GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

એરિસ્ટોટલે વનસ્પતિઓ અને પ્રાણીઓને શા અધારે વર્ગીકૃત કર્યા.

Hide | Show

જવાબ : વૈજ્ઞાનિકોના વિવિધ ધોરણોનો આધાર લઈ એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો. તેમેણે વનસ્પતિઓને બાહ્યરચનાકીય લક્ષણોના આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરી અને પ્રાણીઓને પણ બે સમૂહમાં વિભાજિત કરી લાલરંગના રૂધિર ધરાવતાં અને બીજા જે રૂઘિર ધરાવતા નથી તે પ્રમાણે વર્ગીકૃત કર્યા.


માનવ સંસ્કૃતિના પ્રારંભથી સજીવસૃષ્ટિને કેવીરીતે વર્ગીકૃત કરાતી હતી.

Hide | Show

જવાબ : માનવે શરૂઆતમાં સજીવોને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો કર્યા. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક આધારો સાથે નહોતું કરાયું. ખોરાક, આશ્રય અને પહેરવેશની આવશ્યકતાને આધારે થયું હતું. કેટલીક વખત પ્રાકૃતિક પ્રેરણાને આધારે પણ વર્ગીકરણ કરવામાં આવતું હતું.


આર્કિબેક્ટેરિયા વિશે મુદ્દાસર સમજ આપો.

Hide | Show

જવાબ :

આર્કિબેક્ટેરિયા વિશિષ્ટ પ્રકારના જોવા મળે છે.

આ બેક્ટેરિયાઓ અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં, ગરમ પાણીના ઝરામાં. કળણ જેવી જમીનમાં વગેરે જેવા સખત કુદરતી નિવાસસ્થાનોમાં જોવા મળે છે. આર્કિબેક્ટેરિયા જુદા જ પ્રકારની કોષદીવાલ ધરાવે છે. તેથી તેઓ અન્ય બેક્ટેરિયાથી અલગ પડે છે

આ પ્રકારના બેક્ટેરિયા તેમની આવી રચનાથી વિપરિત પરિસ્થિતિમાં તેમનું જીવન જીવવા માટે જવાબદાર છે.

ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ પાચનનળીમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા જોવા મળે છે આ પ્રકારના મિથેનોજેન્સ બેક્ટેરિયા આવા પ્રાણીઓના છાણમાંથી મિથેન(biogas)ના ઉત્પાદન માટે ખૂબ ઉપયોગી છે.


યુબેક્ટેરિયાનું પોષણ અને વુધ્ધિ કેવી રીતે થાય છે તે તથા તેના ફાયદા નૂકશાન જણાવો.

Hide | Show

જવાબ :

યુબેક્ટેરિયામાં સ્વયંપોષી પોષણ માટે કાર્બનિક દ્રવ્યોનું પોતે ઉત્પાદન કરે છે. જ્યારે વિષમપોષી તૈયાર કાર્બનિક દ્રવ્યો બીજા સજીવો પાસેથી લે છે.

સ્વયંપોષીમાં પ્રકાશસંશ્ર્લેષી બેક્ટેરિયા પ્રકાશની હાજરીમાં કાર્બનિક દ્રવ્યનું સંશ્ર્લેષણ કરે છે. જેના નામ એનાબીના અને નોસ્ટોક છે, જ્યારે સ્વયંપોષી રસાયણ સંશ્ર્લેષી બેક્ટેરિયા જુદા જુદા અકાર્બનિક પદાર્થો જેવાં કે નાઈટ્રેટ, નાઈટ્રોજન, અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને મુક્ત શક્તિના ઉપયોગથી ATP નું ઉત્પાદન કરે છે. આ પ્રમાણે તેઓ પોષણ મેળવે છે.

વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા કુદરતી વિપુલ પ્રમાણમાં વૃધ્ધિ ધરાવે છે. મોટે ભાગે તેઓ મહત્વના વિઘટકો છે.

આ બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયામાં મદદરૂપ બને છે. ઉપરાંત જૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં શિમ્બી કૂળની વનસ્પતિઓના મૂળમાં નાઈટ્રોજન બનાવવામાં મદદરૂપ છે.

જ્યારે કેટલાક બેક્ટેરિયા રોગ કારકો છે જે મનુષ્ય અને ખેતીના ઉપયોગી પાલતુ પ્રાણીઓને નૂકશાન પહોંચાડે છે. વધુમાં કોલેરા, ટાઈફોઈડ, ધનૂર, લીંબૂના ચાઠા વગેરે જેવા રોગો આવા વિવિધ બેક્ટેરિયાથી થાય છે. યુબેક્ટેરિયા ભાજન દ્વારા પ્રજનન કરે છે. ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેઓ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તેઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક આહારના DNA ની આપ લે દ્વારા લીંગી પ્રજનનથી પ્રજનન પણ કરે છે. આમ તેમની વૃધ્ધિ થતી હોય છે.


માઈક્રોપ્લાઝમા બેક્ટેરિયાની સમજ આપો.

Hide | Show

જવાબ : માઈકોપ્લાઝમા બેક્ટેરિયામાં તેઓ સંપુર્ણ રીતે કોષદીવાલ ધરાવતા નથી. તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે આ બેક્ટેરિયા ઓંક્સિજન વીના પણ જીવી શકે છે. તથા તે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગ ફેલાવે છે.


વિષમપોષી બેક્ટેરિયા કેવી રીતે ઉપયોગી છે તે સમજાવો.

Hide | Show

જવાબ : વિષમપોષી બેક્ટેરિયા કુદરતી રીતે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ બેક્ટેરિયા વિઘટકો તરીકે ખૂબ જ મહત્વના છે. તેમાંના ઘણા વિષમપોષી બેક્ટેરિયા મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર કર છે. લેક્ટોબેસિલસ દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયામાં ઉપયોગી છે તથા વિઘટકો તરીકે તેમની ભૂમિકા પર્યાવરણની વિવિધ પરિસ્થિતિનાં નિયમનમાં ઉપયોગી છે.


આર્કીબેક્ટેરિયાની ઉપયોગીતા સમજાવો.

Hide | Show

જવાબ : આર્કીબેક્ટેરિયા મિથેન બાયોગેસ બનાવવાની પ્રકિયામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ બેક્ટેરિયા જુદાજ પ્રકારની કોષદિવાલ ધરાવતા હોવાથી વિપરિત પરિસ્થિતિમાં જીવી શકે છે.


ક્રાયસોફાઈટ્સ સૃષ્ટિ વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

ક્રાયસોફાઈટ્સ જૂથમાં ડાયેટમ્સ અને ડેસ્મિડ્સ (સોનેરી લીલ)નો સમાવેશ કરવામાં આવે છે.

આ સજીવો મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. તેઓ સુક્ષ્મ સજીવો છે અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે.

તેઓમાં ઘણા બધા પ્રકાશસંશ્ર્લેષી જોવા મળે છે.

સાબુના બોક્સની જેમ બંધબેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષદીવાલ ધરાવે છે. તેમની આ દીવાલો સિલિકા દ્રવ્યવથી જકડાયેલી હોય છે માટે તેનો નાશ થતો નથી. એટલે કે અવિનાશી હોય છે.

ડાયેટમ્સ સજીવો પોતાના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં સિલિકા દ્રવ્યની કોષદીવાલનો મોટો જથ્થો છોડીને જમા કરતાં જાય છે. લાખો વર્ષો સુધીની તેમની આવી જમાવટ ડાયેટોમેસિયસ પૃથ્વી તરીકે સમજાવાય છે.

રેતીવાળી હોવાથી આ પ્રકારની માટીને કોઈ વસ્તુને ચકચકિત કરવામાં અને તેલ તથા ચાસણીના ગાળણ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. ડાયેટમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો સ્વરૂપે હોય છે.


ડાયનોફલેજેલેટ્સ વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

આ સજીવો મુખ્યત્વે પ્રકાશસંશ્લેષી અને દરિયામાં વસવાટ કરે છે.

આ સજીવોના કોષોમાં રંજકદ્રવ્યોને આવેલા છે માટે તેઓ પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગમાં જોવા મળે છે.

તેઓ પોતાની કોષની દીવાલ બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે.

આવા ઘણા સજીવો બે કશાઓ ધરાવે છે.જેમાં એક આયામ રીતે પથરાયેલી અને બીજી દીવાલની તક્તીઓની વચ્ચે ખાંચમાં આડી ગોઠવાયેલી જોવા મળે છે.

ઘણી વખત રાતા રંગના ડાયનોફલેજેલેટ્સ જેવા કે ગોનિયાલેક્સ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે ત્યારે સમુદ્રના પાણીનો રંગ રાતો દેખાય છે. જે ઘણી વખતે ભરતી અને ઓટમાં જોવા મળે છે. આવી જાતિના સજીવો દ્વારા મુક્ત થતું વિષ-ઝેર દરિયામાં પ્રસરે છે પરિણામે માછલી જેવા ઘણા દરિયાઈ જીવો નાશ પામે છે.


યુગ્લિનોઇડ્સની આકૃતિ સહ સમજ આપો.

Hide | Show

જવાબ :

મોટે ભાગે આવા સજીવો સ્થગિત એટલે કે સ્થિર અને મીઠા પાણીમાં જોવા મળે છે.

તેમના કોષદીવાલને બદલે પ્રોટીનસભર આવરણ જોવા મળે છે. તેને છાદિ કહે છે. આ છાદિ તેમના દેહને વળી શકે તેવો નરમ બનાવે છે.

આ સજીવો બે કશા ધરાવે છે જેમાં એક ટૂંકી અને બીજી લાંબી હોય છે.

તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણ કરે છે. પરંતુ જ્યારે સૂર્યપ્રકાશ ન મળે ત્યારે તેઓ ખૂબ નાના સજીવોને ખાઈને પોષણ મેળવે છે. પોષણ મેળવતી વખતે તેઓ પરપોષી જેવી વર્તણૂંક કરે છે.

યુગ્લિનોઇડ્સના રંજકદ્રવ્યો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાંના રંજકદ્રવ્યો સાથે એકરૂપ થાય તે પ્રમાણેના જોવા મળે છે. તેમના જૂથમાં યુગ્લિના બે કશાઓ ધરાવે છે. જે નીચેની આકૃતિમાં દેખાય છે.


સ્લાઈમ મોલ્ડસ વિશે મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ :

મૃતોપજીવી આદિજીવો સ્લાઈમ મોલ્ડસ તરીકે ઓળખાય છે. આ પ્રકારના સજીવો પ્રોટીસ્ટા સૃષ્ટિમાં જોવા મળે છે.

વનસ્પતિઓની સડતી શાખાઓ કે પર્ણોની સાથે તેમના દેહને વિસ્તારી સડતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે. આ પધ્ધતિથી તેઓ પોષણ પામે છે.

અનુકૂળ પરિસ્થિતિઓમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝમોડિયમ સ્વરૂપ રચે છે આ સ્વરૂપ  વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાય છે.

પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝમોડિયમ વિભેદિત થઈ તેમની ટોચના ભાગે બીજાણુઓ  ધરાવતી ફળકાય  નામની રચના રચે છે.

આ બીજાણુઓ સાચી દીવાલો ધરાવે છે. તેઓ ખૂબ જ પ્રતિકારક હોય છે અને વિપરિત પરિસ્થિતિમાં પણ જીવિત રહે છે. આ બીજાણુઓ હવાના પ્રવાહથી વિકિરણ પામે છે.


જ્યુકર, એસ્પરજીલસ અને એગેરિક્સ આકૃતિ દોરો.

Hide | Show

જવાબ :


ફાયકોમાયસેટીસ વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

ફાયકોમાયસેટીસના સભ્યો જલજ નિવાસસ્થાનોમાં વસવાટ કરે છે તેઓ ભીના અને ભેજવાળા વિસ્તારો તથા સડતા લાકડાઓમાં અને અવિકલ્પી પરોપજીવીઓ તરીકે વનસ્પતિઓ પર વસેલા જોવા મળે છે.

તેમની કવક્જાળ પડદા વગરની જોવા મળે છે. તે બહુકોષકેન્દ્રીય હોય છે.

તેઓ ચલબીજાણુ કે અચલબીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તેઓના બીજાણુ અંતર્જાત રીતે બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે. બે જન્યુઓના જોડાણથી યુગ્મબીજાણુઓ બને છે. સમજન્યુક બાહ્યાકાર રીતે સરખા હોય છે. અને બાહ્યાકાર રીતે સરખા ન હોય તેવા જન્યુઓ વિષમજન્યુઓના જોડાણથી યુગ્મબીજાણુઓ ઉત્પન્ન કરી લીંગી પ્રજનન કરે છે. ઉદાહરણ તરીકે : મ્યુકર, રાઈઝોપસ (જે બ્રેડ પર જોવા મળે), આલ્બ્યુગો (રાઈના પત્તા પરની પરોપજીવી ફૂગ) વગેરે.


આસ્કોમાયસેટીસ વિશે વિસ્તૃત સમજ આપો.

Hide | Show

જવાબ :

આ વર્ગના સભ્યો કોથળીમય ફૂગ તરીકે જાણીતા છે. આ સભ્યો મુખ્યત્વે પેનિસિલિયમ જેવા બહુકોષીય જોવા મળે છે. આમાં યીસ્ટ એક્જ એકકોષીય સભ્ય અપવાદ તરીકે જોવા મળે છે.

તેઓ મૃતોપજીવીઓ, વિઘટકો, પરોજીવીઓ કે છાણ પર વિકાસ પામતા છાણભક્ષીઓ તરીકે હોય છે.

તેમની કવક્જાળ શાખાઓ ધરાવતી પડદાયુક્ત જોવા મળે છે. કેટલાક સભ્યો વિશિષ્ટ કવકજાળ રચે છે અને તેના પર બહિર્જાત કણીબીજાણુઓ થી અલિંગી બિજાણુઓ ઉત્પન્ન કરે છે. આ બીજાણુથી નવી કવકજાળ બને છે જેમાં અંતર્જાત લીંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે જેને ધાની બીજાણુઓ કહે છે.

