GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પ્રસરણના દરને કયા કારકો/પરિબળો અસર પહોંચાડે છે ?

Hide | Show

જવાબ : પ્રસરણના દરને દબાણ અને તેઓને અલગ કરનાર પટલની પ્રવેશશીલતા, તાપમાન વગેરે પરિબળો અસર કરે છે.


પોરિન્સ શું છે ? પ્રસરણમાં તેઓ શું ભૂમિકા ભજવે છે ?

Hide | Show

જવાબ : તે એક પ્રકારના પ્રોટીન છે જે કણાભસૂત્રો, રંજકદ્રવ્યો અને બેક્ટેરિયાના બાહ્યપટલમાં મોટા છિદ્રોનું નિર્માણ કરે છે. અને તેના પટલમાંથી નાના કદના પ્રોટીન જેટલા અણુઓને પસાર થવા દે છે.


વનસ્પતિઓમાં સક્રિય વહન દરમિયાન પ્રોટીન પંપ દ્વારા શું ભૂમિકા ભજવે છે ? તેની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : પ્રોટીન પંપ જે એક પ્રોટીન જ છે તે વનસ્પતિઓમાં સક્રિય વહન દરમિયાન પદાર્થોને પટલને પાર કરાવવામાં ઊર્જાનો ઉપયોગ કરે છે. અને પદાર્થોને ઓછા સંકેન્દ્રણ તરફથી વધુ સંકેન્દ્રણ સુધી વહન કરી શકે છે.


જ્યારે શુદ્ધ દ્રાવણ કે પાણી પર વાતાવરણના દબાણની તુલનામાં વધારે દબાણ આપવમાં આવે ત્યારે શું થાય છે ?

Hide | Show

જવાબ : જ્યારે શુદ્ધ દ્રાવણ કે પાણી પર વાતાવરણના દબાણની તુલનામાં વધારે દબાણ આપવામાં આવે ત્યારે પાણી અર્ધપ્રવેશશીલ પટલમાં વધારે દાખલ થાય છે એટલે કે પાણીની જલક્ષમતા વધે છે.


વનસ્પતિઓમાં ખનીજોનું શોષણ દરમિયાન અંતઃ સ્તરની આવશ્યક ભૂમિકા શું છે ?

Hide | Show

જવાબ : વનસ્પતિઓના અંત:સ્તરમાં કાસ્પેરિયન પટ્ટી હોવાથી વનસ્પતિઓમાં ખનિજોનું શોષણ સંદ્રવ્ય પથ દ્વારા થાય છે.


બાષ્પોત્સર્જન દરમિયાન રક્ષકકોષો ખૂલવાની તેમજ બંધ થવાનું કારણ શું છે ?

Hide | Show

જવાબ : બાષ્પોત્સર્જન દરમિયાન રક્ષકકોષોના વાયુરંધ્ર ખૂલવા તેમેજ બંધ થવાનું કારણ આશૂનતામાં થતા ફેરફાર છે.


જો વનસ્પતિના કોષને ઊંચી જલક્ષમતાવાળા દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય છે ?

Hide | Show

જવાબ : જો વનસ્પતિના કોષને ઊંચી જલક્ષમતાવાળા દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણી કોષમાં પ્રવેશે છે. પરિણામે કોષ ફૂલીને આશૂન બને છે.


જલવાહક વહન એકદિશીય તથા અન્નવાહક વહનમાં દ્વિદિશીય વહન કેમ થાય છે ? તેની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : જલવાહકમાં પાણી અને ખનીજ પોષક તત્વોનું મૂળથી પ્રકાંડ તરફ વહન થાય છે. તેથી આ વહન એકદિશીય છે, અન્નવાહકમાં પર્ણો દ્વારા પ્રકાશસંશ્ર્લેષણથી સંશ્ર્લેષિત કાર્બનિક સંયોજનોને વપરાશ અને સંગ્રહ કરતાં બધાં અંગો તરફ વહન થાય છે. જરૂર મુજબ અંગોમાં સંગ્રહ પામેલાં દ્રવ્યોનું પુન:વહન પણ અન્નવાહકમાં થાય છે. તેથી અન્નવાહકમાં વહન દ્વિદિશીય થાય છે.


વનસ્પતિમાં પાણી તેમજ ખનીજ તત્વોનું શોષણમાં માઇકોરાઈઝાનો સંબંધ કેટલો મદદરૂપ થાય છે?

