જવાબ : જેમાં નિયમિત, દ્વિલિંગી અઘોજાયી પુષ્પ, પાંચ યુક્ત વ્રજ પત્રો, પાંચ મુક્ત દલપત્રો, પાંચ મુક્ત પુંકેસરો, બે મુક્ત સ્ત્રીકેસરો, ઉચ્ચસ્થ બીજાશય અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ અધોનીચી પુષ્પનું પુષ્પસૂત્ર નિચે મુજબ જોવા મળે છે.
જવાબ : પીંછાકાર સંયુક્ત પર્ણમાં સામાન્ય અક્ષ (ધરી) માં ઘણી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય છે. પત્રાક્ષ કે જે મધ્યશિરાના અસ્તિત્વને રજૂ કરતાં જોવા મળે છે. લીમડાનું પર્ણ આવી રચના ધરાવે છે. પંજાકાર સંયુક્ત પર્ણમાં પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુ પર્ણદંડની ટોચના ભાગે જ જોડાયેલી જોવા મળે છે. શિમળાનું પર્ણ આવી રચના ધરાવે છે.
જવાબ : નખવેલ વનસ્પતિ સંયુક્ત પર્ણ ધરાવે છે.
જવાબ : ભ્રૂણમુળ સિવાયના ભાગોમાંથી જે મૂળોની રચના થાય તેને આંગતુક મૂળ અને અસ્થાનિક મૂળ કહે છે.
જવાબ : સોલેનેસી કૂળ અને લીલીએસી કૂળમાં ભ્રૂણપોષીય બીજ જોવ મળે છે.
જવાબ : પ્રકાંડની નીચેની તરફ આવેલી ગાંઠમાંથી અવલંબન મૂળ નિર્માણ પામે છે.
જવાબ : અખરોટ અને કાજુના છોડને અખરોટ અને કાજુ રૂપી કાષ્ઠફળ આવે છે.
જવાબ : વનસ્પતિના પુષ્પવિન્યાસમાંથી ફૂલેવર બને છે.
જવાબ : વનસ્પતિઓમાં કળશ પર્ણમાં કળશ એ પર્ણફલક્નું રૂપાંતરણ હોય છે.
જવાબ : વનસ્પતિમાં ફૂલેલા પુષ્પાસનની અંદરની બાજુએ ફળ આવેલું હોવાથી તેને ફૂટફળ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : જે વનસ્પતિનું સંપૂર્ણ પ્રકાંડ, માંસલ, હરિત અને ચપટું બને ત્યારે તેને પર્ણસદુશ પ્રકાંડ કહેવાય છે.
જવાબ : વટાણામાં સૂત્રએ પર્ણિકાઓનું રૂપાંતર છે.
જવાબ : ઉપરોક્ત વનસ્પતિઓમાં સ્ત્રીકેસરની સંખ્યા અનુક્રમે ૩ ૨ ૧ જેટલી હોય છે.
જવાબ : વિકાસ પામતાં બીજની બીજકેન્દ્ર નજીક જરાયુ જોડાયેલ જોવા મળે છે.
જવાબ : વનસ્પતિમાં ઉપપર્ણ હંમેશા યુગ્મ સ્વરૂપે જ જોવા મળે છે.
જવાબ : રાઈ અને સેલ્વીયા વનસ્પતિના ફૂલમાં તંતુઓની લંબાઈમાં વિવિધતા હોય છે.
જવાબ : રાઈનો ચર્મવર્તી, જાસૂદનો અક્ષવર્તી, ડાયાન્થસનો મુક્તકેન્દ્રસ્થ અને સૂર્યમુખીનો તલસ્થ જરાયુવિન્યાસનો પ્રકાર જોવા મળે છે.
જવાબ : વટાણામાં અભ્રૂણપોષી બીજ જોવા મળે છે.
જવાબ : કટોરિયા અને ઉદુમ્બરક વનસ્પતિઓ એકલિંગી પુષ્પો ધરાવે છે.
જવાબ : રાઈઝોફોરા વનસ્પતિ પોતાના મૂળ પર હવાદાર છિદ્રો વાળી જોવા મળે છે.
જવાબ : જે વનસ્પતિ અસ્થાનિક મૂળ ધરાવે તે સ્તંભમૂળ છે.
જવાબ : અવલંબન મૂળ વનસ્પતિઓને યાંત્રિક આધાર પુરો પાડે છે.
જવાબ : સપ્તપર્ણી વનસ્પતિમાં ભ્રૂમિરૂપ પર્ણવિન્યાસ જોવા મળે છે.
જવાબ : વનસ્પતિમાં પુષ્પીય સૂત્રમાં વજ્ર્ચક્ર અને દલચક્રનું કલિકાન્તર વિન્યાસ સ્પષ્ટ હોતો નથી.
જવાબ : ટામેટા અને મરચાના છોડ માં રંગકણોમાં રહેલા લાઈકોપીન દ્રવ્યથી તેના ફળોનો રંગ લાલ હોય છે.
જવાબ : ભૂમિગત પ્રકાંડમાં ઉપરોક્ત તમામ લાક્ષણિકતા જોવા મળે છે.
જવાબ : ઓર્કિડ આવૃત બીજધારી વનસ્પતિ છે. તથા તેમાં ભ્રૂણપોષ ગેરહાજર હોય છે.
જવાબ : લાલ કરેણ વનસ્પતિમાં પર્ણવિન્યાસ ભ્રૂમિરૂપ હોય છે.
જવાબ : દ્વિવાર્ષિક વનસ્પતિઓ એક ઋતુમાં વાનસ્પતિક વૃધ્ધિ કરે છે અને પછીની ઋતુમાં પુષ્પસર્જન ધરાવે છે.
જવાબ : ઉપરોક્ત શાખાવિન્યાસ દર્શાવતી વનસ્પતિઓ અનુક્રમે અશોક, ગુલબાસ અને ક્રોટોન છે.
જવાબ : મકાઈના પર્ણમાં બહુશિરિ સમાંતર અભિસારી પ્રકારનું શિરાવિન્યાસ હોય છે.
જવાબ : મકાઈ અને કેવડો અવલંબન મૂળ ધરાવતી વનસ્પતિ છે.
જવાબ : વનસ્પતિમાં કળશપર્ણનું કળશ એ પ્રકાંડનું રૂપાંતરણ નથી.
જવાબ : કેરીનો ખાવા લાયક ભાગ મધ્યફ્લાવરણ તરીકે ઓળખાય છે.
જવાબ : વનસ્પતિના મૂળમાં પાણી અને ખનીજોનું શોષણ પરિપક્વતાના વિસ્તારમાં જોવા મળે છે.
જવાબ : ઘાસ, વડ અને મોન્સ્ટેરા વનસ્પતિઓ અસ્થાનિક મૂળ ધરાવે છે.
જવાબ : ફાફડાથોર વનસ્પતિનું પર્ણ રક્ષણાત્મક રચના માટે રૂપાંતર પામે છે.
જવાબ : લવણોભિદ વનસ્પતિઓમાં શ્વસનમૂળ જોવા મળે છે.
જવાબ : વનસ્પતિમાં આવેલી ગાંઠ એ પર્ણનું ઉત્પતિ સ્થાન ગણાય છે.
જવાબ : બ્રાસીકેસી વનસ્પતિની ચર્તુર્ધકીય પુંકેસરો લાક્ષણિક્તા છે.
જવાબ : નારિયેળીના ફળનું બીજાવરણ પાતળી ત્વચાયુક્ત હોતું નથી.
જવાબ : આકડો જાલાકાર શિરાવિન્યાસ ધરાવતા સંમુખ સાદા પર્ણો ધરાવે છે.
જવાબ : શેરડીમાં અવલંબન મૂળ જોવા મળે છે.
જવાબ : દાડમ કલકલિકાનું રૂપાંતર પ્રકાંડકંટકમાં કરે છે.
જવાબ : શક્કરીયા તથા બટાટા કાર્યસંદેશ અંગો ધરાવે છે.