આ ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી જોવા મળે છે જે ફળધાનીકાય તરીકે ઓળખાય છે.

ઉદાહરણ તરીકે : ન્યુરોસ્પોરા સભ્ય જનિન ક્રિયાઓમાં ખૂબજ ઉપયોગી છે. એસ્પરજીલસ અને ક્લેવિસેપ્સ પણ આ જૂથના સભ્યો છે. કાળા રંગના અને પીળા રંગના ઘણા સભ્યોનો ભોજનમાં ઉપયોગ કરાય છે. આ સભ્યોને સ્વાદિષ્ટ વાનગી તરીકે માનવામાં આવે છે.


બેસિડીયોમાયસેટીસ વર્ગના સભ્યોની માહિતી આપો.

Hide | Show

જવાબ :

સામાન્ય રીતે આ વર્ગના સ્વરૂપો મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફબોલ્સ તરીકે જાણીતા છે. તેઓ લાકડાના ગોળવા પર, ઝાડના થડ પર કે વનસ્પતિઓના દેહની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારે છે.

તેની કવક્જાળ શાખિત અને પડદાયુક્ત છે. જે ગેરુ અને અંગારિયામાં જોવા મળે છે.

તેઓ અલિંગી બીજાણુઓ ધરાવતા નથી. પરંતુ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. વધુમાં તેઓ લિંગી અંગો ધરાવતા નથી છતાં બે અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારોના બે વાનસ્પતિક અથવા દૈહિક કોષોના જીવરસનું સંયુગ્મન થાય છે. પરિણામે દ્વિકોષકેન્દ્રી રચના બને છે અને અંતમાં પ્રકણીબીજાણુધાની તરીકે વિકાસ પામે છે.

પ્રકણીધાનીમાં કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી ચાર પ્રકણીબીજાણુઓ ઉત્પન્ન થાય છે.

પ્રકણીબીજાણુઓ ફ્ળકાયોમાં ગોઠવાયેલી હોય છે.

પ્રકણીબીજાણુઓ પ્રકણીબીજાણુધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે.

આ વર્ગના સભ્યોમાં એગેરિક્સ (મશરૂમ), યુસ્ટીલાગો (અંગારિયા) જેવા ફૂગના પ્રકારો રોગ માટે જાણીતા છે.


ડયુટરોમાયસેટીસ ની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : આ સ્વરૂપો અપૂર્ણ ફૂગ તરીકે ફૂગ સૃષ્ટિમાં ઓળખાય છે કારણ કે આ વર્ગના સભ્યોના ફક્ત અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયા છે. આ સ્વરૂપો કાર્બનિક દ્રવ્યો પર અથવા સજીવ દેહ પર પરોપજીવી તરીકે વસવટ કરતાં જોવા મળે છે.

આ પૈકીના કેટલાક સભ્યો મૃતોપજીવી કે પરોપજીવી જોવા મળે છે જ્યારે તેમાંનામાંથી મોટા ભાગના સભ્યો નકામા કચરાનું વિઘટન કરતા વિઘટકો છે. ડ્યૂટરોમાયસેટીસ વર્ગની ફૂગ કણીબીજાણુ તરીકે ઓળખાતા અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે.

તેમની કવક્જાળ પડદાયુક્ત અને શાખિત જોવા મળે છે.

આ વર્ગના સભ્યો ખનીજોના ચક્રિયકરણમાં મદદરૂપ થાય છે. આ વર્ગમાં ઓલ્ટરનેરિયા, કોલીટોટ્રાઇકમ અને ટ્રાઇકોડમાં જેવા સ્વરૂપોનો સમાવેશ થાય છે.


ફૂગ સૃષ્ટિની ઉપયોગીતા વિગતવાર સમજાવો.

Hide | Show

જવાબ :

ફૂગ સૃષ્ટિની ઉપયોગીતા અને મહત્વ નીચે મુજબ છે.

કેટલીક પ્રકારની મશરૂમનો મનુષ્યો આહાર તરીકે ઉપયોગ કરે છે.

કેટલીક ફૂગમાં પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત જોવા મળે છે. દેહની અંદર રહીને પરોપજીવી તરીકે જીવન ગુજારે છે.

તેમની કવચજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. જે ગેરૂ અને અંગારિયામાં જોવા મળે છે.

તેઓ અલિંગી બીજાણુઓ ધરાવતા નથી. પરંતુ અવખંડન દ્વારા વનસ્પતિ પ્રજનન કરે છે.

વધુમાં તેઓ લિંગી અંગો ધરાવતા નથી છતાં બે અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારો ધરાવતા બે વાનસ્પતિક અથવા દૈહિક કોષોના જીવરસનું સંયુગ્મન થાય છે. પરિણામે દ્વિકોષકેન્દ્રી રચના બને છે. અને અંતમાં પ્રકણીબીજાણુધાની તરીકે વિકાસ પામે છે.

પ્રકણીબીજાણુધાનીમાં કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી ચાર પ્રકણીબીજાણુઓ ઉત્પન્ન થાય છે.

પ્રકણીબીજાણુધાનીઓ ફળકાર્યોમાં ગોઠવાયેલી હોય છે.

પ્રકણીબીજાણુઓ પ્રકણીબીજાણુધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. આ વર્ગના સભ્યોમાં એગેરિક્શ (મશરૂમ), યુસ્ટિલાગો (અંગારિયા) જેવા ફૂગના પ્રકારો રોગ માટે જાણીતા છે.


ડ્યુટરોમાયસેટીસ ની સમજૂતી આપો.

Hide | Show

જવાબ :

આ સ્વરૂપો અપૂર્વ ફૂગ તરીકે ફૂગ સૃષ્ટિમાં ઓળખાય છે. આ વર્ગના સભ્યોના ફક્ત અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયા છે.

આ સ્વરૂપો કાર્બંનિક દ્રવ્યો પર અથવા સજીવ દેહ પર પરોપજીવી તરીકે વસવાટ કરતાં જોવા મળે છે.

આ પૈકીના કેટલાક સભ્યો મૃતોપજીવી કે પરોપજીવી જોવા મળે છે. જ્યારે તેમનામાંથી મોટા ભાગના સભ્યો નકામા કચરાનું વિઘટન કરતા વિઘટકો છે.

ડ્યુરોમાઈસેટીસ વર્ગની ફૂગ કણીબીજાણુ તરીકે ઓળખાતા અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે.

તેમની કવકજાળ પડદાયુક્ત અને શાખિત જોવા મળે છે.

આ વર્ગના સભ્યો ખનીજોના ચક્રિયકરણમાં મદદરૂપ થાય છે. આ વર્ગમાં ઓલ્ટરનેરિયા, કોલીટોટ્રાઈકમ અને ટ્રાઈકોડમાં જેવા સ્વરૂપોનો સમાવેશ થાય છે.


ફૂગ સૃષ્ટિની ઉપયોગીતા વિગતવાર સમજાવો.

Hide | Show

જવાબ :

ફૂગ સૃષ્ટિની ઉપયોગીતા અને મહત્વ નીચે મુજબ છે.

કેટલીક પ્રકારની મશરૂમનો મનુષ્યો આહાર તરીકે ઉપયોગ કરે છે.

કેટલીક ફૂગમાં પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત જોવા મળે છે.

જેમ કે પેનિસિલિયમ પ્રાકારની ફૂગ પેનિસિલિન પદાર્થ બનાવે છે.

યીસ્ટ પ્રકારની ફૂગ બ્રેડ બનાવવા માટે અને જવનો દારૂ બનાવવા માટે ઉપયોગી છે.

ફૂગના મોટાભાગના સ્વરૂપો મૃતોપજીવી છે. તેઓ એક વિઘટક તરીકે ખનીજોના ચક્રીયકરણમાં મદદરૂપ બને છે.

કેટલાક સ્વરૂપો કવકમૂળ તરીકે ઉચ્ચવનસ્પતિઓ દેહમાં રહીને સહજીવન વિતાવે છે. તથા તે વનસ્પતિઓના મૂળમાં પાણી અને ખનીજોનો જમીનમાંથી કરાતા પોષણમાં વૃધ્ધિ કરે છે. આ વર્ગના સભ્યો જેવાં કે આસ્કોમાયસેટીસ તે પીળો તથા કાળો રંગ ધરાવતાં જોવા મળે છે. જેનો ભોજનમાં ઉપયોગ થાય છે. આ સભ્યોને સ્વાદિષ્ટ વાનગી તરીકે ઓળખવામાં આવે છે.


કેટલીક ફૂગ પરોપજીવી તરીકે રોગ ફેલાવે કે ઉત્પન્ન કરે તે જણાવો.

Hide | Show

જવાબ : ફૂગના કેટલાક સ્વરૂપો રોગો ઉત્પન્ન કરવા જાણીતા છે જેમાં આલ્લ્યુગો ફૂગ રાઈના પાંદડા પર સફેદ ડાઘ તરીકે જોવા મળતી પરોપજીવી ફૂગ છે. યુસ્ટિલાગો જેવા સભ્યો અંગારિયા જેવો રોગ ફેલાવવા માટે જાણીતા છે. પકિસનિયા ફૂગ ઘઉંના પાકમાં ગેરૂ રોગ માટે જવાબદાર છે જ્યારે એપિડમોફાયટોન ફૂગ પણ રોગ ફેલાવે છે.


વનસ્પતિસૃષ્ટિની સમજ આપો.

Hide | Show

જવાબ :

વનસ્પતિસૃષ્ટિમાં બધા સુકોષકેન્દ્રીય હરીતદ્રવ્ય ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે. જેને વનસ્પતિ કહેવાય છે.

કીટકભક્ષી વનસ્પતિઓ કે પરોપજીવી સભ્યો આંશિક રીતે વિષમપોષી હોય છે. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. અર્કઝવર તથા વિનસ મક્ષીયાસ કીટક્ભક્ષી વનસ્પતિઓ છે.

વનસ્પતિકોષો મુખ્યત્વે હરિતકણો અને કોષદિવાલ સાથેની સુકોષકેન્દ્રીય રચના ધરાવે છે. તેમની કોષદીવાલો મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય છે.

લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓનો આ સૃષ્ટિમાં સમાવેશ થાય છે. વનસ્પતિઓના જીવનચક્ર બે વિશિષ્ટ તબક્કાઓ ધરાવે છે. દ્વિકીય બીજાણુજનક અને એક્કીય જન્યુજનક. આ બન્ને તબક્કાઓ એકબીજાને એકાંતરે હોય છે. મુક્ત અથવા એકબીજા પર આધારિત આ એક્કીય અને દ્વિકીય તબક્કાઓની સમયાવધિ વનસ્પતિઓના જુદા જુદા જૂથમાં અલગ અલગ જોવા મળે છે. આ ઘટનાને એકાંતર જનન કહે છે.


પ્રાણીસૃષ્ટિ વિશે મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ :

વિષમપોષી સુકોષકેન્દ્રીય સજીવોને આ સૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે. તેમની દેહરચના બહુકોષીય જોવા મળે છે. અને તેમને કોષદિવાલો હોતી નથી.

તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે છે. તેમના ખોરાકનું પાચન અન્ન્માર્ગમાં કરે છે. અને સંચિત ખોરાકનું ગ્લાયકોજન કે ચરબી તરીકે સંગ્રહ કરે છે. તેમના પોષણનો પ્રકાર પ્રાણીસમ હોય છે. તેઓ ખોરાકનું અંત:ગ્રહણ કરે છે.

આ સ્વરૂપો ચોક્કસ વૃધ્ધિ પ્રક્રિયાને અનુસરે છે. તથા ચોક્કસ આકાર કદ સાથે પુખ્તતામાં વિકાસ પામે છે.

તેવો સંવેદના અને ચેતના ધરાવતાં જોવા મળે છે. તેમાં મોટાભાગના સભ્યો પ્રચલન કરવા સક્ષમ હોય છે. નર અને માદાની મૈથુનક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે. જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસ પ્રજનન પધ્ધતિને અનૂસરે છે.


વાયરસ અંગે વૈજ્ઞાનિકોના મંતવ્યો જણાવો.

Hide | Show

જવાબ :

વાયરસના અભ્યાસ્માં કેટલાક વૈજ્ઞાનિકોના તારણો નીચે મુજબના છે.

પાશ્વર :- આ વૈજ્ઞાનિકનું માનવું છે કે વાઈરસ નામનો અર્થ વિષ કે ઝેરી રસાયણ તરીકે કરી શકાય છે.

ડી. જે. ઈવાનોવ્સ્કીએ 1892 માં કેટલાક સૂક્ષ્મ જીવોને તમાકુનો કિર્મિર રોગના રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા હતા. આ બેક્ટેરિયાઓ એટલા સૂક્ષ્મ અને નાના હતા કે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જતા હતા.

એમ. ડબલ્યુ. બેઈજેરિનેકે 1898 માં તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણ એટલે કે તેનો અર્ક, ચેપ લગાડવામાં સક્ષમ છે તેવું નિવેદન આપ્યુ હતું અને તે રસાયણને ચેપકારક જીવંત રસાયણ દર્શાવ્યુ હતું. ડબલ્યુ. એમ. સ્ટેનલી : - તેમણે 1935 માં દર્શાવ્યુ કે વાઈરસને સ્ફટીક્મય બનાવી શકાય છે. તથા તે સ્ફટીકો પ્રોટીનના બનેલા હોય છે. આ સભ્યો તેના ચોક્ક્સ યજમાન કોષની બહાર નિષ્કિય જોવા મળે છે. વાઈરસ અવિકલ્પી પરોપજીવી હોય છે.


વિરોઈડ઼્સ અંગેની સમજ આપો.

Hide | Show

જવાબ : 1971 માં ટી. ઓ. ડાયેનરએ એક નવા ચેપી કારકોની શોધ કરી. આ ચેપી કારકો વાઈરસ કરતાં નાના હોય છે. તેમાં મુક્ત RNA જોવા મળે છે. તેમાં વાઈરસ જેવું પ્રોટીન આવરણ હોતું નથી. માટે તેને વિરોઈડ઼્સ નામ આપવામાં આવ્યુ છે. વિરોઈડ઼્સના RNA નો આણ્વીય ભાર ઓછો થાય છે. આ વિરોઈડ઼્સના કારણે બટાટામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ થાય છે.


