GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

જનીનોની અદલાબદલીનું ચોક્કસ સ્થાન કયું?

Hide | Show

જવાબ : સ્વસ્તિક ચોકડી


વ્યતિકરણ એટલે...

Hide | Show

જવાબ : જનીનોની વહેંચણી


રંગસૂત્રનું સંકોચન પૂર્ણકક્ષાએ પહોંચવું એટલે...

Hide | Show

જવાબ : ભાજનવસ્થા - I


ડાઇકાયનેસીસના અંતમાં શું થાય છે?

Hide | Show

જવાબ : કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય.


વિષુવવૃત્તીયતલ સમયે રંગસૂત્રના સેન્ટ્રોમિયર કઈ દિશામાં હોય છે?

Hide | Show

જવાબ : કોષીય ધ્રુવ


રંગસૂત્રની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો?

Hide | Show

જવાબ : ભાજનોત્તરવસ્થા-I


પૂર્વાવસ્થા-1 ના સંદર્ભમાં અસંગત તબક્કો કયો?

Hide | Show

જવાબ : ઈન્ટરકાઈનેસીસ


અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

Hide | Show

જવાબ : જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે.


સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે?

Hide | Show

જવાબ : સમસૂત્રણ અને અર્ધીકરણ રંગસૂત્રની સંખ્યાને આધારે, કોષની સંખ્યાના આધારે અને વિભાજનના વિવિધ તબક્કાને આધારે જુદા પડે છે.


દ્વિકીય (2n) પ્રાણી અર્ધીકરણ દ્વારા કેવા જન્યુનું નિર્માણ કરે છે?

Hide | Show

જવાબ : દ્વિકીય (2n) પ્રાણી અર્ધીકરણ દ્વારા n જન્યુનું નિર્માણ કરે છે.


અર્ધીકરણ - I મુખ્ય કેટલા તબક્કામાં વિભાજીત છે?

Hide | Show

જવાબ : અર્ધીકરણ - I મુખ્ય 4 તબક્કામાં વિભાજીત છે.


સાયનેપ્સિસ એટલે...

Hide | Show

જવાબ : રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી.


ઝીપરની જેમ પ્રક્રિયાને આગળ વધારતો તબક્કો કયો?

Hide | Show

જવાબ : ઝાયગોટીન


પેકિટીન તબક્કા દરમિયાન...

Hide | Show

જવાબ : રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે, પુનઃ સંયોજીત ગંઠીકા દ્રશ્યમાન થાય અને વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય.


પૂર્વાવસ્થા - I ના પેટા તબક્કાનો સાચો ક્રમ કયો છે?

Hide | Show

જવાબ :


રંગસૂત્ર પાતળા તંતુ જેવા દેખાય એ કયા તબક્કાનું સૂચન કરે છે ?

Hide | Show

જવાબ : લેપ્ટોટીન


ઇન્ટરકાયનેપ્સીસ એટલે...

Hide | Show

જવાબ : અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો


આંતરકોષ વિભાજન એટલે...

Hide | Show

જવાબ : ઇન્ટરકાઈનેસીસ


પુનઃ સંયોજીત ઘંઠીકાનું દ્રશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે?

Hide | Show

જવાબ : પેકિટીન


સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે?

Hide | Show

જવાબ : રંગસૂત્રની લંબાઈ પર


ભાજનોત્તરાવસ્થા દરમિયાન થતી ઘટના કઈ છે?

Hide | Show

જવાબ : સેન્ટ્રોમિયર વિભાજિત થઈ રંગસૂત્રિકા છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય.


ભાજનાવસ્થા એ ભાજનોત્તરાવસ્થાથી કઈ રીતે જુદી પડે છે?

Hide | Show

જવાબ : ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમિયર વિભાજન


સમભાજનના કયા તબક્કામાં રંગસૂત્ર જાળ જોવા મળે છે?

Hide | Show

જવાબ : અંત્યાવસ્થા


કોષરસ વિભાજન એટલે,

Hide | Show

જવાબ : કોષવિભાજને પૂર્ણ બનાવતી સ્વતંત્ર ઘટના


સીનસિટીયમ એટલે,

Hide | Show

જવાબ : બહુકોષકેન્દ્રકી


ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે?

Hide | Show

જવાબ : કેન્દ્રથી પરિઘ તરફ


સમસૂત્રણ એટલે...

