GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

સજીવોના કુદરતી સર્વોત્તમ નિવાસ સ્થાનોની માહિતી આપો.

Hide | Show

જવાબ : સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાનોમાં ઠંડાગાર પર્વતો, પાનખર જંગલો, મહાસાગરો, મીઠા પાણીના જળાશયો, રણ, ગરમ પાણીના ઝરા વગેરેનો સમાવેશ થાય છે.


સજીવોની કઈ બાબત આપણને તેમના પ્રત્યે આદરભાવ અને અદ્‌ભૂતતાની સમજ આપે છે.

Hide | Show

જવાબ : કુદરતી સર્વોત્તમ નિવાસ સ્થાનો અને તેમાં રહેતાં અદ્‌ભૂત સજીવો જેવાં કે ઝડપવાન ઘોડો, સ્થળાંતર થતાં પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ કે હુમલો કરતી શાર્ક વગેરેની સુંદરતા આપણને તેમના પ્રત્યે આદરભાવ અને અદ્‌ભૂતતાની સમજ આપે છે.


જીવન અંગેનો વિચાર આપણને ક્યાંથી ઉદ્‌ભવે છે.

Hide | Show

જવાબ : વસ્તીના સભ્યો અને સમુદાયની વસ્તી વચ્ચે પરિસ્થિતિય સંધર્ષ અથવા સહકાર જેવી બાબત, કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા, આપણને જીવન અંગે વિચારતા કરી મૂકે છે.


જીવનમાં પ્રાદ્યોગિક અને તત્વજ્ઞાન ની સમજ આપો.

Hide | Show

જવાબ : વાસ્તવમાં જીવનમાં બે ગર્ભિત પ્રશ્નો ઉદ્‌ભવે છે તકનિકી દ્રષ્ટિએ નિર્જીવ ની વિરૂધ્ધમાં સજીવ શુ છે. તે અને જીવનો હેતુ શું હોઈ શકે તે, આ બે પ્રશ્નો પ્રાદ્યોગિક અને તત્વજ્ઞાન ને લગતા જીવનમાં ઉદ્‌ભવતા જટીલ પ્રશ્નો છે.


સજીવો ધ્વારા પ્રદર્શિત થતાં પરંપરાગત વિશિષ્ઠ લક્ષણો સમજાવો.

Hide | Show

જવાબ : સજીવોમાં વૃધ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા વગેરે તથા સજીવોમાં આપણે ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વઆયોજનની આવડત, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ જેવા વિશિષ્ઠ લક્ષણો જોવા મળે છે.


મનુષ્યની જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરીને સમજાવો.

Hide | Show

જવાબ : મનુષ્યની બાબતમાં તેની જીવંત અવસ્થાને ઘણીવાર વ્યાખ્યાયિત કરવાનું મુશ્કેલ બની જાય છે. ઘણીવાર હ્રદય અને ફેફસાને બદલે માત્ર મશીનના આધારે દવાખાનામાં મુર્છામાં પડી રહેલા દર્દીને આપણે જોતાં હોઈએ છીએ. હવે તેનું મગજ અચેતન છે. દર્દી સ્વયં- સભાનતા કે ચેતના ધરાવતુ નથી તથા તેઓ ક્યારેય જીવનમાં પાછા આવતાં નથી. તો તેમને જીવીત ગણવા કે નિર્જીવ, તો વિજ્ઞાનની ભાષામાં આ પ્રકારના સજીવોજીવો મૃત અવસ્થામાં આવે છે.


જૈવવિવિધતા એટલે શું ? તે મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ :

આપણી આસપાસ કૂંડામાં વાવેલા છોડ, કીટકો, પક્ષીઓ, પાલતુ તથા અન્ય પ્રાણીઓ તથા વનસ્પતિ જેવી ઘણી જાતિના સજીવો જોવા મળે છે. કેટલાકતો આપણે નરી આંખે જોઈ ન શકાય તેવા સજીવો પણ અસ્તિત્વ ધરાવે છે.

આ પ્રકારના સજીવોમાં વ્યાપ અને વિવિધતા જોવા મળે છે. તેમના આકાર, કદ, રચના, જીવનશૈલી અને ઘણીબધી વિવિધતા તેમનામાં જોવા મળે છે.

હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે. પૃથ્વી પર રહેલા સજીવોના પ્રકારો અને સંખ્યા એ જૈવવિવિધતાનું નિર્દેશન કરે છે. આપણા ક્ષેત્રોમાં અવલોકનોનો જેમ વ્યાપ વધારીએ તેમ અને સતત નિરિક્ષણ કરતાં રહીએ તો નવા વધુ ને વધુ સજીવોની અનેકવિધ જાતિઓની ઓળખ કરી શકાય તેમ છે.


નામકરણને મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ :

ચોક્ક્સ નિયમોને અનુસરીને નામ આપવાની પધ્ધતિને નામકરણ કહે છે.

વિશ્વમાં લાખો વનસ્પતિ અને પ્રાણીઓ છે. જેમના અલગ અલગ નામો છે. એકજ દેશમાં અલગ અલગ પ્રાંતોમાં આ નામો જુદા જુદા જોવા મળે છે. પરિણામે તેમનો ઉલ્લેખ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે.

ચોક્કસ સજીવો વિશે સચોટ વર્ણન કરવું હોય કે જેના વિશે સૌ કોઈ જાણકારી મેળવે તે માટે દરેક સજીવોનું સાર્વત્રિક ચોક્કસ નામ હોવું ખૂબજ આવશ્યક છે. ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની આવી પધ્ધતિને નામકરણ કહે છે.


ઓળખવિધિની આવશ્યક્તા સમજાવો.

Hide | Show

જવાબ : નામકરણવિધિ ઓળખવિધિની સાથે જ સંકડાયેલી છે. નામાધિકરણ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તેનું સચોટ વર્ણન કરેલું હોય અને આપણે જાણતા હોઈએ કે તે નામ સાથે કયો સજીવ સંક્ડાયેલો છે તેને તેની ઓળખવિધિ કહે છે.


દ્વિનામી નામકરણ પધ્ધતિની સમજ આપો.

Hide | Show

જવાબ :

ઓળખાયેલ સજીવોનું નામકરણ આપવા જીવશાસ્ત્રીઓ સર્વ સ્વીકૃત સિધ્ધાંતોને અનુસરે છે. દરેક વૈજ્ઞાનિક નામ બે ઘટકો ધરાવતા હોય છે. વંશગત નામ અને જાતિ સંકેત પ્રત્યય, એટલે કે વંશગત ધટક પ્રજાતિ માટે તથા જાતિ સંકેત પ્રત્યય ધટક જાતિઓ માટે વપરાય છે.

આવી બે ઘટકો સાથે નામ આપવાની આ પધ્ધતિને દ્વિનામી નામકરણ પધ્ધતિ કહે છે.

આ નામકરણ પધ્ધતિના રચયેતા વૈજ્ઞાનિક કેરોલસ લિનિયસ છે. જેને વિશ્વના બધા વૈજ્ઞાનિકો અનુસરે છે. બે શબ્દો ધરાવતી આ નામકરણ પધ્ધતિ ખૂબજ સાનુકૂળ સાબિત થયેલ છે. આપણે આંબાનું ઉદાહરણ જોઈએ :- આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઈન્ડીકા લખાય છે. આ નામમાં Mangifera પ્રજાતિનું અને indica એ ચોક્કસ જાતિનું નામ કે પ્રત્યય છે.


વર્ગીકરણ વિદ્યાની પધ્ધતિસરની માહિતી આપો.

Hide | Show

જવાબ :

લાક્ષણિકતાઓને આધારે બધાજ સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ગીકૃત કરવાના અભ્યાસને વર્ગીકરણવિદ્યા કહે છે.

આમાં સજીવોની કોષરચના, બાહ્ય અને આંતરિક રચના, તેમના વિકાસની પ્રક્રિયા વગેરેનો પરિસ્થિકીય અભ્યાસ કરવામાં આવે છે. આનાથી આધુનિક વર્ગીકરણના અભ્યાસમાં મદદ મળે છે. વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયામાં લક્ષણીકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ, અને નામકરણ વગેરેનું ધ્યાન રાખવામાં આવે છે.


વર્ગીકરણમાં પધ્ધતિસરના વિજ્ઞાનની સમજ આપો.

Hide | Show

જવાબ :

માણસજાત પોતાના ઉપયોગ માટે હંમેશા વિવિધ પ્રકારના સજીવોમાં રસ દાખવે છે તેમાંથી આ વર્ગીકરણની શરૂઆત થઈ છે.

શરૂઆતના દિવસોમાં માંનવી તેની પાયાની જરૂરીયાતો જેવી કે ખોરાક, પહેરવા- ઓઢવા અને આશ્રય માટે પ્રયત્ન કરતો હતો. પરિણામે તેનું શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા પર આધારિત હતું. પછીથી માનવી સજીવોના જુદા જુદા અને વિવિધતા વિશે જ વધુ જાણવામાં રસ દાખવતો નહોતો પરંતુ તે તેમની વચ્ચે સંબંધ કેળવવા લાગ્યો.

આ પ્રકારના અભ્યાસની શાખાનો પધ્ધતિસરના વિજ્ઞાન (Systematics) તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. લેટિન ભાષા પરથી આ શાખાને Systematic નામે ઓળખ મળી છે. તેનો અર્થ સજીવોની પધ્ધતિસરની ગોઠવણી એવો થાય છે.

લિનિયસે તેના પ્રકાશનના શિર્ષક તરીકે Systema Naturae શબ્દ પ્રયોજન કર્યો હતો. આ વિજ્ઞાનનો વ્યાપ વધતાં તેમાં ઓળખવિધિ, નામકરણ, અને વર્ગીકરણનો સમાવેશ થતો ગયો. આમાં સજીવ સજીવ વચ્ચે ઉદવિકાસકીય સંબોધોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.


પ્રજાતીની ઉદાહરણ સાથે મુદ્દાસર સમજુતિ આપો.

Hide | Show

જવાબ :

નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથો ભેગાં મળે અને જે રચના બને તેને પ્રજાતિ કહે છે. પ્રજાતિમાં નજીકના ગાઢ સંબંધ ધરાવાતી જાતિઓ સમાવિષ્ટ હોય છે. જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે.

ટૂંકમાં ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે છે.

ઉદાહરણ તરીકે :- બટાટા અને રીંગણ બે જુદી જુદી જાતિ છે પરંતુ તે બન્ને (સોલેનમ) પ્રજાતિમાં સમાવેશિત છે. સિંહ – Lion(P.leo) અને દીપડો – Leopard (P.pardus) ane વાઘ – Tiger(P.tigris) આ ત્રણેય અને કેટલાક સામાન્ય લક્ષણો સાથેની પેન્થેરા – panthera, પ્રજાતિની બધી જાતિઓ છે. આ પેન્થેરા Panthera પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ – felis કરતાં જુદી પડે છે. ફેલિસ બિલાડી Cast ની પ્રજાતિ છે. માનવી માટે વૈજ્ઞાનિક નામ Homo sapiens તરીકે લખવામાં આવે છે.


કૂળની વ્યાખ્યા આપી મુદ્દાસર સમજ આપો.

Hide | Show

જવાબ :

સંબંધો સાથેના પ્રજાતિઓના જૂથને કૂળ તરીકે ઓળખવામાં આવે છે. પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં કૂળમાં ઓછી સમાનતા જોવા મળે છે.