Hide | Show

જવાબ : વનસ્પતિના મૂળના કોષોમાં કે મૂળની આસપાસ ફૂગના કવકતંતુઓ વડે મોટો સપાટીય વિસ્તાર સર્જાતા વનસ્પતિમાં પાણી અને ખનીજ આયનો મૂળ કરતાં વધારે પ્રમાણમાં શોષણ કરવામાં માયકોરાઈઝા સંબંધ મદદરૂપ થાય છે. નીચે આપેલા પ્રશ્નોનો તફાવત આપો : (1) પ્રસરણ અને આસૃતિ

પ્રસરણ આસૃતિ
1  પ્રસરણમાં પદાર્થ વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં વહન પામે છે. 1  બે અસમાન ક્ષમતાવાળા દ્રાવણ વચ્ચે અર્ધપ્રવેશ શીલ પટલ મૂકવામાં આવે તો દ્રાવકના અણુ ઓછા દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે.
2  તે આયોજનયુક્ત નથી હોતી. 2  તે આયોજનયુક્ત હોય છે.
3  પ્રવાહીમાં ધીમી અને વાયુમાં ઝડપી થાય છે. 3  તે પ્રવાહીના સાંદ્રતા પર આધારીત છે.
4  પટલ હોતો નથી. 4  અર્ધપ્રવેશશીલ પટલ જરૂરી છે.
  (2) બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન
બાષ્પોત્સર્જન બાષ્પીભવન
1  વનસ્પતિઓમાં પર્ણો દ્વારા વરાળ સ્વરૂપે પાણી હવા માં ભળી જાય છે. 1  વનસ્પતિઓમાં કોઈ પણ સપાટી પરનું પાણી         વરાળ થઈ ઊટી જાય છે.
2  આ નિયંત્રિત ક્રિયા છે. 2  આ અનિયંત્રિત ક્રિયા છે.
3  તે જૈવિક ક્રિયા છે. 3  તે ભૌતિક ક્રિયા છે.
4  તે ક્રિયા દિવસ દરમ્યાન જ થાય છે. 4  તે  દિવસ – રાત ચાલે છે.
5  તાપમાન વધતા બાષ્પોત્સર્જનનો ઓછુ થાય છે. 5  તાપમાન વધતા બાષ્પીભવનમાં વધારો થાય છે.
  (3) બિંદુસ્વેદન અને બાષ્પોત્સર્જન
બિંદુસ્વેદન બાષ્પોત્સર્જન
1  આ ક્રિયા શિયાળાની વહેલી સવારે થાય છે. 1  આ ક્રિયા દિવસે થાય છે.
2  પાણીનો બિંદુ સ્વરૂપે નિકાલ થાય છે. 2  પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ થાય છે.
3  તેના માટે અંગિકા જલોત્સર્ગી જવાબદાર છે. 3  તેના માટે પર્ણરંધ્ર જવાબદાર છે.
4   તે ઘાસની ટ્રોપીયોલમ જેવી વનસ્પતિના પર્ણોમાં જોવા મળે છે. 4  તે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓના પર્ણો થી થાય છે.
5  તે ક્રિયા નિયંત્રિત નથી. 5  તે ક્રિયા નિયંત્રિત છે.
  (4) પ્રસરણ અને અંતઃચૂષણ
પ્રસરણ અંતઃચૂષણ
1  પ્રસરણમાં પદાર્થ વધારે સાંદ્રતા તરફથી ઓછી  સાંદ્રતાવાળા વિસ્તારમાં વહન પામે છે. 1  જ્યારે ધન તેમજ કલિલ કણો દ્વારા પાણીનુ શોષણ થાય છે તેને અંત:ચૂરણ કહે છે.
2  તેની ગતિ અસ્તવ્યસ્ત થઈ શકે છે. 2  તેની ગતિ અસ્તવ્યસ્ત હોતી નથી.
3  પ્રસરણ વાયુ તેમજ પ્રવાહી બંનેમાં થાય છે. 3  અંત:ચુષણ પ્રવાહીમાં થઈ શકે છે.
4  કોઈ પટલ હોતો નથી. 4  પટલ હોય છે.
  (5) વનસ્પતિઓમાં પાણીનું શોષણ માટે અપદ્રવ્ય પરિપથ અને સંદ્રવ્ય પરિપથ
વનસ્પતિઓમાં પાણીનું શોષણ માટે અપદ્રવ્ય પરિપથ વનસ્પતિઓમાં પાણીનું શોષણ માટે સંદ્રવ્ય પરિપથ
1  પાણીનું વહન માત્ર આંતરકોષીય અવકાશો અને કોષોની કોષદીવાલ દ્વારા થાય છે. 1  પાણીનુ વહન કોષરસીય તંતુઓ દ્વારા જ થાય છે.
2  તે વહનના ઢાળ પર આધારિત છે. 2  તે વહનના ઢાળ પર આધારિત હોય છે.
3  પાણી કોઈ પણ પટલમાંથી પસાર થતુ નથી. 3  પાણી પટલમાંથી પસાર થઈ શકે છે.
4  વધારે પ્રમાણમાં પાણીનુ વહન આ જ રીતે થાય છે. 4  ઓછા પ્રમાણમાં પાણીનુ વહન આ પથથી થાય છે.


પોરિન્સ પ્રોટીન જેટલા કદના અણુઓને પણ પસાર થવા દે છે.

Hide | Show

જવાબ : સાચું


જે દ્રવ્ય જલાનુરાગી હોય તેનું રસસ્તરમાંથી પસાર થવું સહેલું છે.

