જવાબ : પ્રાણી વર્ગીકરણમાં આધાર તરીકે પ્રાણીઓની રચના અને તેના રૂપ – રંગમાં તફાવત, કોષોની ગોઠવણી, દૈહિક સમમિતિ, દેહકોષ્ઠના સ્વરૂપ, પાચનની રીતો, પરિવહન, પ્રજનનતંત્ર વગેરે લક્ષણોનો ઉપયોગ કરાય છે.
જવાબ : પ્રાણીઓને વર્ગીકૃત કરવામાં અભિસારી ઉદ્વિકાસ, અનુકૂળતા વાળુ પ્રસરણ, પ્રાણીઓના અવિશિષ્ટ પ્રકારના અંગ-ઉપાંગો વગેરે પ્રકારની માહિતી, પ્રાણીઓના સામાન્ય પાયાના લક્ષણો ધ્યાનમાં લેવાથી મળી રહે છે માટે તેને નજર અંદાજ કરી શકાય નહી.
જવાબ : નમૂનો મુજબનું વર્ગીકરણ કરવા આયોજન, ગર્ભિયસ્તરો, સમમિતિ, શરીર પોલાણ, ખંડતા, પાચન માર્ગ, શ્ર્વસનઅંગો, પરિવહન તંત્ર, ઉત્સર્જનઅંગો,મેરૂદંડ, જડબાં, ઉપાંગો વગેરેનો ઉપયોગ કરીને વર્ગીકરણની ક્રિયા કરી શકાય.
જવાબ : નુપૂરક સમુદાયમાં ખંડન સૌ પ્રથમ જોવા મળે છે.
જવાબ : શૂળત્વચી પ્રકારના સમૂહોમાં જલવહનતંત્રની લાક્ષણિકતા જોવા મળે છે.
જવાબ : અસ્થિમત્સ્યો (મત્સ્યો)માં વાતાશયની હાજરીથી પ્રાણીઓને તરવાની શક્તિ (તારક્તા) પ્રાપ્ત થાય છે.
જવાબ : પરોપજીવી પૃથુકૃમિમાં યજમાનના શરીર સાથે ચોંટવા માટે ચૂસકો અથવા અંકુશો જોવા મળે છે. તે એક વિશિષ્ઠતા છે.
જવાબ : મચ્છર, માંકડ, ચાંચડ, પ્લાઝમોડિયમ, જૂ, જ્ળો, કરમિયાં, પટ્ટીકીડો, યકૃતકૃમિ વગેરે પ્રાણીઓ મનુષ્ય પર પરોપજીવી છે.
જવાબ : પ્રાણીઓના વર્ગીકરણ આ બાબતો ધ્યાનમાં રાખીને થાય છે જેમ કે સૃષ્ટિ, પ્રોટીસ્ટા કે મેટાઝુઆ જેવી ઉપસૃષ્ટિ, મેરૂદંડી કે અમેરૂદંડી સમુદાય, ઉપસમુદાય, અનુસમુદાય કે વિભાગ, મત્સ્ય કે ચતુસ્પાદ જેવો ઉપરીવર્ગ, વગેરેને ક્રમમાં લખીને વર્ગીકૃત કરવાની પ્રકિયા પૂર્ણ થાય છે.
જવાબ : (1-C) (2-H) (3-B) (4-F) (5-A) (6-G) (7-E) (8-D)
જવાબ : કેટલાક મેરૂદંડી પ્રાણીઓ ગર્ભનાળ દરમ્યાન મેરૂદંડ ધરાવતા જોવા મળે છે. પરંતુ પુખ્ત અવસ્થાએ મેરૂદંડ કાસ્થિમય કે અસ્તિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે. જે પ્રાણીઓમાં કરોડસ્તંભ શરીરની મધ્ય પૃષ્ઠ બાજુએ જોવા મળે છે, તેવા પ્રકારના પ્રાણીઓ પૃષ્ઠવંશી કહેવાય છે. પરંતુ મેરૂદંડ ધરાવનાર બધા જ પ્રાણીઓમાં કરોડસ્તંભ બનતો નથી. જેવી રીતે એમ્ફિઓક્સસ, એસિડિયા, શીર્ષ મેરૂદંડી અને પુચ્છમેરૂદંડી પ્રાણીઓમાં મેરૂદંડ જીવનપર્યત જોવા મળે છે. તેનુ રૂપાંતર કરોડસ્તંભમાં થતું નથી. આમ બધાજ મેરૂદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી પણ પૃષ્ઠવંશીઓ મેરૂદંડીઓ છે.