લાઈકેન્સની વિસ્તૃત સમજ આપો.

Hide | Show

જવાબ :

લાઈકેન એ સહજીવી સહવાસ છે. લીલ અને ફૂગ જેવા સજીવોની વચ્ચેનો પરસ્પર ઉપયોગી સહવાસ છે.

લીલના સ્વયંપોષી ઘટકો ફાયકોબાયોન્ટ નામે ઓળખાય છે અને ફૂગના વિષમપોષી ઘટકો માયકોબાયોન્ટ તરીકે ઓળખાય છે. લીલ એ ફૂગનો ખોરાક તૈયાર કરે છે. જ્યારે ફૂગ તેના સહવાસી લીલ માટે આશ્રય, શોષિત પોષક દ્રવ્યો, તેમજ પાણી પૂરું પાડે છે. લીલ અને ફૂગનું ગાઢ સંગઠન જોવા મળે છે. લાઈકેન્સ ખૂબજ સારા પ્રદૂષણ સૂચકો હોય છે. તેઓ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી.


મોનેરા સૃષ્ટિની સંપૂર્ણ સમજ આપો.

Hide | Show

જવાબ : મોનેરા સૃષ્ટિનો કોષ પ્રકાર આદિકોષકેન્દ્રીય હોય છે. તેમની કોષદીવાલ પોલીસોકેરાઈડ અને એમિનો એસિડની સેલ્યુલોઝ વિહિન હોય છે. તેમાં કોષકેન્દ્ર પટલ હોતુ નથી. તેઓ કોષીય પ્રકારનો દેહ ધરાવે છે અને રસાયણ સંશ્ર્લેષી અને પ્રકાશ સંશ્ર્લેષી સ્વંયપોષી તથા મૃતોપજીવી અને પરોપજીવી વિષમપોષી જોવા મળે છે.


પ્રોટીસ્ટા સૃષ્ટિની મુદ્દાસર સમજ આપો.

Hide | Show

જવાબ : પ્રોટીસ્ટા સુકોષકેંદ્રીય હોય છે કેટલાક સજીવો કોષદીવાલ ધરાવે છે. તેમનામાં કોષકેન્દ્ર પટલ હોય છે. તેઓ કોષીય દેહ ધરાવે છે. પ્રકાશ સંશ્ર્લેષી સ્વંયપોષી તથા વિષમપોષી હોય છે.


ફૂગ સૃષ્ટિની સંપૂર્ણ માહિતી આપો.

Hide | Show

જવાબ : ફૂગ સુકોષકેંદ્રીય હોય છે. તેઓ સેલ્યુલોઝ વિહિન કોષદીવાલ ધરાવે છે. તેમનામાં કોષકેન્દ્રીય પટલ હોય છે. તેઓ બહુકોષીય અને શિથિલ પેશી જેવી દેહ રચના ધરાવે છે. અને મૃતોપજીવી કે પરોપજીવી તરીકે વિષમપોષી જોવા મળે છે.


વનસ્પતિ સૃષ્ટિની સંપૂર્ણ માહિતી આપો.

Hide | Show

જવાબ : વનસ્પતિ સૃષ્ટિના સજીવો સુકોષકેંદ્રીય હોય છે. તેઓ સેલ્યુલોઝની કોષદીવાલ ધરાવે છે. તેઓ પેશી અને   અંગો વાળી દેહરચના ધરાવે છે. અને પ્રકાશ સંશ્ર્લેષી સ્વંયપોષી પધ્ધતિથી પોષણ મેળવે છે.


પ્રાણીસૃષ્ટિની સમજ આપો.

Hide | Show

જવાબ : પ્રાણીસૃષ્ટિના સજીવો સુકોષકેંદ્રીય હોય છે. તેઓ કોષદીવાલ ધરાવતા નથી. તેમનામાં કોષકેંદ્રપટલ હોય છે. તેઓ પેશી, અંગ અને અંગ તંત્ર જેવી દેહરચના ધરાવે છે. તેઓ હોલોઝોઈક, પ્રાણીસમ, મૃતોપજીવી વગેરે પ્રકારની વિષમપોષી પોષણ પધ્ધતિ અપનાવે છે.


સજીવ સૃષ્ટિનું શરૂઆતનું વર્ગીકરણ જણાવો.

Hide | Show

જવાબ : સજીવ સૃષ્ટિનું શરૂઆતનું વર્ગીકરણ પ્રાકૃતિક પ્રેરણાને આધારે ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેની આવશ્યક્તાઓને આધારે થયુ હતુ.


સજીવોને સૌ પ્રથમ કોણે વર્ગીકૃત કર્યા.

Hide | Show

જવાબ : વિવિધ ધોરણોનો આધાર લઈ એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવા ઘણો પ્રયત્ન કર્યો હતો.


એરિસ્ટોટલે વનસ્પતિઓનું વર્ગીકરણ કેવી રીતે કર્યુ.

Hide | Show

જવાબ : એરિસ્ટોટલે વનસ્પતિઓના બાહ્ય લક્ષણોને આધારે તેમનો છોડ, ક્ષુપ અને વૃક્ષમાં એમ ત્રણ વિભાગમાં વર્ગીકરણ કર્યુ.


એરિસ્ટોટલે પ્રાણીઓને કેવી રીતે વર્ગીકરણ કર્યા.

Hide | Show

જવાબ : એરિસ્ટોટલે પ્રાણીઓને બે વિભાગમાં વર્ગીકૃત કર્યા, તેમણે જે લાલ રંગનું રૂધિર ધરાવે છે. તેવા અને બીજા જે ધરાવતા નથી તે પ્રમાણે વર્ગીકૃત કર્યા.


દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિની રજૂઆત કોણે કરી.

Hide | Show

જવાબ : લિનિયસે બધી વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિની રજૂઆત કરી હતી. જે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખાય છે.


જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ઉપયોગી ફૂગ સ્વરૂપનું નામ અને તેનો વર્ગ જણાવો.

Hide | Show

જવાબ : જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ઉપયોગી ફૂગ સ્વરૂપનું નામ ન્યુરોસ્પોરા છે અને તેનો વર્ગ આસ્કોમાયસેટીસ છે.


દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિની મર્યાદા જણાવો.

Hide | Show

જવાબ : આ પધ્ધતિમાં આદિકોષકેન્દીય, અને સુકોષકેન્દ્રીય, બહુકોષીય તથા પ્રકાશસંશ્ર્લેષી (હરિત લીલ) અને અપ્રકાશસંશ્ર્લેષી(ફૂગ) વગેરે સજીવો વચ્ચે કોઈ પ્રકારનો ભેદ થઈ શકતો નથી.


વર્ગીકરણ પધ્ધતિઓમાં સમયાંતરે ફેરફારો કેમ થતાં રહ્યા તે સમજાવો.

Hide | Show

જવાબ : બાહ્યાકાર અભ્યાસ અને બીજા લક્ષણો જેવા કે કોષ રચના, કોષદિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસ સ્થાનો, પ્રજનનની પધ્ધતિઓ, ઉદ્‌વિકાસકીય સંબંધો વગેરેનો સમાવેશ કરવાની જરૂરીયાત ઉભી થતાં વર્ગીકરણ પધ્ધતિમાં ફેરફાર કરવા પડતા હતા.


અપૂર્ણ ફૂગ સભ્યોના ગમે તે બે નામ લખો.

Hide | Show

જવાબ : ઓલ્ટરનેરિયા અને ટ્રાઈકોડર્મા તેઓ અપૂર્ણ ફૂગના સભ્યો છે.


કોથળીમય ફૂગ સભ્યોના બે નામ જણાવો.

Hide | Show

જવાબ : યીસ્ટ અને પેનિસિલયમ કોથળીમય ફૂગ સ્વરૂપો છે.


વનસ્પતિમાં ગેરૂ રોગ માટે જવાબદાર ફૂગનું નામ કહો.

Hide | Show

જવાબ : ફૂગ સભ્યોમાં પકિસનિયા એ ગેરૂ રોગ માટે જવાબદાર છે.


વનસ્પતિમાં થતો અંગારિયો રોગ માટે કઈ ફૂગ જવાબદાર છે.

Hide | Show

જવાબ : યુસ્ટિલાગો ફૂગ અંગારિયા રોગ માટે જ્વાબદાર છે.


ફૂગની કોષદીવાલ કાઈટિન અને પોલિસેકેરાઈડ઼્સથી સંગઠિત હોય છે. તેને શું કહેવાય છે.

Hide | Show

જવાબ : ફૂગની કોષદીવાલને ફુંગસ સેલ્યુલોઝ કહેવાય છે.


સમુદ્રમાં રતાશપડતી ભરતી અને ઓટનું કારણ સમજાવો.

Hide | Show

જવાબ : ગોનિયાલેકસ રાતા રંગનો ડાયનોફ્લેજેલેટ સભ્ય હોય છે. તે ત્વરિત બદુગુણન થાય તો સમુદ્રનું પાણી રતાંશ રંગનું દેખાય છે. માટે સમુદ્રના પાણીમાં રતાંશ જોવા મળે છે.


મોનેરા અને પ્રોટિસ્ટા બેક્ટેરિયાની પોષણ પધ્ધતિ જણાવો.

Hide | Show

જવાબ : પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિમાં મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો સ્વયંપોષી અને વિષમપોષી એમ બન્ને પ્રકારની પોષણ પધ્ધતિનો ઉપયોગ કરે છે.


વનસ્પતિમાં નીલહરીત લીલ સભ્યનું નામ આપો.

Hide | Show

જવાબ : નીલહરિત લીલ સભ્યનું નામ એનાબીના છે.


કશાધારી પ્રોટિસ્ટા સજીવનાં કોઈ પણ ત્રણ નામ લખો.

Hide | Show

જવાબ : યુગ્લિના, ગોનિયાલેક્સ અને ટ્રાઈયેનોસોમા કશાધારી પ્રોટિસ્ટા પ્રકારના સજીવો છે.


પ્રકણી બીજાણુની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : બેસિડિયોમાયસેટીસ વર્ગના સ્વરૂપોમાં લિંગી પ્રજનન દરમ્યાન કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થાય છે. તે સમયે બહિર્જાત રીતે ઉત્પન્ન થતાં બીજાણુઓને પ્રકણી બીજાણુ કહેવાય છે.


કણી બીજાણુની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : આસ્કોમાયસેટીસ ફૂગના સ્વરૂપોમાં બહિર્જાત રીતે ઉત્પન્ન થતાં અલિંગી બીજાણુઓને કણી બીજાણુ કહે છે.


એકાંતરજનન ની મુદ્દાસર માહિતી આપો.

Hide | Show

જવાબ : વનસ્પતિઓ તેમના જીવનચક્રમાં બે મહત્વના તબક્કા દ્વિકીય બીજાણુજનક તથા એક્કીય જન્યુજનક એકબીજાને એકાંતરે આવતા હોય છે. તેમની આ ક્રિયાઓને એકાંતર જનન કહેવાય છે.


માયકોપ્લાઝ્‌માની ઓળખ આપો.

Hide | Show

જવાબ : માયકોપ્લાઝ્‌મા સૌથી નાનો કોષદીવાલ વગરનો કોષ છે. તે ઓક્સીજન વીના જીવી શકે છે. અને તે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગ ફેલાવે છે.


આલ્ગમ બ્લૂમની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : નીલહરીત લીલનો પ્રદૂષીત પાણીમાં જ્યારે વસ્તી વિસ્ફોટ થાય છે. ત્યારે તે જથ્થા સ્વરૂપે દેખાય છે તેને આલ્ગમ બ્લૂમ કહેવાય છે.


રેડ ટાઈડ઼્સની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : રાતા રંગના ડાયનોફ્લેજેલેટ ગોનિયાલેક્સ સમુદ્રમાં વધુ ઝડપથી બહુગુણિત થાય છે ત્યારે સમુદ્ર રાતા રંગનો જોવા મળે છે. ઓટની પ્રકિયામાં તે વિસ્તારમાં તેને રેડ ટાઈડ઼્સ કહે છે.


ખોરાકને ફ્રિજમાં મુકવાનું કારણ સમજાવો.

Hide | Show

જવાબ : કેટલીક ફૂગ ભેજવાળી અને હૂંફાળી જગ્યામાં વૃધ્ધિ પામે છે. માટે ફૂગના ચેપ થી બગડતો અટકાવવા ખોરાકને ઠંડકમાં રાખવા ફ્રિજમાં મુકાય છે.


માયકોબાયોન્ટનો અર્થ સમજાવો.

Hide | Show

જવાબ : માયકોબાયોન્ટ ફૂગનું સ્વરૂપ છે અને તે વિષમપોષી જોવા મળે છે.


ફાયકોબાયોન્ટ ની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : ફાયકોબાયોન્ટ લીલના ઘટકો છે તથા તે સ્વયંપોષી હોય છે.


ડાયેટમ્સ કોષદીવાલની વિશેષતા લખો.

Hide | Show

જવાબ : ડાયેટમ્સમાં પાતળા આચ્છાદિત કવચોરૂપી કોષદીવાલ સિલિકા દ્રવ્યથી જોડાયેલી જોવા મળે છે આ કોષદીવાલનો નાશ થતો નથી તે તેની ખાસ વિશેષતા હોય છે.


ફૂગ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજીત કરો.

Hide | Show

જવાબ : ફૂગ સૃષ્ટિને કવચજાળની બાહ્યાકાર રચના બીજાણુ નિર્માણનો પ્રકાર તથા ફળકાય નિર્માણ પ્રમાણે વિવિધ વર્ગોમાં વહેંચવામાં આવે છે.


પ્રાણીઓના આદીસંબંધીઓ અને તેમના જીવન વિશે જણાવો.