Hide | Show

જવાબ : સાચું


સંદ્રવ્ય પથમાં કોષદીવાલના માર્ગે પાણીનું વહન થાય છે.

Hide | Show

જવાબ : ખોટું


દ્રવ્યની સાંદ્રતા અને આશૂનદાબ આસૃતિની ક્રિયા પર અસર કરે છે ?

Hide | Show

જવાબ : ખોટું


ચોમાસામાં અંતઃચૂષણના કારણે બારી-બારણાં ફૂલવાથી બંધ થતાં નથી.

Hide | Show

જવાબ : સાચું


રસસંકોચન માટે કોષને અધિસાંદ્રદ્રાવણમાં મૂકવામાં આવે છે.

Hide | Show

જવાબ : સાચું


વનસ્પતિમાં પ્રસરણની ઘટના દ્વારા પાણીનું દૂરગામી વહન થાય છે.

Hide | Show

જવાબ : ખોટું


Ψp ના ઋણ મૂલ્યને આશૂનદાબ કહે છે.

Hide | Show

જવાબ : ખોટું


આસૃતિદાબનું મૂલ્ય વાતાવરણના દબાણ પર આધાર રાખે છે.

Hide | Show

જવાબ : ખોટું


દેડકાનું મૂત્રાશય પ્રવેશશીલ પટલ તરીકે વપરાય છે.

Hide | Show

જવાબ : ખોટું


મૂળ એ ફૂગને શર્કરા અને N-યુક્ત સંયોજનો પૂરાં પાડે છે.

Hide | Show

જવાબ : સાચું


આસૃતિની ક્રિયા દ્રાવણમાં રહેલા દ્રવ્યની સાંદ્રતા પર આધાર રાખે છે.

Hide | Show

જવાબ : સાચું


આસૃતિમાં મંદદ્રાવણમાંથી દ્રાવકતા અણુઓ સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે.

Hide | Show

જવાબ : સાચું


આસૃતિમાં પસંદગીમાન પ્રવેશશીલ પટલનો ઉપયોગ થાય છે.

Hide | Show

જવાબ : ખોટું


આસૃતિ દ્વારા ભૂમીય જળ મૂળના કોષોમાં પ્રવેશે છે.

Hide | Show

જવાબ : ખોટું


આસૃતિ એ એક પ્રકારનું અંતઃચૂષણ છે.

Hide | Show

જવાબ : ખોટું


આસૃતિની ક્રિયામાં અર્ધપ્રવેશશીલ પટલનો ઉપયોગ થાય છે.

Hide | Show

જવાબ : સાચું


આસૃતિની ક્રિયામાં દ્રાવકના અણુઓ સાંદ્રદ્રાવણ તરફ પ્રસરણ પામે છે.

Hide | Show

જવાબ : સાચું


આસૃતિ દ્રવ્યોની સાંદ્રતા અને ઉત્સ્વેદનદાબ પર આધાર રાખે છે.

Hide | Show

જવાબ : ખોટું


રક્ષકકોષોની આશૂનતા વાયુરંધ્રના ખૂલવા-બંધ થવા માટે જવાબદાર છે.

Hide | Show

જવાબ : સાચું


વનસ્પતિનાં ભૂગર્ભીય અંગો ઉત્સ્વેદનમાં મહત્વનો ભાગ ભજવે છે.

Hide | Show

જવાબ : ખોટું


બારમાસીમાં પર્ણની નીચલી સપાટી પર વધુ ઉત્સ્વેદન થાય છે.

Hide | Show

જવાબ : સાચું


અંતઃચૂષણદાબને પરિણામે બીજમાંથી બીજાંકુરણ થાય છે.

Hide | Show

જવાબ : સાચું


ઊંચી વનસ્પતિઓમાં રસારોહણ માટે મૂળદાબ સિદ્ધાંત જવાબદાર છે.

Hide | Show

જવાબ : ખોટું


વનસ્પતિ કાર્બન અને ઓક્સિજન ભૂમીય જળમાંથી મેળવે છે.

Hide | Show

જવાબ : ખોટું


રસારોહણ, ખનિજદ્રવ્યોના શોષણ માટે ઉત્સ્વેદન અગત્યનું છે.

Hide | Show

જવાબ : સાચું


વનસ્પતિકોષોનો આકાર જાળવવા આશૂનતા ખૂબ જ મહત્વ ધરાવે છે.

Hide | Show

જવાબ : સાચું


ખનિજદ્રવ્યોનું શોષણ સક્રિય વહન દ્વારા થાય છે.

Hide | Show

જવાબ : સાચું


પાણીના અણુઓ વચ્ચે સંલગ્નબળના લીધે પાણીના અણુઓનો સળંગ સ્તંભ રચાય છે.

Hide | Show

જવાબ : સાચું


વનસ્પતિમાં ત્વચીય ઉત્સ્વેદન સૌથી વધુ થાય છે.

Hide | Show

જવાબ : ખોટું


શુદ્ધ પાણીની સૌથી વધારે જલક્ષમતા કેમ હોય છે ? વર્ણન કરો.