કૂળનું વર્ગીકરણ વાનસ્પતિક અને પ્રાજનનિક આધારે કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે વનસ્પતિઓના સમુદાયમાં સોલનમ – Solanum પિટુનિયા –Pitunia અને ધતૂરા(Dhatura) ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ છે છતાં એક જ કૂળ સોલેનસી – Solanaceae માં મુકવામાં આવ્યા છે. પ્રાણી સમુદાયમાં leo (સિંહ), tigris (વાધ) અને pardus (દીપડો) વગેરે જાતિઓ મળીને Panthera પ્રજાતિમાં મુકવામાં આવ્યા છે. Felis (બિલાડી – cast), તથા પેન્થરા(panthera) સિંહની એમ બન્ને પ્રજાતિને ફેલીડી(Felidae) કૂળમાં મુકવામાં આવ્યા છે.


ગોત્ર વિશે પધ્ધતિસરની સમજ આપો.

Hide | Show

જવાબ :

સજીવો સરખા લક્ષણોને આધારે જાતિઓ, પ્રજાતિઓ અને કુળો જેવી કક્ષાઓમાં વહેંચાયેલા છે.

વર્ગીકૃત કરેલી ઉચ્ચ કક્ષાઓ અને ગોત્ર કેટલાક લક્ષણોને આધારે ઓળખાય છે. કેટલાક સરખાં લક્ષણો ધરાવતાં કૂળ એકત્ર થઈને ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓની રચના કરે છે જેને ગોત્ર તરીકે ઓળખવામાં આવે છે.

કૂળમાં બીજી પ્રજાતિની સરખામણીમાં સરખા લક્ષણો ઓછા જોવા મળે છે.

ઉચ્ચ વર્ગીકૃત કક્ષાઓ અને ગોત્ર લક્ષણોના સમૂહથી ઓળખાય છે.

કોન્વોલ્વુલેસી અને સોલેનેસી જેવા વનસ્પતિ કુળો પુષ્પીય લક્ષણો ધરાવે છે તે લક્ષણોને આધારે એકજ ગોત્ર પોલીમોનિયેલ્સ માં રાખવામાં આવ્યા છે. જ્યારે પ્રાણીઓમાં ફેલિડી(Felidae) અને કેનીડી (canidae) જેવા કુળો એકજ ગોત્ર કાર્નિવોરા (Carnivora) સમાયેલા છે.


વર્ગ (Class) ની સમજૂતી આપો.

Hide | Show

જવાબ :

વર્ગકની આ કક્ષામાં નજીકના ગોત્રોનો સમાવેશ કરવામા આવ્યો છે.

ઉદાહરણ તરીકે :- વાનર, ગોરિલા અને ગીબ્બન વગેરેને પાઈમેટા (primata) ગોત્રમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

જ્યારે વાધ, બિલાડી, અને કૂતરા જેવા પ્રાણીઓને માંસાહારી કાર્નિવોરા (Carnivora) ગોત્રમાં મૂકવામાં આવ્યા છે. સસ્તનના પ્રાણીઓ (વર્ગ) બીજા પણ ગોત્રો ધરાવતા હોય છે.


સમુદાયની સમજ આપો.

Hide | Show

જવાબ :

સસ્તનોના વર્ગની સાથે સંબંધિત પ્રાણી વર્ગને સમાવવામાં આવ્યો છે. વર્ગીકૃત કરાયેલી આ કક્ષાને સમુદાય તરીકે ઓળખવામાં આવે છે.

મેરૂદંડ અને પૃષ્ઠ ભાગે પોલુ ચેતાતંત્ર એક સરખા લક્ષણો ધરાવે છે. સરખા લક્ષણોના આધારે સસ્તન વાળા વર્ગની સાથે મતસ્ય, ઉભયજીવીઓ, સરિસૃપો, વિહગ આ બધા વર્ગોને ઉચ્ચક્ક્ષાના મેરૂદંડી સમુદાયમાં મુકવામાં આવે છે. જો આવો વર્ગ વનસ્પતિઓમાં હોય તો કેટલાક સરખાં લક્ષણો ધરાવતા વર્ગોને ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મુકવામા આવે છે.


સૃષ્ટિ વિશે સમજૂતિ આપો.

Hide | Show

જવાબ :

પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધાજ પ્રાણીઓને સૌથી ઉચ્ચકક્ષાના દરજ્જામાં મુકવામાં આવે છે. તેને સૃષ્ટિ કહેવામાં આવે છે.

જ્યારે વનસ્પતિ સૃષ્ટિમાં અલગ અલગ જોવા મળે છે બધીજ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશિત છે. જેને વનસ્પતિસૃષ્ટિ કહે છે. તેવી જ રીતે પ્રાણીઓના ઉચ્ચ દરજ્જને પ્રાણી સૃષ્ટિ કહે છે.


સજીવોને તેમની વર્ગીકરણ કક્ષાઓ સાથે જણાવો.

Hide | Show

જવાબ :

સજીવો તેમની વર્ગીકરણ કક્ષાઓ સાથે

સામાન્ય નામ

જીવશાસ્ત્રીય (વૈજ્ઞાનિક) નામ

પ્રજાતિ

કૂળ

ગોત્ર

વર્ગ

સમુદાય/વિભાગ

મનુષ્ય

 (હોમો સેપિયન્સ)

હોમો

હોમીનીડી

પ્રાઈમેટા

સસ્તન

મેરુદંડી

ઘરમાખી

  (મસ્કા ડોમેસ્ટીકા)

મસ્કા

મસ્કીડી

ડીપ્ટેરા

કીટક

સંધિપાદ

આંબો

 (મેન્જીફેરા ઈન્ડિકા)

મેન્જીફેરા

એનાકાર્ડીયેસી

સેપિન્ડેલ્સ

દ્વિદળી

આવૃત બીજધારી

ધઉં

 (ટ્રીટીકમ સ્ટીવમ)

ટ્રીટીકમ

પોએસી

પોએલ્સ

એકદળી

આવૃત બીજધારી

(પ્રકરણ 1 પુસ્તકમાંથી કોષ્ટક 1.1 પાનાનં 11 પરથી) ઉપ્રરોક્ત આકૃતિમાં મનુષ્ય, ધરમાખી, આંબો, ઘઉં વગેરેના જીવશાસત્રીય નામ અને વર્ગીકરણ કક્ષાઓ જોઈ શકાય છે.


વનસ્પતિ સંગ્રહાલયની સમજ આપો.

Hide | Show

જવાબ :

વનસ્પતિ સંગ્રહાલયોમાં હર્બેરિયમ કાગળ પર શુષ્કન, દાબન અને પરિરક્ષણ પધ્ધતિ પ્રમાણે વનસ્પતિઓના નમૂનાઓને સંગ્રહ કરવામાં આવે છે.

ત્યારબાદ આ નમૂનાઓને વિશ્વમાન્ય વર્ગીકરણ પધ્ધતિ પ્રમાણે ગોઠવવામાં આવે છે.

હર્બેરિયમ શીટ પર તેમના વર્ણનની સાથે સાથે આ નમૂનાઓને ભવિષ્યની ઉપયોગીતા માટે સંગ્રહસ્થાનો બનાવી સાચવવામાં આવે છે.

સંગ્રહસ્થાનમાં મૂકતી વખતે નમૂનાઓમાં એકત્ર કર્યાની તારીખ, તથા જ્ગ્યા, અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વનસ્પતિશાસ્ત્રીય નામ, કૂળ, એકત્ર કરનારનું નામ વગેરે માહિતી પણ હર્બેરિયમ પર નોંધવામાં આવે છે. વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ માધ્યમ તરીકે પણ ખૂબ ઉપયોગી છે.


વનસ્પતિ ઉદ્યાનોની માહિતી આપો.

Hide | Show

જવાબ :

આવા વિશિષ્ઠ ઉદ્યાનોમાં જીવંત વનસ્પતિઓના નમૂનાઓ સંગ્રહ કરેલા જોવા મળે છે. ઓળખવિધિ માટે આવા ઉદ્યાનોમાં વનસ્પતિઓની જાતિઓ નો ઉછેર કરવામાં આવે છે.

ઉદ્યાનમાં રહેલી દરેક વનસ્પતિ પર તેમના વનસ્પતિશાસ્ત્રીય કે વૈજ્ઞાનિકનું નામ, તેમના કૂળ સૂચવતી કાપલી, વગેરે ઓળખ મૂકી હોય છે. આવા ઉદ્યાનો ક્યુ ગાર્ડન – ઈંગ્લેન્ડ, ઈંન્ડીયન બોટાનિકલ ગાર્ડન – હાવરા ભારત, અને નેશનલ બોટાનિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ લખનૌ- ભારત માં પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો છે.


પ્રાણી ઉદ્યાનોની માહિતી આપો.

Hide | Show

જવાબ :

પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવ્યા હોય.

આવા સંગ્રહસ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓના ખોરાક અને વર્તણૂક વિશેના અભ્યાસમાં આવી જગ્યાઓ ખૂબજ મહત્વની છે. પ્રાણી સંગ્રહાલયોમાં રાખવામાં આવતા દરેક પ્રકારના પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનો જેવી સવલતો ઉભી કરવામાં આવે છે.


ઓળખ ચાવી એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ :

ઓળખ ચાવી એટલે ઓળખવિધિ માટે ઉપયોગમાં લેવાતો બીજી પ્રકારનો વર્ગીકરણીય આધાર છે. આમાં વનસ્પતિઓ અને પ્રાણીઓની સમાનતા અને અસમાનતાના આધારે ઓળખવિધી કરવામાં આવે છે.

જોડમાં રહેલાં વિરોધાભાસી લક્ષણો ઉપરથી ઓળખચાવી આપવામાં આવે છે. જેને યુગ્મક પણ કહે છે. ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી બતાવે છે. ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહે છે. કૂળ, પ્રજાતિઓ, જાતિઓ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેની ઓળખવિધિ માટે અલગ વર્ગીકરણીય ચાવીઓ આવશ્યક છે. પ્રકૃતિમાં ચાવીઓ સામાન્ય રીતે વિશ્ર્લેષણાત્મક હોય છે.


સજીવોના અજોડ લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : વૃધ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા આ સજીવોના અજોડ લક્ષણો છે.


સજીવ વિશ્વ કેવું હોય છે.

Hide | Show

જવાબ : સજીવ વિશ્વ અદ્‌ભૂત હોય છે.


કોની સુંદરતાથી આપણને તેમના પ્રત્યે આદરભાવ પેદા થાય છે.

Hide | Show

જવાબ : ઝડપવાન ધોડો, સ્થળાંતરિત થતાં પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ, હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા આદરભાવ જગાવે છે.


વૃધ્ધિનાં પૂરક લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : કદ અને સંખ્યામાં વધારો થાય આ બે વૃધ્ધિના પૂરક લક્ષણો છે.


બહુકોષીય સજીવો કેવી રીતે વૃધ્ધિ પામે છે.

Hide | Show

જવાબ : બહુકોષીય સજીવો કોષ વિભાજથી વૃધ્ધિ પામે છે.


કયો સજીવ જીવન પર્યત વૃધ્ધિ કોષ વિભાજન કરે છે.