જવાબ : અંત:કોષીય પાચનમાં ખોરાકના સૂક્ષ્મકણ કોષમાં દાખલ થાય, અને પાચન કોષની અંદર થાય, તો તેને અંત:કોષીય (કોષાંતરીય) પાચન કહેવાય છે આમાં સછિદ્ર સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થાય છે. જ્યારે બાહ્યકોષીય પાચનમાં પ્રાણીમાં પાચનની ક્રિયા પ્રાણીના શરીરમાં થાય છે. પાચકરસો કોષની બહાર નિકળે છે. અને પાચન કોષની બહાર થતું જોવા મળે છે આને બાહ્યકોષીય પાચન કહેવાય છે. જેમાં નુપૂરકથી મેરૂદંડી સમૂહના પ્રાણીઓનો સમાવેશ થાય છે.
જવાબ : પક્ષીઓમાં જડબાનું રૂપાંતર ચાંચમાં થાય છે અને અગ્ર ઉપાંગોનું રૂપાંતર પાંખમાં થાય છે. પક્ષીઓમાં અંત:કંકાલ અસ્તીનું બનેલુ લાંબા હાડકાં વાળુ વાતશયો થી મુક્ત અને છિદ્રિષ્ઠ જોવા મળે છે.તેઓ ઉષ્ણ રૂધિરવાળા હોય છે. તેમના પીંછા ઉષ્ણતાના મંદવાહક જોવા મળે છે. તેમાં વાતાશયોની હાજરી જોવા મળે છે આ પ્રકારના લક્ષણો પક્ષીઓને સરળતાથી ઉડવામાં મદદ કરે છે.
જવાબ : જે પ્રકારના પ્રાણીઓમાં ઈંડામાંથી (અંડકોષ કે ફલિતાંડમાંથી) ઉત્પન્ન થતો સજીવ તેના પિતૃઓને મળતો આવે છે એટલે કે તેના જેવા જ લક્ષણો ધરાવતો હોય છે તેને સીધો વિકાસ કહેવાય છે જેમાં સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય છે. જ્યારે પરોક્ષ વિકાસમાં જે પ્રાણીઓમાં ઈંડામાંથી ઉત્પન્ન થતો સજીવ તેના પિતૃઓને મળતો ન આવે પણ ડિમ્ભિય અવસ્થામાંથી પસાર થયા બાદ તેઓ પિતૃ જેવા લક્ષણો ધરાવે તો તેને પરોક્ષ વિકાસ કહે છે. આમાં છિદ્રકાય સમુદાય, સંધિપાદ સમુદાય, દેડકા વગેરેનો સમાવેશ થાય છે.
જવાબ : સંધિપાદ સમુદાયના પ્રાણીઓ સર્વત્ર નિવાસ કરી શકે છે. જેમ કે તેઓ જમીનની ઉપર, જમીનની અંદર, મીઠાપાણીમાં, સમુદ્રના ખારા પાણીમાં, હવામાં તથા ભેજવાળી જમીન પર અને વધુમાં બાહ્યરૂપે કે અંત:પરોપજીવી તરીકે પણ જીવન ગુજારી શકે છે. આ સમુદાયના પ્રાણીઓ શરીરરચનાના વિવિધ રંગ, પ્રચલન અંગો, પાંખો, સ્પર્ષકો ધરાવતા વગેરે દ્વારા અનુકૂલન સાધી શકવા શક્ષમ હોય છે. વિવિધ પ્રકારની શ્વસન પધ્ધતિ તેમની લાક્ષણિકતા છે. ઉદાહરણ તરીકે ઝાલરો-ઝાલરપોથી, ફેફ્સાપોથી, શ્વસનલિકાતંત્ર, વગેરે વધુમાં તેઓ સમતોલન અંગરચના પણ ધરાવે છે. સામાન્ય રીતે બધાજ પ્રાણીઓમાં લગભગ 2/3 હિસ્સો સંધિપાદ સમુદાયના પ્રાણીઓમો જોવા મળે છે.