Hide | Show

જવાબ : વનસ્પતિના જલસંબંધોની વ્યાખ્યા કરવા માટે કેટલાક વિશેષ પારિભાષિક શબ્દોનાં અભ્યાસ જરૂરી છે જે તેને સમજવામાં સરળ બનાવે છે. જલક્ષમતા () જલની ગતિ કે વહનને સમજવા માટે પાયાની પૂર્વધારણા છે. જલક્ષમતા નક્કી કરવા માટે ના મુખ્ય પરિબળો દ્રાવ્યક્ષમતા () અને દાબક્ષમતા ( ) છે.

પાણીના અણુઓમાં ગતિ ઊર્જા જોવા મળે છે.અણુઓ પવાહી અને વાયુ અવસ્થામાં અનિયમિત ગતિ કરતાં જોવા મળે છે. અણુઓની આ ગતિ ઝડપી અને અચળ બન્ને પ્રકારની જોવા મળે છે. જો પાણીની માત્રા કોઈ તંત્રમાં વધારે હોય તો અણુઓની ગતિ-ઊર્જા અને જલક્ષમતા વધારે હોય છે.

શુધ્ધ પાણીમાં સૌથી વધારે જલક્ષમતા હોય છે.જો કોઈ બે આંતરિક જલતંત્ર સંપર્કમાં હોય તો પાણીના અણુઓની અનિયમિત ગતિને લીધે પાણીની વાસ્તવિક ગતિ વધારે ઊર્જાવાળા ભાગમાંથી ઓછી ઉર્જાવાળા ભાગમાં થાય છે.આમ, પાણી વધારે જલક્ષમતાવાળા આંતરિક પાણીના તંત્રથી ઓછી જલક્ષમતાવાળા તંત્રની તરફ જાય છે.

પદાર્થની ગતિની આ ક્રિયા ઊર્જાના ઢાળને અનુસાર થાય છે. અને તેને પ્રસરણ કહે છે.જલક્ષમતાને પાસ્કલ જેવા દાબ એકમમાં વ્યક્ત કરવામાં આવે છે અને તેને ગ્રીક સંકેત સાઈ અથવા દ્વારા દર્શાવવાય છે. શુધ્ધ પાણીની જલક્ષમતાના એક નિયત તાપમાને જે કોઈ પણ પ્રકારના દબાણની ગેરહાજરીમાં પણ થતું નથી. તેને શૂન્ય ગણવામાં આવે છે.

કેટલાક દ્રાવ્ય પદાર્થો શુધ્ધ પાણીમાં ઓગળી જાય છે, તો ઓગળેલા આ દ્રાવણમાં મુક્ત પાણી ઓછું થઈ જાય છે. પાણીની જલક્ષમતા ઓછી થાય છે અને સાંદ્રતા ઘટી જાય છે. તેથી જ બધા દ્રાવણોની સરખામણીમાં શુધ્ધ પાણીની તુલનામાં જલક્ષમતા ઓછી હોય છે.

કોઈ એક દ્રાવ્યપદાર્થની દ્રાવ્યતા જ આ ઓછી જલક્ષમતાનુ કારણ છે. જેને દ્રાવ્ય ક્ષમતા કે ψs  કહેવાય છે. દ્રાવ્ય ક્ષમતા) હંમેશા ઋણ હોય છે. જ્યારે દ્રાવ્ય પદાર્થના અણુઓ વધારે હોય ત્યારે વધુ ઋણ હોય છે. વાતાવરણના દબાણે દ્રાવ્ય પદાર્થ (દ્રાવણ) ની જલક્ષમતા ( દ્રાવ્યક્ષમતા) થાય છે.

જ્યારે દ્રાવણ કે શુધ્ધ પાણી પર વાતાવરણીય દબાણથી વધુ દબાણ લગાડીએ ત્યારે જલક્ષમતામાં વધારો થાય છે. જેનુ એક સ્થાનેથી બીજા સ્થાન પર પાણીના પંપ દ્વારા વહન થાય છે. તેને સમકક્ષ દર્શાવાય છે.જ્યારે પ્રસરણને કારણે વનસ્પતિઓના કોષમાં પાણી પ્રવેશે છે, અને તેના લીધે કોષદીવાલ પર દબાણ ઉત્પન્ન થાય છે. જે કોષને આશૂન બનાવે છે. તે દાબક્ષમતાને વધારે છે.

દાબક્ષમતા મોટે ભાગે ધન મૂલ્ય ધરાવે છે.જો કે વનસ્પતિઓની જલવાહક પેશીઓના જલસ્તંભની ઋણ જલક્ષમતા કે તણાવ બળ પ્રકાંડમાં પાણીના વહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.દાબ ક્ષમતાને થી દર્શાવાય છે.કોષની જલક્ષમતા, દ્રાવ્ય ક્ષમતા તેમજ દાબક્ષમતા બંનેથી પ્રભાવિત થાય છે.    આ બંન્ને વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે.