Hide | Show

જવાબ : વનસ્પતિઓમાં વૃધ્ધિ કોષ વિભાજન જીવન પર્યત થતું રહે છે.


કોણ ચોક્કસ ઊંમર સુધી વૃધ્ધિ કોષ વિભાજન કરે છે.

Hide | Show

જવાબ : પ્રાણીઓમાં ચોક્કસ ઊંમર સુધી જ વૃધ્ધિ કોષ વિભાજન જોવા મળે છે.


એકકોષીય સજીવો કેવી રીતે વૃધ્ધિ પામે છે.

Hide | Show

જવાબ : એકકોષીય સજીવો કોષવિભાજન દ્વારા વૃધ્ધિ પામે છે.


શરીરના કદમાં થતાં વધારાને વૃધ્ધિ માટેના માપદંડ તરીકે કેમ સ્વીકારી શકાય નહી તે સમજાવો.

Hide | Show

જવાબ : શરીરના કદના વધારાને વૃધ્ધિના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ પદાર્થોની પણ વૃધ્ધિ થાય છે. જેમ કે પર્વતો, શીલાખંડો, રેતીના ઢગલાઓ વગેરે માટે વૃધ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં.


નિર્જીવ પદાર્થોમાં કેવી રીતે વૃધ્ધિ થાય છે.

Hide | Show

જવાબ : નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર દ્વવ્યનું સંચય થાય છે તથા આ પ્રકારના સંચયના વધારાથી નિર્જીવ પદાર્થો મોટા થાય છે. જ્યારે સજીવો માં દેહની અંદરની તરફથી વૃધ્ધિ થાય છે.


સજીવની પ્રજનન ક્રિયા વર્ણવો.

Hide | Show

જવાબ : પ્રજનન સજીવની લાક્ષણિકતા છે. સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ બીજો સજીવ પેદા કરે છે. જે પિતૃઓ જેવો દેખાવ ધરાવતો હોય છે.


કેવા પ્રકારના સજીવો અવખંડનથી બહુગુણિત થાય છે.

Hide | Show

જવાબ : ફૂગ, તંતુમય લીલ, માંસના પ્રતંતુ વગેરે અવખંડનથી સરળતાથી બહુગુણિય થાય છે.


કેવા પ્રકારના સજીવો પ્રજનનને વૃધ્ધિ સાથે સરખાવે છે.

Hide | Show

જવાબ : બેક્ટેરીયા, એક કોષીય લીલ અને અમીબા જેવા એક કોષીય સજીવો પ્રજનનને વૃધ્ધિ સાથે સરખાવે છે.


ફૂગ કેવા પ્રકારનું પ્રજનન કરે છે તે સમજાવો.

Hide | Show

જવાબ : ફૂગ તેના દ્વારા લાખો અલીંગી બીજાણુઓ પેદા કરે છે જે બહુગુણિય અને વિસ્તરિત થાય છે. આ અલિંગી પ્રજનન કહેવાય છે.


કેવા સજીવો કલિકાસર્જન થી વૃધ્ધિ પામે છે.

Hide | Show

જવાબ : યીસ્ટ અને હાઈડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં કલિકા સર્જનથી વૃધ્ધિ જોવા મળે છે.


પુન: સર્જનથી કયો સજીવ પ્રજનન કરે છે.

Hide | Show

જવાબ : પ્લેનેરિયા પુન: સર્જન એટલે કે આ સજીવના ટુક્ડા ગુમાવેલા ભાગનું પુન: સર્જન દ્વારા નવા સજીવનું સર્જન કરે છે.


કેવા સજીવો પ્રજનન કરતા નથી.

Hide | Show

જવાબ : ખચ્ચર, વંધ્ય કામદાર માખી. વંધ્ય હોય તેવું માનવ યુગલ વગેરે પ્રકારના સજીવો પ્રજનન કરતા નથી.


આપમેળે પ્રજનન કે સ્વયંજનન કોણ પામતું નથી.

Hide | Show

જવાબ : નિર્જીવ પદાર્થો પ્રજનન કે સ્વયંજનન પામતા નથી.


પ્રજનનનો શા માટે સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ થઈ શકતો નથી.

Hide | Show

જવાબ : સજીવોમાં ખચ્ચર, જેવાં કેટલાક બીજા પ્રાણીઓ પ્રજનન કરતા નથી માટે પ્રજનનને સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે માની શકાય નહીં.


સજીવની પ્રજનન પછીની બીજી લાક્ષણિકતા જણાવો.

Hide | Show

જવાબ : સજીવની ચયાપચય એ બીજી લાક્ષણિકતા છે.


સજીવો શાના બનેલા છે અને તેમનું બંધારણ સમજાવો.

Hide | Show

જવાબ : બધા સજીવો રસાયણોના બનેલા છે. નાના, મોટા, વિવિધ વર્ગોના, કદ, કાર્યો વગેરે સંબંધિત રસાયણો સતત બને છે. અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે. આ પ્રકારનું પરિવર્તન રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ હોય છે.


આપણા શરીરમાં થતી રાસાયણિક ક્રિયાઓનો સરવાળો કોને કહે છે.

Hide | Show

જવાબ : આપણા શરીરમાં થતી ચયાપચયની ક્રિયાએ બધીજ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે.


કેટલી બાબતોથી સજીવો અલગ અલગ રીતે સંકડાયેલા જોવા મળે છે.

Hide | Show

જવાબ : સજીવોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સામાન્ય જનીનદ્રવ્યની વહેંચણી મારફતે અંદરો અંદર સંકડાયેલા છે.


આપ મેળે જાગૃત રહેતા સજીવનું નામ આપો.

Hide | Show

જવાબ : માનવી સ્વયં – સભાનતા એટલે કે આપમેળે જાગૃત રહે છે.


ઓળખાયેલી જાતિઓની સંખ્યા જણાવો.

Hide | Show

જવાબ : હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે. તથા તેમનું વર્ણન કરાયેલું છે.


પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો થી શું જાણવા મળે છે.

Hide | Show

જવાબ : પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો જૈવ વિવિધતાનું નિર્દેશન કરે છે.


સજીવોમાં નામકરણ કેમ મહત્વનું છે તે સમજાવો.

Hide | Show

જવાબ : વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. એક જ દેશમાં અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક નામોમા ફેરફાર જોવા મળે છે માટે એક ચોક્કસ નામ જરૂરી છે. જે વિશ્વમાં સાર્વત્રિક હોય, માટે નામકરણ જરૂરી છે.


નામકરણમાં ઓળખવિધિનું મહત્વ સમજાવો.

Hide | Show

જવાબ : નામાધિકરણ ત્યારે જ શક્ય બને છે જ્યારે તેનું સચોટ વર્ણન કરેલું હોય. આપણે જાણતા હોઈએ કે તે નામ સાથે કયો સજીવ સંકડાયેલો છે. માટે નામાધિકરણમાં ઓળખવિધિનું ખાસ મહત્વ છે.


દ્વિનામી નામકરણ પધ્ધતિ કોને કહે છે.

Hide | Show

જવાબ : દરેક વૈજ્ઞાનિક નામ બે ધટકો ધરાવે છે. જે પ્રજાતિ અને જાતિ છે. બે ધટકો સાથે નામ આપવાની આ પધ્ધતિને દ્વિનામી નામકરણ પધ્ધતિ કહે છે.


દ્વિનામી નામકરણ પધ્ધતિના શોધક કોણ છે તે જણાવો.

Hide | Show

જવાબ : આ પધ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવી હતી.


વર્ગીકરણ કોને કહે છે.

Hide | Show

જવાબ : બધાજ સજીવોનું નામાકરણ કરવું શક્ય નથી. પરિણામે પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી કરાય છે તેને વર્ગીકરણ કહે છે.


પધ્ધતિસરનું વિજ્ઞાનમાં કેવો અહેવાલ હોય છે.

Hide | Show

જવાબ : સજીવ સજીવ વચ્ચે ઉદ્વિકાસકીય સંબંધો અંગેનો અહેવાલ પધ્ધતિસરના વિજ્ઞાનમાં જોવા મળે છે.


સજીવ જૂથના લક્ષણોનું જ્ઞાન શેમાં ઉપયોગી છે. શેમાં મદદરૂપ છે.

Hide | Show

જવાબ : આવું જ્ઞાન સજીવોને જુદી જુદી કક્ષાઓમાં મુકવામાં ખૂબ જરૂરી છે. તે જ્ઞાનના ઉપયોગથી સજીવો જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચે ભિન્નતા અને સામ્યતા ઓળખવામાં મદદ મળે છે.


વર્ગીકૃત કરેલા જૂથો કે કક્ષાઓથી શું જાણવા મળે છે.

Hide | Show

જવાબ : વર્ગીકૃત કરેલા જૂથો કે કક્ષાઓથી તેમના વિશિષ્ઠ લક્ષણો અને બાહ્યકક્ષાઓની રચનાઓ જાણવા અને સમજવા મળે છે.


વર્ગીકરણની ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ કેમ મૂકી છે તે સમજાવો.

Hide | Show

જવાબ : અભ્યાસમાં જુદા જુદા વર્ગકોના વધુ અનુકૂળ તથા વૈજ્ઞાનિક અભ્યાસમાં વર્ગીકરણની ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ મુકવાથી સરળતા જળવાય છે.


વંશગત નામ અને જાતિ સંકેત પ્રત્યય એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : વંશગત નામનો બીજો અર્થ પ્રજાતિ થાય છે અને જાતિ સંકેત પ્રત્યય એટલે તેનો અર્થ જાતિ તેવો થાય છે.


બે શબ્દો ધરાવતી નામ કરણ પધ્ધતિ કોને કહે છે.

Hide | Show

જવાબ : દ્વિનામી નામકરણ પધ્ધતિને બે શબ્દો ધરાવતી નામકરણ પધ્ધતિ કહે છે.


જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે કઈ ભાષામાં લખાય છે.

Hide | Show

જવાબ : જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઈટાલિકમાં લખાય છે.


જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ બે શબ્દોનો શો અર્થ થાય છે.

Hide | Show

જવાબ : જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ જ્યારે બીજો ઘટક કે પ્રત્યય કે શબ્દ જાતિનું સૂચન કરે છે.


જીવશાસ્ત્રીય નામ જ્યારે હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં કેમ આવે છે તે સમજાવો.

Hide | Show

જવાબ : આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે બે શબ્દોનું મૂળ ઉદ્‌ભવ લેટિનમાં બતાવવા તેને ઈટાલિકમાં છાપવાનું હોય છે. શબ્દ નીચેની આડી લીટી એ ભાષાકીય સંકેત છે.


જીવશાસ્ત્રીય નામના લખાણમાં પ્રજાતિ અને જાતિને અલગ સમજવા માટે કેવા પ્રકારનો સંકેત સમજાયો છે. ઉદાહરણથી સમજાવો.

Hide | Show

જવાબ : પ્રજાતિ અને જાતિને અલગ દર્શાવવા માટે પ્રથમ મૂળાક્ષર મોટી લિપિ (Capital Letter) માં જ્યારે ચોક્કસ જાતિ માટેનું નામ નાની લિપિ માં લખાય છે દા.ત. Mangifera Indica એટલે પ્રજાતિ અને જાતિ.


જીવશાસ્ત્રીય નામમાં સંશોધક વૈજ્ઞાનિકનું નામ ક્યાં દર્શાવાય છે.