Hide | Show

જવાબ : પ્રજીવો પ્રાણીઓના આદિસંબંધીઓ હોય છે. આ પ્રજીવો ભક્ષકો અથવા પરોપજીવીઓ તરીકે જીવન ગુજારે છે.


માયકોપ્લાઝ્‌મા તથા મિથેનોઝન્સ આ બે સજીવોની વિશેષતા લખો.

Hide | Show

જવાબ : આ બન્ને સજીવો ઓક્સિજન વગર જીવી શકે છે તે તેમની વિશેષતા છે.


વાઈરસ, વિરોઈડ તથા લાઈકેનનો કયાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

Hide | Show

જવાબ : વ્હીટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિમાં આ ત્રણ સજીવ સ્વરૂપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


ફૂગ સૃષ્ટિમાં લિંગી પ્રજનન ચક્રના તબક્કાની સમજ આપો.

Hide | Show

જવાબ : ફૂગ સૃષ્ટિમાં બે ચલિત અથવા અચલિત જન્યુઓ વચ્ચે જીવરસનું મિલન થાય છે અને બે કોષકેન્દ્રોનું જોડાણ રચાય છે. આવી અર્ધીકરણ ક્રિયા થવાથી એકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે જેને લિંગી પ્રજનન કહે છે.


સાયનોબેક્ટેરિયા ની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : સાયનોબેક્ટેરિયાના કેટલાક સ્વરૂપો લીલી વનસ્પતિ જેવું ક્લોરોફિલ – a ધરાવે છે. તથા વાતાવરણમાં નાઈટ્રોજન સ્થાપન માટે વિશિષ્ટ પ્રકારનો અભિકોષ ધરાવતા જોવા મળે છે.


બીજાણુધારી પ્રજીવનું નામ લખો.

Hide | Show

જવાબ : પ્લાઝ્‌મોડિયમ બીજાણુધારી પ્રજીવ છે.


પક્ષ્મધારી પ્રજીવનું નામ આપો.

Hide | Show

જવાબ : પેરામીશિયમ પક્ષ્મધારી પ્રજીવ છે.


કશાધારી પ્રજીવનું નામ જણાવો.

Hide | Show

જવાબ : ટ્રાઈપેનોસોમા કશાધારી પ્રજીવ છે.


અમીબોઈડ પ્રજીવનું નામ લખો.

Hide | Show

જવાબ : એન્ટામીબા અમીબોઈડ પ્રજીવ છે.


વનસ્પતિઓમાં વાઈરસથી થતાં રોગોની સમજ આપો.

Hide | Show

જવાબ : વનસ્પતિઓમાં મોઝેઈક રચના, પર્ણવલય, પર્ણકુંચન, પાંડુવર્ણ, વામનતા, કુંઠિત વૃધ્ધિ, તથા શિરા સ્પષ્ટતા પ્રકારનો રોગચાળો ફેલાય છે.


વાઈરસ અને વિરોઈડ઼્સનો તફાવત સમજાવો.

Hide | Show

જવાબ : વાઈરસ RNA કે DNA ધરાવે છે જ્યારે વિરોઈડ઼્સ ફક્ત RNA નો ટૂંકો તંતુ ધરાવે છે. વાઈરસને પ્રોટીનનું કેપ્સિક આવરણ હોય છે જે વિરોઈડ઼્સમાં જોવા મળતું નથી.


ડાયેટોમેસિયસ અર્થ (પૃથ્વી) ની સિલિકાયુક્ત રેતીની ઉપયોગીતા સમજાવો.

Hide | Show

જવાબ : આ સિલિકાયુક્ત રેતી પોલિશિંગ તથા તેલ અને ચાસણીના ગાળણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.


વર્ગીકરણમાં મોનેરા સૃષ્ટિના બે ક્ષેત્ર જણાવો તથા આ પધ્ધતિ શેમાં પરિવર્તિત થઈ તે સમજાવો.

Hide | Show

જવાબ : મોનેરા સૃષ્ટિ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પધ્ધતિમાં બે ક્ષેત્ર ધરાવે છે. પછીથી આ પધ્ધતિ છ સૃષ્ટિ વર્ગીકરણમા પરિવર્તિત થઈ હતી.


આંશિક રીતે વિષમપોષી વનસ્પતિઓની માહિતી આપો.

Hide | Show

જવાબ : સામાન્ય રીતે વનસ્પતિઓ સ્વયંપોષી જોવા મળે છે. આમાં અર્કઝ્‌વર, ક્ળશપર્ણ, ડ્રોસેરા, અને વિનસ મક્ષીપાશ આશિંક રીતે વિષમપોષી જોવા મળે છે. વિષમપોષી વનસ્પતિઓ કીટકભક્ષી હોય છે.


પ્રોટિસ્ટામાં દર્શાવેલા કેટલા સજીવો વનસ્પતિ સૃષ્ટિમાં તથા પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા તે જણાવો.

Hide | Show

જવાબ : ફ્લોરેડા અને ક્લેમિડોમોનાસ વનસ્પતિ સાથે લીલમાં મૂકવામાં આવ્યા હતા તથા પ્રોટિસ્ટામાં દર્શાવ્યા હતા. અને અમીબા તથા પેરામિશીયમને પ્રાણીસૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા.


છાદિની વ્યાખ્યા આપો. કયા બેક્ટેરિયામાં છાદિનું મહત્વ જોવા મળે છે.

Hide | Show

જવાબ : બેક્ટેરિયાના બંધારણમાં કોષદીવાલને બદલે આવેલા પ્રોટીન સભર આવરણને છાદિ કહે છે. યુગ્મિનોઈડ઼્સમાં કોષદીવાલને બદલે પ્રોટીનસભર આવરણ હોય છે. છાદિ તેમના દેહને વાળી શકે તે પ્રમાણે નરમ બનાવવા માટે અગત્યની હોય છે.


લીલી વનસ્પતિ અને ફૂગની કોષદીવાલનો તફાવત જણાવો.

Hide | Show

જવાબ : લીલી વનસ્પતિની કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે જ્યારે ફૂગની કોષદીવાલ કાઈટિનની બનેલી જોવા મળે છે.


વાઈરસની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : વાઈરસ અવિકલ્પી અને પરોપજીવી હોય છે. તે એકકોષીય સ્ફટીકમય સ્વરૂપ ધરાવે છે વાઈરસમાં ચેપી જનીનદ્રવ્ય ન્યૂક્લિઓપ્રોટીન જોવા મળે છે.


વાઈરસ કરતાં નાના ચેપીકારકનું નામ લખો.

Hide | Show

જવાબ : વાઈરસ કરતા ખૂબ સુક્ષ્મ ડાયનેર ચેપીકારક હોય છે.


તમાકુના રોગ માટે જવાબદાર પરિબળ જણાવો.

Hide | Show

જવાબ : તમાકુના કિર્મિર રોગ માટે ઈવાનોવ્સકી મુખ્ય પરિબળ છે.


વ્હીટેકરની વર્ગીકરણ પધ્ધતિ જણાવો.

Hide | Show

જવાબ : વ્હીટેકરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિ દર્શાવી હતી.


વનસ્પતિ સૃષ્ટિની એક લાક્ષણિકતા સમજાવો.

Hide | Show

જવાબ : વનસ્પતિસૃષ્ટિમાં બહુકોષી અને સુકોષકેન્દ્રીય વનસ્પતિ સજીવો જોવા મળે છે.


ફૂગની પોષણ પધ્ધતિ જણાવો.

Hide | Show

જવાબ : ફૂગની પોષણ પધ્ધતિ વિષમપોષી જોવા મળે છે.


વાઈરસને કેવી ઉપાધિ આપવામાં આવી છે.

Hide | Show

જવાબ : વાઈરસને ઝેરી રસાયણ તરીકે ઓળખવામાં આવે છે.


હેલોફિલસનો વસવાટ કેવી જ્ગ્યાએ જોવા મળે છે.

Hide | Show

જવાબ : હેલોફિલસનો વસવાટ ક્ષારયુક્ત વિસ્તારોમાં જોવા મળે છે.


કેટલાક સજીવોને વાઈરસ તરીકે ઓળખ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા.

Hide | Show

જવાબ : પાશ્વરે ચેપી રોગના રોગકારક તરીકે વાઈરસનો શબ્દ પ્રયોગ કર્યો હતો.


વિરોઈડ દ્વારા કયો રોગ થાય છે.

Hide | Show

જવાબ : બટાટામાં ત્રાકમય ગ્રંથિલ રોગ વિરોઈડ મારફતે થાય છે.


ઊંચા તાપમાને જીવંત રહેતા સજીવનું નામ આપો.

Hide | Show

જવાબ : થર્મોએસિડોફ્લિસની જેવા સજીવ સ્વરૂપો ઊંચા તાપમાને જીવંત રહે છે.


માનવીમાં વાઈરસથી થતો એક રોગ જણાવો.

Hide | Show

જવાબ : પોલીયો વાઈરસથી ફેલાતો રોગ છે.


બ્રેડ મોલ્ડનું બીજુ નામ જણાવો.

Hide | Show

જવાબ : બ્રેડ મોલ્ડને રાઈઝોપસ પણ કહે છે.


કેપ્સિડ શાને માટે ઓળખાય છે.

Hide | Show

જવાબ : વાઈરસના રક્ષણાત્મક પ્રોટિન આવરણ કેપ્સિક વડે ઓળખાય છે.


સાયનોબેક્ટેરિયાની લાક્ષણિકતા જણાવો.

Hide | Show

જવાબ : સાયનોબેક્ટેરિયા પ્રકાશસંશ્ર્લેષી અને સ્વયંપોષી જોવા મળે છે.


ફૂગમાં લિંગી પ્રજનન માટે કયો તબક્કો સાચો નથી.

Hide | Show

જવાબ : ફૂગમાં લિંગી પ્રજનન માટે સમભાજન તબક્કો સાચો નથી.


વાઈરસ કરતાં નાના એક સુક્ષ્મ જીવનું નામ જણાવો.

Hide | Show

જવાબ : વિરોઈડ સૌથી નાનો સુક્ષ્મ જીવ છે.


સ્વંપોષી બેક્ટેરિયાનું નામ લખો.

Hide | Show

જવાબ : કેટલાક યુબેક્ટેરિયા સ્વંપોષી હોય છે.


વનસ્પતિ સજીવોમાં દૈહિક રચનાને કારણે તેમને કેવી રીતે વિભાજીત કરવામાં આવી છે.

Hide | Show

જવાબ : દૈહિક રચનાની જટિલતાને કારણે વનસ્પતિઓને એકકોષીય અને બહુકોષી જેવા પ્રકારોમાં વિભાજીત કરેલ છે.


વિરોઈડ જેવા સુક્ષ્મ જીવોના સંશોધક કોણ છે.

Hide | Show

જવાબ : ડાયનેરે વિરોઈડ જેવા સુક્ષ્મ જીવોનુ અસ્તિત્વ દર્શાવ્યુ હતુ.


કવકજાળ શાની બનેલી હોય છે.

Hide | Show

જવાબ : કવકજાળ કવક્સૂત્રની બનેલી હોય છે.


કવક્સૂત્રની મહત્વની લાક્ષણિકતા વર્ણવો.

Hide | Show

જવાબ : કવકસૂત્રની જાળ પડદાયુક્ત અને પડદાવિહીન જોવા મળે છે.


વાઈરસનો મુખ્ય બંધારણીય ધટક જણાવો.

Hide | Show

જવાબ : ન્યુક્લિઓ પ્રોટીન વાઈરસનો મુખ્ય બંધારણીય ધટક છે.


ક્યો વાઈરસ સૌ પ્રથમ શોધાયો હતો.

Hide | Show

જવાબ : ટિએમવી વાઈરસ સૌ પ્રથમ શોધાયો હતો.


પ્રકાશસંશ્ર્લેષી વનસ્પતિ સજીવો જણાવો.

Hide | Show

જવાબ : હરિતલીલ પ્રકાશસંશ્ર્લેષી વનસ્પતિ છે.


અપ્રકાશસંશ્ર્લેષી વનસ્પતિ સજીવો જણાવો.

Hide | Show

જવાબ : ફૂગ એ અપ્રકાશસંશ્ર્લેષી વનસ્પતિ સજીવો છે.


પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે રજૂ કરી, તથા તેના નામ જણાવો.

Hide | Show

જવાબ : આર.એચ.વ્હીટેકર દ્વારા 1969 માં પાંચ સૃષ્ટિ વગીંકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી. તે મોનેરા, પ્રોટીસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ જેવા નામોથી રજૂ થઈ હતી.


પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિમાં વર્ગીકૃત કરવાના માપદંડો સમજાવો.

Hide | Show

જવાબ : તેના મુખ્ય માપદંડોમાં કોષરચના, સુકાય આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન અને જાતિવિકાસકીય સંબંધોનો તુલનાત્મક અહેવાલ જોવાય છે.


મોનેરા સૃષ્ટિને વિભાજીત કરતી વર્ગીકરણ પધ્ધતિનું નામ જણાવો.

Hide | Show

જવાબ : સમયાંતરે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પધ્ધતિ પણ રજૂ થઈ હતી જે મોનેરા સૃષ્ટિને બે ક્ષેત્રોમાં વિભાજીત કરે છે.


પહેલાની વર્ગીકરણ પધ્ધતિમાં બેક્ટેરિયાને શામાં દર્શાવ્યા હતા.

Hide | Show

જવાબ : પહેલાની વર્ગીકરણ પધ્ધતિમાં નીલ હરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગિઓ, ત્રીઅંગીઓ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારીઓ જેવા બેક્ટેરિયાઓને વનસ્પતિ સજીવોમાં સમાવેશિત કરેલા હતા.


પહેલાની વર્ગીકરણ પધ્ધતિની વિડંબણાઓ સમજાવો.

Hide | Show

જવાબ : તે વર્ગીકરણની પધ્ધતિ આદિકોષકેંદ્રીય અને સુકોષકેંદ્રીય, એકકોષીય અને બહુકોષીય સજીવોને સમૂહમાં સાથે દર્શાવે છે. જે વિષમપોષી જૂથ અને સ્વયંપોષી જૂથ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતુ નથી, તે વિડંબણા છે.