વનસ્પતિઓમાં જલવાહકમાં રસારોહણ માટે જવાબદાર પરિબળોની વ્યાખ્યા કરો.

Hide | Show

જવાબ : વનસ્પતિઓમાં જલવાહકમાં પાણી અને દ્રાવ્ય ખનીજ ક્ષારો સાથે અને અન્ય દ્રવ્યો ઉર્ધ્વવહનને રસારોહણ કહે છે. તે મુખ્યત્વે પાણીના નીચે આપેલા ભૌતિક લક્ષણો પર આધારિત છે :

સંલગ્ન બળ (Cohesive Force) : પાણીના બે ક્રમિક અણુઓની વચ્ચે લાગતું આકર્ષણ બળ.

અભિલગ્ન બળ (Adherice Force) : પાણીના અણુઓનું ધ્રુવીય સપાટી (વાહક એકમોના પટલની સપાટી) તરફ સર્જાતું આકર્ષણ બળ

પૃષ્ઠતાણ બળ (Surface Tension Force) : વાયું અવસ્થાની તુલનામાં પાણીના અણુઓ પ્રવાહી અવસ્થામાં એકબીજાને વધુ આકર્ષિત કરે છે.

કેશાકર્ષણ ખેંચાણ બળથી પ્રતિરોધની ક્ષમતા અને વનસ્પતિઓમાં ઓછા વ્યાસવાળી જલવાહિનીઓમાં કેશાકર્ષણ પાણીના ઊર્ધ્વગમનમાં ઉપયોગી છે.


રેખાંકિત આકૃતિની મદદથી વનસ્પતિઓ કોષરસનું સંકોચનની વિધિનું વર્ણન ઉદાહરણ સહિત કરો.

Hide | Show

જવાબ : જ્યારે વનસ્પતિના જીવંત કોષોને ખાંડના કે મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂક્વામાં આવે છે ત્યારે પાણી કોષમાંથી બહાર આવે છે.કોષરસસ્તર કોષદીવાલથી અલગ પડી સંકોચાય છે. આ કોષને રસસંકોચિત કોષ અને ધટનાને રસસંકોચન કહે છે.

વનસ્પતિ કોષનું રસસંકોચન

રસસંકોચનનો પ્રારંભ: સામાન્યત જીવંત કોષો આશૂન હોય છે.બહારના દ્રાવણની સરખામણીમાં કોષના ધાનીરસની સાંદ્રતા ઓછી હોવાથી કોષમાંથી બહિ:આસૃતિ દ્વારા પાણી બહાર આવવા લાગે છે. સૌથી પહેલાં જીવરસમાંથી પાણી બહાર આવે છે અને પછી રસધાનીમાંથી પાણી બહાર આવે છે. આમ, કોષમાંથી પ્રસરણ દ્વારા પાણી બહાર જાય છે. આમ થતાં જીવરસ કોષદીવાલ સાથેનો સંપર્ક ગુમાવતો જઈ સંકોચવાની શરૂઆત થાય છે. શરૂઆતની આ સ્થિતિ રસસંકોચનના પ્રારંભ કહેવાય છે.

પૂર્ણ રસસંકોચન : જેમ જેમ બહિ:આસૃતિ આગળ વધે તેમ તેમ જીવરસ ખૂબ સંકોચાઈને કોષના કોઈ વિસ્તારમાં ગોઠવાય છે. તેની અને કોષદીવાલ વચ્ચેની સમગ્ર જ્ગ્યામાં બહારના માધ્યમનું દ્રાવણ આવેલું હોય છે. કોષની આ સ્થિતિ પૂર્ણ રસસંકોચનની સ્થિતિ કહેવાય છે.આ ક્રિયામાં પાણીનું વહન ઊંચી જલક્ષમતાના વિસ્તારમાંથી પટલની આરપાર નીચી જલક્ષમતાના વિસ્તાર તરફ થાય છે.


વનસ્પતિઓમાં પાણીનાં વહન માટે બાષ્પોત્સર્જન ખેંચાણ બળનું વર્ણન કરો. બાષ્પોત્સર્જન ક્રિયાને કયું પરિબળ પ્રભાવિત કરે છે ? વનસ્પતિઓ માટે કોણ ઉપયોગી છે ?

Hide | Show

જવાબ : પ્રાણીઓની જેમ વનસ્પતિઓને હૃદય કે પરિવહન તંત્ર હોતું નથી.        છતાં પણ, જલવાહકના માધ્યમ દ્વારા પાણીનું ઉર્ધ્વવહન પર્યાપ્ત દરથી લગભગ 15 Meter Per Hour સુધી થઈ શકે છે.વનસ્પતિઓ દ્વારા પાણી ઉપરની તરફ ધકેલાય છે અથવા તો ઉપરની તરફ ખેચાય છે.