Hide | Show

જવાબ : વિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ જેટલી


અર્ધીકરણને અંતે કેટલા કોષ સર્જાય?

Hide | Show

જવાબ : 4


સમભાજનનો સૌથી મહત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

Hide | Show

જવાબ : અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય.


વનસ્પતિમાં સમભાજન કઈ પેશીમાં દર્શાવાય ?

Hide | Show

જવાબ : વર્ધનશીલ પેશી


અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

Hide | Show

જવાબ : બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.


સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે?

Hide | Show

જવાબ : સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે


અર્ધીકરણ કોષવિભાજન એટલે...

Hide | Show

જવાબ : કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.


વૃદ્ધિ માટે કઈ પ્રક્રિયા જરૂરી છે?

Hide | Show

જવાબ : કોષનું વિભાજન થવું.


રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : આંતરાવસ્થા


ક્યો તબક્કો આંતરાવસ્થાનો નથી?

Hide | Show

જવાબ : વિભાજન


કઈ ક્રિયા G તબક્કામાં થાય છે?

Hide | Show

જવાબ : ઉત્સેચક, RNA, પ્રોટીન, સંશ્લેષણ


સમભાજનના તબક્કાનો સાચો ક્રમ કયો?

Hide | Show

જવાબ : પૂર્વાવસ્થા - ભાજનાવસ્થા - ભાજનોત્તરાવસ્થા - અંત્યાવસ્થા


પૂર્વાવસ્થામાં ન બનતી હોય એવી ઘટના કઈ?

Hide | Show

જવાબ : વિષુવવૃત્તીય તલનું નિર્માણ


રંગસૂત્રને સ્પષ્ટ કઈ અવસ્થા દરમિયાન નિહાળી શકાય છે?

Hide | Show

જવાબ : ભાજનાવસ્થા


ત્રાક્તંતુઓનું રંગસૂત્ર સાથે જોડાણ દર્શાવતી રચના એટલે,

Hide | Show

જવાબ : કાઇનેટોકોર્સ


રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે?

Hide | Show

જવાબ : સમભાજન


સિક્વોયામાં કોષરસવિભાજન સમયે નિર્માણ પામતું મધ્યપટલ શેનું બને છે?

Hide | Show

જવાબ : પેક્ટિન


આવૃતબીજધારી વનસ્પતિમાં મધ્યપટલની બંને તરફ શું સર્જાય છે?

Hide | Show

જવાબ : કોષદીવાલ


બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

Hide | Show

જવાબ : તેમાં કોષરસવિભાજન થતું નથી.


સમભાજનને અંતે કેટલા પ્રાણીકોષ નિર્માણ પામે છે?

Hide | Show

જવાબ : સમભાજનને અંતે 2 પ્રાણીકોષ નિર્માણ પામે છે.


અર્ધીકરણમાં કેટલા વિભાજન થાય છે?

Hide | Show

જવાબ : અર્ધીકરણમાં 2 વિભાજન થાય છે.


કોષચક્ર એટલે શું ? કોષચક્રના તબક્કાઓ સમજાવો.

Hide | Show

જવાબ : કોષચક્ર એટલે કોષના જનીનદ્રવ્યનુ દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્ર્લેષણ અને ત્યારપછી તેનું બે બાલકોષોમાં વિભાજન પામવાનો ઘટનાક્રમ.

લાક્ષણિક સુકોષકેન્દ્રી કોષચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરી સમજાવી શકાય. આ કોષો લગભગ પ્રત્યેક 24 કલાકમાં એક વાર વિભાજન પામે છે.

આ કોષચક્રનો સમયગાળો વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો જુદો હોય છે. દા. ત., યીસ્ટ કોષમાં એક કોષચક્ર માત્ર 90 મિનિટમાં પૂર્ણ થાય છે.

કોષચક્રને બે મુખ્ય તબક્કાઓમાં વહેંચી શકાય.