જવાબ : પ્રાણીસૃષ્ટિમાં કેટલાક પ્રાણીઓમાં અંગ રચનામાં ક્રમિક પુનરાવર્તન જોવા મળે છે. તેમના અંગો બહારથી અને અંદરથી બે સરખા ભાગોમાં વિભાજિત થયેલા હોય છે. જેને સમખંડતા કહેવામાં આવે છે. કેટલાક ઉદાહરણને જોતાં નૂપુરક સમુદાયના પ્રાણીઓમાં સમખંડીય ખંડતા હોય છે.સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં બાહ્યખંડતા જોવા મળે છે. જ્યારે અળસિયુ બાહ્ય તેમજ આંતરિક ખંડતા ધરાવે છે.
જવાબ : (a) અરીય સમમિતિ (b) દ્વિપાર્શ્વ સમમિતિ
જવાબ : અંકુરણીસ્તરોનો દેખાવ (a) દ્વિગર્ભસ્તરી (b) ત્રિગર્ભસ્તરી
જવાબ : નામનિર્દેશિત છેદ-નિરુપણ (a) દેહકોષ્ઠ (b) આભાસી દેહકોષ્ઠ (c) અદેહકોષ્ઠ
જવાબ : સામાન્ય મૂળભૂત લક્ષણોને આધારે પ્રાણીસૃષ્ટિનું વિસ્તૃત વર્ગીકરણ
જવાબ : કંકતધરા પ્રાણીઓ જૈવિક પ્રદિપ્યતાનું નોંધપાત્ર લક્ષણ ધરાવતો પ્રાણીસમૂહ પણ કહેવાય છે. આ સમુદાયના પ્રાણીઓ સામાન્ય રીતે સમુદ્ર અખરોટ અથવા કંકત જેલી તરીકે પણ ઓળખાય છે. કંકતધરાનું ઉદાહરણ (પ્લ્યુરોબ્રેકીયા) તેઓનો વસવાટ સંપૂર્ણ દરિયાઈ છે. તેઓ દ્વિગર્ભસ્તરીય તથા પેશીસ્તરીય આયોજન ધરાવે છે. તેઓ અરીય સમમિતિના શરીર પક્ષ્મોની આઠ બાહ્ય હરોળ સ્વરૂપે કંકત તક્તીઓ ધરાવતા સજીવો છે. જે તેમને પ્રચલનમાં મદદરૂપ થાય છે. તેઓમાં બર્હિકોષીય અને અંત:કોષીય એમ બન્ને પ્રકારનું પાચન જોવા મળે છે. તેમનું શરીર જૈવિક પ્રદિપ્યતા એટલે કે સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે છે. તેઓ ફ્ક્ત લિંગી પ્રજનન કરે છે તેઓમાં લિંગ ભેદ જોવા મળતો નથી. તેઓમાં બાહ્યફલન અને પરોક્ષ વિકાસ જોવા મળે છે. પ્લ્યુરોબ્રેકીયા અને ટીનોપ્લેના આ સમુદાયના ઉદાહરણ છે.
જવાબ : બાહ્યકોષીય પાચનમાં પાચક ઉત્સેચકો પાચનગુહામાં આવે છે. (અન્નમાર્ગનું પોલાણ) ત્યાર બાદ ખોરાકના પાચનકોષોની બહાર જે પાચન થાય તેને બાહ્યકોષીય પાચન કહે છે. જેમ કે મનુષ્યમાં થતું પાચન બાહ્યકોષીય હોય છે. જ્યારે અંત:કોષીય પાચનમાં ખોરાકના સૂક્ષ્મ કણ કોષોની અંદર લઈને લાયસોઝોન અંગિકાના પાચક ઉત્સેચકો વડે થતાં પાચનને અંત:કોષીય પાચન કહે છે. સછિદ્ર સમુદાયના પ્રાણીઓ આ પ્રકારનું પાચન ધરાવે છે.