જવાબ : લસણ ભૂગર્ભીય પ્રકાંડ ધરાવે છે. તથા તેમાં તે ખોરાકનો સંગ્રહ કરે છે.
જવાબ : વનસ્પતિની કક્ષ કલિકામાંથી ઉદ્ભવે છે માટે પ્રકાંડકંટક રૂપાંતરિત શાખા કહેવાય છે.
જવાબ : ચણા અને વટાણામાં બીજ ભ્રૂણપોષ ધરાવતા નથી કારણ કે તેમના બીજ વિકાસ દરમ્યાન ભ્રૂણપોષ વપરાઈ જાય છે.
જવાબ : વનસ્પતિના પર્ણપત્રમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણીમાં વિન્યાસ શબ્દનો ઉપયોગ થાય છે.
જવાબ : રોજ ઉપયોગમાં લેવાતી દાળોનું ફેબેસી કૂળની જોવા મળે છે.
જવાબ : વનસ્પતિમાં ગળીનો ઉપયોગ રંગના નિષ્કર્ષણ માટે થાય છે.
જવાબ : ઔષધ તરીકે ઉપયોગી કુંવરપાઠું વનસ્પતિ લિલિએસી કુળની હોય છે.
જવાબ : Br સંજ્ઞા નિપત્ર માટેની હોય છે.
જવાબ : આકડામાં ઘારાસ્પર્શી પ્રકારનો કલિકાન્તરવિન્યાસ જોવા મળે છે.
જવાબ : જમીનમાંથી ખેંચી કાઢેલા નીંદણમાં જમીનની ઉપર રહેતા નીંદણના ભાગને પ્રરોહતંત્ર કહેવામાં આવે છે.
જવાબ : વનસ્પતિમાં મૂળના મુખ્ય કાર્યોમાં પાણી તથા ક્ષારોનું શોષણ કરવું, વનસ્પતિને જમીન સાથે જકડી રાખવી કે સ્થાપિત કરવી, અને સંચિત ખોરાકનો સંગ્રહ કરવો વગેરે કામો મૂળ દ્વારા થાય છે.
જવાબ : વનસ્પતિમાં પ્રકાંડના તલ ભાગેથી તંતુમૂળ ઉત્પન્ન થાય છે.
જવાબ : શક્કરિયાના અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે.
જવાબ : ગાજર અને સલગમના સોટીમૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે.
જવાબ : ઉપરોક્ત જમીનની બહાર ઉપરની તરફ વિકસતા મૂળને શ્વસનમૂળ કહે છે.
જવાબ : અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી વિક્સતા ભાગને પ્રરોહ (પ્રકાંડ) કહે છે.
જવાબ : વનસ્પતિમાં પ્રકાંડ પુષ્પ, ફળો અને પર્ણ ધરાવતી શાખાઓનો ફેલાવો કરે છે. તથા પાણી, ખનીજદ્રવ્યો અને પ્રકાશસંશ્ર્લેષણ કરતા પદાર્થોનું વહન કરે છે.વધુમાં પર્ણો અને શાખાઓને પૂરતો પ્રકાશ મળી રહે તે રીતે તેમની ગોઠવણીનું કાર્ય પણ કરે છે.
જવાબ : ઉપરોક્ત વનસ્પતિઓના આરોહણના કાર્યમાં અવલંબન મૂળ મદદ કરે છે.
જવાબ : વનસ્પતિમાં મૂળ ઘન ભૂવર્તી ગુણઘર્મ ધરાવે છે.
જવાબ : હળદરનું કાર્ય રક્ષણને સંલગ્ન જોવા મળે છે.
જવાબ : અવલંબન મૂળ વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે.
જવાબ : વનસ્પતિનો રચનાકીય અભ્યાસ તેની બાહ્યાકાર અને આંતરિક રચના દ્વારા થઈ શકે છે.
જવાબ : છાલશૂળને પ્રકાંડની સપાટી પરથી ઉદ્ભવતો તીક્ષ્ણ બહિરૂભેદ કહે છે.
જવાબ : વનસ્પતિમાં પ્રકાંડની શાખા કક્ષકલિકાની રૂપાંતરિત રચનાને કહે છે.
જવાબ : પોતાના જીવનકાળ દરમ્યાન જે વનસ્પતિઓ બીજ, ફ્ળ કે પુષ્પ ધારણ કરે છે તેવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિઓ કહેવાય છે. તેમાં નીચે મુજબની વિવિધતા જોવા મળે છે.
સુપુષ્પી વનસ્પતિઓમાં લેમ્ના જેવી લગભગ 1 સે.મી. ની જલજ વનસ્પતિઓ તથા સિક્વોયા અને યુકેલિપ્ટસ (નીલગિરી) જેવી ખૂબ જ ઊંચી વનસ્પતિઓ થાય છે. સુપુષ્પી વનસ્પતિઓમાં કેટલીક છોડ સ્વરૂપે તો કેટલીક આરોહી, ક્ષુપ અને વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. સુપુષ્પી વનસ્પતિઓમાં કેટલીક એકવર્ષાયુ જોવા મળે છે જ્યારે કેટલીક બહુવર્ષાયુ સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારની વનસ્પતિઓમાં કેટલીક મરુનિવાસી હોય છે જ્યારે કેટલીક જલજ અને કેટલીક પરરોહી હોય છે તો કેટલીક પરોપજીવી જોવા મળે છે.જવાબ :
સુપુષ્પી વનસ્પતિની ભાગો સુપુષ્પી વનસ્પતિની રચનાના બાહ્યાકાર ભાગો નીચે મુજબ જોવા મળે છે. મૂળતંત્ર – મૂળતંત્ર સુપુષ્પી વનસ્પતિમાં ભૂમિગત ભાગ છે. તેનો વિકાસ બીજના ભ્રૂણમૂળમાંથી થાય છે તથા તે પ્રાથમિક મૂળનું સર્જન દ્વિતીયક મૂળ વડે થાય છે. પ્રરોહતંત્ર - સુપુષ્પી વનસ્પતિનો આ જમીનથી ઉપરનો હવાઈ ભાગ છે. તેનો વિકાસ બીજના ભ્રૂણાગ્રમાંથી થાય છે પ્રરોહતંત્રમાં પ્રકાંડ, પર્ણો અને પુષ્યોનો સમાવેશ થાય છે.જવાબ : પ્રાથમિક મૂળ :- દ્વિદળી વનસ્પતિઓમાં મોટે ભાગે ભ્રૂણમૂળ પ્રલંબન પામીને જમીનની અંદર વૃધ્ધિ પામે છે તથા તેમાંથી આ મૂળની રચના થાય છે. પ્રાથમિક મૂળ ભૂમિગત જોવા મળે છે.
મૂળના વિવધ પ્રકારો (a) સોટીમય (b) તંતુમય (c) અસ્થાનિક
આગંતુક મૂળ અથવા અસ્થાનિક મૂળ :- કેટલીક વનસ્પતિઓ જેવી કે મોન્ટેરા, વડ, તૃણ કે ઘાસ વગેરેમાં ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી જે મૂળ વિકસે છે તેને આગંતુક મૂળ કહે છે. તે ભૂમિગત પણ હોય છે અને હવાઈ પણ જોવા મળે છે.જવાબ : મૂળતંત્રના મુખ્ય કાર્યો નીચે મુજબના જોવા મળે છે.