સંશોધનકર્તાઓ મોટા ભાગે સહમત થયેલ છે કે વનસ્પતિઓ દ્વારા પાણી મુખ્યત્વે ઉપર તરફ ખેંચાય (ધકેલાય) છે.અને આની સંચાલન શક્તિ પર્ણામાં બાષ્પોસજનની ક્રિયાના પરિણામરૂપે પ્રાપ્ત થાય છે. તેને પાણીના વહન માટે સંલગ્ન-તણાવ-બાષ્પોત્સજન ખેંચાણ મોડેલના સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો છે.

વનસ્પતિઓમાં પાણી સ્થાયી નથી. પ્રકાશસંશ્લેષણ અને વૃદ્ધિ માટે પર્ણોમાં પહોંચતા કુલ પાણીનો એક ટકાથી પણ ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કારણ કે પાણી વધારે પ્રમાણમાં પર્ણાના વાયુરંધ્રો કે પર્ણરંધ્રો દ્રારા બાષ્પ સ્વરૂપ ઉડી જાય છે. પાણીનું આ રીતે બાપ્પ સ્વરૂપે ઉત્સર્જન અથવા વ્યય થવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય છે.

એક સ્વસ્થ વનસ્પતિને પોલીથિનની કોથળીમાં મૂકીને તે કોથળીની અંદરની સપાટી પર પાણીના  નાનાં ટીપાઓના અવલોકન દ્વારા જે અભ્યાસ થાય છે તેને બાષ્પોત્સર્જન કહેવાય છે.વનસ્પતિના પર્ણમાંથી પાણીની દૂર થવાની ક્રિયાને કોબાલ્ટ ક્લોરાઇડ (કાગળના ટુકડા) દ્વારા કરી શકાય છે. જેનો રંગ પાણીનું શોષણ કરવાને લિધે બદલાઈ જાય છે.


વનસ્પતિમાં પાણીનાં વહન માટે મૂળદાબ શું ભૂમિકા ભજવે છે ?

Hide | Show

જવાબ : જેવી રીતે ભૂમિના જુદા જુદા આયન સક્રિય રીતે મૂળની વાહક પેશીઓમાં વહન પામે છે. તેવી જ રીતે આ ક્રિયા (તેમના જલક્ષમતા ઢાળના આધારે) થાય છે. તેમજ જલવાહકની અંદર દબાણ વધારે છે. આ દબાણને ધનાત્મક દબાણ કે મૂળદાબ કહેવાય છે.પાણીના વહનની કુલ ક્રિયામાં મૂળદાબ માત્ર એક સામાન્ય દબાણ જેટલું જ અસરકારક છે.તે ઊંચા વૃક્ષોમાં પાણીનું વહનમાં કોઈ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતું નથી.

મૂળદાબનું મહત્વ પૂર્ણ યોગદાન જલવાહકમાં પાણીના અણુઓનું નિરંતર કડીના રૂપમાં સ્થાપન થાય છે. જો કે મોટે ભાગે બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થતાં તણાવોને કારણે સાતત્ય તૂટે છે. મોટે ભાગે પાણીનું વહન કરવામાં મૂળદાબનો કોઈ અર્થ રહેતો નથી. મોટા ભાગની વનસ્પતિઓને બાષ્પોત્સર્જન દ્વારા ખેંચાણ બળ કે શોષકદાબ દ્વારા વહનની જરૂરિયાતોની પૂર્તિ કરવામાં આવે છે.


વનસ્પતિઓમાં શર્કરાનું સ્થળાંતરણ દાબ પ્રવાહ કે દાબ વહનના અધિતર્કની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : અન્નવાહક પેશીમાં સ્ત્રોતથી સિંક કે જરૂરિયાત તરફ શર્કરાનું સ્થળાંતર કરવા માટે જરૂરી સ્વીકૃત ક્રિયાવિધિને દાબવહન અથવા દાબ પ્રવાહની પરિકલ્પના કહેવાય છે.

સ્ત્રોતમાં પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયા દરમ્યાન ગ્લુકોઝનું નિર્માણ થાય છે. તે સુક્રોઝ (એક ડાયસેકેરાઈડ)માં રૂપાંતર પામે છે.અન્નવાહકના સાથી કોષોમાં અને ત્યારબાદ સક્રિય વહન દ્વારા જીવંત વાહક પેશી એટલે કે અન્નવાહકની ચાલનીનલિકામાં વહન પામે છે. સ્રોતમાં શર્કરાનો ભરાવો થવાથી આ ક્રિયા અન્નવાહકમાં અધિસાંદ્ર સ્થિતિ સર્જે છે.આથી નિકટવર્તી જલવાહકમાંથી શર્કરા આસૃતિ દ્વારા અન્નવાહકમાં દાખલ થાય છે.

આમ, અન્નવાહકમાં જેવો આસૃતિદાબ સર્જાય કે તરત જ અન્નવાહક રસ નીચા દબાણ (સાંદ્રતા) ધરાવતા વિસ્તાર તરફ વહન પામે છે. સ્રોત તરફ આસૃતિદાબ ઘટે છે. આ ઘટના માટે સક્રિય વહન આવશ્યક હોય છે. જેથી શર્કરાઓ દૂર થાય, આસૃતિદાબ ઘટે છે અને પાણી અન્નવાહકમાંથી બહાર નીકળે છે.

