાજપુરના સ્ટેશને જલ્દીથી પહોંચવા માટે ઝડપભેર જઈ રહ્યા હતા કારણ કે ત્યાંથી તેમણે ટ્રેનમાં બેસવાનું હતું. એવામાં ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી જાય છે તેના પ્રયત્ન કરવા છતાં તે આગળ ચાલી શકતી ન હતી. એ માર્ગ પર તે પોતાની મૃત પુત્રી બબલીની નાની પગલીની છાપને શોધી રહી હતી. આખરે તેને આંગણાની બોર જેવી પોતાની બબલીની પગલીની છાપ દેખાય છે અને તે મૃત બબલીને યાદ કરવા લાગે છે. પોતાના ખેતરે જતાં આવતાં બબલી આગળને આગળ દોડતી જતી હતી, પાછળ દેખાતી તેની નાની પગલીઓ માના હૈયામાં વસી ગઈ હતી. પરિણામે તે આગળ ચાલી શકતી નથી. ડુંગર પાછળ જોઇને થોભી ગયેલી પત્ની પર ગુસ્સે થાય છે કેમકે તેને મોડા પડાય તો ગાડી ચુકી જવાનો ર સતાવે છે, તે પોતાની પત્નીને સહાનુભૂતિ ભર્યા સ્વરે કહે છે, "ગાંડી એવા પગલાં તો ઘણાંય હોય" અને તેને આગળ ચાલવાનું કહે છે. પરંતુ તે પણ અંદરથી પોતાની મૃત બાળકીની યાદમાં વધુ કાંઈ બોલી શક્યો નહીં. તેણે આ ગમ છુપાવવા પોતાની નજર આકાશમાર્ગે વાળી લીધી. પતિ પત્ની બંને બબલીની યાદમાં અવાક થઇ જાય છે. છેવટે ડુંગરની પત્નીએ દુઃખ દબાવીને સાવધ બનતા કહ્યું કે "લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું" આ શબ્દોમાં લેખકે ઝડપથી ચાલતા પદયાત્રીઓની મનોવ્યથાને ખૂબ જ સંયમી રીતે શબ્દદેહે રજૂ કરી છે.


ગતિભંગશીર્ષકની યથાર્થતા સમજાવો.

Locked Answer

જવાબ : ગતિભંગમાં કથાના અંતની સચોટતા ગતિભંગશીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે. ગતિભંગએ લધુકથા છે. અને લધુકથામાં સચોટ અંત હોવો જોઈએ.ગતિભંગમાં પતિ-પત્નીના વિચારોની ગતિ છે. તો સાથે સાથે બંનેનાં ઝડપથી ચાલવાની ગતિ છે. આમ લેખકે બે પ્રકારની ગતિનો સંબંધ માર્મિક રીતે વ્યક્ત કર્યો છે. બીજી બાજુ પતિ-પત્નીના વૈચારિક ગતિ ભંગ સાથે ચાલવાની ગતિના ભંગમાં પણ દર્શાવેલી કથાગતિક ચોટ પણ ગતિભંગ જ છે. આમ બે રીતે ગતિભંગ થાય છે.

                પતિ-પત્નીને રાજપુર સ્ટેશનેથી ગાડી પકડવી છે. પગ ઝડપથી ઉપડે છે. પાછળ રહી ગયેલ પત્ની રસ્તામાં કોઈ બાળકનાં પગલાંની છાપ જુએ છે. તેના પગ ધીમા પડે છે. આગળ ઝડપથી ચાલતો પતિ થોડી વાર થોભી જાય છે અને પાછ્ળ જુએ છે. અહી ચાલવાની ગતિનો ભંગ થાય છે. પણ વૈચારિક ગતિ હજુ ચાલુ જ છે. પત્ની કોઈ અજાણ્યા બાળકના પગલાં જોઈ પોતાના મૃત બાળકની યાદમાં ખોવાઈ જાય છે. પત્નીની વ્યથા જોઈ ડુંગર પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો. અહીં પુત્રીનાં પગલાંની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો. ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મબિંદુને વિંધતી જતી આંતરમનની ક્રિયા આ બંને ગતિ ગતિભંગશીર્ષકને યથાર્થતા ઠેરવવામાં પૂરક થાય છે.

                ગતિભંગલઘુકથાના વાંચન સાથે આપણે પણ પાત્રોની સાથે સંવેદનાનો અનુભવ કરીએ છીએ. એક વાસ્તવિકતા પત્ની જે મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગઈ છે, તો બીજી વાસ્તવિકતા પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ છે. બીજી વાસ્તવિક્તાની સભાનતા સધાતાં પત્નીની ગતિ પાછી બદલાઈ છે. બંને ઝડપથી ચાલવા માંડે છે. આમ, બંને દ્રષ્ટિએ ગતિભંગશીર્ષક યથાર્થ છે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

અણસાર - ઈશારો, સંકેત
અઠમવું - અસ્ત પામવું, પડતી દશામાં આવવું
વેગ - ગતિ, ઝડપ
ભાવાર્દ - ભાવવિભોર, ભાવથી માયાળુ
દશા - સ્થિતિ, હાલત
સાવધ - હોંશિયાર, ખબરદાર
સ્મૃતિ - સંસ્મરણો, યાદગીરી
અડવડિયું - અડબડીયું, લથડિયું

તળપદા શબ્દો

Locked Answer

જવાબ :

હેંડો - ચાલો

કહેવત

Locked Answer

જવાબ :

નહીં ઘરના કે નહીં ઘાટના - ન આ બાજુના કે ન તે બાજુના

Download PDF

Take a Test

Choose your Test :

ગતિભંગ

-.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.