મૂળતંત્ર જમીનમાંથી પાણી તથા આયનો અને ક્ષારોનું શોષણ કરે છે. મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય પણ કરે છે. મૂળતંત્રમાં અનામત ખોરાકનો સંગ્રહ પણ થાય છે. વનસ્પતિમાં આવેલા વૃધ્ધિ નિયામકોનું મૂળતંત્ર સંશ્ર્લેષણ પણ કરે છે.જવાબ : આ પ્રકારનું મૂળતંત્ર બીજની ભ્રૂણીય ધરીના ભ્રૂણમૂળનો વિકાસ થવાથી ઉદ્ભવે છે. સ્થાનિક સોટીમય મૂળ સૌથી લાંબુ અને જાડું જોવા મળે છે. સોટીમય મૂળ પરથી શાખાઓ અને ઉપશાખાઓ ઉદ્ભવે છે.આ શાખાઓ અગ્રાભિવર્ધી ક્રમમાં વિકસે છે. દ્વિદળી વનસ્પતિઓમાં મુખ્યત્વે આ પ્રકારના સ્થાનિક સોટીમય મૂળતંત્ર જોવા મળે છે. રાઈમાં અને ધતૂરામાં સોટીમય મૂળતંત્ર હોય છે. આ પ્રકારના મૂળતંત્ર મજબૂત અને વધુ ઊંડાઈ સુધી વિકાસ પામે છે.
જવાબ : કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ સિવાયના વનસ્પતિના બીજા કોઈ ભાગમાંથી અસ્થાનિક તંતુમૂળ ઉદ્ભવે છે. પ્રાથમિક પ્રકારનું મૂળ અલ્પજીવી અને ટૂંકું જોવા મળે છે તથા બીજા ભાગમાંથી વિકાસ પામતાં મૂળ જમીનમાં તંતુમય પ્રકારના મૂળતંત્રની રચના કરે છે મોટેભાગે એકદળી વનસ્પતિઓમાં આ પ્રકારના તંતુમય મૂળતંત્ર જોવા મળે છે. ઘાસ, ઘઉં, વડ, મકાઈ વગેરે વનસ્પતિઓ તંતુમય મૂળતંત્ર ધરાવે છે. આ પ્રકારના મૂળતંત્ર જમીનમાં વધુ મજબૂત હોતાં નથી. અને છીછરા જોવા મળે છે.
જવાબ : મૂળની ટોચના પ્રદેશો નીચે મુજબના જોવા મળે છે.
મૂળટોપ – મૂળ તેની ટોચના ભાગે મૂળટોપ જેવી રચનાથી ઢંકાયેલો જોવા મળે છે. જે એક પ્રકારનું રક્ષાકવચ છે. મૂળ જમીનમાં જેમ જેમ આગળ વૃધ્ધિ પામે ત્યારે મૂળટોપ તેની નાજૂક ટોચનું રક્ષણ કરે છે. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ :- આ વિસ્તાર ખૂબ જ નાનો જોવા મળે છે. તે મૂળટોપનો વિસ્તાર છે. આ પ્રદેશના કોષો ખૂબજ પાતળી દીવાલ ધરાવતાં અને ઘટ્ટ જીવરસ ધરાવતાં તથા ખૂબ જ નાના જોવા મળે છે. આ વિસ્તારમાં આવેલા કોષો વિભાજન પામીને નવા કોષોનું નિર્માણ કરે છે. વિસ્તરણ પ્રદેશ :- આ પ્રદેશ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશની પાસેનો જ પ્રદેશ છે. તેના કોષો ત્વરિત વિસ્તરણ પામે છે તથા વિસ્તૃતીકરણ એટલે કે કદમાં વધારો પામે છે. મૂળની લંબાઈમાં જે વધારો થાય છે તેના માટે આ પ્રદેશ જવાબદાર છે. પરિપક્વન પ્રદેશ :- આ વિસ્તાર વિસ્તરણ પ્રદેશની નજીકનો જોવા મળે છે. અહીં કોષો પરિપક્વ અને વિભેદીત થતાં જોવા મળે છે. આ વિસ્તારમાં કેટલાક અધિસ્તરીય કોષો આવેલાં છે તે કોષો ખૂબ જ બારીક અને નાજૂક પાતળી દોરી જેવી રચનાઓ સાથેનું મૂળરોમ ધરાવે છે. આ મૂળરોમ જમીનમાંથી પાણી તથા પોષકદ્રવ્યો જેવાં કે ક્ષારો અને આયનોનું શોષણ કરવાની કામગીરી કરે છે.જવાબ : કેટલીક વનસ્પતિઓના મૂળ તેમનો આકાર અને રચના બદલે છે. તથા પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે.
આ મૂળ આધાર, ખોરાકના સંગ્રહ અને શ્વસન માટે રૂપાંતરિત થાય છે. ગાજર અને સલગમમાં સોટીમૂળ અને શક્કરિયાના અસ્થાનિક મૂળ કદમાં મોટા બની ને ફૂલે છે તથા ખોરાક સંગ્રહ કરે છે. વડ જેવી વનસ્પતિઓમાં તેની શાખાઓ પરથી જમીન તરફ લટકતી રચનાઓને સ્તંભમૂળ કહે છે. જ્યારે આજ રીતે મકાઈ તથા શેરડીમાં પ્રકાંડ (આધાર) મૂળ જોવા મળે છે જે પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી ઉદ્ભવે છે. આવી રચનાઓ અવલંબન મૂળ તરીકે ઓળખાય છે. કાદવવાળા વિસ્તારમાં વિકાસ પામતી રાઈઝોફોરા જેવી વનસ્પતિઓમાં ઘણા મૂળ જમીનમાંથી બહાર આવે છે તથા ઉપરની તરફ અનુલંબ રીતે વિકાસ પામે છે. આવા મૂળને શ્વસનમૂળ કહે છે. જે શ્વસન માટે ઓક્સિજન મેળવવાનું કાર્ય કરે છે.મૂળના રૂપાંતરણો (a) સંગ્રહ (b) શ્વસન
જવાબ : શેરડી, મકાઈ, અવલંબન પ્રકારના મૂળ ધરાવે છે. જ્યારે વડમાં સ્તંભ મૂળ જોવા મળે છે.
જમીનની નજીક આવેલી પ્રકાંડની ગાંઠોમાંથી આ મૂળનું સર્જન થાય છે જે અવલંબન મૂળ છે જ્યારે મુખ્ય પ્રકાંડની સમક્ષિતિજ શાખાઓમાંથી સ્તંભ મૂળનું સર્જન થાય છે. અવલંબન મૂળ જમીનની અંદર ત્રાંસા ઊંડા જાય છે અને વનસ્પતિને મજ્બૂત આધાર બક્ષે છે જ્યારે સ્તંભ મૂળ જમીનમાં સીધા ઊંડા ઉતરીને વડની શાખાઓને સખ્ત આધાર પૂરો પાડે છે. અવલંબન મૂળ વધુ જાડા બનતાં નથી જ્યારે સ્તંભ મૂળ જાડી રસ્સી જેવા તથા જાડા થાંભલા જેવા જોવા મળે છે.જવાબ : પ્રકાંડ એ શાખાઓ, પર્ણો, પુષ્પ અને ફળ ધારણ કરતો અક્ષનો ઉર્ધ્વગામી હિસ્સો છે. તે અંકુરિત બીજના ભ્રૂણાગ્ર(પ્રાંકુર)માંથી વિકાસ પામતી વનસ્પતિના બીજનો હિસ્સો છે. તરૂણ પ્રકાંડ લીલું જોવા મળે છે. પાછળથી તે લાકડા કલરનું એટલે કે ધેરા કથ્થઈ રંગનું થાય છે.