લીલી વનસ્પતિઓની કોષદીવાલ શેની બનેલી હોય છે.

Hide | Show

જવાબ : લીલી વનસ્પતિઓની કોષદીવાલમાં સેલ્યુલોઝ જોવા મળે છે.


ફૂગની કોષ દીવાલ શેની બનેલી હોય છે.

Hide | Show

જવાબ : ફૂગની કોષ દીવાલ કાઈટીનની બનેલી જોવા મળે છે.


બધા આદિકોષકેંદ્રીય સજીવોને કઈ સૃષ્ટિમાં મુકવામાં આવ્યા છે.

Hide | Show

જવાબ : બધા આદિકોષકેંદ્રીય સજીવોને એક સાથે મોનેરા સૃષ્ટિમાં મુકાયા છે.


ફૂગને કઈ સૃષ્ટિમાં દર્શાવવામાં આવી છે.

Hide | Show

જવાબ : ફૂગને અલગ સૃષ્ટિ રચીને ફૂગ સૃષ્ટિમાં સમાવવામાં આવી છે.


મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો કોણ હોય છે તે સભ્યોની માહિતી આપો.

Hide | Show

જવાબ : મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો બેક્ટેરિયા છે. તેઓ બધે વિપુલ પ્રમાણમાં મળતા સુક્ષ્મ જીવાણુઓ છે. તેઓ માટીમાં, ગરમ પાણીના ઝરા, રણ, બરફ, ઊંડા મહાસાગરો, વગેરે સ્થાનોમાં વસવાટ કરે છે.


બેક્ટેરિયાની આકાર પ્રમાણેની વહેંચણી સમજાવો.

Hide | Show

જવાબ : બેક્ટેરિયાને આકાર મુજબ વિભાજીત કરાયા છે. ગોળાકારને ગોલાણું, સળીયા આકારનાને બેસિલસ, અલ્પવિરામ આકારના વીબ્રીયો અને કુંતલાકારને સ્પાઈરીલમ તરીકે ઓળખવામાં આવે છે.


બેક્ટેરિયાની પોષણ પધ્ધતિ સમજાવો.

Hide | Show

જવાબ : કેટલાક બેક્ટેરિયા સ્વંયપોષી છે. તેઓ અકાર્બનિક આધારકોમાંથી ખોરાક મેળવે છે. તેઓ પ્રકાશસંશ્ર્લેષી અથવા રસાયણસંશ્ર્લેષી જોવા મળે છે. તેઓ સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધારિત, પરપોષી તરીકે હોય છે.


આર્કિબેક્ટેરિયાનું નિવાસસ્થાન જણાવો.

Hide | Show

જવાબ : આ બેક્ટેરિયા અતિશય ક્ષારયુક્ત વિસ્તાર, ગરમ પાણીના ઝરા, કળણ ભૂમિ. જેવા કુદરતી નિવાસસ્થાનોમાં રહે છે.


પ્રાણીઓના છાણમાંથી મિથેન બાયોગેસ ઉત્પાદનમાં કયા બેક્ટેરિયા મદદરૂપ છે.

Hide | Show

જવાબ : ગાય અને ભેંસ જેવા પ્રાણીઓની અન્નનળીમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય છે જે પ્રાણીઓના છાણમાંથી મિથેન બાયોગેસ ઉત્પાદનમાં ઉપયોગી હોય છે.


યુબેક્ટેરિયાને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે.

Hide | Show

જવાબ : યુબેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા પણ કહે છે. તેઓ હજારોની સંખ્યામાં જોવા મળે છે. તેમની સખત કોષ દીવાલ ઉપરથી અથવા ચલિત હોય તો કશાની હાજરી દ્વારા તેમને વર્ગીકૃત કરવામાં આવે છે.


સાયનોબક્ટેરિયાને નીલહરિત લીલ પણ શાથી કહે છે.

Hide | Show

જવાબ : સાયનોબક્ટેરિયા લીલી વનસ્પતિઓ જેવું હરિતદ્રવ્ય – a ધરાવે છે તેથી તેનો નીલહરિત લીલ તરીકે પણ ઉલ્લેખ થયેલ છે.


સાયનોબેક્ટેરિયા અંગે સમજ આપો.

Hide | Show

જવાબ : આ બેક્ટેરિયા એક કોષીય હોય છે તેઓ વસાહતી તંતુમય આકાર ધરાવે છે. ખારા, મીઠા પાણીમાં સ્થળ જ લીલ તરીકે જલજ હોય છે. તેઓ પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે પણ જોવા મળે છે. તેઓ વાતાવરણમાંથી નાઈટ્રોજન સ્થાપન કરી શકે તેવી કોષ રચના ધરાવે છે. આ કોષ રચનાને અભિકોષ કહે છે.


સાયનોબેક્ટેરિયા પોષણ કેવી રીતે મેળવે છે.

Hide | Show

જવાબ : તેઓ રસાયણસંશ્ર્લેષી સ્વયંપોષી હોય છે. તેઓ નાઈટ્રેટ, નાઈટ્રાઈટ અને એમોનીયા જેવા અકાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન કરે છે. તેઓ મુક્ત શકિતનો ઉપયોગ તેમના ATP ના ઉત્પાદન માટે કરે છે. તથા નાઈટ્રોજન, ફોસ્ફરસ લોહ, તથા સલ્ફર જેવા પોષકદ્રવ્યોના પુન:ચક્રિયકરણમાં ઉપયોગી થાય છે.


અભિકોષ ધરાવતા બેક્ટેરિયાની માહિતી આપો.

Hide | Show

જવાબ : નોસ્ટોક અને એનાબીના વિશિષ્ટ પ્રકારનો કોષ, અભિકોષ ધરાવે છે.


વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયાની ઉપયોગીતા જણાવો.

Hide | Show

જવાબ : તેઓ કુદરતમાં વિપુલ પ્રમાણમાં મળે છે. તેઓ મહત્વના વિધટકો હોય છે. તેઓ મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર પહોંચાડે છે. તેઓ દૂધમાંથી દહીં બનાવવામાં, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં, શિમ્બી કૂળની વનસ્પતિઓના મૂળમાં નાઈટ્રોજનનું સ્થાપન કરવામાં ઉપયોગી છે.


વિષમપોષી સજીવો દ્વારા થતું નૂકશાન જણાવો.

Hide | Show

જવાબ : આ પ્રકારના કેટલાક સ્વરૂપો રોગકારકો છે. તેઓ ખેતીલક્ષી પાલતુ પ્રાણીઓ ને નૂકશાન પહોંચાડે છે. તેઓ કોલેરા, ટાઈફોઈડ, ધનૂર, લીંબૂના ચાઠા જેવા રોગો પણ ફેલાવે છે.


વિષમપોષી સજીવોનુ પ્રજનન સમજાવો.

Hide | Show

જવાબ : તેઓ ભાજન દ્વારા પ્રજનન કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેઓ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તેઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના NDA થી લીંગી પ્રજનનથી પણ પ્રજનન કરે છે.


ઓક્સિજન વીના જીવી શકે તેવો સૂક્ષ્મ જીવંતકોષનું નામ જણાવો.

Hide | Show

જવાબ : માઈક્રોપ્લાઝમા ઓક્સિજન વગર જીવી શકે તેવો સૂક્ષ્મ જીવાણું છે.


પ્રોટીસ્ટા સૃષ્ટિમાં કેવા સજીવો સમાયેલા છે.

Hide | Show

જવાબ : બધાજ એકકોષીય, સુકોષકેંદ્રીય સજીવો પ્રોટીસ્ટામાં સમાવ્યા છે.


પ્રોટીસ્ટા સૃષ્ટિમાં સમાવેલા સજીવોના નામ જણાવો.

Hide | Show

જવાબ : યુગ્લિનોઈડ઼્સ, ક્રાયસોફાઈટ્‌સ, ડાય્નોફ્લેજેટ્‌સ, સ્લાઈમ મોડલ્સ અને પ્રજીવોને પ્રોટીસ્ટામાં સમાવેશિત કરેલા છે.


પ્રોટીસ્ટા સૃષ્ટિની પ્રજનન પધ્ધતિ સમજાવો.

Hide | Show

જવાબ : પ્રોટીસ્ટા અલિંગી પ્રજનન કરે છે તેમજ એકબીજાના કોષીય જોડાણ કરી અથવા ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન પણ કરે છે.


નાશ થાય નહી તેવી દીવાલો ધરાવતા બેક્ટેરિયા જણાવો.

Hide | Show

જવાબ : ડાયેટમ્સ બેક્ટેરિયા સાબુના બોક્ષની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો જેવી દીવાલો ધરાવે છે. તે દીવાલો સિલિકા દ્રવ્યથી જડાયેલી હોય છે તેનો નાશ થતો નથી. તે અવિનાશી હોય છે.


પ્રોટીસ્ટા સૃષ્ટિના સજીવો ક્યાં વસવાટ કરે છે.

Hide | Show

જવાબ : પ્રોટીસ્ટા સૃષ્ટિના સભ્યો જલજ હોય છે તેઓ પ્રાણીઓ, વનસ્પતિઓ, અને ફૂગ સાથે સંબંધ ધરાવતા સજીવો સાથે કડી બનાવી તેમની સાથે રહે છે.


ક્રાયસોફાઈટ્‌સ જૂથના બે સભ્યોના નામ આપો.

Hide | Show

જવાબ : આ જૂથમાં ડાયેટમ્સ અને ડેસ્મિડ઼્સ (સોનેરી લીલ) જેવા સભ્યો જોવા મળે છે.


ડાયેટમ્સ સભ્યોની ઉપયોગીતા સમજાવો.

Hide | Show

જવાબ : ડાયેટમ્સ પોતાના નિવાસસ્થાનોમાં કોષદીવાલનો મોટો જથ્થો છોડી જાય છે. લાખો વર્ષોથી આ પ્રકારનો ક્રમ ચાલ્યો આવે છે આને વૈજ્ઞાનિક ભાષામાં ડાયેટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. તેથી આવા વિસ્તારની રેત કોઈ વસ્તુને ચકચકિત કરવામાં, તથા તેલ અને ચાસણીના ગાળણમાં ઉપયોગમાં લેવાય છે. ડાયેમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે.


ડાયનોફ્લેજેલેટ્‌સની વિશેષતા જણાવો.

Hide | Show

જવાબ : આ પ્રકારના સ્વરૂપોના કોષોમાં રંજકદ્રવ્યોને આવેલા છે તેથી  તેઓ પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે. તેઓ પ્રકાશસંશ્ર્લેષી અને દરિયાઈ સજીવ છે.


ડાયનોફલેજેલેટ્સની દરિયાઈ મહત્વની ઘટના વર્ણવો.

Hide | Show

જવાબ : રંજકદ્રવ્યો ધરાવતા હોવાને કારણે રાતા રંગના આવા સ્વરૂપો ખૂબજ ત્વરિત બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે. ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય છે યોગાનુયોગ તે સમયે ભરતી – ઓટનો સમય હોય તો રાતા રંગની ભરતી ઓટ દરિયામાં જોવા મળે છે.


ડાયનોફલેજેલેટ્સના સ્વરૂપો દરિયાઈ નાના જીવોને શું નૂક્શાન કરે છે.

Hide | Show

જવાબ : આ પ્રકારના મોટી સંખ્યામાં રહેલા સજીવો જ્યારે શરીરમાંથી ઝેરને મુક્ત કરે છે ત્યારે તે વિષ દરિયામાં પ્રસરે છે અને નાની માછલીઓ સહિત ઘણા પ્રકારના દરિયાઈ નાના પ્રાણિઓનો નાશ થાય છે.


ડાયનોફલેજેલેટ્સ સભ્યોની શરીર રચના સમજાવો.

Hide | Show

જવાબ : આવા સ્વરૂપો રંજકદ્રવ્યો ધરાવે છે. તેમની કોષદીવાલની બહારની સપાટી પર અક્ક્ડ સેલ્યુલોઝની તક્તીઓ જોવા મળે છે. તેઓ બે કશા ધરાવે છે. જેમાં એક આયામ રીતે પથરાયેલી અને બીજી દીવાલની તક્તીઓ વચ્ચેની ખાંચમાં આડી રહેલી જોવા મળે છે.


યુગ્લિનોઇડ્સ પ્રજીવની શરીર રચના વર્ણવો.

Hide | Show

જવાબ : તેઓ કોષદીવાલ ધરાવતા નથી તેમને પ્રોટીનસભર આવરણ જોવા મળે છે. જેને છાદિ કહે છે. છાદિ તેમના શરીરને વાળી શકાય તેવું નરમ બનાવે છે.તેમને લાંબી અને ટૂંકી એમ બે કશાઓ હોય છે.


યુગ્લિનોઇડ્સ પ્રજીવોની પોષણ પધ્ધતિ જણાવો.

Hide | Show

જવાબ : આમ તો તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણથી પોષણ મેળવે છે. પરંતુ જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે તેઓ ખૂબ નાના સજીવોને ભક્ષણ કરે છે.


સ્લાઈમ મોલ્ડ્સની પોષણ પધ્ધતિ સમજાવો.

Hide | Show

જવાબ : સ્લાઈમ મોલ્ડ્સ મૃતોપજીવી પ્રકારના આદિજીવો છે. તેઓ વનસ્પતિઓની સડતી ડાળીઓ કે પાંદડા સાથે પોતાના શરીરને ફેલાવી સડતા કાર્બનિક પદાર્થોને ગળી જાય છે. તેઓ આવી રીતે પોષણ મેળવે છે.


પ્રજીવોની પ્રાથમિક સમજ આપો.

Hide | Show

જવાબ : બધીજ પ્રકારના પ્રજીવો વિષમપોષીઓ હોય છે તેઓ ભક્ષકો કે પરોપજીવીઓ તરીકે જીવન જીવતા હોય છે. તેઓ પ્રાણીઓના આદીસંબંધીઓ માનવામાં આવે છે પ્રજીવો ચાર જૂથોમાં જોવા મળે છે.