Hide | Show

જવાબ : જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમા લખવામા આવે છે. દા.ત. Mangifera indica Linn – ત્રીજો શબ્દ સંશોધક વૈજ્ઞાનિકનો છે.


નામકરણ પધ્ધતિ હોવા છતાં વર્ગીકરણ પધ્ધતિ કેમ અમલમાં આવી.

Hide | Show

જવાબ : બધાજ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય નથી બનતું. માટે તેમની અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે છે અને કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો મુજબ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે.


કૂતરાઓ, બિલાડીઓ, સસ્તન, ઘઉં, ચોખા, વનસ્પતિઓ, પ્રાણીઓ જેવા સજીવોના અભ્યાસની સરળતા ખાતર કેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Hide | Show

જવાબ : આ પ્રકારના સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડવામાં આવી છે. આ કક્ષાઓને વર્ગકો તરીકે ઓળખવામાં આવે છે.


વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયા સમજાવો.

Hide | Show

જવાબ : સજીવોના લક્ષણો, તેમની ઓળખવિધિ, વર્ગીકરણ તથા તેમનું નામકરણ, અને આધુનિક વર્ગીકરણ વગેરે વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે.


વર્ગીકરણ અને વર્ગીકરણવિદ્યાને સમજાવો.

Hide | Show

જવાબ : લાક્ષણિક્તાઓને આધારે બધાજ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરાય છે આ પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે અને સજીવોની કોષ રચના, બાહ્ય અને આંતરિક રચના, વિકાસ પ્રક્રિયા અને પરિસ્થિતિય જાણકારી વગેરેના અભ્યાસને વર્ગીકરણવિદ્યા કહે છે.


માણસ દરેક પ્રકારના સજીવો વિશે જાણવામાં કેમ વધુ રસ દાખવે છે.

Hide | Show

જવાબ : શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરીયાતો જેવી કે ખોરાક, પહેરવા – ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધતો હતો. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસ જાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે વધુને વધુ જાણવામાં રસ દાખવતો હતો. માનવીનું શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગીતા પર આધારિત હતું.


પધ્ધતિસરના વિજ્ઞાનનો ઉદ્‌ભવ કેવી રીતે થયો તે સમજાવો.

Hide | Show

જવાબ : માણસ પોતાના ઉપયોગ માટે વિવિધ પ્રકારના સજીવોમાં રસ લેતો હતો, ઘીમે ઘીમે માનવી સજીવોના જુદા જુદા પ્રાકારોને સમજવા લાગ્યો, તેમની વિવિધતા સમજવા લાગ્યો, અને સજીવો વચ્ચે સંબંધો કેળવવા લાગ્યો. આવા પ્રકારના અભ્યાસ માટેની શાખાનો પધ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઉલ્લેખ થવા લાગ્યો.


Systematics શબ્દની વિજ્ઞાનમાં ઉપયોગીતા સમજાવો.

Hide | Show

જવાબ : Systematics એ લેટિન શબ્દ systema શબ્દમાંથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ પધ્ધતિસરની ગોઠવણી તેવો થાય છે.લિનિયસે તેના પ્રકાશનમાં શિર્ષક તરીકે Systema Naturae શબ્દ પ્રયોજન કર્યુ હતુ.


પધ્ધતિસરનું વિજ્ઞાન એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : સજીવોની ઓળખવિધિ, નામકરણ, અને વર્ગીકરણનો સમાવેશ ધરાવતું અને તેનો અભ્યાસ કરવાના વિજ્ઞાનને પધ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે.


સજીવો વચ્ચેના ઉદ્‌વિકાસકીય સંબંઘોના અહેવાલને કયા વિજ્ઞાનના અભ્યાસમાં ધ્યાનમાં લેવામાં આવે છે.

Hide | Show

જવાબ : પધ્ધતિસરના વિજ્ઞાનમાં સજીવો વચ્ચેના ઉદ્‌વિકાસકીય સંબંધોનો અહેવાલ પણ ધ્યાનમાં લેવામાં આવે છે.


વર્ગીકૃત કક્ષાની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પધ્ધતિ નથી. પરંતુ શ્રેણીબંધ ચરણ દર્શાવતી પધ્ધતિ છે. જેના દરેક ચરણમાં હરોળ કે કક્ષાનો સમાવેશ થયેલો જોવા મળે છે. અને આવી કક્ષાઓ જ વર્ગીકૃત વ્યવસ્થાનો મુખ્ય ભાગ છે. માટે આવી કક્ષાઓને વગીકૃત કક્ષા કહે છે.


વર્ગીકૃત શ્રેણીની સમજ આપો.

Hide | Show

જવાબ : બધી જ કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણીની રચના કરે છે.


વર્ગકી કોને કહેવાય તે સમજાવો.

Hide | Show

જવાબ : કક્ષાને વર્ગીકરણનો એક એકમ તરીકે ગણવામાં આવે છે. કક્ષા જે તે હરોળ નિર્દશિત કરે છે અને આવી હરોળ માટે વર્ગકી શબ્દ પ્રયોજાય છે.


કીટકો કેવા સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે.

Hide | Show

જવાબ : કીટકો ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે.


જૂથો અને કક્ષા વચ્ચેનો સંબંધ જણાવો.

Hide | Show

જવાબ : જૂથો કક્ષા તરીકે રજુ થતા હોય છે.


વર્ગીકૃત જૂથો વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : જૂથો કક્ષામાં રજૂ થાય છે, કક્ષાઓ આગળ જતાં હરોળનું સૂચન કરે છે. આવી દરેક હરોળો વર્ગીકરણ ના એકમ તરીકે રજૂ થાય છે. અને આવા વર્ગીકૃત થયેલા જૂથો કે કક્ષાઓમાં બાહ્ય રચનાઓ કરતાં તેમના વિશિષ્ઠ જૈવિક લક્ષણો પણ જોવા મળે છે. જે અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી હોય છે.


વર્ગીકરણની કક્ષાઓની ગોઠવણીનો ચઢતો ક્રમ જણાવો.

Hide | Show

જવાબ : વર્ગીકરણની કક્ષાઓનો ગોઠવણીનો ચઢતો ક્રમ આ પ્રમાણે થાય છે. જાતિ -> પ્રજાતિ -> કૂળ -> ગોત્ર -> વર્ગ -> સમુદાય કે વિભાગ -> સૃષ્ટિ


જાતિની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : મૂળભૂત સામ્યાતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ઓળખવામાં આવે છે.


નજીક્નો સંબંધ ધરાવતી જાતિમાંથી બીજી જાતિને અલગ કરવા કેવું કારણ વ્યાજબી ગણાય છે.

Hide | Show

જવાબ : વિશિષ્ટ પ્રકારનો બાહ્ય તફાવત એટલે કે દેખાવનો ફર્ક જોવા મળે તો એક જાતિ ને નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે.


માનવીને કેવી જાતિમાં સમાવાવામં આવ્યો છે.

Hide | Show

જવાબ : માનવીને sapiens (સેપિયન્સ) જાતિમાં સમાયેલ છે.


માનવીનું જૂથ અને વૈજ્ઞાનિક નામ જણાવો.

Hide | Show

જવાબ : માનવીનું જૂથ Homo પ્રજાતિમાં સમાયેલ છે અને તેનું વૈજ્ઞાનિક નામ Homo sapiens તરીકે લખવામાં આવે છે.


પ્રજાતિમાં કેવા જૂથોને સમાવવામાં આવે છે.

Hide | Show

જવાબ : નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ પ્રજાતિમાં સમાયેલા હોય છે. જે બીજી પ્રજાતિની જાતિની સરખામણીમાં વધુ ભળતા લક્ષણો ધરાવતાં હોય છે.


બટાટા અને રીંગણની જાતિ જુદી પણ પ્રજાતિ કેમ એક જ છે તે જણાવો.

Hide | Show

જવાબ : બટાટા અને રીંગણા જુદી જાતિઓ ધરાવે છે. પરંતુ બન્નેમા નજીકનો સંબંધ જોવા મળે છે માટે બન્નેને સોલેમન પ્રજાતિમાં સમાવેલા છે.


પેન્થેરા અને ફેલિસ પ્રજાતિ જુદી કેમ છે તે સમજાવો.

Hide | Show

જવાબ : સિંહ, દિપડો અને વાઘ તથા ફેલિસ આમની પ્રજાતિઓની રચના આ પ્રમાણે છે. સિંહ, વાધ અને દિપડો કેટલાક સામાન્ય લક્ષણો ધરાવે છે માટે જાતિઓ અલગ હોવા છતાં પ્રજાતિ પેન્થેરા ત્રણેયની એક છે. જ્યારે બિલાડીની જાતિની ફેલિસના લક્ષણો જુદા હોવાથી તે આ ત્રણેય કરતાં અલગ પ્રજાતિ ધરાવે છે.


વાનસ્પતિક અને પ્રાજનનિક લક્ષણોના કારણે કોનું વર્ગીકરણ કરાય છે.

Hide | Show

જવાબ : કૂળને વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બન્ને લક્ષણોને આધારે વર્ગિકૃત કરવામાં આવે છે.


કૂળની વ્યાખ્યા આપી સમજાવો.

Hide | Show

જવાબ : પ્રજાતિ અને જાતિની સરખામણીમાં ઓછી સમાનતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવતી પ્રજાતિઓનું જૂથ કૂળ તરીકે ઓળખાય છે.


સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળો જેવી કક્ષાઓમાં કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવી છે.

Hide | Show

જવાબ : ઘણાં સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળો જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.


ગોત્ર અને ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ કેવી રીતે ઓળખી શકાય.

Hide | Show

જવાબ : કેટલાક સરખા લક્ષણો વાળા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષાની રચના કરે છે માટે ગોત્ર અને ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ તેમના લક્ષણોના સમૂહના આધારે ઓળખી શકાય છે.


કોન્વોલ્વુલેસી અને સોલેનેસી જેવી વનસ્પતિ, કુળો અલગ ધરાવતી હોવા છતાં એકજ ગોત્ર પોલીમોનીયેલ્સમાં કેમ સમાયેલા છે.

Hide | Show

જવાબ : બન્ને વનસ્પતિજન્ય સજીવો સરખા લક્ષણો ધરાવે છે અને ગોત્ર જેવી કક્ષાની રચના કરે છે. બન્ને સજીવોમાં પુષ્પીય પ્રકારના સરખા લક્ષણો જોવા મળે છે. માટે તેમને એક જ ગોત્ર પોલીમોનીયેલ્સમાં સમાયેલા છે.


પ્રાણીઓમાં ફેલિડી અને કેનેડીના કુળો એકજ ગોત્રમાં કેમ સમાવ્યા છે.

Hide | Show

જવાબ : કૂળમાં બીજી પ્રજાતિની સરખામણીમાં લક્ષણો ખૂબ ઓછા સરખા હોય છે. પણ કેટલાક સરખા લક્ષણો ધરાવતાં કુળો ભેગા મળી ગોત્રની રચના કરે છે ફેલિડી અને કેનેડી સરખા લક્ષણો ધરાવે છે માટે આવા કુળોને એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશિત કરેલા છે.


વર્ગને વ્યખ્યાથી સમજાવો.