પ્રકાંડના ભાગોમાં ગાંઠો, આંતરગાંઠ અને કલિકાઓ જોવા મળે છે. પ્રકાંડમા જ્યાંથી પર્ણો ઉદભવે છે તેને ગાંઠ કહેવાય છે જ્યારે બે ગાંઠની વચ્ચેના વિસ્તારને આંતરગાંઠ કહે છે. પ્રકાંડ પર ઉદ્ભવતી કલિકાઓને સ્થાનિક કલિકાઓ કહે છે. અગ્રકલિકા પ્રકાંડની ટોચના ભાગે જોવા મળે છે. અગ્રકલિકાથી પ્રકાંડની મુખ્ય ધરીની લંબાઈમાં વૃધ્ધિ થાય છે પર્ણ અને પ્રકાંડની વચ્ચે ગાંઠના ભાગે જે ખૂણો રચાય છે તેને કક્ષ તરીકે ઓળખવામાં આવે છે. કક્ષમાં કક્ષકલિકા હોય છે. નવી શાખાઓનું સર્જન કક્ષકલિકાથી થાય છે. પ્રકાંડના કાર્યોમાં પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓને પ્રસાર કરવાની જવાબદારી પ્રકાંડ નિભાવે છે. પ્રકાશસંશ્ર્લેષી નીપજનું વહન કરવા માટે વહનમાર્ગની રચના કરવી. કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. તથા આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જન કાર્ય કરે છે.જવાબ : પ્રકાંડ હંમેશાં લાક્ષણિક રીતે અપેક્ષિત જેવા સામાન્ય કાર્યો સિવાય બીજા જુદા જુદા પ્રકારના કાર્યો માટે રૂપાંતરિત થાય છે. જે નીચે મુજબ છે.
બટાટા, આદુ, હળદર, જમીનકંદ, અળવી વગેરે વનસ્પતિના ભૂગભીંય પ્રકાંડ ખોરાક સંગ્રહ કાર્ય માટે રૂપાંતરિત થાય છે. તેઓ વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછેર પામવા મદદકર્તા અંગ તરીકે પણ ભાગ ભજવે છે. પ્રકાંડસૂત્રો આરોહણમાં મદદરૂપ રચનાઓ છે. જેમકે કોળું, કાકડી, તડબૂચ અને દ્રાક્ષના વેલા, કારેલાં, કૃષ્ણકમળમાં કક્ષનલિકામાંથી પાતળી, કુંતલાકાર, સંવેદનશીલ પ્રકાંડસૂત્રો વિકાસ પામે છે. તથા તે આરોહણમાં ઉપયોગી છે. પ્રકાંડ રક્ષણનું કાર્ય પણ કરે છે. જેમકે લીંબુ, બોગનવેલ, દાડમ, મહેંદી વગેરે વનસ્પતિઓમાં કક્ષકલિકા કાષ્ટીય સીધી અને તીક્ષ્ણ રચના પ્રકાંડ કંટક જેવી જોવા મળે છે. પ્રકાંડ કંટક ગોચરોમાં ચરતા પ્રાણીઓથી તે વનસ્પતિઓનું રક્ષણ કરે છે. કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ પ્રકાશસંશ્ર્લેષણ નું કાર્ય પણ કરે છે જેમ કે ફાફડાથોર, યુફોર્બીયા પ્રકારની શુષ્ક પ્રદેશની વનસ્પતિના પ્રકાંડ હરિતદ્રવ્ય ધરાવતાં ચપટા કે માંસલ તથા લીલા રંગનિ નળાકાર રચનામાં રૂપાંતરિત થઈને પ્રકાશસંશ્ર્લેષણનું કાર્ય કરે છે.આવી વનસ્પતિઓના પ્રકાંડને પર્ણકાર્યસ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘાસ અને સ્ટ્રોબેરી જેવી કેટલીક વનસ્પતિઓના ભૂગર્ભિય પ્રકાંડ નવા ભાગો તરફ પ્રસરણ પામે છે અને જ્યારે જૂના ભાગો નાશ પામે ત્યારે નવા ભાગોનું નિર્માણ કરે છે. જૂઈ અને ફુદીનો જેવી વનસ્પતિઓમાં મુખ્ય અક્ષ (ધરી) ના તલ ભાગમાંથી ઉપરની તરફ પાર્શ્વિય શાખાનું નિર્માણ થાય છે. આવી હવાઈ શાખા અમુક વિકાસ પછી કમાનાકારે નીચે તરફ વળીને જમીનની સાથે સંપર્કમાં આવે છે અને આવું થવાથી નવા છોડનું સર્જન થાય છે. જલીય વનસ્પતિ જળકુંભી અને જળશૃંખલામાં ટૂંકી આંતરગાંઠો સાથેની પાર્શ્વિય ભૂસ્તારિકા (શાખા) રચે છે. આ પ્રકારની શાખાઓની દરેક ગાંઠ ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ધરાવતી જોવા મળે છે.પ્રકાંડના રૂપાંતરણો (a) સંગ્રહ (b) આધાર (c) રક્ષણ (d) ફેલાવો અને વાનસ્પતિક પ્રસર્જન
કેળા, અનાનસ, તથા ગુલદાઉદીમાં મુખ્ય પ્રકાંડના ભૂગર્ભિય તલ ભાગમાંથી પાર્શ્વય શાખાઓ ઉદ્ભવી જમીનમાં અનુપ્રસ્ત રીતે વિકાસ પામતી જોવા મળે છે. તથા પછીથી ઉપરની તરફ ત્રાંસા બહાર આવી પર્ણ પ્રરોહ (પર્ણપ્રાંકુર) ની અંદર વિકસે છે.જવાબ : પ્રકાંડ પરથી ઉદભવતી પાર્શ્વીય ચપટી રચનાને પર્ણ કહે છે. તે ગાંઠના ભાગે વિકાસ પામે છે અને તેના કક્ષમાં કલિકા ધરાવે છે. પર્ણ લીલો, પહોળો અને ચપટો આકાર અને રંગ ધરાવે છે. કક્ષકલિકા ત્યારબાદ શાખામાં પરિણમે છે. પર્ણો પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવી અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે.
પર્ણની રચના (a) પર્ણના ભાગો (b) જાલાકાર શિરાવિન્યાસ (c) સમાંતર શિરાવિન્યાસ
લાક્ષણિક પર્ણના મુખ્ય ત્રણ ભાગ જોવા મળે છે. જેવા કે પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક અથવા પર્ણતલ પ્રમાણે હોય છે. તથા તે નીચે મુજબના કાર્ય કરે છે. પર્ણતલ – પ્રકાંડ પર ગાંઠના ભાગે પર્ણતલ વડે પર્ણ જોડાયેલું હોય છે. કેટલીક વખત પર્ણતલમાંથી બે પાર્શ્ચાય નાનાં પર્ણ જેવી રચનાઓ પણ વિકાસ પામે છે જેને ઉપપર્ણો કહે છે. વધુમાં મકાઈ, શેરડી જેવી વનસ્પતિમાં પર્ણ તલ પહોળું બને છે.તથા પ્રકાંડને લગભગ સંપૂર્ણ આવરી લે છે. આવાં પર્ણને આવરક પર્ણતલ કહે છે. પર્ણતલ ધણુંખરૂ સરળ અને કેટલાકમાં પર્ણતલ ફૂલીને મોટો બને છે. તેને પર્ણવૃંતતલ કહે છે. પર્ણદંડ – પાતળા નાજુક દંડને પર્ણદંડ કહે છે. પર્ણપત્રને પ્રકાશ મળી રહે તે રીતે રાખવામાં પર્ણદંડ મુખ્ય ઉપયોગી છે. પર્ણફલક કે પર્ણપત્ર - પર્ણપત્ર લીલો જોવા મળે છે. તે શિરાઓ અને શિરિકાઓ સહિતનો વિસ્તરેલો ભાગ હોય છે. શિરાઓથી પર્ણપત્રને દઢતા મળે છે. પર્ણપત્ર માટે પાણી, પોષક દ્રવ્યો અને જરૂરી પદાર્થોના વહન માટે જે માર્ગની જરૂર પડે તેમાં શિરાઓ ઉપયોગી બને છે. પર્ણપત્રના આકાર, કદ, કિનારી, પર્ણાગ્ર અને છેદન બાબતમાં વિવિધતા જોવા મળે છે. પર્ણફલકને પર્ણપત્ર પણ કહે છે.જવાબ : કેટલીક વનસ્પતિઓના મૂળ તેમનો આકાર અને રચના બદલતાં જોવા મળે છે. તથા પાણી અને દ્રવ્યોના શોષણ સિવાયનાં કાર્યો માટે રૂપાંતરિત થતાં જોવા મળે છે. વનસ્પતિઓના મૂળ, આધાર, ખોરાક સંગ્રહ અને શ્વસન જેવા મહત્વના કાર્યો માટે રૂપાંતરિત થતાં જોવા મળે છે.