1. આંતરાવસ્થા (Interphase)

2. M - તબક્કો (Mitosis phase)

વિભાજન તબક્કો (M અવસ્થા) એ અવસ્થાઓને રજૂ કરે છે કે જેમાં વાસ્તવમાં કોષવિભાજન કે સમસૂત્રીભાજન થાય છે અને આંતરાવસ્થા બે ક્રમિક 14 અવસ્થાઓની વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે. ધ્યાનમાં રાખવા જેવી મહત્વની વાત એ છે કે મનુષ્યમાં સરેરાશ કોષચક્રનો સમયગાળો 24 કલાકનો હોય છે. જેમાં કોષવિભાજન માત્ર લગભગ એક કલાકમાં પૂર્ણ થાય છે. જ્યારે કોષચક્રના કુલ સમયગાળાના 95% થી વધારે સમય કોષ આંતરાવસ્થામાં જ પસાર કરે છે.

M-તબક્કાની શરૂઆત કોષકેન્દ્ર વિભાજન(કેરિયોકાઈનેસીસ)થી થાય છે, જે બાળ રંગસૂત્રનું નિર્માણ અને કોષરસ વિભાજન (સાયટોકાઈનેસીસ)થી અંત પામે છે. આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહે છે, આ સમય દરમિયાન કોષ એ ક્રમબદ્ધ રીતે કોષવૃદ્ધિ અને DNA સ્વયંજનન બંનેમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે.

આંતરાવસ્થાને બીજા ત્રણ ઉપ તબક્કાઓમાં વહેંચી શકાય છે.

  1. G તબક્કો
  2. S-તબક્કો
  3. G તબક્કો
G તબક્કો સમભાજન અને DNA સ્વયંજનનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને અનુસરે છે. G  અવસ્થામાં કોષ ચયાપચયિક રીતે સક્રિય હોય છે, અને સતત વૃદ્ધિ કરે છે પરંતુ DNAનું સ્વયંજનન કરતો નથી. S-તબક્કો આ તબક્કા દરમિયાન DNAનું સંશ્લેષણ તેમજ તેનું સ્વયંજનન થાય છે તથા આ સમય દરમિયાન પ્રત્યેક કોષમાં DNA ની માત્રા બમણી થઈ જાય છે.

જો DNA ની શરૂઆતની માત્રા 2C હોય તો તે વધીને 4C થઈ જાય છે. છતાં પણ રંગસૂત્રોની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી જો G અવસ્થામાં કોષ દ્વિકીય અથવા 2n રંગસૂત્રો ધરાવતો હોય તો પણ S અવસ્થાના અંતમાં પણ તેની સંખ્યા એટલી જ રહે છે, એટલે કે 2n.

પ્રાણી કોષમાં S અવસ્થા દરમિયાન કોષકેન્દ્રમાં DNAના સ્વયંજનનની શરૂઆત થવાની સાથે તારાકેન્દ્રના કોષરસમાં દ્રિગુણનની શરૂઆત થવા લાગે છે.

G અવસ્થા દરમિયાન સમભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્ર્લેષણ થાય છે અને કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી (જેમ કે હૃદયના કોષો) અને બીજા અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે છે એવું ત્યારે જ થાય છે જ્યારે ક્ષતિગ્રસ્થ કે મૃતકોષોના નુકસાનને કારણે બદલવાના હોય. આ કોષો કે જે ફરીથી વિભાજન પામતા નથી પરંતુ G અવસ્થામાંથી નિકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે. જેને કોષચક્રની વિરામી અવસ્થા કહે છે. આ અવસ્થામાં કોષો ચયાપચયની દષ્ટિએ સક્રિય હોય છે પરંતુ વિભાજન પામતા નથી તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે.


સમવિભાજનની પૂર્વાવસ્થા વર્ણવો.

Hide | Show

જવાબ : આંતરાવસ્થાના S અને G તબક્કાને અનુસરતી સમભાજનની પ્રથમ અવસ્થા છે. S અને G અવસ્થામાં બનતા નવા DNA ના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી પરંતુ એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. રંગસૂત્રીય ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રીય દ્રવ્યો સ્પષ્ટ થવા લાગે છે.

તારાકેન્દ્ર કે જેનું દ્રિગુણન આંતરાવસ્થાના S-તબક્કામાં થયેલ હતું તે હવે કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્વપૂર્ણ ઘટનાઓ થાય છે તેની વિશિષ્ટતાઓ નીચે મુજબ છે :

  • રંગસુત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને રંગસૃત્ર બનાવે છે. રંગસૂત્રો બે એકલસૂત્રો અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલ હોય છે.
  • દ્વિધ્રુવિયત્રાક, સૂક્ષ્મનલિકાનું ભેગા થવું જેવી પ્રક્રિયાની શરૂઆત થાય છે. કોષનાં કોષરસમાં આવેલ આવી પ્રોટીનયુક્ત સંરચના આ પ્રક્રિયામાં મદદ કરે છે
  • પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃ કોષરસજાળ, કોષકેન્દ્રિકા તથા કોષકેન્દ્રપટલ જોવા મળતાં નથી.