જવાબ : ભૂણ વિકાસ દરમ્યાન જે પ્રાણી ઉત્પન્ન થાય તેનું બાળસ્વરૂપ પુખ્ત પ્રાણીના સમાન દેખાય તેને સીધો વિકાસ કહેવાય છે. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં સીધો વિકાસ જોવા મળે છે. કેટલાક પ્રાણીઓમાં ગર્ભ વિકાસ ડિમ્ભિય અવસ્થામાં આવ્યા પછી પુખ્ત પ્રાણી જેવો દેખાવ ધારણ કરે તેવો વિકાસ પરોક્ષ વિકાસ કહેવાય છે. સછિદ્ર, અને કોષ્ઠાંત્રિ સમુદાયના પ્રાણીઓ પરોક્ષ વિકાસ ધરાવે છે.
જવાબ : પરોપજીવી પૃથુકૃમિઓમાં ચૂષકો અને અંકૂશો જોવા મળે છે તે એક વિશિષ્ઠ લક્ષણ ગણી શકાય.
જવાબ : પ્રાણીસૃષ્ટિમાં સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવેલી અને જેનું નામકરણ કરવામાં આવ્યુ છે તેવી બધી જાતિઓ પૈકીની 2/3 ભાગથી વધારે જાતિઓ સંધિપાદ સમુદાયમાં મુકવામાં આવી છે માટે આ સમુદાય સૌથી મોટો છે.
જવાબ : સછિદ્ર પ્રાણી સમુદાય જલવહનતંત્ર ધરાવે છે. જે તેની લાક્ષણિકતા છે.
જવાબ : નુપુરક પ્રાણી સમુદાય વર્તુળાકાર રીંગો જેવુ ખંડન ધરાવતો પ્રાણી સમુદાય છે.
જવાબ : એનોફિલીસ, એડિસ, જ્ળો, જૂ, મચ્છર, ક્યુલેક્ષ વગેરે બાહ્યપરોપજીવી પ્રાણીઓ છે. જ્યારે કરમિયું, વાઉચેરીયા અને પટ્ટીકૃમિ પ્રાણીઓ અંત:પરોપજીવી પ્રાણીઓ છે.
જવાબ :
મેરુદંડી | અમેરુદંડી |
1 મેરુદંડ હાજર હોય છે | 1 મેરુદંડ ગેરહાજર હોય છે |
2 મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ, પોલું અને એકવડું હોય છે. | 2 મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ, નક્કર અને બેવડું જોવા મળે છે. |
3 જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટો હાજર અને કંઠનળી ઝાલરફાટો દ્વારા છિદ્રાળુ બને છે. | 3 ઝાલરફાટો ગેરહાજર હોય છે. |
4 હ્રદય વક્ષ બાજુએ હોય છે. | 4 (જો હોય તો) હ્રદય પૃષ્ઠ બાજુએ હોય છે. |
5 પશ્ચેગુદા પુચ્છ હાજર હોય છે. | 5 પશ્ચેગુદા પુચ્છ ગેરહાજર હોય છે. |
જવાબ : પૃષ્ઠવંશી ઉપસમુદાયને બે વિભાગમાં વિભાજીત કરાયો છે. હનુવિહિન (જડબાનો અભાવ) અને હનુધારી (જડબા ધરાવે તે) હનુવિહિન વર્ગના પ્રાણીઓ ચૂષમુખા કહેવાય છે. હનુધારી વર્ગના પ્રાણીઓમાં બે વિભાગ છે મીનપક્ષો ધરાવતી મત્સ્યોના વર્ગમાં કાસ્તિમત્સ્ય અને સ્તિમત્સ્ય જેવી જાતિઓ છે જ્યારે ચતુષ્પાદ (ઉપાંગો ધરાવતા) વર્ગમાં ઉભયજીવી, સરિસૃપ, વિહંગ અને સસ્તન જાતિઓના પ્રાણીઓ આવે છે.