અમીબાસમ ખોરાક કેવી રીતે મેળવે છે તે જણાવો.

Hide | Show

જવાબ : અમીબાસમ શિકાર તરફ ખસીને ખોટા પગ ફેલાવી શિકારને પકડે છે ખારા પાણીના આ સજીવો પરોપજીવી હોય છે.


કશાધારી પ્રજીવો કેવો રોગ પેદા કરે છે.

Hide | Show

જવાબ : ટ્રાઇપેનોસોમા કશાધારી જૂથના સભ્ય છે અને ઊંઘવાની બીમારી જેવા રોગ ફેલાવે છે.


પક્ષ્મધારી પ્રજીવો પોષણ કેવી રીતે મેળવે છે.

Hide | Show

જવાબ : તેવો હજારોના જથ્થામાં જોવા મળે છે. તેઓ પાણીમાં હલેસા જેવા હલનચલનને કારણે ખોરાક પાણીના પ્રવાહની સાથે અન્નમાર્ગના પોલાણમાં જાય છે. તે માર્ગ બહારની સપાટી બાજુ ખૂલે છે. આમ તેવો પોષણ મેળવે છે.


બીજાણુધારી પ્રજીવ કેવો રોગ ફેલાવે છે.

Hide | Show

જવાબ : આ જથ્થામાં વિવિધ સજીવો રહે છે. તેઓ જીવનમાં ચેપી બીજાણુઓ જેવો તબક્કો ધરાવે છે. પ્લાઝમોડિયમ પ્રજીવ મેલેરિયા જેવો રોગ પેદા કરે છે. જે માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકે છે.


ફૂગ સૃષ્ટિમા કેવા સજીવો વસે છે.

Hide | Show

જવાબ : ફૂગ સૃષ્ટિમા વિષમપોષી સજીવો જોવા મળે છે.


સામાન્ય જીવનમાં ફૂગની રચના ક્યાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : ખાવાની બ્રેડ પર સફેદ તાંતળાઓ, નારંગી જેવા ફ્ળનો સડો થાય ત્યારે, ખાવાના મશરૂમ, રાઈના પાંદડા પર સફેદ ટપકા વગેરે ફૂગના પ્રકારો છે.


ફૂગની ઉપયોગીતા બતાવો.

Hide | Show

જવાબ : એકકોષીય ફૂગ-યીસ્ટ એ બ્રેડ અને જવનો દારૂ બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે.મશરૂમ જેવી ફૂગ ભોજનમાં ઉપયોગી છે. કેટલીક ફૂગ પ્રતિ જૈવિક (એન્ટીબાયોટીક) દ્રવ્યોનો સ્ત્રોત હોય છે. દા.ત. પેનિસિલિયમ


ફૂગના કારણે થતુ નૂકશાન જણાવો.

Hide | Show

જવાબ : કેટલીક ફૂગ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગો ઉત્પન્ન કરે છે. પેક્સિનિયા ફૂગને કારણે ઘઉંમાં ગેરૂ નામનો રોગ થાય છે.


ફૂગની શરીર રચના સમજાવો.

Hide | Show

જવાબ : યીસ્ટ એકકોષી છે આ અપવાદ બાદ કરતા બાકીની ફૂગ તંતુમય હોય છે. તેમનો દેહ લાંબી, પાતળા સુતરના તાંતણા જેવી રચના ધરાવે છે જેને કવકસૂત્ર અથવા કવકતંતુ કહેવાય છે. કવકસૂત્રની જાળી જેવી રચનાને કવકજાળ કહે છે. કેટલાક કવકસૂત્ર બહુકોષકેન્દ્રીય સળંગ નળાકાર આકારના હોય છે જેને બહુકોષકેન્દ્રીય કવકસૃત્ર કહે છે. કેટલીક ફૂગ કવકસૂત્રમાં આડા પડદા કે ત્રાંસી દીવાલો ધરાવતી જોવા મળે છે.ફૂગની રચના આ પ્રમાણેની હોય છે.


ફૂગ પોષણ કેવી રીતે કરે છે તે સમજાવો.

Hide | Show

જવાબ : મોટા ભાગની ફૂગ વિષમપોષી છે તે પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરે છે. માટે આ ફૂગને મૃતોપજીવી પણ કહે છે. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખે છે તેને પરોપજીવી ફૂગ કહે છે. ફૂગના જેટલાક સભ્યો સહજીવીઓ તરીકે પણ જીવન જીવે છે. દા.ત. લાઈકેન્સ


કવકમૂળ એટલે શું ? તે સમજાવો.

Hide | Show

જવાબ : ફૂગના કેટલાક સભ્યો સહજીવીઓ તરીકે રહે છે. આવા સજીવો લીલ સાથે જીવન જીવે છે. લાઈકેન્સ નામના આવા ફૂગના સ્વરૂપો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથે તેમનું જીવન જીવે છે તે કવક્મૂળ તરીકે ઓળખવામાં આવે છે.


ફૂગની પ્રજનન પધ્ધતિ સમજાવો.

Hide | Show

જવાબ : ફૂગના સ્વરૂપો અવખંડન, ભાજન, અને કલિકાસર્જન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. કેટલાક કણીબીજાણુઓ કે ચલબીજાણુઓ દ્વારા અલીંગી પ્રજનન કરે છે. તથા અંડબીજાણુઓ, ધાનીબીજાણુઓ અને પ્રકણીબીજાણુઓ મળી લીંગી પ્રજનન પણ કરે છે.


ફૂગનુ લિંગી પ્રજનન થાય તેના ત્રણ તબક્કા સમજાવો.

Hide | Show

જવાબ : લિંગી પ્રજનન ત્રણ તક્કાઓ દ્વારા થાય છે. જીવરસ સંયુગ્મન પધ્ધતિમાં બે ચલિત કે અચલિત જન્યુઓના જીવરસનું જોડાણ થાય છે. તે જોડાણને જીવરસ સંયુગ્મન કહે છે. બીજો તબક્કો કોષકેન્દ્ર સંયુગ્મનનો છે.જેમાં બે કોષકેન્દ્રો પરસ્પર જોડાય છે. જ્યારે અર્ધીકરણની ત્રીજી રીતમાં ફલિતાંડમાં અર્ધીકરણ ક્રિયાથી એકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે.


ફૂગનું લિંગી પ્રજનન સમજાવો.

Hide | Show

જવાબ : ફૂગમાં જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારોના બે એકકીય (n) કવકસૂત્રો પાસે જઈને એકબીજાનથી જોડાય છે. કેટલીક ફૂગમાં આવી ક્રિયા થતા જ તે દ્વિકોય કોષો(2n)માં પરિણમે છે. આસ્કોમાયસેટીસ અને બેસિડીયોમાયસેટીસ વર્ગની ફૂગમાં દ્વિકોષકેન્દ્રીય અવસ્થા (n + n દરેક કોષમાં બે કોષકેન્દ્રો) રચાય છે. આ તબક્કાને દ્વિકોષકેન્દ્રીય તબક્કો કહે છે. ફૂગથી બનતી ફળકાયોમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકીય બીજાણુઓનું નિર્માણ થાય છે.


કોથળીમય ફૂગ તરીકે કોણ જાણીતું છે.

Hide | Show

જવાબ : આસ્કોમાયસેટીસ વર્ગના સભ્યો કોથળીમય ફૂગ તરીકે જાણીતા છે.


ઘાનીબીજાણુઓ કોને કહે છે.

Hide | Show

જવાબ : કોથળી જેવી ધાનીઓમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે જેન ધાનીબીજાણુઓ કહે છે.


ફળધાનીકાય એટલે શું તે જણાવો.

Hide | Show

જવાબ : વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ધાનીઓ ગોઠવેલી જોવા મળે છે જેને ફળધાનીકાય કહે છે.


ન્યૂરોસ્પોરા સજીવની ઉપયોગીતા જણાવો.

Hide | Show

જવાબ : ન્યૂરોસ્પોરા જૈવરસાયણ (બાયોકેમિકલ) અને જનિન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી છે.


મોરેલ્સ અને બફલ્સ જેવા સજીવોની ઉપયોગીતા જણાવો.

Hide | Show

જવાબ : આ બંને અનુક્ર્મે કાળો અને પીળો રંગ ધરાવતા પ્રજીવો છે તેઓ ભોજનમાં ઉપયોગી ખાવાલાયક હોય છે તેઓ સ્વાદિષ્ઠ વાનગી તરીકે જાણીતા છે.


બેસિડીયોમાયસેટીસ વર્ગના સભ્યોની ઓળખ જણાવો.

Hide | Show

જવાબ : આ વર્ગના સ્વરૂપો મશરૂમ, બ્રકેટ્ફંજાઈ, અને પફબોલ્સ તરીકે જાણીતા છે.


ઘઉંમાં થતાં ગેરૂ રોગ માટે જવાબદાર ફૂગનું નામ જણાવો.

Hide | Show

જવાબ : પક્સિનિયા ફૂગનો પ્રકાર ગેરૂ જેવા રોગ માટે જ્વાબદાર છે.


અંગારિયા જેવા રોગ માટેની જવાબદાર ફૂગનું નામ લખો.

Hide | Show

જવાબ : યુસ્ટીલાગો પ્રકારના ફૂગના સ્વરૂપો અંગારિયા રોગ ફેલાવે છે.


ભોજનમાં ઉપયોગી મશરૂમના ફૂગના સભ્યનું નામ જણાવો.

Hide | Show

જવાબ : એગેરિક્સ ફૂગના સ્વરૂપો મશરૂમ ઉત્પાદન કરે છે.


અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી ફૂગનું નામ જણાવો.

Hide | Show

જવાબ : ડ્યુટરોમાયસેટીસ પ્રકારની ફૂગને અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે.


ખનીજોના ચક્રિયકરણમાં ઉપયોગી ફૂગના પ્રકારો જણાવો.

Hide | Show

જવાબ : ખનીજોના ચક્રિયકરણમાં ઓલ્ટરનેરિયા, કોલીટોટ્રાઈક્મ, અને ટ્રાઈકોડર્મા જેવા ફૂગના સ્વરૂપો ઉપયોગી છે.


વનસ્પતિ સૃષ્ટિમાં કેવા સજીવો સમાવ્યા છે.

Hide | Show

જવાબ : વનસ્પતિ સૃષ્ટિમાં બધા સુકોષકેંદ્રીય તથા હરિતદ્રવ્ય ધરાવતાં સજીવોને સમાવેશિત કરેલા છે.


વનસ્પતિના સજીવોની પોષણ પધ્ધતિ સમજાવો.

Hide | Show

જવાબ : કીટકભક્ષી વનસ્પતિઓ પરોપજીવી તરીકે જીવે છે તેમના કેટલાક સભ્યો વિષમપોષી હોય છે. અર્કઝવર અને વિનસ મક્ષીપાશ જેવી વનસ્પતિઓ કીટકભક્ષી હોય છે.


વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેલી વનસ્પતિઓના પ્રકારો લખો.

Hide | Show

જવાબ : વનસ્પતિ સૃષ્ટિમાં લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારીઓ, અને આવૃત બીજધારી પ્રકારની વનસ્પતિઓ સમાવેલી છે.


વનસ્પતિ સૃષ્ટિમાં એકાંતરંજન ધટના એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : એક્કીય અને દ્વિકીય તબક્કાઓની સમયમર્યાદા અને આ તબક્કાઓ મુક્તજીવી હોય છે, અથવા એકબીજા પર આધારિત હોય છે તે ધટના જુદા જુદા વનસ્પતિઓના જૂથોમા અલગ અલગ હોય છે. આવી ધટનાને એકાંતરંજન ધટના કહે છે.


પ્રાણીસૃષ્ટિમાં કેવા સજીવો સમાવ્યા છે તે જણાવો.

Hide | Show

જવાબ : વિષમપોષી સુકોષકેંદ્રીય સજીવો પ્રાણીસૃષ્ટિમાં દર્શાવ્યા છે.


પ્રાણીસૃષ્ટિમાં વૃધ્ધિની પ્રક્રિયા સમજાવો.

Hide | Show

જવાબ : પ્રાણીસૃષ્ટિના સજીવો ચોક્ક્સ વૃધ્ધિ પ્રક્રિયાને અનુસરે છે. આ પ્રકારના સજીવો ચોક્ક્સ આકાર અને કદ સાથે પુખ્તતામાં વિકાસ પામે છે. એટલે કે પુખ્ત ઉંમર સુધી વિકાસ કરે છે.


પ્રાણીસૃષ્ટિના સજીવોની શારિરીક ક્રિયા વિધિ જણાવો.

Hide | Show

જવાબ : પ્રાણીસૃષ્ટિના સજીવો પોતાની ઉપયોગીતા પ્રમાણે સંવેદાત્મક અને ચેતાચાલક ક્રિયાવિધિ કરે છે. તેઓ પ્રચલન કરવા સક્ષમ જોવા મળે છે.


પ્રાણીસૃષ્ટિની પ્રજનન પ્રક્રિયા જણાવો.

Hide | Show

જવાબ : પ્રાણીસૃષ્ટિના સજીવો નર અને માદાની મૈથુનક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે આ પધ્ધતિ ભ્રૂણવિદ્યાકીય વિકાસ પ્રમાણેની હોય છે.


વાઈરસને વર્ગીકરણમાં શા માટે શોધી શકાતો નથી.

Hide | Show

જવાબ : વાઈરસ સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી માટે વર્ગીકરણમાં તેમને શોધી શકાતા નથી તેઓ કોષરચના ધરાવતા નથી. તેઓ જીવંતકોષોની બહાર નિષ્કિય સ્ફટીકમય રચના ધરાવતા સજીવો છે.


વાઈરસ કેવી રીતે નૂકશાન પહોંચાડે છે તે જણાવો.

Hide | Show

જવાબ : વાઈરસ પહેલા યજમાન કોષોને ચેપ લગાડે છે ત્યાર બાદ યજમાન કોષોના વ્યવસ્થાતંત્રનો ભાગ બની જાય છે તથા આપમેળે જ સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે.