ટૂંકનોંધ લખો : સમવિભાજનની ભાજનાવસ્થા

Hide | Show

જવાબ : કોષકેન્દ્રપટલના સંપૂર્ણ વિઘટન થયા બાદ સમવિભાજનની બીજી અવસ્થાની શરૂઆત થાય છે. આ અવસ્થામાં રંગસૂત્રો કોષનાં કોષરસમાં ફેલાઈ જાય છે. આ અવસ્થા સુધી રંગસૂત્રોની ઘનીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે અને માઈક્રોસ્કોપમાં તેનું સ્પષ્ટ નિરીક્ષણ કરી શકાય છે. આ એજ અવસ્થા છે કે જેમાં રંગસૂત્રોની બાહ્ય રચનાઓનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે. આ તબક્કામાં રંગસૂત્રો બે એકલસૂત્રોના બનેલા હોય છે કે જે સેન્ટ્રોમિયરથી જોડાયેલ હોય છે.

સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર્સ નામની બિંબ જેવી રચના જોઈ શકાય છે. આ રચના સૂક્ષ્મતલિકાઓ દ્વારા બનેલ ત્રાકતંતુઓને જોડાવા માટેનું સ્થાન આ રચના (કાઇનેટોકોર્સ) છે. ત્રાકતંતુઓ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રોને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. પ્રત્યેક રંગસૂત્રનું એક એકલસૂત્ર એક ધ્રુવ તરફ ત્રાકતંતુ દ્રારા પોતાના કાઇનેટોકોર્સ વડે જોડાઈ જાય છે.

જ્યારે તેનું બીજું એકલસૂત્ર ત્રાકતંતુ વડે પોતાના કાઇનેટોકોર્સ સાથે વિરુદ્ધ ધુવથી જોડાયેલ હોય છે. જે મધ્યાવસ્થાની ઓળખ છે.મધ્યાવસ્થામાં જે તલ પર રંગસૂત્રો ગોઠવાય છે તેને મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાજનતલ કહે છે.

આ અવસ્થાની મુખ્ય વિશેષતા :

  • ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર્સ વડે જોડાયેલ હોય છે.
  • રંગસૂત્રો બંને ધ્રુવો પર રહેલા ત્રાકતંતુઓ દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા (વિષુવવૃત્તીય તલ) તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાય છે.


ટૂંકનોંધ લખો : ભાજનોત્તરાવસ્થા

Hide | Show

જવાબ : ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થતાં રંગસૂત્રિકાઓ સ્વરૂપે છુટા પડે છે જે કોષવિભાજન બાદ નવા બાળકોષકેન્દ્રનુ રંગસૂત્ર બનશે. આ છૂટી પડેલ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરિત થવાની શરૂઆત કરે છે. જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે છે ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવોની બાજુ તરફ હોય છે અને તેથી રંગસૂત્રોને ધ્રુવો તરફ દોરે લઈ જાય છે અને સાથે-સાથે રંગસૂત્રોની ભુજાઓ પણ તેની પાછળ આવે છે.

ભાજનોત્તરાવસ્થાની વિશિષ્ટતાઓ :

  • સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ.
  • રંગસૂત્રિકાઓનું વિરૂદ્ધ ધ્રુવ તરફ ખસવું.


સમભાજનની અંતિમ અવસ્થામાં કોષ કયા ફેરફારો દર્શાવે છે, તે જણાવો.

Hide | Show

જવાબ : સમભાજનની અંતિમ અવસ્થાની શરૂઆતમાં એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્રો કે જે અનુક્રમે પોતાના ધ્રુવો પર પહોંચી ગયા છે, તે વિસ્તરણ પામે છે અને પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે અને હવે તે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી તેના રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવ બાજુ એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય છે.

 

અંત્યાવસ્થાની મુખ્ય વિશિષ્ટતાઓ :

  • રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ જાય છે અને તે તેઓની સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે.
  • રંગસૂત્ર સમૂહોની આજુબાજુ કોષકેન્દ્રપટલનું નિર્માણ થાય છે
  • કોષકેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને ER‌નું પુનઃ નિર્માણ થાય છે.