જવાબ : કેટલાક મેરૂદંડી સમુદાયના પ્રાણીઓમાં ગર્ભાવસ્થા દરમ્યાન મેરૂદંડનું સર્જન થાય છે. જે પુખ્તાવસ્થાએ પહોંચતાં કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે.આવા પ્રાણીઓને પૃષ્ઠવંશી કહે છે. મેરૂદંડી પ્રાણીઓના લક્ષણો કરતાં પૃષ્ઠવંશી પ્રાણીઓના લક્ષણો અન્ય પ્રકારના જોવા મળે છે. જે નીચે મુજબ છે. તેમનું શરીર ચાર ભાગમાં વિભાજિત હોય છે. જેમાં શીર્ષ, ગરદન, ધડ, અને પુચ્છનો સમાવેશ થાય છે. તેમની ત્વચા, ભીંગડાવાળી, વાળ, ખરી, પીંછા, શિંગડા, નહોર વગેરે રક્ષણકવચ હોય છે. તેઓ આવા બાહ્યકંકાલ ધરાવે છે. અંત:કંકાલના સ્નાયુઓ પ્રચલનમાં ખૂબ જ ઉપયોગી છે. વક્ષબાજુએ સ્નાયુમય રચના વાળુ હ્રદય બે, ત્રણ કે ચાર કોટરનું બનેલુ હોય છે. તેઓ બંધ પ્રકારનું રૂધિરાભિસરણ ધરાવે છે. તેઓ ઉત્સર્જન અને આસૃતિ નિયમન માટે એક જોડ મૂત્રપિંડ ધરાવે છે. તેઓ એકલિંગી પ્રાણીઓ છે. અને લિંગી પ્રજનન દર્શાવે છે.
જવાબ : આવા પ્રાણીઓનું મુખ અગ્ર ભાગે વક્ષની બાજુએ ચૂષક પ્રકારનું ગોળાકાર હોવાથી તેને ચૂષમુખા પ્રાણી તરીકેની ઓળખ મળી છે. તેઓ સંપૂર્ણ રીતે દરિયાઈ જીવ છે પુખ્ત અવસ્થાએ માછલીઓ પર બાહ્યરીતે પરોપજીવી જીવન જીવે છે. તેઓ એકકોષીય શ્ર્લેષ્મગ્રંથીઓ ધરાવે છે. બાહ્યકંકાલ વિહિન ત્વચા ધરાવે છે. તેઓ તંતુમય જોવા મળે છે. કાસ્થિમય કરોડસ્તંભ ધરાવે છે. જડબાનો અભાવ હોય છે માટે તેઓ હનુવિહિન તરીકે ઓળખાય છે. તેઓ ચૂષક પ્રકારનું ગોળાકાર મુખ ધરાવે છે. મીનપક્ષોનો અભાવ અને મધ્યસ્થ મીનપક્ષ જોવા મળે છે. તેઓ દ્વિખંડી હ્રદય અને બંધ રૂધિરાભિસરણ તંત્ર ધરાવે છે. ઝાલરફાટો વડે શ્વસન થાય છે. તથા એકજોડ મૂત્રપિંડથી ઉત્સર્જન કરાય છે. અંડજનન મીઠા પાણીમાં કરે છે જ્યારે તે ખારા પાણીમાં વસવાટ કરે છે. દરિયાઈ પ્રાણી છે. અંડજનની ક્રિયા બાદ થોડા દિવસોમાં તેઓ મૃત્યુ પામે છે જ્યારે ડિમ્ભિય અવસ્થામાં તેઓ દરિયામાં પાછા આવી જાય છે. જડબાવિહિન પૃષ્ઠવંશી – લેમ્પ્રી
જવાબ : કોષ્ઠાંત્રિ સમુદાયના પ્રાણીઓમાં બે તબક્કાઓ જોવા મળે છે. તેઓમાં જોડાયેલું પુષ્પક સ્વરૂપ અને તરતું મુક્ત છત્રક સ્વરૂપ હોય છે. તેઓ એકાંતરંજન દર્શાવતા પ્રાણીઓ છે.
જવાબ : પરોપજીવી પ્રાણીઓ ધરાવતા પ્રાણી સમુદાયોમાં પૃથુકૃમિ, સૂત્રકૃમિ પ્રજીવ, અને સંધિપાદ સમુદાયો છે.
જવાબ : વાદળીઓ અંત:કલિકા અને અવખંડન મારફતે અલિંગી પ્રજનન કરે છે. વધુમાં અંડકોષના નિર્માણ અને શુક્રકોષોથી લિંગી પ્રજનન પણ કરે છે.
જવાબ : અળસિયું, રેતીકીડો અને જળો સમખંડીય શરીર ધરાવે છે.
જવાબ : નુપુરક પ્રાણીસમુદાયથી સાચી શરીરગુહા શરૂ થાય છે.