 

અન્નવાહક શર્કરાઓના વહન સ્ત્રોતથી શરૂ થાય છે. જ્યાં શર્કરાઓનો એક ચાલની નલિકામાં (સક્રિય વહન દ્વારા) ભરાવો થાય છે. અન્નવાહકમાં આ ભરાવો એક જલક્ષમતા ઢાળની શરૂઆત કરે છે જો કે અન્નવાહકમાં સામૂહિક વહનને સરળ બનાવે છે.

અન્નવાહક પેશી ચાલની નલિકાઓ દ્વારા બને છે. જે લાંબી સ્તંભ કે નલિકા જેવી રચના કરે છે. જેની છેડાની દીવાલમાં છિદ્રો હોય છે. જેને ચાલની પટ્ટિકા કહે છે. કોષરસીય તંતુઓ ચાલની પટ્ટિકાના છિદ્રમાં પ્રવેશ પામે છે અને સતત તંતુમય રચના બનાવે છે. જેવું પ્રવાહી સ્થિતિ દબાણ અન્નવાહકની ચાલનીનલિકામાં વધે છે તે સાથે જ દાબ વહનની શરૂઆત થાય છે અને પ્રવાહી કે અન્નવાહક રસનું વહન અન્નવાહકમાંથી થાય છે. આ દરમિયાન સિંક તરફ આવનારી શર્કરાને

અન્નવાહક તરફથી સક્રિય રીતે અને શર્કરાના જટિલ રૂપે બહાર નીકળે છે. અન્નવાહકમાં દ્રાવ્ય પદાર્થની તેની ઊણપ તરફ એક ઊંચી જલક્ષમતા ઉત્પન્ન કરે છે અને પાણી અંતમાં જલવાહકની પાસે આવે છે.

ગિર્ડલીંગના પ્રર્યોગથી સમજતા :

ગિર્ડલીંગના પ્રયોગને ખોરાકના વહનમાં ભાગ લેતી પેશીને ઓળખીને કરાય છે. વૃક્ષના પ્રકાંડ પરથી છાલને એક રીંગ રૂપે અન્નવાહક સુધી સાવધાનીપૂર્વક દૂર કરાય છે. જેના લીધે નીચેની તરફ ખોરાકનું વહન ન થવાને કારણે વલયની ઉપરની છાલ કેટલાક અઠવાડિયા પછી ફૂલી જાય છે. આ પ્રયોગ દર્શાવે છે કે અન્નવાહક પેશી ખોરાકના સ્થળાંતરણ માટે જવાબદાર છે અને વહનની દિશા એકદિશીય છે એટલે કે મૂળની તરફ.


ટૂંકનોંધ લખો: પ્રસરણ

Hide | Show

જવાબ : પ્રસરણ દ્વારા વહન નિષ્ક્રીય રીતે થાય છે. તે કોષના એક ભાગમાંથી બીજા ભાગ સુધી કે બીજા કોષ સુધી કે અન્ય કોષ સુધી વહન થાય છે. જેને ટૂંકાં અંતરનું કે નિષ્કોય વહન કહેવાય છે. જે પર્ણોના આંતરકોષીય સ્થાનથી બાહ્ય પર્યાવરણ સુધી કોઈ પણ દિશામાં થઈ શકે છે. આમાં ઊર્જાનો વ્યય થતો નથી. પ્રસરણમાં અણુ અનિયમિત રીતથી વહન પામે છે. પરિણામે પદાર્થ વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં વહન પામે છે.

પ્રસરણ એક ધીમી ક્રિયા છે. તે જીવિતતંત્ર પર આધારિત નથી. પ્રસરણ વાયુ અને પ્રવાહી પદાર્થમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે.  જ્યારે ઘન પદાર્થનાં અણુઓનું પ્રસરણ થોડાક અંશે સંભવિત છે. વનસ્પતિઓ માટે પ્રસરણ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે વનસ્પતિ દેહમાં વાયુનું વહન માત્ર પ્રસરણ દ્વારા જ થાય છે. પ્રસરણનો દર સંકેન્દ્રણ ઢાળ, તેઓને ભિન્ન કરનારા પટલની પ્રવેશશીલતા, તાપમાન અને દબાણથી પ્રભાવિત થાય છે.


ટૂંકનોંધ લખો: સાનુકૂલિત પ્રસરણ

Hide | Show

જવાબ : પ્રસરણની ક્રિયા માટે ઢોળાંશ સર્જાવો અત્યંત જરૂરી છે. પ્રસરણના દરનો આધાર પદાર્થોના સ્વરૂપ કે આકાર પર આધારિત હોય છે. એ તો સ્પષ્ટ છે કે નાનો પદાર્થ ઝડપથી વહન થઈને પ્રસરણ પામી શકે છે. કોઈ પણ પદાર્થનું પ્રસરણ પટલના મુખ્ય પદાર્થની લિપિડ દ્રાવ્યતા પર આધાર રાખે છે. લિપિડમાં ભળી જનાર પદાર્થ પટલના માધ્યમમાંથી ઝડપથી પ્રસરણ પામે છે. જે પદાર્થના બંધારણમાં જલાનુરાગી ઘટકો હોય છે.