ટૂંકનોંધ લખો : કોષરસવિભાજન

Hide | Show

જવાબ : દ્વિગુણન પામેલ રેગસૃત્રોની બાળ કોષકેન્દ્રોમાં વહેંચણી (કેરિયોકાઈનેસીસ) માત્ર દ્વારા સમભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી, પરંતુ કોષ પોતાની જાતે કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા બે બાળ કોષોમાં વિભાજન પામે છે, ત્યારે જ કોષવિભાજન પૂર્ણ થાય છે.

  • પ્રાણી કોષમાં વિભાજન કોષરસપટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે. જે પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડીબનતી જાય છે અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે કોષનો કોષરસબે ભાગોમાં વહેંચાઈ જાય છે.
  • વનસ્પતિ કોષો જે લગભગ સ્થિતિસ્થાપક કોષદીવાલથી ઘેરાયેલા હોય છે એટલે તેમાં કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિ કોષોમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને બહારની (પરિઘ) તરફ પૂર્વ સ્થિત પાર્શ્ય કોષદીવાલ સાથે જોડાઈ જાય છે. નવી કોષદીવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે જેને કોષપટ્ટી કહે છે. જે બે અત્યંત નજદીક રહેલા કોષોની કોષદીવાલની વચ્ચેના મધ્યપટલને દર્શાવે છે. કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને રંજકકણનું બંને બાળકોષોમાં સમાન વિતરણ થઈ જાય છે. કેટલાક સજીવોમાં કોષકેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી. જેને પરિણામે એક જ કોષમાં અનેક કોષકેન્દ્રોનું સર્જન થાય છે. આવા બહુકોષકેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષકેન્દ્રી કહે છે. (ઉદા., તરીકે નાળિયેરનો પ્રવાહી ભ્રણપોષ).


સમભાજનનું સજીવજીવનમાં શું મહત્વ છે, તે સમજાવો.

Hide | Show

જવાબ : સમભાજનનું સજીવ જીવનમાં મહત્વ નીચે મુજબ છે.

  • સમભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે.
  • બહુકોષી સજીવોની વૃદ્ધિ સમભાજન દ્વારા થાય છે.
  • કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષકેન્દ્ર અને કોષરસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. એટલા માટે એ જરૂરી થઈ જાય છે કે કોષ, વિભાજન પામીને કોષકેન્દ્ર-કોષરસ પ્રમાણને જાળવી રાખે.
  • સમવિભાજનો સૌથી મહત્વનો ફાળો કોષના સમારકામનો છે. અધિચ્છદનું સૌથી બહારનું પડ, અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રૂધિરકોષો સતત બદલાતા રહેવા જરૂરી છે
  • અગ્રસ્થ અને પાર્શ્વસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીઓમાં સમભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે.
 


ટૂંકનોંધ લખો : અર્ધીકરણ

Hide | Show

જવાબ : લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં બે જન્યુઓનું સંયોજન થાય છે. દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે. વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. આ ખાસ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રોની સંખ્યા બાળકોષોમાં અડધી થતા એકકીય બાળકોષનું નિર્માણ થાય છે. આવા પ્રકારના વિભાજનને અધીંકરણ કહે છે.

લિંગી પ્રજનન કરતાં સજીવોનાં જીવનચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા પુનઃપ્રાપ્ત થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય છે. જેના ફળસ્વરૂપે એકકીય જન્યુ સર્જન થાય છે.

અર્ધીકરણની મુખ્ય વિશિષ્ટતાઓ :

  • અર્ધીકરણમાં કોષકેન્દ્ર તેમજ કોષવિભાજનના બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે. જેમ કે અધીકરણ-I અને અધીંકરણ-II પરંતુ DNA નું સ્વયંજનન એક જ વખત થાય છે.
  • S તબક્કામાં માતૃ રંગસૂત્રના સ્વયંજનનથી ઉદ્‌ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ-I ની શરૂઆત થાય છે.
  • અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે અને તેઓની વચ્ચે પુનઃ સંયોજન થાય છે.
  • અર્ધીકરણ-II ના અંતમાં ચાર એકકીય કોષોનું સર્જન થાય છે.
અર્ધીકરણને નીચેની અવસ્થાઓમાં વગીકૃત કરવામાં આવેલ છે :

અર્ધીકરણ - I

અર્ધીકરણ - II

પૂર્વાવસ્થા - I

પૂર્વાવસ્થા - II

ભાજનાવસ્થા – I

ભાજનાવસ્થા - II

ભાજનોત્તરાવસ્થા – I

ભાજનોત્તરાવસ્થા - II

ભાજનાન્તિમાવસ્થા - I

ભાજનાન્તિમાવસ્થા - II


અર્ધીકરણની પ્રથમ પૂર્વાવસ્થા સમજાવો.