Hide | Show

જવાબ : નજીકના સંબંધિત ગોત્રો જેમાં સમાયેલા છે વર્ગકની તે કક્ષા વર્ગ તરીકે ઓળખવામાં આવે છે.


વાનર, ગોરિલા અને ગીબ્બન નું ગોત્ર જણાવો.

Hide | Show

જવાબ : વાનર, ગોરિલા અને ગિબ્બન વગેરેને પાઈમેટા (primata) ગોત્રમાં સમાયેલા છે.


વાઘ, બિલાડી અને કૂતરાનું ગોત્ર જણાવો.

Hide | Show

જવાબ : વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓને માંસાહારી કાર્નિવોરા ગોત્રમાં સમાયેલા છે.


વાનર અને ગોરિલા તથા વાઘ અને બિલાડી બન્નેના ગોત્ર અલગ અલગ છે છતાં બન્નેને એક જ વર્ગમાં સાથે કેમ મૂક્યા છે તે સમજાવો.

Hide | Show

જવાબ : વર્ગીકૃત કરેલી કક્ષામાં નજીકના સંબંધિત ગોત્રોને સમાવવામાં આવે છે. માટે બન્નેને એકજ વર્ગ સસ્તનમાં સાથેજ મૂકવામાં આવે છે.


સમુદાય એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : સસ્તનોનો વર્ગ, મત્સ્ય, ઉભયજીવીઓ, સરિસૃપો, વિહગ વગેરેને સમુદાય તરીકે ઓળખાતા ઉચ્ચ દરજ્જામાં મુકવા તેને સમુદાય ના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે.


વનસ્પતિઓને વિભાગના દરજ્જામાં ક્યારે મુકવામાં આવે છે.

Hide | Show

જવાબ : કેટલાક સરખા લક્ષણો ધરાવતા વનસ્પતિ વર્ગોને ઉચ્ચ કક્ષાના દરજ્જામાં સમાવાય છે જેને વિભાગ તરીકે ઓળખવામાં આવે છે.


સૃષ્ટિની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવિષ્ટ બધાંજ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મુકવામાં આવે તેને સૃષ્ટિ કહે છે.


વનસ્પતિ સૃષ્ટિ એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : વનસ્પતિઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ વિભાગોમાં સમાવેશિત બધીજ વનસ્પતિઓના ઉચ્ચ કક્ષાના દરજ્જાને વનસ્પતિસૃષ્ટિ કહે છે.


મનુષ્યનું જીવશાસ્ત્રીય નામ, પ્રજાતિ, કૂળ, ગોત્ર, વર્ગ અને સમુદાય જણાવો.

Hide | Show

જવાબ : મનુષ્યનું હોમોસેપિયન્સ નામ, હોમો પ્રજાતિ, હોમીનીડી કૂળ, પ્રાઈમેટા ગોત્ર, સસ્તન વર્ગ અને મેરૂદંડી સમુદાય હોય છે.


ઘરમાખીનું જીવશાસ્ત્રીય નામ, પ્રજાતિ, કૂળ, ગોત્ર, વર્ગ અને સમુદાય જણાવો.

Hide | Show

જવાબ : ઘરમાખીનું  મસ્કા ડોમેસ્ટીકા નામ, મસ્કા પ્રજાતિ, મસ્કીડી કૂળ, ડીપ્ટેરા ગોત્ર, કીટક વર્ગ અને સંધિયાદ સમુદાય હોય છે.


આંબાનું વૈજ્ઞાનિક નામ, પ્રજાતિ, કૂળ, ગોત્ર, વર્ગ અને સમુદાય જણાવો.

Hide | Show

જવાબ : આંબાનું મેન્જીફેરા ઈન્ડિકા નામ, મેન્જીફેરા પ્રજાતિ, એનાકાર્ડીયેસી કૂળ, સેપિન્ડેલ્સ ગોત્ર, દ્વિદળી વર્ગ અને આવૃત બીજધારી સમુદાય જોવા મળે છે.


ઘઉંનું વૈજ્ઞાનિક નામ, તેની પ્રજાતિ, કૂળ, ગોત્ર, વર્ગ અને સમુદાય ની માહિતિ આપો.

Hide | Show

જવાબ : ઘઉંનું ટ્રીટીકમ એસ્ટીવમ નામ, ટ્રીટીકમ પ્રજાતિ, પોએસી કૂળ, પોએલ્સ ગોત્ર, એકદળી વર્ગ અને આવૃત બીજધારી સમુદાય હોય છે.


વનસ્પતિ નમૂનાઓ કેવી રીતે સાચવવામાં આવે છે.

Hide | Show

જવાબ : વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિના નમૂનાઓને હર્બેરિયમ કાગળ પર શુષ્કન, દાબન અને પરિરક્ષણ કરીને સાચવવામાં આવે છે.


વનસ્પતિ નમૂનાઓને સંગ્રહસ્થાનમાં મૂકવાની પધ્ધતિ જણાવો.

Hide | Show

જવાબ : સંગ્રહાલયમાં નમૂનાઓને વિશ્વમાન્ય વર્ગીકરણ પધ્ધતિ પ્રમાણે ગોઠવવામાં આવે છે. હર્બેરિયમ શીટ પર નમૂનાનું વર્ણન, એકત્ર કર્યા તારીખ, જગ્યા, અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વનસ્પતિશાસ્ત્રિય નામ, કૂળ, એકત્ર કરનારનું નામ, વગેરે માહિતી લખવામાં આવે છે. ત્યાર બાદ મૂકવામાં આવે છે.


સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસ માટે કેમ અગત્યના છે.

Hide | Show

જવાબ : વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમા ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે પણ કાર્ય કરે છે માટે અગત્યના છે.


વનસ્પતિના વિશિષ્ટ ઉદ્યાનો એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : અહીં જીવંત વનસ્પતિઓના નમૂના હોય છે, ઓળખવિધિ માટે અહીં વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે. દરેક વનસ્પતિ પર વૈજ્ઞાનિકનું નામ, અને તેના કૂળની કાપલી લગાવીને ઉછેરવામાં આવે છે.


જીવશાસ્ત્રીય સંગ્રહસ્થાનો કયાં સ્થાપવામાં આવે છે.

Hide | Show

જવાબ : જીવશાસ્ત્રીય સંગ્રહસ્થાનો સામાન્ય રીતે શાળા અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવે છે.


પ્રાણીઓ, વનસ્પતિઓ અને અશ્મિઓના નમૂનાઓને યથાવત રાખવા શું કરાય છે.

Hide | Show

જવાબ : આવા નમૂનાઓને સાચવવા અને યથાવત રાખવા કાચની શીશી કે બરણીમાં સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરી રાખવામાં આવે છે.


સ્ટફીંગ કરવું એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : મૃત શરીરના વિવિધ દેહધાર્મિક અંગો દૂર કરી તેમાં રૂ, ઊન, વનસ્પતિનો ભૂકો કે સંગ્રાહકો ભરીને લાંબો સમય મૃત શરીર સાચવવાની પ્રક્રિયાને સ્ટફીંગ કહે છે.


પ્રાણી ઉદ્યાન એટલે શું ? તે સમજાવો.

Hide | Show

જવાબ : પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય.


પ્રાણી ઉદ્યાનમાં રહેલાં પ્રાણીઓ આપણને શું શીખવે છે.

Hide | Show

જવાબ : આ પ્રકારના સંગ્રહસ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓની ખોરાકીય આદતો અને તેમની વર્તણુકનો આપણને ખ્યાલ આવે છે.


પ્રાણી સંગ્રહસ્થાનોમાં પ્રાણીઓના નિવાસસ્થાનની માહિતી આપો.

Hide | Show

જવાબ : પ્રાણી સંગ્રહસ્થાનમાં રાખવામા આવેલા બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનો જેવી અનૂકૂળતા ઉભી કરી આપવામાં આવે છે.


ઓળખચાવી એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : ઓળખચાવી એટલે વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમની સમાનતાઓ અને અસમાનતાઓને આધારે ઓળખવિધિ માટે ઉપયોગમાં લેવાતો બીજો વર્ગીકરણીય આધાર છે.


યુગ્મક કોને કહેવાય તે સમજાવો.

Hide | Show

જવાબ : ઓળખચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે. જેને યુગ્મક કહે છે.


ચાવીમાં રહેલા જાહેર નિરૂપણને શું કહે છે.

Hide | Show

જવાબ : ચાવીમાં રહેલા જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહેવાય છે.


બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી કોણ રજૂ કરે છે.

Hide | Show

જવાબ : ચાવી બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે.


કૂળ, પ્રજાતિઓ, અને જાતિઓ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટે ઓળખવિધિ કરવા શેની જરૂરીયાત પડે છે.

Hide | Show

જવાબ : કૂળ, પ્રજાતિઓ, અને જાતિઓ માટે ઓળખવિધિ કરવા વર્ગીકરણીય ચાવીઓની જરૂર પડે છે.


પ્રકૃતિમાં ચાવીઓની ભૂમિકા સમજાવો.

Hide | Show

જવાબ : પ્રકૃતિમાં ચાવીઓ સામાન્ય રીતે વિશ્ર્લેષણાત્મક હોય છે.


વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવાના ઉપાયો બતાવો.

Hide | Show

જવાબ : વનસ્પતિઓની યાદી, પરિચય પુસ્તિકાઓ, લધુપુસ્તિકાઓ અને પધ્ધતિસરની સૂચીઓ વગેરે વર્ણન કરવાના ઉપાયો છે.


વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ ક્યાંથી જાણવા મળે છે.

Hide | Show

જવાબ : વનસ્પતિઓની યાદી માંથી આપેલા વિસ્તારની વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ વગેરે માહિતી મળે છે. આ યાદી ચોક્કસ વિસ્તારની વનસ્પતિ જાતિઓ વિશેની નિર્દેશિકા પુરી પાડે છે.


પરિચય પુસ્તિકામાં વનસ્પતિઓની કેવી માહિતી હોય છે.

Hide | Show

જવાબ : પરિચય પુસ્તિકાઓમાંથી જે તે વિસ્તારની જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપવામાં આવી હોય છે.


લધુપુસ્તિકાઓમાં વનસ્પતિની કેવી માહિતી હોય છે.

Hide | Show

જવાબ : લધુપુસ્તિકાઓમાં કોઈ એક વર્ગીકીની માહિતી આપવામાં આવે છે.


સાચું પુન:સર્જન કયા સજીવમાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : સાચું પુન:સર્જન પ્લેનેરિયા (ચપટાકૃમિ) જેવા સજીવોમાં જોવા મળે છે.


પ્રાણીઓના સજીવો અને ઋતુસંવર્ધિત વનસ્પતિઓના પ્રજનન પર શાની અસર જોવા મળે છે.

Hide | Show

જવાબ : આ બન્ને પર પ્રકાશઅવધિની અસર જોવા મળે છે.


જૈવ – સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ શું હોય છે.

Hide | Show

જવાબ : દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે.


સજીવોનો પરિપૂર્ણ ગુણધર્મ બતાવો.

Hide | Show

જવાબ : સ્વયંસભાનતા એ સજીવોનો પરિપૂર્ણ ગુણધર્મ હોય છે.


સજીવ તંત્રોની પ્રતિક્રિયાઓ સમજાવો.