વૈજ્ઞાનિકોએ વાઈરસની ગંભીરતા કેવી રીતે વર્ણવી તે જણાવો.

Hide | Show

જવાબ : પ્રાણીશાસ્ત્રી પાશ્વરે વાઈરસને વિશ અથવા ઝેરી રસાયણ તરીકે વર્ણવ્યા. ડી. જે. ઈવાનોવ્સ્કીએ તમાકુની ખેતીમાં કિર્મિર રોગ ફેલાવનારા જીવાણુ તરીકે વાઈરસની ઓળખ આપી. એમ. ડબલ્યુ. બેઈજેરિનેકે જણાવ્યુ કે વાઈરસ તંદુરસ્ત છોડને ચેપ લગાડનાર ચેપકારક જીવંત રસાયણ છે. સ્ટેનલીએ જણાવ્યુ કે વાઈરસને સ્ફટિક્મય બનાવી શકાય છે વગેરે વગેરે.


વાઈરસમાં રહેલાં જનીનદ્રવ્યની માહિતી આપો.

Hide | Show

જવાબ : વાઈરસમાં RNA અથવા DNA હોય છે. કોઈ પણ વાઈરસમાં બન્ને જનીનદ્રવ્યો એક સાથે હોતા નથી. ગમે તે એકજ હોય છે. તેમાં જનીનદ્રવ્ય તરીકે ન્યુકિલોપ્રોટીન જોવા મળે છે જે ચેપી હોય છે.


વાઈરસ વનસ્પતિ અને પ્રાણીઓને કેવી રીતે ચેપ લગાડે છે.

Hide | Show

જવાબ : વનસ્પતિઓને ચેપ લાગે ત્યારે વાઈરસમાં એકલ શૃંખલામય RNA ધરાવે છે અને જ્યારે પ્રાણીઓને ચેપ લાગે ત્યારે વાઈરસ એકલ કે બેવડી શૃંખલામય RNA અથવા બેવડી શૃંખલામય DNA ધરાવે છે. જે ચેપી હોય છે.


વિરોઈડ઼્સ ચેપી જીવાણુઓની શોધ કોણે કરી.

Hide | Show

જવાબ : 1971 માં ટી. ઓ. ડાયનેરે વાઈરસ કરતાં નાના સૂક્ષ્મ ચેપીકારક શોધ્યા જેને વિરોઈડ઼્સ નામ આપવામાં આવ્યુ.


બટાટામા રોગચાળો ફેલાવનાર ચેપી જીવાણુનું નામ જણાવો.

Hide | Show

જવાબ : વિરોઈડ઼્સ જેવા ચેપીકારકોથી બટાટામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ થાય છે.


લીલ અને ફૂગની પરસ્પર ઉપયોગીતા જણાવો.

Hide | Show

જવાબ : લીલના ધટકો સ્વયંપોષી અને ફૂગના વિષમપોષી હોય છે લીલ ફૂગ માટે ખોરાક તૈયાર કરે ચે તથા ફૂગ, લીલ માટે આશ્રય શોષિત પોષક દ્રવ્યો તેમજ પાણી પુરુ પાડે છે.


લાઈકેન્સ સહજીવી સજીવની સમજ આપો.

Hide | Show

જવાબ : લાઈકેન્સ લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર ઉપયોગી સહવાસ છે. લાઈકેન્સની સાથે લીલ અને ફૂગના સજીવો સંકડાયેલા જોવા મળે છે. તે પ્રદૂષણ સૂચકો છે. તેઓ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી.


વાઈરસથી મનુષ્યમાં ફેલાતા રોગો જણાવો.

Hide | Show

જવાબ : ગાલપચોળીયું, બળિયા, વિસર્પિકા અને શરદી, તાવ તથા એઈડ઼્સ જેવા રોગો વાઈરસથી થાય છે.


દ્વિસૃષ્ટિ વર્ગીકરણ વિશે ટૂંકનોંધ અને તેના ફાયદા ગેરફાયદા સમજાવો.

Hide | Show

જવાબ :

લિનિયસે વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિ રજૂ કરી હતી. જે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ તરીકે ઓળખાય છે.

આમાં આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય તથા એકકોષીય અને બહુકોષીય અને પ્રકાશસંશ્ર્લેષી હરિત લીલ જેવી વનસ્પતિ તથા ફૂગ જેવી અપ્રકાશસંશ્ર્લેષી જેવા સજીવોમાં કોઈ પ્રકારનો ભેદ જોવામાં આવતો ન હતો.

સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં સરળતાથી તથા સમજવામાં સરળતાપૂર્ણ વર્ગીકરણ કરાયું હતું

પરંતુ ઘણી સંખ્યામાં સજીવો, બન્ને કક્ષાઓમાં સમાવેશિત કરી શકાતા ન હતા. માટે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવામાં આવી નહી.

સજીવોનો બાહ્યાકાર અભ્યાસ જેવા બીજા લક્ષણો જેવાં કે કોષ રચના, કોષદિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગીક નિવાસસ્થાનો, પ્રજનનની પધ્ધતિઓ, ઉદ્‌વિકાસકીય સંબંધો વગેરેને આ પધ્ધતિમાં સમાવવાની જરૂરીયાત અનુભવવામાં આવી હતી.

પરિણામે સજીવો માટેની વર્ગીકરણ પધ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા ગયા. વૈજ્ઞાનિકોએ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિઓને વિવિધ વર્ગીકરણ પધ્ધતિઓમાં સ્થાયી બનાવી.

આમાં પણ કયા જૂથોને તથા કયા સજીવોને આ સૃષ્ટિમાં સમાવવા તે સમજણ પણ સમયાંતરે બદલાતી હતી.

સમય જતાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ બીજી સૃષ્ટિઓની સંખ્યા અને તેમાં સમાયેલાં સજીવોની પ્રકૃતિ પણ જુદી રીતે સમજાવી.

આવી રીતે દ્વિનામી વર્ગીકરણ પધ્ધતિ સમયે સમયે પરિવર્તન સાથે નવા ક્લેવરથી અસ્તિત્વમાં આવતી રહી છે.


પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિ કોષ્ટક સાથે સમજાવો.

Hide | Show

જવાબ :

પાંચ સૃષ્ટિઓની લાક્ષણિકતાઓ

લક્ષણો

પાંચ સૃષ્ટિઓ

મોનેરા

પ્રોટીસ્ટા

ફૂગ

વનસ્પતિ સૃષ્ટિ

પ્રાણીસૃષ્ટિ

કોષપ્રકાર

આદિકોષકેન્દ્રીય

સુકોષકેન્દ્રીય

સુકોષકેન્દ્રીય

સુકોષકેન્દ્રીય

સુકોષકેન્દ્રીય

કોષદીવાલ

સેલ્યુલોઝ વિહીન (પોલીસેકેરાઇડ +

એમિનો એસિડ)

કેટલાકમાં હાજર

હાજર (સેલ્યુલોઝ વિહીન)

હાજર (સેલ્યુલોઝ)

ગેરહાજર

કોષકેન્દ્રપટલ

ગેરહાજર

હાજર

હાજર

હાજર

હાજર

દૈહિક આયોજન

કોષીય

કોષીય

બહુકોષીય/શિથિલ પેશી

પેશી/અંગ

પેશી/અંગ/અંગતંત્ર

પોષણની પદ્ધતિ

સ્વયંપોષી (રસાયણ અને પ્રકાશસંશ્ર્લેષી) તથા વિષમપોષી (મૃતોપજીવી/પરોપજીવી)

સ્વયંપોષી (પ્રકાશસંશ્ર્લેષી) અને વિષમપોષી

વિષમપોષી (મૃતોપજીવી/પરોપજીવી)

સ્વયંપોષી (પ્રકાશસંશ્ર્લેષી)

વિષમપોષી (હોલોઝોઇક-પ્રાણીસમ/ મૃતોપજીવી વગેરે)

આર.એચ.વ્હીટેકરે ઈ.સ. 1969 માં પાંચ સૃષ્ટિ વગીંકરણ પદ્ધતિ રજૂ કરી.

તેમણે સજીવોને પાંચ કક્ષામાં રજૂ કર્યા જેવાં કે મોનેરા, પ્રોટીસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ.

તેમણે વગીકરણ માટે મુખ્ય પાંચ માપદંડોને ઉપયોગમાં લીધા. જેમાં કોષરચના, સુકાય આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન અને જાતિવિકાસકીય સંબંધોનો સમાવેશ થાય છે.


દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિ અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિની સરખામણી સમજાવો.

Hide | Show

જવાબ : દ્વિસૃષ્ટિ પધ્ધતિના શોધક લિનીયસ છે. જ્યારે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિ 1969 માં આર.એચ. વ્હીટેકરે રજૂ કરી હતી.

લિનિયસે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ રજૂ કરી જ્યારે વ્હીટકરે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ રજૂ કરી.

લિનિયસે આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય જેવા સજીવોનો ભેદ બતાવ્યા સિવાય બન્નેને વનસ્પતિસૃષ્ટિમાં મૂક્યા. જ્યારે વ્હીટકરે આ પ્રકારના સજીવો માટે અલગ સૃષ્ટિ રજૂ કરી.

લિનિયસે ફૂગ અને નીલહરિતને વનસ્પતિ સૃષ્ટિમાં દર્શાવ્યા, જ્યારે વ્હીટકરે આ પ્રકારના વનસ્પતિ સજીવોની અલગ સ્રૃષ્ટિ બનાવી હતી. તેમાં તેમણે દર્શાવ્યા.

લિનિયસે એકકોષી અને બહુકોષીને એકજ સૃષ્ટિમાં દર્શાવ્યા છે. જ્યારે વ્હીટકરે બન્નેને અલગ અલગ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા છે.

લિનિયસે ફૂગ જે એક પ્રકારના બેક્ટેરિયા છે તેને વનસ્પતિસૃષ્ટિમાં દર્શાવ્યા જ્યારે વ્હીટકરે તેને અલગ સૃષ્ટિમાં દર્શાવ્યા છે.

લિનિયસે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસને લીલમાં વર્ગીકૃત કર્યા છે. અને અમીબા તથા પેરામીશિયમને પ્રાણીસૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા છે. જ્યારે વ્હીટકરે આ ચારેય સજીવોને એકજ સૃષ્ટિ પ્રોટિસ્ટામાં વર્ગીકૃત કર્યા છે.


મોનેરા સૃષ્ટિ અને તેના સભ્યો વિશે આકૃતિ સહ સમજ આપો.

Hide | Show

જવાબ : મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો બેક્ટેરિયા હોય છે. બેક્ટેરિયા દરેક જગ્યામાં વિપુલ પ્રમાણમાં મળતા સૂક્ષ્મ જીવાણુંઓ છે.

માટીમાં, ગરમ પાણીના ઝરામાં, રણ, બરફ, ઊંડા મહાસાગર અને બીજા જૈવ સ્વરૂપો જીવન જીવે તેવા વિપરીત સ્થાનોમાં બેક્ટેરિયા જોવા મળે છે.

આમાંના કેટલાક પરોપજીવીઓ તરીકે રહે છે અને કેટલાક અન્ય સજીવોની અંદર અને કેટલાક તેમની સાથે જીવન ગુજારે છે.

બેક્ટેરિયાને તેમના આકારને કારણે ચાર કક્ષાઓમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં સળીયા આકારના – બેસિલસ, અલ્પવિરામ આકારના – વિબ્રીયો, અને કુંતલાકાર- સ્પાઈરીલમ જે આપણે નીચેની આકૃતિમાં જોઈ શકાય છે.

બેક્ટેરિયાની રચના ખૂબજ સરળ હોય છે. પરંતુ તેમની વર્તણુક ખૂબ જટિલ હોય છે.

બીજા ઘણા સજીવોની સરખામણીમાં બેક્ટેરિયાના સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે.

કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી હોય છે. તેઓ અકાર્બનિક આધારકો કે દ્રવ્યોમાંથી પોતાના ખોરાકનું સંશ્ર્લેષણ કરે છે.

બેક્ટેરિયાઓ સ્વયંપોષી તથા પ્રકાશસંશ્ર્લેષી અને રસાયણસંશ્ર્લેષી તથા સ્વયંપોષી જોવા મળે છે.

મોટાભાગના બેક્ટેરિયા પરપોષીઓ તરીકે જોવા મળે છે. એટલે કે તેઓ પોતાનો ખોરાક જાતે શોધતા નથી પણ બીજા સજીવો કે મૃતકાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે.


યુબૅક્ટેરિયા વિશે મુદ્દાસર સમજાવો અને આકૃતિ દોરો.

Hide | Show

જવાબ : યુબૅક્ટેરિયા નું બીજુ નામ સત્ય બૅક્ટેરિયા છે. તેઓ હજારોની સંખ્યામાં હોય છે. તેઓ સખત કોષદીવાલ ધરાવતાં ચલિત પ્રકૃતિ ધરાવે છે.

સાયનોબૅક્ટેરિયા કે નીલહરિત લીલ તરીકે તેઓ મોનેરા સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

આ બૅક્ટેરિયા પ્રકાશસંશ્ર્લેષી સ્વયંપોષીઓ તરીકે જોવા મળે છે. તેઓ એકકોષીય હોય છે.

તેઓ તંતુઓ જેવો આકાર ધરાવે છે અને ખારા કે મીઠા પાણીમાં પાણીના જીવ તરીકે લીલ સ્વરૂપે જોવા મળે છે. તથા પ્રદૂષિત પાણીમાં જથ્થાઓમાં જોવા મળે છે. તેમની વસાહતો ફરતે જિલેટિન દ્રવ્યનું આવરણ જોવા મળે છે.

આ પ્રકારના સજીવો નોઈટ્રોજન મેળવી શકે તે પ્રકારની કોષ રચના ધરાવે છે. આ રચનાને અભિકોષ કહે છે. નોસ્ટોક અને એનાબીના સજીવો આ પ્રકારની કોષરચના ધરાવે છે.