Hide | Show

જવાબ : સમવિભાજનની પૂર્વાવસ્થાની સરખામણીએ અર્ધીંકરણ - I ની પૂર્વાવસ્થા સ્પષ્ટ રીતે લાંબી અને વધુ જટિલ છે. રંગસૂત્રોની વર્તણૂંકના આધારે તેને ફરીથી પાંચ ઉપ અવસ્થાઓમાં વિભાજીત કરવામાં આવેલ છે જેમ કે, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટિન, ડિપ્લોટીન અને ડાયકાઈનેસિસ.

લેપ્ટોટીન:

આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે-ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. રંગસૂત્રોનું ઘનીકરણ સમગ્ર લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચાલુ જ રહે છે.

ઝાયગોટીન :

આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે, જેને સાયનેપ્સિસ પણ કહે છે. આવા પ્રકારની રંગસૂત્રોની જોડીઓને સમજાત રંગસૂત્રો કહે છે.

આ અવસ્થાનો ઇલેક્ટ્રોનમાઈક્રોગ્રાફ એ બતાવે છે કે રંગસૂત્રીય સાયનેપ્સિસ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે જેને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે. આ સંકુલનું નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે. જેને દ્વિસૂત્રી કે ચતુઃસૂત્રી કહે છે.

જો કે તે આગળની અવસ્થામાં વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. પૂર્વાવસ્થા - 1ની ઉપર વર્ણવેલ બંને અવસ્થાઓ પેકિટિન અવસ્થા કરતાં સરેરાશ ટૂંકા સમય સુધી ચાલે છે.

પેકિટિન:

આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રો સ્પષ્ટપણે ચતુઃસૂત્રી દેખાય છે. પુનઃ સંયોજિત ઘંઠિકાઓનું દશ્યમાન થવું તે આ અવસ્થાની લાક્ષણિકતા છે.

સમજાત રંગસૂત્રોના ભિન્ન બે એકલસૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી. વ્યતિકરણ ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા પણ છે અને ઉત્સેચક આ પ્રક્રિયામાં ભાગ લે છે તેને રિકોમ્બીનેઝ કહે છે.

વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રોની પર જનીનોનું પુનઃ સંયોજન થાય છે. સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃ સંયોજન પેકિટિન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે. જેના ફળસ્વરૂપે વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો જોડાયેલા દેખાય છે.

ડિપ્લોટીન:

આ અવસ્થાની શરૂઆતમાં સિનેપ્ટોનીમલ સંકુલનું વિઘટન થઈ જાય છે અને દ્રિસૂત્રી સમજાત રંગસૂત્ર એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય છે પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયુ હોય તે-તે સ્થળે હજુ પણ જોડાણ જળવાઈ રહે છે. વ્યતિકરણ સ્થળે X આકારની રચનાને સ્વસ્તિક ચોકડી કહે છે. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં ડિપ્લોટીન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે.

ડાયકાઈનેસિસ:

અર્ધીંકરણ પૂર્વાવસ્થા – I ની અંતિમ અવસ્થા ડાયકાઈનેસિસ તરીકે ઓળખાય છે. જેમાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ જાય છે. આ અવસ્થામાં રંગસૂત્રનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે અને સમજાત રંગસૂત્રોને છૂટા પાડતા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. ડાયકાઈનેસિસના અંતમાં કોષકેન્દ્રિકા લુપ્ત થાય છે અને કોષકેન્દ્રપટલનું પણ વિઘટન થાય છે.


અર્ધીકરણમાં દ્વિતીય વિભાજનની વિવિધ અવસ્થાઓ સમજાવો.