વડ એટલે વટવૃક્ષ ના મૂળ આધાર માટે સ્તંભમૂળની ભૂમિકા ભજવે છે. સલગમના મૂળ ખોરાકનો સંગ્રહ કરીને ભ્રમરાકાર ધારણ કરે છે. મેંગ્રુવ વૃક્ષો આધાર માટે શ્વસનમૂળમાં પરિવર્તીત થાય છે.જવાબ : કેટલીક વનસ્પતિઓ જેવી કે સૂરણ, આદૂં, બટાટા, અળવી, હળદળ વગેરે વાસ્તવમાં પ્રકાંડનો પ્રકાર છે. આવી વનસ્પતિઓમાં તેનો કેટલોક ભાગ ભૂમિગત જોવા મળે છે. જે ખોરાકનો સંગ્રહ કરે છે અને વિવિધ આકાર ધારણ કરે છે. આ પ્રકારની વનસ્પતિઓમાં મૂળ સિવાય પ્રકાંડ પણ ઘણીવાર ભૂમિગત હોય છે. તેજ પ્રમાણે લસણ અને ડુંગળીમાં પણ પ્રકાંડ ભૂમિગત જોવા મળે છે. આવી વનસ્પતિઓના પર્ણતલો અથવા શલ્કીપર્ણો ખોરાકનો સંગ્રહ કરી માંસલ બનતાં હોય છે.
લિંગી પ્રજનન માટે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ હોય છે. પુષ્પના વિવિધ ભાગો જેવા કે પુષ્પદંડ, વ્રજ્પત્રો, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસરના ઘટકો પ્રકાંડના રૂપાંતરો હોય છે. તેઓ રૂપાંતર પામતા હોય છે અને વિવિધ આકાર ધારણ કરીને પુષ્પની રચના કરે છે.જવાબ : બીજાશયની સરખામણીમાં પુષ્પાસન પર વ્રજચક્ર, દલચક્ર તથા પુંકેસરના સ્થાનને આધારે પુષ્પનું અધોજાયી, પરિજાયી તથા ઉપરીજાયી તરીકે ઓળખવામાં આવે છે. જેની ગોઠવણી નીચે મુજબ છે.
અધોજાયી પુષ્પમાં સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને સ્થાન ધરાવે છે જ્યારે બીજા ભાગો તેની નીચેની તરફ જોવા મળે છે. આ પ્રકારના પુષ્પમાં બીજાશય ઉચ્ચ સ્થાને કહેવાય છે. જેમ કે જાસૂદ, રાઈ, રીંગણ અને ધતૂરામાં આ પ્રકારની રચના જોવા મળે છે. પરિજાયીમાં સ્ત્રીકેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે સ્થાન પામેલા જોવા મળે તો આવી રચનાને પરિજાયી કહે છે. આ પ્રકારના પુષ્પમાં બીજાશય અર્ધઅધઃસ્થ તરીકે ઓળખાય છે. ગુલાબ, ગલતોરો, આલુ વૃક્ષ, જરદાલું વગેરેનો સમાવેશ પરિજાયી રચનામાં થાય છે ઉપરીજાયી પુષ્પમાં પુષ્પાસન ઉપરની તરફ વિકાસ પામેલું હોય છે. તથા સંપૂર્ણ રીતે બીજાશયને આવૃત કરતું અને તેની સાથે જોડાયેલું હોય છે અન્ય ભાગો બીજાશયની ઉપરના ભાગે વિકાસ પામેલા હોય છે. આથી આવા પ્રકારના પુષ્પમાં બીજાશય અધઃસ્થ કહેવાય છે. આમાં જામફળ, કાકડી ના પુષ્પો અને સૂર્યમુખીનું કિરણ પુષ્પકોનો સમાવેશ થાય છે.જવાબ : પુષ્પનો સમાવેશ રૂપાંતરિત પ્રરોહમાં થાય છે જેમાં પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ જેનું પુષ્પીય વર્ધનશીલ ભાગમાં રૂપાંતર થાય છે. આમાં આંતરગાંઠનું વિસ્તરણ થતું નથી તથા અક્ષ સંકુચિત હોવા મળે છે. સંકુચિત અક્ષની ટોચના અગ્ર ભાગે ક્રમિક ગાંઠ ઉપરના પર્ણના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદ્ભેદો (ઉપાંગો) ના વિવિધ પ્રકારોનું નિર્માણ થાય છે.
પ્રરોહગ્રનું જ્યારે પુષ્પમાં રૂપાંતર થાય છે ત્યારે તે હંમેશા એકાંકી જોવા મળે છે. પુષ્પીય અક્ષ ઉપરની પુષ્પોની ગોઠવણીને પુષ્પવિન્યાસ કહે છે. ટોચનો ભાગ પુષ્પમાં રૂપાંતર પામે અથવા સતત વિકાસ પામતો રહે તેને આધારે પુષ્પવિન્યાસના બે પ્રકાર રચાયા છે જે અપરિમિત અને પરિમિત તરીકે જાણીતા છે. અપરિમિત પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષનો સતત વિકાસ થાય છે. અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પની રચના થાય છે. પરિમિત પ્રકારના પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પની રચના પછી સમાપ્ત થાય છે. માટે તેની વૃધ્ધિ મર્યાદિત જોવા મળે છે. તલાભિસારી ક્રમમાં પુષ્પો ઉદ્ભવે છે.અપરિમિત પુષ્પવિન્યાસ પરિમિત પુષ્પવિન્યાસ
જવાબ : બીજાશયના પોલાણમાં જે સ્થાનેથી બીજાંડ કે અંડકો ઉદ્ભવે છે તેને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે.
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુવિન્યાસમાં નીચે મુજબના પ્રકારો હોય છે. ધારાવર્તી જરાયુવિન્યાસ:- ધારાવર્તી જરાયુવિન્યાસમાં બીજાશયની વક્ષ સેવનીએ જરાયુ નિર્માણ પામે છે તથા જ્યાં બીજાશયની દીવાલની અંદરની ગડીઓ પર બીજાંડ ગોઠવાય છે. ત્યારે ધારાવર્તી જરાયુવિન્યાસ થાય છે. જેમાં વાલ અને વટાણાનો સમાવેશ થાય છે. અક્ષવર્તી જરાયુવિન્યાસ:- જ્યારે જરાયુ અક્ષીવર્તી હોય અને અંડકો જરાયુથી બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા જોવા મળે તે જરાયુવિન્યાસને અક્ષવર્તી કહે છે. જેમાં જાસુદ, ટામેટા અને લીંબુનો સમાવેશ થાય છે. ચર્મવર્તી જરાયુવિન્યાસ:- ચર્મવર્તી જરાયુવિન્યાસમાં બીજાંડ બીજાશયની અંદરની દીવાલમાં અથવા પરિઘવર્તી ભાગમાં વિકાસ પામે છે. બીજાશય એકકોટરીય જોવા મળે છે, પરંતુ ફૂટપટ્ટના નિર્માણને કારણે દ્વિકોટરીય બને છે. આમાં રાઈ અને દારુડી જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ :- મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસમાં અંડકો મુખ્ય અક્ષ પર ઉત્પન્ન થાય છે. બીજાશય એકકાટરીય હોય છે. તે બીજાશયની દીવાલનાં પડદાથી મુક્ત હોય છે. તેથી તેને મુક્ત કેન્દ્રસ્થ કહે છે. ડાયેંથસ અને પ્રિમરોઝ નો આમાં સમાવેશ થાય છે. તલસ્થ જરાયુવિન્યાસ:- તલસ્થ જરાયુવિન્યાસમાં બીજાશયના તલ ભાગે આવેલા જરાયુ પર એક જ બીજાંડ ગોઠવાય તેને તલસ્થ જરાયુવિન્યાસ કહે છે. આમાં સૂર્યમુખી અને ઘઉં નો સમાવેશ થાય છે. જરાયુવિન્યાસના પ્રકારો (a) ધારાવર્તી (b) અક્ષવર્તી (c) ચર્મવર્તી (d) મુક્તકેન્દ્રસ્થ (e) તલસ્થજવાબ : પર્ણવિન્યાસ – પ્રકાંડ અથવા પ્રકાંડની શાખાઓ પર પર્ણોની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.