જવાબ : નુપુરક પ્રાણીસમુદાયમાં સૌ પ્રથમ રૂધિરાભિસરણ તંત્રની હાજરી જોવા મળે છે.
જવાબ : શીર્ષપાદી પ્રાણીઓ સિવાયના મૃદુકાય અને સંધિપાદ પ્રાણી સમુદાયો ખુલ્લું રૂધિરાભિસરણતંત્ર ધરાવે છે.
જવાબ : જળવ્યાળ (હાઈડ્રા), જેલિફિશ, પરવાળા, સમુદ્રફૂલ જેવા કોષ્ઠાંત્રિ સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય દેહ ધરાવે છે.
જવાબ : અભિચરણપાદમાં રેતીકીડો તરે છે. અને વ્રજકેશમાં અળસિયું પ્રચલન કાર્ય કરે છે.
જવાબ : ઉંદરમાં રક્તકણોમાં અને અળસિયામાં રૂધિરારસમાં હિમોગ્લોબિન આવેલુ છે.
જવાબ : કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય એવા બે મુખ્ય વર્ગો જોવા મળે છે.
જવાબ : પુચ્છમેરૂદંડી, શીર્ષમેરૂદંડી અને પૃષ્ઠમેરૂદંડી એમ ત્રણ ઉપસમુદાયો મેરૂદંડી સમુદાયમાં જોવા મળે છે.
જવાબ : આ સમુદાયના પ્રાણીઓ શ્વસનક્રિયા માટે શરીર સપાટી, ઝાલરો, ઝાલરપોથી, ફેફ્સા અને તેમાં શાખાયુક્ત શ્વાસનલિકા હોય છે.
જવાબ : મેરૂદંડી પ્રાણીઓ અન્નમાર્ગની વક્ષ બાજુએ હૃદય ધરાવે છે. જ્યારે અમેરૂદંડી પ્રાણીઓમાં હૃદય પૃષ્ઠ અથવા પાર્શ્વ બાજુએ જોવા મળે છે તો ક્યારેક તેનો અભાવ પણ હોય છે.
જવાબ : ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન આ ચાર વર્ગો ઉપરીવર્ગ ચતુષ્યદના વર્ગો છે.
જવાબ : આ સમુદાયમાં જલવાહકતંત્ર પ્રચલન, ખોરાક પકડવો તથા તેનું વહન કરવું અને શ્વસન વગેરેમાં ઉપયોગી છે.
જવાબ : નાલીપગથી પ્રચલનનું કાર્ય કરવામાં આવે છે.
જવાબ : કરમિયું, રેતીકીડો, એનોફિલિસ દ્વિગૃહી પ્રાણીઓ છે.
જવાબ : આ પ્રાણીઓ પૃથુકૃમી સમુદાયમાં જોવા મળે છે.
જવાબ : મૃદુકાય, શૂળત્વચી, અને સછિદ્ર સમૂહો કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત કંકાલ ધરાવે છે.
જવાબ : જ્યોતકોષથી પ્રાણી ઉત્સર્જનનું કાર્ય કરે છે અને ડંખકોષથી રક્ષણની કામગીરી કરે છે.
જવાબ : છિદ્રિષ્ટ ગુહાનું અસ્તર કોલરકોષનું બનેલું હોય છે.
જવાબ : જે પ્રાણીઓમાં ભ્રૂણવિકાસ દરમ્યાન પૃષ્ઠ બાજુએ મધ્યગર્ભસ્તરમાંથી દંડ જેવી રચનાનું સર્જન થાય તેને મેરૂદંડ કહે છે.
જવાબ : કંકતધરો, કોષ્ઠાંત્રિ અને શૂળત્વચી સમૂહો અરીય સમમિતિ ધરાવતાં પ્રાણીઓ છે.
જવાબ : જૈવીક પ્રદીપ્યતા એ આ સમુદાયની નોંધનીય લાક્ષણિકતા છે.
જવાબ : દ્વિપાર્શ્વ સમમિતિ ડિમ્ભ દ્વારા દર્શવવામાં આવે છે.
જવાબ : ગોકળ ગાયનું કાઈટીન પ્રકારનું કવચ ધરાવે છે.