રસાયણસંશ્ર્લેષી અને સ્વયંપોષી બૅક્ટેરિયા જુદા જુદા અકાર્બનિક પદાર્થો જેવા કે નાઈટ્રેડ, નાઈટ્રોજન અને એમોનિયાનું ઓકિસ્ડેશન કરે છે અને મુક્ત શક્તિનો ઉપયોગ ATP નં ઉત્પાદન કરવામાં કરે છે.

આ બેક્ટેરિયાઓ નોઈટ્રોજન, ફોસ્ફ્રરસ, લોહ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુન: ચક્રિકરણમાં મહત્વનો ભાગ ભજવે છે.


બેક્ટેરિયાના ફાયદાઓ તથા ગેરફાયદાઓ સમજાવો.

Hide | Show

જવાબ : બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવવામાં ઉપયોગી છે. તેઓ શિમ્બી કૂળની વનસ્પતિઓના મૂળમાં નાઈટ્રોજન જમા કરાવવામાં ઉપયોગી છે. વધુમાં આવા બેક્ટેરિયા પ્રતિજૈવિકના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને સ્વયંપોષી રસાયણસંશ્ર્લેષી બેક્ટેરિયા વિવિધ પ્રકારના અકાર્બનિક દ્રવ્યો જેવાં કે નાઈટ્રોજન, નાઈટ્રેટ તથા એમોનિયાનું ઓક્સિડેશન કરે છે. જેથી નાઈટ્રોજન, ફોસ્ફરસ, લોહ, સલ્ફર વગેરે પોષક દ્રવ્યોને પુન:ચક્રિકરણમાં મદદરૂપ થાય છે. આમ બેક્ટેરિયા વિવિધ પ્રકારે ઉપયોગી હોય છે.

જ્યારે બીજી તરફ કેટલાક બેક્ટેરિયા કૃષિ વનસ્પતિઓના પાકોને ખૂબ નૂકશાન કર્તા હોય છે. તેઓ મનુષ્યો અને ખેતીલક્ષી પાલતું પ્રાણીઓને રોગયુક્ત કરી નૂકશાન પહોચાડે છે. તેઓ કોલેરા, ટાઈફોઈડ, ધનૂર, લીંબુના ચાઠા જેવા બેક્ટેરિયાથી થતાં રોગો પણ ફેલાવે છે. આમ ફાયદો અને નુક્શાન એ બેક્ટેરિયાની બાબતમાં એક સિક્કાની બે બાજુઓ સમાન જોવા મળે છે.


સૃષ્ટિ પ્રોટીસ્ટા વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : બધા જ એકકોષીય અને સુકોષકેન્દ્રીય સજીવોને પ્રોટીસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવ્યા છે પરંતુ આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ કરાઈ નથી. માટે વૈજ્ઞાનિકોમાં વિરોધાભાસ જણાય છે.

જેમ કે એક જીવશાસ્ત્રીએ પ્રોટીસ્ટાને પ્રકાશસંશ્ર્લેષી ગણાવ્યું તો બીજાએ વનસ્પતિમાં નિરૂપણ કર્યુ.

પ્રોટીસ્ટા સૃષ્ટિના સભ્યો પ્રાથમિક રીતે જલજ જોવા મળે છે.તેઓ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વગેરેના સજીવો સાથે જોડાય છે.

પ્રોટીસ્ટન દેહ ખૂબજ સ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવે છે.તથા પટલમય અંગિકાઓ ધરાવે છે. કેટલાક આવા સજીવો કશા અને પક્ષ્મો ધરાવે છે. જેનાથી તેઓ હલનચલન પામી શકે છે.

પ્રોટીસ્ટા અલિંગી પ્રજનન કરે છે તેમજ એકબીજાના કોષીય જોડાણ કે ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે.

ક્રાયસોફાઈટ્સ તથા ડાયનોફલેજેલેટ્સ અને યુગ્લિનોઇડસ, સ્લાઈમ મોલ્ડસ વગેરે પ્રજીવોને પ્રોટીસ્ટા સૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે.


પ્રજીવોના જૂથોની મુદ્દાસર માહિતી આપો.

Hide | Show

જવાબ : બધાં જ પ્રજીવો વિષમપોષીઓ છે. તેઓ ભક્ષકો અને પરોપજીવીઓ તરીકે જીવન જીવે છે. આ પ્રાણીઓના આદિ સંબંધીઓ હોય તેવું માનવામાં આવે છે. આમના ચાર મોટા જુથ નીચે મુજબ છે.

  1. અમીબાસમ પ્રજીવ :- આ જૂથના સજીવો મીઠા પાણીમાં, ખારા દરિયાઈ પાણીમાં અને ભીની જમીનમાં વસવાટ કરે છે. તેઓ શિકાર તરફ ખસીને પોતાના ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે અને પોષણ મેળવે છે. દા. ત., અમીબા પ્રજીવ. ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે. તેમાંના કેટલાક રોગકારક અને પરોપજીવી તરીકે જોવા મળે છે. દા.ત. એન્ટામીબા
  2. કશાધારી પ્રજીવ :- આ જૂથના સભ્યો મુક્તજીવી કે પરોપજીવી હોય છે. તેઓ હલનચલન માટે કશાઓ ધરાવતા હોય છે. કશાધારીના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે. દા.ત. ટ્રાઇપેનોસોમા.
  3. પક્ષ્મધારી પ્રજીવ :- આ જૂથના સભ્યો જલજ હોય છે. હજારોની સંખ્યામાં પક્ષ્મોની હાજરીને કારણે તેઓ સક્રિયતાથી હલનચલન કરતા સજીવો છે. આ સજીવોના અન્નમાર્ગમાં પોલાણ હોય છે કે જે કોષની બહારની સપાટી પર ખૂલતું જોવા મળે છે.પક્ષ્મો હલેસાની માફક હલન ચલન કરે છે તેથી પાણીના પ્રવાહના વેગમાં તેમાં રહેલો ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાં પ્રવેસે છે અને તેમને પોષણ મળે છે.દા.ત. : પેરામેશિયમ
  4. બીજાણુધારી પ્રોટોઝુઅન્સ :- આ જૂથમાં જુદા જુદા સજીવો જોવા મળે છે જે પરોપજીવી છે. તેઓના જીવનચક્રમાં ચેપી બીજાણુઓ જેવો તબક્કો હોય છે. આ સજીવમાં સૌથી બદનામ પ્લાઝમોડિયમ છે જે મેલેરિયા જેવા રોગ માટે જ્વાબદાર છે. મેલેરિયા માનવ વસતીને મૂંઝવણમાં મૂકી દે તેવી અસર ધરાવતો રોગ છે. દા.ત. : પ્લાઝમોડિયમ


ફૂગ સૃષ્ટિ વિશે મુદ્દાસર ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : ફગ એ વિષમપોષી સજીવોની બનેલી આગવી અનોખી રચના છે.તેમનામાં તેઓની બાહ્યરચના અને નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં ખૂબ વિવિધતા જોવા મળે છે.

ઘરમાં લાવેલી બ્રેડ પર સફેદ તાંતણા, નારંગીમાં થતો સડો અને ખાવામાં વપરાતું મશરૂમ આ બધા એક જાતની ફૂગનો પ્રકાર જ છે.રાઈનાં પાદડા પર સફેદ ટપકાં એ પણ ફૂગને કારણે હોય છે.

કેટલીક એકકોષીય ફૂગ-યીસ્ટમાંથી બ્રેડ અને જવનો દારૂ બને છે.જ્યારે બીજી કેટલીક ફૂગ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગો ઉત્પન્ન કરે છે. પક્સિનિયા ફૂગના કારણે ઘઉંના પાકમાં ગેરુ જેવો રોગ પેદા થાય છે અને પેનિસિલિયમ ફૂગ પ્રતિજવિક દ્રવ્યોનો સ્ત્રોત હોય છે.

ફૂગ નો વસવાટ સર્વત્ર સ્થાનોમાં જોવા મળે છે તે હવા, પાણી, જમીન, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જોવા મળે છે. ફૂગ હૂંફાળી અને ભેજવાળી જગ્યાઓ પર વધુ વિકાસ પામે છે માટે જ આપણે વસ્તુને બગડતી અટકાવવા માટે ફ્રિજની ઠંડકવાળી જ્ગ્યામાં મૂકીએ છીએ

ફૂગ સૃષ્ટિમાં યીસ્ટ પ્રકારની ફૂગ એકકોષી છે આ અપવાદ ને બાદ કરતા બાકીની ફૂગ તંતુમય પ્રકારની જોવા મળે છે. ફૂગ પાતળા સુતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે જેને કવકસૂત્ર કે કવકતંતુ તરીકે ઓળખવામાં આવે છે. કવકસૂત્રની જાળી જેવી રચના કવકજાળ તરીકે ઓળખાય છે.

કેટલાક કવકસૂત્ર બહુકોષકેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે તેને બહુકોષકેન્દ્રીય કવકસૃત્ર કહે છે. જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના કવકસૂત્રમાં આડા પડદા કે ત્રાંસી દીવાલો ધરાવે છે.

ફૂગની કોષદીવાલ કાઈટીન અને પોલીસેકેરાઇડ્સ થી સંઘટીત થયેલી જોવા મળે છે જેને ફંગસ સેલ્યુલોઝ કહે છે.

મોટા ભાગે ફૂગ વિષમપોષી હોય છે અને તે પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય થયેલા કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે, માટે આ પ્રકારની ફૂગને મૃતોપજીવી ફૂગ કહે છે.

જ્યારે કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે તેને પરોપજીવી ફૂગ કહે છે. તેઓ સહજીવીઓ તરીકે જીવન ગુજારે છે.

પરોપજીવી ફૂગનો લીલ સાથેનો સહવાસ કે સહજીવન લાઇકેન્સ તરીકે જોવા મળે છે.અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું તેનું સહજીવન કવકમૂળ પ્રકારનુ હોય છે.

અવખંડન, ભાજન, અને કલિકાસર્જન પધ્ધતિ દ્વારા ફૂગ વાનસ્પતિક પ્રજનન કરે છે. ફૂગ કણીબીજાણુઓ અને ચલબીજાણુઓ દ્વારા અલીંગી પ્રજનન કરે છે. તથા અંડબીજાણુઓ, ધાનીબીજાણુઓ અને પ્રકણીબીજાણુઓ દ્વારા લીંગી પ્રજનન કરે છે.

ફૂગની ફળકાય પ્રકારની વિશિષ્ટ રચનામાં વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે.

ફૂગના લિંગી પ્રજનન ચક્રમાં ત્રણ તક્કાઓ જોવા મળે છે.

  1. જીવરસ સંયુગ્મન : બે ચલિત કે અચલિત જન્યુઓના જીવરસનું જોડાણ થવાની પ્રક્રિયા હોય છે.
  2. કોષકેન્દ્ર સંયુગ્મન : બે કોષકેન્દ્રોના જોડાણને કોષકેન્દ્ર સંયુગ્મન કહે છે.
  3. અર્ધીકરણ : ફલિતાંડમાં અર્ધીકરણ ક્રિયા થાય છે તેથી એકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે.
ફૂગમાં જ્યારે લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા બે એકકીય (n) કવકસૂત્રો એકબીજાની નજીક આવી તે ક્રિયામાં જોડાય છે.

કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થતાં જ તે દ્વિકીય કોષ(2n)માં બને છે.

આસ્કોમાયસેટીસ અને બેસિડીયોમાયસેટીસ ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષકેન્દ્રીય અવસ્થા રચાય છે જેમકે n + n દરેક કોષમાં બે કોષકેન્દ્રો જોવા મળે છે.

આ તબક્કાને દ્વિકોષકેન્દ્રી તબક્કો કહે છે.

કવક્જાળની બહાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાયોના નિર્માણને આધારે ફૂગ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજીત કરવામાં આવે છે.


વાઈરસ વિશે મુદ્દાસર ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : વાઈરસ સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી. તેના સંસર્ગમાં ન આવવા છતાં તેની અસર આપણામાં જણાય છે. વાઈરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી.

આપણે કોષરચના ધરાવતા સજીવોને જીવંત કોષો તરીકે સમજીએ છીએ. જ્યારે વાઈરસ અકોષીય સજીવ છે. તેઓ કોઈ ચયાપચય ક્રિયા કરતા નથી.

વાઈરસ જીવંત કોષોની બહાર નિષ્કિય સ્ફટિક રચના ધરાવતા હોવાથી તેમને વર્ગીકૃત કરી શકાયા છે.

વાઈરસ પ્રથમ યજમાન કોષને ચેપ લગાડે છે ત્યાર બાદ યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની આપમેળે જ સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે.

વાઈરસ પ્રોટીન ઉપરાંત જનીનદ્રવ્ય પણ ધરાવે છે તેમનામાં RNA કે DNA હોય છે. કોઈ પણ વાઈરસના બન્ને એક સાથે જોવા મળતાં નથી.

વાઈરસમાં જનીનદ્રવ્ય તરીકે ન્યુકિલોપ્રોટીન જોવા મળે છે જે ચેપી હોય છે.

વનસ્પતિઓને ચેપ લગાડતા વાઈરસમાં એકલ શૃંખલામય RNA જોવા મળે છે અને જે વાઈરસ પ્રાણીઓને ચેપ લગાડે છે તેઓ એકલ કે બેવડી શૃંખલામય RNA અથવા બેવડી શૃંખલામય DNA ધરાવે છે.

બેક્ટેરિયલ વાઈરસ કે બેક્ટેરિયોફેઝ વાઈરસ બેવડી શૃંખલામય DNA વાઈરસ છે.

શરદી સાથેનો ચેપી તાવ, મનુષ્યમાં એઈડ઼્સ જેવા રોગો માટે વાઈરસ જવાબદાર છે. વિસર્પિકા પણ વાઈરસના કારણે થતો રોગ છે.

વનસ્પતિઓમાં કિર્મિર રચના, પર્ણવલય, પર્ણકુંચન, પાંડુવર્ણ તથા શિરા સ્પષ્ટતા, વામનતા, કુંઠિત વૃધ્ધિ જેવા રોગો વાઈરસથી થાય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

જૈવિક વર્ગીકરણ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.