Hide | Show

જવાબ : સજીવ તંત્રો બાહ્ય ઉત્તેજનાઓ પ્રત્યે પ્રતિક્રિયા દાખવે છે. તેઓ સ્વયંવિકાશશીલ, સ્વયંજનિત, એક બીજા પર અસર પામતાં સ્વયંનિયંત્રિત જોવા મળે છે.


ICZN નું પુરૂ નામ શું હોય છે.

Hide | Show

જવાબ : ઈન્ટરનેશનલ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર ICZN નું પુરૂ નામ છે.


NBRI નું પુરૂ નામ લખો.

Hide | Show

જવાબ : NBRI નું પુરૂ નામ નેશનલ બોટાનિકલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ છે.


ICBN નું પુરૂ નામ જણાવો.

Hide | Show

જવાબ : ઈન્ટર્નેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર ICBN નું પુરૂ નામ છે.


ટ્રીટીકમ એસ્ટીવમનું કૂળ જણાવો.

Hide | Show

જવાબ : ટ્રીટીકમ એસ્ટીવમનું કૂળ પોએસી હોય છે.


નામકરણ કોને કહે છે.

Hide | Show

જવાબ : ચોક્કસ નિયમોને ધ્યાનમાં રાખી સજીવોને નામ આપવામાં આવે તે પધ્ધતિને નામકરણ કહે છે.


કોઈ પણ ત્રણ વંશગત નામો લખો.

Hide | Show

જવાબ : Felis, Panthera અને Homo વંશગત નામો છે.


હર્બેરિયમ કોને કહેવાય તે જણાવો.

Hide | Show

જવાબ : હર્બેરિયમ એટલે ખાસ પ્રકારના કાગળ પર શુષ્કન, દાબન અને પરિરક્ષણ કરીને મૂકાતા વનસ્પતિઓના નમૂનાઓ જોવા મળે છે.


કાર્નિવોરા ગોત્રની અન્ય કક્ષા લખો.

Hide | Show

જવાબ : ફેલિડી કૂળ કાર્નિવોરા ગોત્રમાં સમાવેશિત હોય છે.


કોન્વોલ્વુલેસી કૂળનું ગોત્ર જણાવો.

Hide | Show

જવાબ : કોન્વોલ્વુલેસી કૂળનું ગોત્ર પોલિમોનિએલ્સ છે.


સજીવોની ચોક્કસ અર્થકારક પ્રમાણેની કાર્ય પધ્ધતિને શું કહે છે.

Hide | Show

જવાબ : આવી કાર્યપધ્ધતિ વર્ગીકરણના નામે જાણીતી છે.


સજીવોમાં વધુ પડતી વિવિધતા ક્યારે જોવા મળે છે.

Hide | Show

જવાબ : સજીવોમાં અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારી સતત નિરીક્ષણ કરવાથી વધુ પડતી વિવિધતા જોવા મળે છે.


સરખા લક્ષણોવાળી કક્ષાઓ કેવી રીતે જૂથ બનાવે તે સમજાવો.

Hide | Show

જવાબ : સરખા લક્ષણોવાળી પ્રજાતિઓ જાતિ રચે છે અને સરખા લક્ષણોવાળી જાતિઓ કૂળની રચના કરે છે. અને સરખા લક્ષણો ધરાવતા કૂળ ભેગા મળી જૂથ બને છે.


સજીવોની ઓળખવિધિ શેનાથી શક્ય બને છે.

Hide | Show

જવાબ : સચોટ વર્ણનથી સજીવોની ઓળખવિધિ કરી શકાય છે.


ગોત્રની રચના શેના સમૂહો મળવાથી થાય છે.

Hide | Show

જવાબ : સંબંધો ધરાવતા કૂળનો સમૂહ મળવાથી ગોત્રની રચના થાય છે.


ચયાપચયની ફલશ્રુતિ કઈ પ્રક્રિયા પૂર્ણ કરે છે.

Hide | Show

જવાબ : વૃધ્ધિએ ચયાપચયની ફ્લશ્રુતિ છે.


વધતી સામ્યતાઓનો યોગ્ય ક્રમ જણાવો.

Hide | Show

જવાબ : સામ્યતાવાળી પ્રજાતિઓ કૂળ રચે છે સામ્યતાવાળા કૂળ ગોત્ર રચે છે. અને સામ્યતાવાળા ગોત્રનો વર્ગ બને છે.


પેશીના ગુણધર્મો શેને આધારિત હોય છે.

Hide | Show

જવાબ : પેશીના ગુણધર્મનો આધાર કોષોની આંતરક્રિયા પર હોય છે.


પ્રજાતિનો સમૂહ જેની રચના કરે તે વર્ગક કઈ કક્ષાનો બને છે.

Hide | Show

જવાબ : પ્રજાતિના સમૂહથી રચાતા વર્ગકને કૂળ કહે છે.


કેવા સજીવો જીવનપર્યત વૃધ્ધિ કરે છે.

Hide | Show

જવાબ : આવૃત બીજધારી સજીવોમાં જીવનપર્યત વૃધ્ધિ થાય છે.


વર્ગીકરણની કક્ષાનું મુખ્ય જૂથ કોને કહે છે.

Hide | Show

જવાબ : સૃષ્ટિ મુખ્ય જૂથ છે. કારણ કે વર્ગીકર્ણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવિષ્ટ બધા જ તંત્રોને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવ્યા છે જે સૃષ્ટિ છે.


પ્રજનનની વ્યખ્યા આપો.

Hide | Show

જવાબ : સજીવ પુખ્ત વયે પોતાના જેવા નવા સજીવનું સર્જન કરે તે પ્રજનન છે.


વર્ગીકૃત શ્રેણી કેવી રીતે રચાય છે.

Hide | Show

જવાબ : બધી કક્ષાઓના સમૂહથી વર્ગીકૃત શ્રેણીની રચના થાય છે.


જલજીવન અને મીનયક્ષના સજીવોના જૂથનું નામ જણાવો.

Hide | Show

જવાબ : જલજીવન અને મીનયક્ષના સજીવો મળીને મત્સ્ય જૂથ રચે છે.


વર્ગકની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : સજીવોના અભ્યાસ અર્થે અનૂકુળ કક્ષાઓ બની છે વર્ગક આવી સાનુકુળ કક્ષાઓ માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ છે.


સજીવના વૈજ્ઞાનિક નામમાં કયા વર્ગકનો શબ્દ પહેલાં લખાય છે.

Hide | Show

જવાબ : પ્રજાતિ શબ્દ વૈજ્ઞાનિક નામમાં સજીવો માટે પ્રથમ લખાય છે.


કક્ષા શું દર્શાવે છે.

Hide | Show

જવાબ : વર્ગીકરણના દરેક ચરણએ કક્ષા છે.


સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના સમૂહને શુ કહે છે તે જણાવો.

Hide | Show

જવાબ : સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના સમૂહને પ્રજાતિ કહે છે.


કોના નિયમ પ્રમાણે સજીવોના વૈજ્ઞાનિક નામો રાખવામાં આવે છે.

Hide | Show

જવાબ : ICBN અને ICZN ના નિયમોને આધિન સજીવોના વૈજ્ઞાનિક નામો રજૂ કરવામાં આવે છે.


સંશોધન કરીને નામ રાખનાર વૈજ્ઞાનિકના નામને કેવી રીતે અને ક્યાં રાખવામાં આવે છે.

Hide | Show

જવાબ : નામ રાખનાર વૈજ્ઞાનિકના નામને જાતિ પછી સંક્ષિપ્તમાં લખવામાં આવે છે.


મસ્કા ડોમેસ્ટિકાનું કયું ગોત્ર હોય છે તે લખો.

Hide | Show

જવાબ : મસ્કા ડોમેસ્ટિકાનું ડીપ્ટેરા ગોત્ર હોય છે.


પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતો સજીવો જણાવો.

Hide | Show

જવાબ : પાથમિક કોષકેન્દ્રીય સજીવો અને જટિલ સુકોષકેન્દ્રીય તમામ સજીવો અનુભૂતિ અને પ્રતિક્રિયા આપે છે.


બધાજ સજીવોના જૂથનો સમાવેશ કરતું મુખ્ય જૂથ કયા નામે જાણીતું છે.

Hide | Show

જવાબ : બધાજ સજીવોના જૂથનો સમાવેશ કરતાં જૂથને સૃષ્ટિ કહે છે.


આંતર પ્રજનન કરતાં સજીવોની વસ્તીને શું કહે છે.

Hide | Show

જવાબ : આંતર પ્રજનન કરતાં સજીવોની વસ્તીને જાતિ કહે છે.


વિભિન્નતા પ્રમાણે ઉતરતાં ક્ર્મમાં કૂળ -> શ્રેણી -> ઉપવર્ગ -> વર્ગ -> સમુદાય -> ઉપસૃષ્ટિ -> સૃષ્ટિ ને ગોઠવો.

Hide | Show

જવાબ : સૃષ્ટિ -> ઉપસૃષ્ટિ -> સમુદાય -> વર્ગ -> ઉપવર્ગ -> શ્રેણી -> કૂળ મુજબ ગોઠવાય છે.


એકથી વધુ જાતિનો સમાવેશ શેમાં થાય છે.

Hide | Show

જવાબ : પ્રજાતિમાં એકથી વધુ જાતિનો સમાવેશ થાય છે.


કઈ ક્રિયામા દરેક કોષમાં વિવિધ પ્રકારની જૈવરાસાયણિક ક્રિયાઓ સતત ચાલતી હોય છે.

Hide | Show

જવાબ : ચયાપચયમાં દરેક કોષમાં વિવિધ પ્રકારની જૈવરાસાયણિક ક્રિયાઓ સતત ચાલતી હોય છે.


ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓ શું રચે છે.

Hide | Show

જવાબ : ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓ કૂળની રચના કરે છે.


કૂળના સમૂહને શું કહેવાય છે.

Hide | Show

જવાબ : કૂળના સમૂહને શ્રેણી કહે છે.


જાતિ માટેની બે અગત્યની બાબત જણાવો.

Hide | Show

જવાબ : જાતિઓમાં લક્ષણોમાં વધુ ને વધુ સામ્યતાઓ જોવા મળે છે તથા જાતિના નામનું પુનરાવર્તન થતું નથી.


વર્ગકની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : વર્ગીકરણના જુદા જુદા સ્તરે ગોઠવયેલા સજીવોના જૂથોને આપવામાં આવતા દરજ્જાને વર્ગક કહે છે.


આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ કોણ ઉત્પન્ન કરે છે.

Hide | Show

જવાબ : જાતિ આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરે છે.


વર્ગીકરણનો પાયાનો એકમ શું છે.

Hide | Show

જવાબ : જાતિએ વર્ગીકરણનો પાયાનો એકમ છે.


"બધાજ સજીવો વૃધ્ધિ પામે છે" વાક્યને મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : બધાજ સજીવો વૃધ્ધિ પામે છે તેમના કદ અને સંખ્યાના વધારાથી આપણે વૃધ્ધિના પૂરક લક્ષણો જોઈ શકીએ છીએ. પ્રાણીઓમાં વૃધ્ધિકોશ ફક્ત ચોક્કસ ઉંમર સુધીજ જોવા મળે છે. સજીવોમાં દેહની અંદર તરફથી વૃધ્ધિ થાય છે.

નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષવિભાજન થાય છે. એક કોષી સજીવો કોષ વિભાજનથી વૃધ્ધિ પામે છે. માઈક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી ધ્વારા  સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી અવલોકન કરી શકીએ છીએ.

ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વૃધ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે. વનસ્પતિઓમાં કોષ વિભાજન ધ્વારા જીવનભર વૃધ્ધિ થતી હોય છે.

સજીવોમાં શરીરના કદના વધારાને વૃધ્ધિ તરીકે ગણવામાં આવે છે. માટે વૃધ્ધિ સજીવ તંત્રોનું લક્ષણ છે. મૃત સજીવો વૃધ્ધિ પામતા નથી.


સજીવોમાં પ્રજનનની કેવા પ્રકારની લાક્ષણિતા જોવા મળે છે.

Hide | Show

જવાબ : સજીવ પુખ્તવયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે.

પ્રજનન અલિંગી અને લિંગી એમ બે પ્રકારનું જોવા મળે છે.

અલિંગી પ્રજનનમાં નિર્માણ પામતી સંતતિઓ ઓછા વત્તા પ્રમાણમાં પિતૃઓ જેવો દેખાવ ધરાવે છે. જ્યારે

લિંગી પ્રજનનમાં નિર્માણ પામતી સંતતિ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવો દેખાવ ધરાવે છે.

ફુગ તેના ધ્વારા લાખો અલિંગી બીજાણુઓ પેદા કરે છે અને તેના ધ્વારા સરળતાથી બદુગુણિત અને

વિસ્તરિત થાય છે.

એક અથવા બે વિજાતીય સજીવો જનનકોષોનું નિર્માણ કરીને નવા બાળ સજીવ પેદા કરે છે.

યીસ્ટ અને હાઈડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં કલિકાસર્જન વડે અલિંગી પ્રજનન થાય છે. પ્લેનેરિયા

(ચપટાકૃમિ) આ સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુ:નસર્જન ધ્વારા નવા સજીવનું સર્જન કરે છે.

ફુગ, તંતુમય, લીલ, મોસના પ્રતંતુ બધા અવખંડનથી સરળતાથી બહુગુણિત થાય છે.

બેક્ટેરિયા, એકકોષી લીલ, અમીબા, દ્વિભાજન પધ્ધતિથી બહુગુણિત થાય છે. આવા એકકોષીય સજીવોમાં

પ્રજનનને વૃધ્ધિ સાથે સરખાવાય છે.

આપણે પ્રજનનનો દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકાર કરી શકતા નથી જોકે નિર્જિવ પદાર્થો

આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી પ્રજનનને સજીવની લાક્ષણિકતા ગણી

શકાય છે.


ચયાપચયની ક્રિયાને વિગતવાર સમજાવો.

Hide | Show

જવાબ : ચયાપચયએ સજીવની લાક્ષણિક્તા ગણી શકાય છે. બધા જ સજીવો સસાયણોના બનેલા છે. સજીવ શરીરો કે કોષોમાં રાસાયણિક ક્રિયાઓનો સરવાળો એટલે ચયાપચય છે.

બહુકોષિય બધાજ સજીવોમાં હજારો ચયાપચયિક ક્રિયાઓ એક સાથે થતી હોય છે. બધી જ વનસ્પતિઓ પ્રાણિઓ ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચયિક ક્રિયાઓ કરે છે.

દરેક સજીવમાં રસાયણ રહેલું છે નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત, કદ, કાર્યો વગેરે સંબધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે. તથા આ રસાયણો બીજા જૈવિક અણુઓમાં પરિવર્તીત થાય છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ કહેવાય છે.

કોષમુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચયિક ક્રિયાઓનું નિરિક્ષણ કરી શકીએ છિએ. જ્યારે નિર્જિવ પદાર્થોમાં ચયાપચયની ક્રિયા જોવા મળતી નથી.


"દેહનું કોષિય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે." આ વાક્યને યથાર્થ સાબિત કરો.

Hide | Show

જવાબ :

શરીરના કદ માં થતાં વધારાને વૃધ્ધિ વધારો ગણવામાં આવે છે. હવે જો શરીર ના કદના વધારાને વૃધ્ધિનું માપદંડ માનવામાં આવે તો તો કેટલીક નિર્જીવ વસ્તુઓ તેની વ્યાખ્યામાં આવી જાય છે.

જેમ કે પર્વતો, શીલાખંડો, રેતીના ઢગલાઓ વગેરે, કારણ કે તે પણ વધે છે મોટા થાય છે. નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યના સંચય દ્વારા આ પ્રકારની વૃધ્ધિ જોવા મળે છે.

બીજી તરફ પ્રજનનને આપણે સજીવોની લાક્ષણિકતા માનીએ છીએ છતાં કેટલાક સજીવો જેવાં કે ખચ્ચર, કામદાર વંધ્ય માખી, વંધ્ય માનવયુગલો જેવા સજીવો પ્રજનન કરતાં નથી. માટે પ્રજનન કરતાં નથી.માટે પ્રજનનને આપણે દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે ગણી શકીએ નહી.

તેવીજ રીતે ચયાપચયની ક્રિયા સજીવની બીજી લાક્ષણિકતા છે કેટલાક કોષ મુક્ત તંત્રોમાં દેહની બહાર ચયાપચયિક ક્રિયાઓ જોઈ શકાય છે. શરીર ની બહાર ટેસ્ટટ્યૂબમાં અલગ રીતે થતી એકલી ચયાપચયિક ક્રિયાઓનું નિરિક્ષણ થઈ શકે છે. તે જીવંત કે નિર્જીવ નથી

હવે જો આપણે કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકરીએ તો  એટલે કે શરીરની બહારબહાર થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પણ ચોક્કસ રીતે તે જૈવિક ક્રિયાઓ છે.

માટે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્ક્સ લક્ષણ છે.


સભાનતાને દરેક સજીવોનો ગુણધર્મ માનવામાં કેમ આવે છે.

Hide | Show

જવાબ :

સજીવો માટે તેમની આજુબાજુની પરિસ્થિતિ, પર્યાવરણની અનૂભુતિના આવિષ્કારની ક્ષમતા, પર્યાવરણીય ઉત્તેજનાઓની સામે પ્રતિક્રિયા વગેરે બાબતો સજીવોનું સ્પષ્ટ દેખીતું અને તાંત્રિક રીતે જટીલ લક્ષણ છે.

આવી અનુભૂતિ ભૌતિક, રાસાયણિક કે જૈવિક જોવા મળતી હોય છે. સંવેદન અંગોથી આપણે પર્યાવરણની ઉપલબ્ધી માણી શકીએ છીએ.

પ્રાણીઓ કે વનસ્પતિઓ બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે

આદિકોષકેંદ્રીયથી લઈને ખૂબજ જટીલ સુકોષકેંદ્રીય બધાજ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ પ્રતિક્રિયા દર્શાવે છે.

ઋતુસંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે.

દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે અને દરેક સજીવ તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે.

દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત રહે છે, માનવી એકમાત્ર એવો સજીવ છે જે આપમેળે જાગૃત રહે છે જેમકે સ્વસભાનતાથી.

માટે આપણે કહી શકીએ કે સભાનતા એ દરેક સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ બને છે.


"બધાજ સજીવો વૃધ્ધિ પામે છે" વાક્યને મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ :

બધાજ સજીવો વૃધ્ધિ પામે છે તેમના કદ અને સંખ્યાના વધારાથી આપણે વૃધ્ધિના પૂરક લક્ષણો જોઈ શકીએ છીએ. પ્રાણીઓમાં વૃધ્ધિકોશ ફક્ત ચોક્કસ ઉંમર સુધીજ જોવા મળે છે. સજીવોમાં દેહની અંદર તરફથી વૃધ્ધિ થાય છે.

નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષવિભાજન થાય છે. એક કોષી સજીવો કોષ વિભાજનથી વૃધ્ધિ પામે છે. માઈક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી ધ્વારા inVitro સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી અવલોકન કરી શકીએ છીએ.

ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વૃધ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે. વનસ્પતિઓમાં કોષ વિભાજન ધ્વારા જીવનભર વૃધ્ધિ થતી હોય છે.

સજીવોમાં શરીરના ક્દના વધારાને વૃધ્ધિ તરીકે ગણવામાં આવે છે. માટે વૃધ્ધિ સજીવ તંત્રોનું લક્ષણ છે. મૃત સજીવો વૃધ્ધિ પામતા નથી.


સજીવોમાં પ્રજનનની કેવા પ્રકારની લાક્ષણિતા જોવા મળે છે.

Hide | Show

જવાબ :

સજીવ પુખ્તવયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે.

પ્રજનન અલિંગી અને લિંગી એમ પ્રકારનું જોવા મળે છે.

અલિંગી પ્રજનનમાં નિર્માણ પામતી સંતતિઓ પિતૃઓ જેવો દેખાવ ધરાવે છે. જ્યારે લિંગી પ્રજનનમાં નિર્માણ પામતી સંતતિ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવો દેખાવ ધરાવે છે.

ફુગ તેના ધ્વારા લાખો અલિંગી બીજાણુઓ પેદા કરે છે અને તેના ધ્વારા સરળતાથી બદુગુણિત અને વિસ્તરિત થાય છે.

એક અથવા બે વિજાતીય સજીવો જનનકોષોનું નિર્માણ કરીને નવા બાળ સજીવ પેદા કરે છે.

યીસ્ટ અને હાઈડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં કલિકાસર્જન વડે અલિંગી પ્રજનન કરે છે. પ્લેનેરિયા (ચપટાકૃમિ) આ સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુ:નસર્જન ધ્વારા નવા સજીવનું સર્જન કરે છે.

ફુગ, તંતુમય, લીલ, મોસના પ્રતંતુ બધા અવખંડનથી સરળતાથી બહુગુણિત થાય છે.

બેક્ટેરિયા, એકકોષી લીલ, અમીબા, દ્વિભાજન પધ્ધતિથી બહુગુણિત થાય છે. આવા એકકોષીય સજીવોમાં વૃધ્ધિ સાથે સરખાવાય છે.

આપણે પ્રજનનનો દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકાર કરી શકતા નથી જોકે નિર્જિવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી જ્યારે પ્રજનનને સજીવની લાક્ષણિકતા ગણી શકાય છે.


ચયાપચયની ક્રિયાને વિગતવાર સમજાવો.

Hide | Show

જવાબ :

ચયાપચયએ સજીવની લાક્ષણિક્તા ગણી શકાય છે. બધા જ સજીવો સસાયણોના બનેલા છે. સજીવ શરીરો કે કોષોમાં રાસાયણિક ક્રિયાઓનો સરવાળો એટલે ચયાપચય છે.

બહુકોષિય બધાજ સજીવોમાં હજારો ચયાપચયિક ક્રિયાઓ એક સાથે થતી હોય છે. બધી જ વનસ્પતિઓ પ્રાણીઓ ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચયિક ક્રિયાઓ કરે છે.

દરેક સજીવમાં સસાયણ રહેલું છે નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત, કદ, કાર્યો વગેરે સંબધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે. તથા આ રસાયણો બીજા જૈવિક અણુઓમાં પરિવર્તીત થાય છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ કહેવાય છે.

કોષમુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચયિક ક્રિયાઓનું નિરિક્ષણ કરી શકીએ છિએ. જ્યારે નિર્જિવ પદાર્થોમાં ચયાપચયની ક્રિયા જોવા મળતી નથી.