તે પટલના માધ્યમમાંથી આરપાર મુશ્કેલીથી પસાર થાય છે. આમ તેઓનું વહન સાનુકૂલિત રીતે થાય છે. આવા અણુને આરપાર પસાર કરવા માટે પટલમાં પ્રોટીનના નિશ્ચિત સ્થાન આપેલા છે. તેઓ સંકેન્દ્રણ ઢાળને સ્થાપિત કરી શકતાં નથી.અણુઓના પ્રસરણ માટે સંકેન્દ્રણ ઢાળ નિશ્ચિત રીતે પહેલેથી જ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ પછી ભલેને તેઓને પ્રોટીનની મદદ મળતી હોય. આવી ક્રિયાને સાનુકૂલિત પ્રસરણ કહે છે.

 

સાનુકૂલિત પ્રસરણમાં પદાર્થોને પટલની આરપાર પસાર કરવાની ક્રિયામાં વિશિષ્ટ પ્રોટીન મદદરૂપ થાય છે અને તેમાં ATPની ઊર્જાનો પણ વપરાશ થતો નથી, સાનુકૂલિતપ્રસરણ ઓછીથી વધુ સાંદ્રતા તરફ વાસ્તવિક વહન કરી શકતા નથી. આમ, આ કારણે ઊર્જાનો ઉપયોગ આવશ્યક બને છે. જ્યારે બધા જ વાહક પ્રોટીન અણુઓ ક્રિયાશીલ બને ત્યારે વહનનો દર મહત્તમ હોય છે.

સાનુકૂલિત પ્રસરણ એક ખૂબ વિશિષ્ટ પ્રકારનું છે. તે કોષોને પદાર્થો મેળવવા માટે પસંદગીની તક આપે છે. પ્રોટીનની પાર્શ્વ શ્રૃંખલા સાથે પ્રતિક્રિયા કરતા અવરોધકો પ્રત્યે તે સંવેદનશીલ હોય છે. અણુઓને આરપાર પસાર કરવા માટે પટલમાં આવેલા પ્રોટીન માર્ગ બનાવે છે. કેટલાક માર્ગ હંમેશાં ખુલ્લા રહે છે અને કેટલાક નિયંત્રિત હોય છે. કેટલાક માર્ગ મોટા હોય છે.

જે વિવિધ પ્રકારના અણુઓને આરપાર જવાની પરવાનગી આપે છે. પોરિન્સ, એક પ્રકારના પ્રોટીન છે જે રંજકદ્રવ્ય કણો, કણાભસુત્રો અને બેંક્ટેરિયાના બાહ્ય પટલમાં મોટા કદના છિદ્રોનું નિર્માણ કરે છે. પટલમાંથી નાના કદના પ્રોટીન જેટલા અણુઓને પસાર થવા દે છે.

સાનુકૂલિન પ્રસરણ

ઉપરની આકુંતિ માં દર્શાવેલ છે કે બાહ્ય કોષીય અણુનું વહન પ્રોટીન પર આધારિત હોય છે અને તે વહન પ્રોટીન પછી ભળી જઈને કોષની અંદર અણુને મુક્ત કરે છે. ઉદાહરણ તરીકે જલમાર્ગ – જે આઠ પ્રકારના વિવિધ એક્વા પોરિન્સથી બનેલા છે.


ટૂંકનોંધ લખો: સક્રિય વહન

Hide | Show

જવાબ : સક્રિય વહન સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ અણુઓને દબાણપૂર્વક વહન કરવામાં ઊર્જાનો ઉપયોગ કરે છે. સક્રિય વહન પટલના પ્રોટીન દ્વારા થાય છે. આમ, પટલના વિવિધ પ્રોટીન સક્રિય અને નિષ્ક્રીય બંને વહનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પંપ, એક રીતે પ્રોટીન છે જે પદાર્થોને પટલને પાર કરાવવામાં ઊર્જાનો ઉપયોગ કરે છે. પંપ પ્રોટીન પદાર્થોને ઓછા સંકેન્દ્રણ તરફથી વધુ સંકેન્દ્રણ સુધી વહન કરી શકે છે.

જ્યારે બધા જ વાહક પ્રોટીન ક્રિયાશીલ બને ત્યારે વહનનો દર મહત્તમ હોય છે. ઉત્સેચકોની જેમ વાહક પ્રોટીન પટલની બીજી બાજુએ પસાર થવાવાળા પદાર્થો માટે ખૂબ જ વિશિષ્ટ હોય છે. તે પ્રોટીન અવરોધક પ્રત્યે પણ વધારે સંવેદનશીલ હોય છે જે પાર્શ્વ શૃંખલાની સાથે પ્રતિક્રિયા કરે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

વનસ્પતિઓમાં વહન

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.