પર્ણવિન્યાસ ત્રણ પ્રકારની જોવા મળે છે. એકાંતરિક (Alternate), સન્મુખ(Opposite) અને ભ્રમિરૂપ (ચક્રાકાર-Whorled) વગેરે. એકાંતરિક :- એક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ વિકાસ પામે છે. જ જાસુદ, રાઈ અને સૂર્યમુખી જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. સન્મુખ :- એક ગાંઠ પરથી એકબીજાની સામ સામે બે પર્ણો વિકસે એટલે કે પર્ણોની જોડનો વિકાસ થાય છે, જેમાં આકડો અને જામફળ જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ભ્રમિરૂપ :- જો એક ગાંઠ પરથી બે થી વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકાસ પામે તેને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કહેવામાં આવે છે. જેમાં સપ્તપર્ણી જેવી વનસ્પતિનો સમાવેશ થાય છે. નીચે મુજબની આકૃતિથી સમજવામાં વધુ સરળતા રહે છે. પર્ણવિન્યાસના વિવિધ પ્રકારો (a) એકાંતરિક (b) સન્મુખ (c) ભ્રમિરૂપજવાબ : પર્ણના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો નીચે મુજબ જોવા મળે છે.
આધાર તથા આરોહણ અને રૂપાંતરો – કેટલીક અશક્ત પ્રકાંડવાળી વનસ્પતિઓ આરોહણ અને આધાર માટે પર્ણ અથવા તેના કોઈ ભાગમાં થઈને તેની મદદથી આરોહણ કરે છે.જે વટાણા જેવી વનસ્પતિમાં જોવા મળે છે. રક્ષણ માટેનાં રૂપાંતરો – કેટલીક વનસ્પતિઓ પોતાના રક્ષણ માટે કંટકોમાં રૂપાંતરિત થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે થોર (Cacti) ખોરાક સંગ્રહ માટે પર્ણના રૂપાંતર - કેટલીક વનસ્પતિઓ ખોરાક સંગ્રહ માટે પર્ણોમાં રૂપાંતરિત થતી જોવા મળે છે. આવી વનસ્પતિઓ પોતાનો ખોરાક પર્ણોમાં સંગ્રહ કરે છે. ડુંગળી અને લસણ આવી વનસ્પતિઓ છે. ઓસ્ટ્રેલિયન બાવળ – પર્ણો નાના અને અલ્પજીવી જોવા મળે છે. આવી વનસ્પતિનો પર્ણદંડ લીલો અને ખોરાક બનાવવા માટે વિસ્તરિત બનતો હોય છે. કીટક્ભક્ષી – અર્કઝવર અને મક્ષીપાશ જેવી કીટકભક્ષી વનસ્પતિઓનાં પર્ણો રૂપાંતરિત થયેલાં હોય છે.જવાબ : અપરિમિત પુષ્પવિન્યાસ – આવા પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ સતત વિકાસ પામે છે તથા અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્ર્મમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવે છે.
પરિમિત પુષ્પવિન્યાસ – આ પ્રકારના પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં જ સમાપ્ત થતું જોવા મળે છે. માટે તેની વૃધ્ધિ મર્યાદિત માત્રામાં થાય છે. તેને પુષ્પો તલભિસારી ક્રમમાં ઉદ્ભવે છે. તંતુમય મુળ – એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ તથા તેને બદલે તે સ્થાને બીજા ધણા બધા મૂળ ઉદ્ભવે છે. આવા મૂક પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થતાં હોય છે. તથા તંતુમય મૂળતંત્રની રચના કરે છે. ઘાસના મૂળ અને ઘઉંના મૂળ આવા પ્રકારમાં જોવા મળે છે. અસ્થાનિક મૂળ – ભ્રૂણમૂળ સિવાયના અન્ય કોઈપણ ભાગ જેવાં કે અધરાક્ષ પ્રકાંડ કે પર્ણમાંથી ઉદ્ભવતા મૂળને અસ્થાનિક મૂળ કહે છે. ઉદાહરણ તરીકે એકદળી વનસ્પતિમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે તેથી અધરાક્ષ અને પ્રકાંડના તલભાગેથી અસ્થાનિક તંતુમૂળ વિકાસ પામે છે. મુકતકેસરી – બહુસ્ત્રીકેસરીમાં જો બધાં સ્ત્રીકેસર એકબીજાથી મુક્ત રહે તો તેને મુક્તસ્ત્રીકેસરી કહે છે. ગુલાબ જેવી વનસ્પતિનો આમાં સમાવેશ થાય છે. યુક્તસ્ત્રીકેસરી બીજાશય – જો પુષ્પના બધાજ સ્ત્રીકેસર એક બીજા સાથે જોડાયેલાં હોય તો તેને યુક્તસ્ત્રીકેસરી કહે છે. જાસુદ જેવી વનસ્પતિનો આમાં સમાવેશ થાય છે.જવાબ :
ચણા જેવી વનસ્પતિમાં દ્વિદળી બીજ રચના જોવા મળે છે. જેમાં બીજનું સૌથી બહારનું, બીજને ઢાંકતું આવરણ એ બીજાવરણ છે. બીજાવરણને બે સ્તરો હોય છે. બહારનું બાહ્યબીજાવરણ અને અંદરનું અંત:બીજાવરણ નાભી કે બીજકેન્દ્ર બીજાવરણ પર ચાઠાં જેવી રચના છે. જે વિકાસ પામતાં બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. નાભિની ઉપરની નાના છિદ્ર જેવી રચનાને બીજછિદ્ર કહે છે. બીજાવરણમાં ભ્રૂણ હોય છે. જે ભ્રૂણીય ધરી અને બે બીજપત્રો ધરાવે છે. બીજપત્રો માંસલ અને સંચિત ખોરાકથી ભરેલા હોય છે. ભ્રૂણધરીના આગળના છેડે ભ્રૂણમૂળ અને બીજા છેડે ભ્રૂણાગ્ર (પ્રાંકુર) હોય છે ચણા, વટાણા, વાલ જેવી વનસ્પતિઓમાં પરિપક્વ બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર હોય છે. આવા બીજને અભ્રૂણપોષી કહે છે. મકાઈ એકદળી વનસ્પતિ છે. એકદળી વનસ્પતિના બીજ ભ્રૂણપોષી હોય છે. પરંતુ ઓર્કિડ જેવા કેટલાક અભ્રૂણપોષી પણ હોય છે. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળા (ત્વચીય) હોય છે. અને સામાન્યત: ફળની દીવાલ સાથે જોડાયેલા હોય છે. ભ્રૂણપોષ જથ્થામય હોય છે. તથા ખોરાકનો સંગ્રહ કરે છે. ભૂણપોષને બહારથી આવૃત કરતું તથા તેનાથી ભ્રૂણને અલગ કરતું એક પ્રોટીનનુ સ્તર આવેલું હોય છે. તેને સમિતાયા સ્તર કહે છે. ભ્રૂણ નાનો અને ભ્રૂણપોષના એક છેડા પર સ્થિત જોવા મળે છે. તે એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. જેને વરૂથિકા તરીકે ઓળખવામાં આવે છે. તથા તે ટૂંકી ધરી સાથે ભૂણાગ્ર તથા ભ્રૂણમૂળ ધરાવે છે. ભૂણાગ્ર અને ભ્રૂણમૂળ આવરણોથી ઢંકાયેલા હોય છે. જેમને અનુક્રમે ભૂણાગ્રચોલ અને ભૂણમૂળચોલ કહેવામાં આવે છે.જવાબ : સામાન્ય રીતે પ્રકાંડ તેના રૂટિન (સામાન્ય) કાર્યો સિવાય કેટલાક વધારાના કાર્યો પણ કરે છે. અને આ કાર્યો માટે તે રૂપાંતર પામે છે. પ્રકાંડના રૂપાંતર નીચે મુજબના જોવા મળે છે.
ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર – ગાંઠામૂળી : આદું, હળદર, જમીનકંદ અને અળવી એ ભૂમિગત પ્રકાંડ છે. તે ખોરાક્નો સંગ્રહ કરીને અનિયમિત આકારની ગાંઠ જેવું બને છે. તે ગાંઠો, આંતરગાંઠો, શલ્કિપર્ણો અને અસ્થાનિક મૂળ ધરાવે છે. ગ્રંથિલ : બટાટા ભૂમિગત પ્રકાંડ ઉપર આવેલાં શલ્કિપર્ણોની કક્ષામાંથી ઉદ્ભવતી શાખાઓના ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરીને ગોળ અથવા અંડાકાર રચના ધારણ કરે છે. તેને ગ્રંથિલ કહે છે. બટાટાની સપાટી પર ખાડાઓ જોવા મળે છે. જેને આંખો કહે છે. તેમાં કલિકા હોય છે. જે વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. વ્રજકંદ : સૂરણ – એ ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ છે. આરોહણ માટે પ્રકાંડનાં રૂપાંતર નીચે પ્રમાણે હોય છે. કોળું, કૃષ્ણકમળ, કારેલાં, તુંબરો, કાકડી વગેરે વનસ્પતિઓમાંથી પાતળી અને તરબૂચ, દ્રાક્ષનો વેલો વગેરેમાં કક્ષકલિકા વિકાસ પામે છે તથા પાતળી અને કુંતલાકારે અમળાયેલ દોરી જેવી રચના ઉત્પન્ન કરે છે. આવી રચના આધાર સાથે વીંટળાઈને વેલાને ઉંચે ચડવામાં મદદરૂપ બને છે. આ પ્રકારની વનસ્પતિઓને સૂત્રારોહી વનસ્પતિઓ કહે છે. રક્ષણ માટે પ્રકાંડના રૂપાંતરો નીચે પ્રમાણે જોવા મળે છે. પ્રકાંડ કંટકની રચનામાં પ્રકાંડની કક્ષકલિકા ક્યારેક કાષ્ટીય, સીધી અને તીક્ષ્ણ અણીદાર રચના રચે છે. જે પ્રકાંડ કંટક તરીકે ઓળખવામાં આવે છે આવી રચના ચરતાં પ્રાણીઓથી વનસ્પતિનું રક્ષણ કરે છે. જેમાં લીબું, બોગનવેલ જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. પ્રકાશસંશ્ર્લેષણ માટે પ્રકાંડનાં રૂપાંતર નીચે પ્રમાણે જોવા મળે છે. પર્ણકાર્ય સ્તંભની રચનામાં શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ તીક્ષ્ણ કે માસલ નળાકાર જેવી રચનાઓમાં રૂપાંતરિત થતા જોવા મળે છે. જેમાં ફાફડાથોર અને યુફોરબીયા જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. આ વનસ્પતિઓ હરિતદ્રવ્ય ધરાવે છે તથા પ્રકાશસંશ્ર્લેષણ કરવા સક્ષમ જોવા મળે છે. આવી રચના પર્ણકાર્ય સ્તંભ તરીકે ઓળખાય છે. વાનસ્પ્તિક પ્રજનન માટેનાં પ્રકાંડનાં રૂપાંતરો નીચે પ્રમાણે જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓમાં જમીનની નીચે અંદરની તરફની ગાંઠોમાંથી પ્રકાંડ લાંબી, પાતળી, સીધી અને નબળી શાખાઓ ઉત્પન્ન થાય છે.જવાબ : શરૂઆતમાં આ કુળ પેપીલોનોઈડી તરીકે જાણીતું હતું તથા તે લેગ્યુમીનોઝી કૂળનું ઉપકૂળ કહેવાતું હતું.
આ કુળના વાનસ્પતિક લક્ષણોમાં મુખ્યત્વે વૃક્ષ, ક્ષુપ અને છોડ મૂળગંડિકાઓ સાથેના મૂળ હોય છે. તેનું પ્રકાંડ સીધું કે વેલાસ્વરૂપ જોવા મળે છે. તેનું પર્ણ સંયુક્ત અથવા સાદા અને પીંછાંકાર, એકાંતરિક, પર્ણતલ, પર્ણવૃંતતલીય ઉપપર્ણો તથા જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. તેનું પુષ્પવિન્યાસ અપરિમિત હોય છે. વજ્રચક્રમાં વજ્રપત્રો પાંચ અને યુક્તવજ્રપત્રી (જોડાયેલ) તથા આચ્છાદિત કલિકાંતરવિન્યાસ હોય છે. દલચક્ર માં દલપત્રો પાંચ, મુક્તદલપત્રી, પતંગીયાકાર, પશ્ચ ભાગે ધ્વજક, બે પાર્શ્ચીય પક્ષકો, બે અગ્રભાગે જોડાઈને નૌતલ (પુંકેસર અને સ્ત્રીકેસરને ઢાંકતા) પિચ્છફલકીય કલિકાતરવિન્યાસ જોવા મળે છે. તેનાં ફળમાં શિમ્બી, બીજ એક અથવા વધુ અને અભ્રૂણપોષી હોય છે. તેનું પુષ્પસૂત્ર: પીસમ સટાઈવમ (વટાણા) છોડ (a) પુષ્પીય શાખા (b) પુષ્પ (c) દલપત્રો (d) પ્રજનનિક ભાગો (e) L. S. સ્ત્રીકેસર (f) પુષ્પાકૃતિ તેની આર્થિક અગત્યતા નીચે મુજબ છે. ખોરાક તરીકેમાં બટાટા, રીંગણ, ટામેટા જેવા શાકભાજી મસાલા તરીકે મરચાં, ધાણાં ઔષધ તરીકે બેલાડોના, અશ્વગંધા, તુલસી ધૂમ્રપાન તરીકે તમાકુ સુશોભન માટે પેટુનિયા વગેરે હોય છે.જવાબ : કલિકાંતર વિન્યાસ – પુષ્પની કલિકા અવસ્થા દરમ્યાન પુષ્પીયપત્રો જેવાં કે વજ્ર્પત્રો કે દલપત્રોની ગોઠવણીને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે.
જરાયુવિન્યાસ – બીજાશયમાં અંડકો અને જરાયુઓની ગોઠવણીને જરાયુવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. નિયમિત પુષ્પ – જે પુષ્પને તેની આયામ દારીએ એટલે કે લંબઅક્ષે ગમે તે તલમાં કાપતાં બે સરખા અર્ધભાગમાં વહેંચી શકાય તે પ્રકારના પુષ્પને નિયમિત પુષ્પ (અરીય સમમિતિ) કહે છે. અનિયમિત પુષ્પ – જે પુષ્પને તેની આયામ ધરીએ એટલે કે લંબ અક્ષે મધ્યમાંથી ગમે તે તલમાં કાપતાં બે સરખા અર્ધભાગમાં વહેંચી શકાય, પરંતુ જો આવું ફક્ત એક જ ધરીએ થઈ શકે તે પુષ્પને અનિયમિત પુષ્પ અથવા દ્વિઅરીય સમમિતિ કહેવાય છે. જેમ કે વાલ, ગલતોરો વગેરે જ્યારે પુષ્પકેન્દ્રમાંથી પસાર થતી કે લંબ ધરીએથી એમ કોઈ પણ રીતે બે સરખા ભાગોમાં વિભાજીત થઈ શકે નહીં તો તેને અસમમિતિય કહેવાય છે. ઉચ્ચસ્થ બીજાશય અથવા ઉર્ધ્વસ્થ બીજાશય – પુષ્પમાં પુષ્પાસન શંકુ આકારનું બને છે પરિણામે બીજાશય સૌથી ઉપર ગોઠવાય છે. આવા બીજાશયને ઉર્ધ્વસ્થ બીજાશય તથા તે પુષ્પને અદ્યોજાયી કહે છે જેમાં ધતૂરો અને જાસૂદ જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. પરિજાયી પુષ્પ – પુષ્પમાં પુષ્પાસન બિંબ જેવું ચપટું બને છે. કેન્દ્રમાં ગોઠવાયેલ બીજાશય અર્ધ અધ:સ્થ ગોઠવેલા જોવા મળે છે, અને પુષ્પના અન્ય ભાગો પણ પુષ્પાસન પર તેજ સ્તરે રહેલા હોય તેવું પુષ્પ, પરિજાયી તરીકે ઓળખાય છે. તેનું બીજાશય અર્ધ અધ:સ્થ જોવા મળે છે. ગુલાબ, ગલતોરો વગેરે આ પ્રકારની વનસ્પતિ છે. દલલગ્ન પુંકેસરો – જ્યારે પુંકેસરો દલપત્રો સાથે જોડાયેલા હોય ત્યારે તેને દલલગ્ન કહે છે. ધતૂરાનો આમાં સમાવેશ થાય છે.જવાબ : આવૃત બીજધારી વનસ્પતિઓમાં પુષ્પના ભાગો નીચે મુજબ છે.
પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રજનન એકમ છે. તે લિંગી પ્રજનન સાથે સંકડાયેલ છે. તે મધ્યઅક્ષ ધરાવે છે. તેને પુષ્પદંડ કે વૃંત કહે છે. પુષ્પદંડના ફૂલેલા છેડાને પુષ્પાસન કહે છે. તેની ઉપર ચાર જુદા જુદા પ્રકારના ચક્રો ગોઠવાયેલા જોવા મળે છે. જેવાં કે વજ્રચક્ર,દલચક્ર, સ્ત્રીકેસરચક્ર, અને પુંકેસરચક્ર વગેરે. આમા વજ્રચક્ર અને દલચક્ર સહાયક અંગો છે તેમજ પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર પ્રજનન અંગ છે. વજ્ર્ચક્ર એ સૌથી બહારની તરફ ગોઠવાયેલુ ચક્ર છે. તે વજ્ર્પત્રોનું બનેલુ જોવા મળે છે. વજ્રપત્રો લીલા પર્ણસંદેશ તથા કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. વજ્ર્ચક્ર એ યુક્તવજ્ર્પત્રી કે મુક્તવજ્ર્પત્રી હોય છે. દલચક્ર વજ્ર્ચક્રની અંદર તરફ ગોઠવાયેલું હોય છે. તે વિવિધ આકાર અને વિવિધ રંગી તથા આકર્ષક હોય છે. દલપત્રો મુક્તદલપત્રી અથવા યુક્તદલપત્રી જોવા મળે છે. દલપત્રો પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે. વનસ્પતિઓમાં દલચક્ર્ના આકાર અને રંગની ખૂબજ વિવિધતા છે. દલચક્ર ઘંટાકાર, નલિકાકાર, ગળણીઆકાર કે ચક્રાકાર હોઈ શકે છે.પુષ્પના ભાગો
કેટલીક વનસ્પતિના પુષ્પમાં પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર એમ બંને જોવા મળે છે તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. જે પુષ્પમાં ફક્ત પુંકેસરો અથવા ફક્ત સ્ત્રીકેસરો બંનેમાંથી એક ધરાવે તેને એકલિંગી પુષ્પ કહેવાય છે. સમમિતિને આધારે પુષ્પના ભાગો નીચે મુજબના હોય છે. (A) નિયમિત (Asymmetric) અથવા અરીય (B) અનિયમિત અથવા દ્વિપાર્શ્વ સમમિતિ (C) અસમમિતિય જેવા ત્રણ ભાગો જોવા મળે છે. નિયમીત કે અરીય પુષ્પ - કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં જ્યારે બે એક સરખા અરીય ભાગોમાં વિભાજીત કરી શકાય તે પ્રકારના પુષ્પને નિયમીત પુષ્પ અથવા અરીય સમમિતિ કહે છે. જેમાં રાઈ, ધતૂરો, મરચાં વગેરેનો સમાવેશ થાય છે. અનિયમિત પુષ્પ - પુષ્પ માત્ર એક જ ચોક્કસ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજન કરી શકાય તે પ્રકારના પુષ્પને અનિયમિત પુષ્પ અથવા દ્વિઅરીય સમમિતિ કહે છે. જેમા વાલ, ગલતોરો અને ગુલમહોરનો સમાવેશ થાય છે. અસમમિતિય પુષ્પ - જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કે લંબ ધરીએથી પસાર થતી એમ ગમે તે રીતે પણ બે સરખા ભાગોમાં વિભાજીત કરી શકાય નહીં તેને અસમમિતિય કહેવાય છે. જેમા કેના વનસ્પતિનો સમાવેશ થાય છે. પુષ્પ ત્રિઅવયવી, ચતુઃઅવયવી કે પંચાવયવી હોઈ શકે છે જ્યારે પુષ્પીય બહિરુદ્ભેદો (ઉપાંગો) અનુક્રમે 3, 4 કે 5ના ગુણાંકમાં હોય છે. પુષ્પની સાથે પુષ્પીયદંડના તલ ભાગે સંકુચિત થયેલ પર્ણ જોવા મળે તેને નિપત્રીપુષ્પ અને નિપત્ર ના જોવા મળે તો તે અનિપત્રીપુષ્પ હોય છે. બીજાશયના સ્થાને પુષ્પના ભાગો નીચે મુજબ જોવા મળે છે. બીજાશયના સ્થાનના આધાર મુજબ પુષ્પના ત્રણ પ્રકારો હોય છે. પુષ્પાસન પર બીજાશયની સરખામણીમાં વજ્ર્ચક્ર, દલચક્ર અને પુંકેસરચક્રના સ્થાન પ્રમાણે પુષ્પનું ધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી તરીકે વર્ણન કરવામાં આવે છે. તે ત્રણ પ્રકારની સમજૂતી નીચે મુજબ છે. અધોજાયી પુષ્પ :- અધોજાયી પુષ્પમાં સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને જોવા મળે છે જ્યારે બાકીના ભાગો તેની નીચે આવેલા હોય છે. આવા પુષ્પમાં બીજાશય ઉચ્ચસ્થ કહેવાય છે. આવા પુષ્પો રાઈ, જાસૂદ અને રીંગણમાં જોવા મળે છે. પરિજાયી પુષ્પ :- આવા પુષ્પમાં સ્ત્રીકેસર મધ્યમાન સ્થાને તથા પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે સ્થાન પામેલા હોય તો તેને પરિજાયી કહેવાય છે. આવા પુષ્પોમાં બીજાશય અર્ધઅધઃસ્થ કહેવાય છે. ગુલાબ, આલુનું વૃક્ષ, ગલતોરો અને જરદાળુ આ પ્રકારના પુષ્પો ધરાવે છે. ઉપરીજાયી પુષ્પ :- ઉપરીજાયી પુષ્પમાં પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામેલું હોય છે તથા સંપૂર્ણ રીતે બીજાશયને આવૃત કરતું અને તેની સાથે જોડાયેલું જોવા મળે છે. તેના અન્ય ભાગો બીજાશયમાં ઉપરના ભાગે વિકસેલા જોવા મળે છે. માટે આ પ્રકારના પુષ્પમાં બીજાશય અધઃસ્થ કહેવાય છે. કાકડી, જામફળ ના પુષ્પો તથા સૂર્યમુખીનું કિરણ પુષ્પકો આ પ્રકારના પુષ્પો ધરાવે છે.પુષ્પાસન પર પુષ્પીય ભાગોનું સ્થાન (a) અધોજાયી (b) અને (c) પરિજાયી (d) ઉપરીજાયી
જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.