Hide | Show

જવાબ : અર્ધીકરણમાં દ્વિતીય વિભાજન સૈદ્ધાંતિક રીતે સમવિભાજન જેવું જ છે. તે દરમિયાન નવા સર્જાતા દરેક કોષમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષમાં જોવા મળતી સંખ્યા જેટલી જ રહે છે. તેથી તેને સમસૂત્રણ કે અર્ધસૂત્રીભાજન – II કહે છે.

પૂર્વાવસ્થા - II (Prophase II) : કોષરસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ – II ની શરૂઆત થાય છે, કે જે પહેલાં રંગસૂત્રો પૂર્ણ લંબાયેલા હોતા નથી. અર્ધીકરણ – I થી વિપરિત અધીકરણ - II સામાન્ય રીતે સમભાજન જેવું જ હોય છે. પૂર્વાવસ્થા- II ના અંત સુધીમાં કોષકેન્દ્રપટલ અદશ્ય થઈ જાય છે.રંગસૂત્રો ફરીથી વધુ ઘટ્ટ બને છે.

ભાજનાવસ્થા - II (Metaphase II) : આ અવસ્થામાં રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે અને વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુની સૂક્ષ્મનલિકાઓ રંગસૂત્રિકાઓના કાઇનેટોકોર્સ સાથે જોડાઈ જાય છે.

ભાજનોત્તરાવસ્થા - II (Anaphase II) : દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરનાં ક્રમશઃ વિભાજનથી ભાજનોત્તરાવસ્થા–II ની શરૂઆત થાય છે. રંગસૂત્રના છૂટા પડેલ બે એકલસૂત્રો કે જે સેન્ટ્રોમિયરયુક્ત હોય છે. તે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે

અંત્યાવસ્થા – II (Telophase II) : આ અવસ્થા અર્ધીકરણની અંતિમ અવસ્થા છે. જેમાં રંગસૂત્રના બે સમૂહ ફરીથી કોષકેન્દ્રપટલ દ્વારા વિંટળાય છે. કોષરસ વિભાજન પછી ચાર એકકીય બાળકોષોનું સર્જન થાય છે.


અર્ધીકરણ – I ના વિવિધ તબક્કાઓ સમજાવો.

Hide | Show

જવાબ : પૂર્વાવસ્થા - I (Prophase I) :

સમવિભાજનની પૂર્વાવસ્થાની સરખામણીએ અર્ધીંકરણ – I ની પૂર્વાવસ્થા સ્પષ્ટ રીતે લાંબી અને વધુ જટિલ છે. રંગસૂત્રોની વર્તણૂંકના આધારે તેને ફરીથી પાંચ ઉપ અવસ્થાઓમાં વિભાજીત કરવામાં આવેલ છે જેમ કે, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટિન, ડિપ્લોટીન અને ડાયકાઈનેસિસ.

ભાજનાવસ્થા – I (Metaphase I) :

દ્વિસૂત્રી રગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમા જોડીઓ સ્વરૂપે ગોઠવાય છે. વિરૂદ્ધ ધ્રુવોનાં ત્રાકતંતુની સૂક્ષ્મનલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રોની જોડ સાથે સ્વતંત્ર પણે જોડાઈ જાય છે.

ભાજનોત્તરાવસ્થા – I (Anaphase I) :

ભાજનોત્તરાવસ્થા - I દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી જોડાયેલ રહે છે.

અંત્યાવસ્થા – I (Telophase I) :

આ અવસ્થામાં કોષકેન્દ્રપટલ તેમજ કોષકેન્દ્રિકા પુનઃ નિર્માણ પામે છે. કોષરસવિભાજનની શરૂઆત થઈ જાય છે અને કોષની આ અવસ્થાને કોષદ્વિક (Dyad) કહે છે. કેટલાક કિસ્સામાં રંગસૂત્રનો થોડો વિક્ષેપ પડે છે આથી તે આંતરાવસ્થાના કોષકેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાયેલા જોવા મળતા નથી. બે ક્રમિક અધીંકરણની અવસ્થા વચ્ચેના ગાળાને (તબક્કાને) ઇન્ટરકાઈનેસિસ કે આંતરકોષવિભાજન કહે છે અને તે સામાન્ય રીતે ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે. આંતર કોષ વિભાજન પૂર્વાવસ્થા – II ને અનુસરે છે જે પૂર્વાવસ્થા - I કરતાં ખૂબ જ સરળ તબક્કો છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

કોષચક્ર અને કોષવિભાજન

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.