"દેહનું કોષિય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે." આ વાક્યને યથાર્થ સાબિત કરો.

Hide | Show

જવાબ :

શરીરના કદ માં થતાં વધારાને વૃધ્ધિ વધારો ગણવામાં આવે છે. હવે જો શરીર ના કદના વધારાને વૃધ્ધિનું માપદંડ માનવામાં આવે તો તો કેટલીક નિર્જીવ વસ્તુઓ તેની વ્યાખ્યામાં આવી જાય છે.

જેમ કે પર્વતો, શીલાખંડો, રેતીના ઢગલાઓ વગેરે, કારણ કે તે પણ વધે છે મોટા થાય છે. નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યના સંચય દ્વારા આ પ્રકારની વૃધ્ધિ જોવા મળે છે.

બીજી તરફ પ્રજનનને આપણે સજીવોની લાક્ષણિકતા માનીએ છીએ છતાં કેટલાક સજીવો જેવાં કે ખચ્ચર, કામદાર વંધ્ય માખી, વંધ્ય માનવયુગલો જેવા સજીવો પ્રજનન કરતાં નથી. માટે પ્રજનન કરતાં નથી.માટે પ્રજનનને આપણે દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે ગણી શકીએ નહી.

તેવીજ રીતે ચયાપચયની ક્રિયા સજીવની બીજી લાક્ષણિકતા છે કેટલાક કોષ મુક્ત તંત્રોમાં દેહની બહાર ચયાપચયિક ક્રિયાઓ જોઈ શકાય છે. શરીર ની બહાર ટેસ્ટટ્યૂબમાં અલગ રીતે થતી એકલી ચયાપચયિક ક્રિયાઓનું નિરિક્ષણ થઈ શકે છે. તે જીવંત કે નિર્જીવ નથી

હવે જો આપણે કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકરીએ તો in vitro એટલે કે શરીરની બહારબહાર થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પણ ચોક્કસ રીતે તે જૈવિક ક્રિયાઓ છે.

માટે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્ક્સ લક્ષણ છે.


સભાનતાને દરેક સજીવોનો ગુણધર્મ માનવામાં કેમ આવે છે.

Hide | Show

જવાબ :

સજીવો માટે તેમની આજુબાજુની પરિસ્થિતિ, પર્યાવરણની અનૂભુતિના આવિષ્કારની ક્ષમતા, પર્યાવરણીય ઉત્તેજનાઓની સામે પ્રતિક્રિયા વગેરેવગેરે બાબતો સજીવોનું સ્પષ્ટ દેખીતું અને તાંત્રિક રીતે જટીલ લક્ષણ છે.

આવી અનુભૂતિ ભૌતિક, રાસાયણિક કે જૈવિક જોવા મળતી હોય છે. સંવેદન અંગોથી આપણે પર્યાવરણની ઉપલબ્ધી માણી શકીએ છીએ.

પ્રાણીઓ કે વનસ્પતિઓ બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે

આદિકોષકેંદ્રીયથી લઈને ખૂબજ જટીલ સુકોષકેંદ્રીય બધાજ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ પ્રતિક્રિયા દર્શાવે છે.

ઋતુસંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે.

દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે અને દરેક સજીવ તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે.

દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત રહે છે, માનવી એકમાત્ર એવો સજીવ છે જે આપમેળે જાગૃત રહે છે જેમકે સ્વસભાનતાથી.

માટે આપણે કહી શકીએ કે સભાનતા એ દરેક સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ બને છે.


દ્વિનામી નામકરણ પધ્ધતિના સાર્વત્રિક નિયમો જણાવો.

Hide | Show

જવાબ : દ્વિનામી નામકરણ પધ્ધતિ માટેના સાર્વત્રિક નિયમો નીચે મુજબના છે.

  1. જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટીન ભાષામાં અને ઈટાલિકમાં લખાય છે.જે તેના ઉદભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલા શબ્દો છે.
  2. જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ જ્યારે બીજો ધટક કે પ્રત્યય એ જાતિ માટેનું સૂચન છે.
  3. જીવશાસ્ત્રીય નામમાં બન્ને શબ્દો હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે. તેનું મૂળ ઉદભવ લેટિન બતાવવા ઈટાલિકમાં છાપવાનું હોય છે.
  4. પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લીપી (Capital Letter) માં જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લીપીમાં લખવામાં આવે છે. દા.ત. Mangifera indica

ચોક્કસ પ્રત્યય (epithet) પછી એટલે કે જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. દા.ત. Mangifera indica Linn. તે દર્શાવે છે કે આ જાતિનું સૌ પ્રથમ વર્ણન લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું.


વર્ગીકરણ (Classification) પધ્ધતિની સમજ આપો.

Hide | Show

જવાબ :

બધીજ પ્રકારના સજીવોનું નામાધિરાણ કરવાનું શક્ય બનતું નથી. માટે પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે છે. આ પ્રકારની જે જૂથ વહેચણી કરવામાં આવે છે તે કાર્ય પધ્ધ્તીને વર્ગીકરણ કહેવામાં આવે છે.

વર્ગીકરણમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા તેના લક્ષણોને આધારિત રાખવામાં આવી છે.

સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડવામાં આવી છે. આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે વર્ગકો (taxa) શબ્દો વપરાય છે.

વનસ્પતિઓનું પણ એક વર્ગક બને છે. તેવી જ રીતે પ્રાણીઓ, સસ્તનો, કૂતરાઓ, બધા વર્ગકના સ્વરૂપો છે. સસ્તન એ બધા જ પ્રાણીઓ છે. માટે પ્રાણીઓ, સસ્તન અને કૂતરાઓ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે.

આમ લાક્ષણિકતાઓને આધારે બધાજ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય છે. વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની આ પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે અને વર્ગીકરણ પધ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા (taxonomy)કહે છે.

આધુનિક વર્ગીકરણના અભ્યાસના આધાર માટે સજીવોની કોષરચના, તેની સાથે સજીવોની બાહ્ય અને આંતરિક રચના, વિકાસની પ્રક્રિયા અને પરિસ્થિતિય જાણકારી ખૂબ જ જરૂરી છે તથા તેનાથી જ આધુનિક વર્ગીકરણનો અભ્યાસ સરળતાથી થઈ શકે છે.


વર્ગીકૃત કક્ષાઓ વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પધ્ધતિ નથી. પરંતુ ક્રમશ શ્રેણીબધ્ધ ચરણ કે હરોળ કે કક્ષા દર્શાવે છે. બધીજ રીતે કક્ષા વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહેવાય છે. આવી બધી કક્ષાએ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી બને છે.અહીં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે જે હરોળ નિર્દેશિત કરે છે. તેના માટે વર્ગીકી (taxon) શબ્દ વપરાય છે.

વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબંધ્ધ શ્રેણી ઉદાહરણથી સમજી શકાય છે.ઉદાહરણ તરીકે કીટકો ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગોનુ લક્ષણો ધરાવતાં સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે. આમ કીટકો જોવા મળતા લક્ષણો પરથી ઓળખાય છે. તેથી તેમને વર્ગીકૃત કરી શકાય છે અને તેમને અલગ કક્ષા કે હરોળ અપાઈ છે.

જૂથોને કક્ષા તરીકે રજુ કરાય છે, કક્ષાઓ આગળ જતાં હરોળનું સૂચન કરે છે. દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજુ થાય છે.

આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ બાહ્યરચનાઓ અને વિશિષ્ઠ જૈવિક લક્ષણો દર્શાવે છે.

બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ, સૃષ્ટિ, સમુદાય કે વિભાગ (વનસ્પતિઓ માટે) વર્ગ, શ્રેણી,ગોત્ર, કૂળ, પ્રજાતિ, અને જાતિ જેવી સામાન્ય કક્ષાઓના વિકાસ તરફ દોરી જાય છે

વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા સજીવોમાં જાતિએ નિમ્ન (Lowest) કક્ષાનો દરજ્જો છે.


જાતિ વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય છે. વર્ગીકરણના અભ્યાસમાં નિમ્નકક્ષાનો દરજ્જો ધરાવતો અને એક માત્ર વાસ્તવિક વર્ગકી જાતિ છે.

જાતિઓમાં બાહ્યરચનાકીય તફાવત હોય છે માટે નજીકનો સંબંધ ધરાવતી એક જાતિને અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે.

આપણે આંબો (Magnifera indica) બટાટા (Solanum tuberosum) અને સિંહ (Panthera leo) જાતિની ચર્ચા કરીએ. આમાં indica, tuberosum અને leo આ ત્રણનામ ચોક્કસ જાતિ (Species) પ્રત્યય તરીકે રજૂ થાય છે. દરેક પ્રજાતિ એક એ તેથી વધુ ચોક્કસ જાતિઓ (પ્રત્યયો) ધરાવી શકે છે. અથવા અન્ય સજીવો તરીકે રજૂ થઈ શકે છે. તેમાં બાહ્ય રચનાઓમાં સમાનતા હોય છે.


વનસ્પતિઓ અને પ્રાણીઓના વર્ગીકરણીય કક્ષાઓમાં નમૂનાઓનું મહત્વ સમજાવો.

Hide | Show

જવાબ :

વનસ્પતિ, પ્રાણીઓ તથા અન્ય સજીવોની વિવિધ જાતિઓના વર્ગીકરણીય અભ્યાસમાં કૃષિ, વનવિદ્યા, ઉદ્યોગ અને આપણા જૈવિક સ્તોતો તથા તેમની જૈવવિવિધતાની જાણકારી ખૂબ ઉપયોગી છે.

આ પ્રકારના અભ્યાસમાં સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખવિધિની જરૂર પડે છે. ઓળખવિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ ની જરૂર પડે છે.

વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે. તથા તે સંગ્રહ વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે.

પધ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે.

સજીવોના વર્ગીકરણ માટે તથા તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે.

કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવે છે.


જીવશાસ્ત્રીય સંગ્રહાલયની મુદ્દાસર માહિતી આપો.

Hide | Show

જવાબ :

મ્યુઝિયમમાં સાચવવામાં આવતી વનસ્પતિઓ, પ્રાણીઓ, અને અશ્મિઓ ના નમૂનાઓને એકત્રિત કરી અભ્યાસ માટે સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી જગ્યાને સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે.

અહીં નમૂનાઓને મોટા ખોખા, કાચની શીશી કે બરણીમાં યથાવત રહે તેમ સાચવવા માટે સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરી સાચવવામાં આવે છે.

વનસ્પતિઓ અને પ્રાણીઓના સૂકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે.

કીટકોને પકડીને કીટબોક્ષમાં પીન મારીને સાચવવામાં આવે છે.

પક્ષીઓ અને મોટા સસ્તન પ્રાણીઓના મૃતદેહોને સ્ટ્ફીંગ કરી સાચવવામાં આવે છે.

સ્ટફીંગ એટલે શરીરના વિવિધ દેહધાર્મિક અંગોને દૂર કરી તેમાં રૂ, ઊન, વનસ્પતિઓનો ભૂકો કે સંગ્રાહકો જેવા લાંબા સમય સાચવવાની પ્રક્રિયામા જળવાય તેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

સજીવ વિશ્વ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.