જવાબ : પૃથુકૃમિ સમુદાયનો સમાવેશ પ્રથમ ત્રિગર્ભસ્તરીય, સમદ્રિપાર્શ્વ સમમિતિય અને અદેહકોષ્ઠ પ્રાણીઓમાં થાય છે.
જવાબ : ગર્ભવિકાસની બાબતમાં બતકચાચ પ્રાણી અલગ પડે છે.
જવાબ : શ્વસનક્રિયા માટે વિંછીમાં ફેફ્સાપોથી હોય છે.
જવાબ : સછિદ્ર સમુદાય બહુકોષીય હોય છે તથા કોષસ્તરીય આયોજન ધરાવે છે.
જવાબ : આ મત્સ્યમાં ગંધ પારખવાની અદ્ભૂત શક્તિ હોય છે જે ડોગમાં જોવા મળે છે. માટે તેને ડોગફીશ કહે છે.
જવાબ : ચૂષમુખાં પ્રાણીઓ તંતુમય અને કાસ્થિમય અંત:કંકાલ ધરાવે છે.
જવાબ : વિહગ પ્રાણી સમુદાય ગર્ભવિકાસમાં જ ડિમ્ભમાં રૂપાંતરિત થાય છે.
જવાબ : છિદ્ર, વાદળીગુહા અને આશ્યક આ પ્રમાણે નલિકાતંત્ર જોવા મળે છે.
જવાબ : કોએનોસાઈટ્સ કોષો ફક્ત સછિદ્ર સમુદાયમાં જ જોવા મળે છે.
જવાબ : પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ આ પ્રમાણેની શરીર રચના ધરાવે છે.
જવાબ : તેઓ ટ્રિકંદૂકીય ખોપરી, અર્ગગર્ભ પ્રકાર તથા મુખ્ય દેહ ધરાવતી કશેરૂકા, મધ્ય્વૃક મૂત્રપિંડ અને દસ જોડી મસ્તિષ્ક ચેતાઓ ધરાવે છે.
જવાબ : શુળત્વચી સમુદાયના પ્રાણીઓની શરીર દીવાલ આવી રચના ધરાવે છે.
જવાબ : હાઈડ્રા પાણીઓમાં અન્નમાર્ગ હોતો નથી.
જવાબ : પ્રાણીઓમાં મધ્યગર્ભસ્તરમાંથી મધ્યસ્તરની ઉત્પતિ થાય છે.
જવાબ : વાદળીઓના ટુકડા કરાતાં પ્રત્યેક ટુકડામાંથી વાદળીનું પૂર્ણ સ્વરૂપે નવુ નિર્માણ થાય છે.
જવાબ : રેટ્સ પ્રાણીઓ સમતાપી, શરીર પર વાળ અને ઉરોદર પટલ ધરાવે છે.
જવાબ : ત્સે – ત્સે માખીના કરડવાથી સ્લીપીંગ સિકનેસ થાય છે.
જવાબ : રેતીકીડાનો સમાવેશ પોલીકીટા વર્ગમાં થાય છે.
જવાબ : દ્વિઅંગી વનસ્પતિ ગૃપ આવી રચના અને જરૂરીયાત ધરાવે છે.
જવાબ : સરિસૃપના પ્રાણી સમુદાયો ત્રણ કે ચાર ખંડોનું બનેલું હૃદય ધરાવે છે.
જવાબ : આ પ્રકારની રચના વાળા પ્રાણીઓ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. તેમ કહી શકાય.
જવાબ : આ ત્રણે પ્રાણીઓ ચપટા કૃમિ જેવી શરીર રચના ધરાવે છે.
જવાબ : આ ખાલી મધ્યસ્તરથી આવરિત ભાગને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : દેડકો, મચ્છર અને પતંગિયા જેવા પ્રાણીઓમાં તેમના જીવનચક્રમાં ડિમ્ભ અવસ્થા જોવા મળે છે.
જવાબ : ટોર્પિડો કાસ્થિ મત્સ્ય ઈલેકટ્રિક કરંટનું સર્જન કરે છે.
જવાબ : રક્તકણોમાં હિમોગ્લોબીનના કારણે લોહી લાલ રંગનું જોવા મળે છે.
જવાબ : કીવી, પેન્ગિવીન અને ઓસ્ટ્રીચ પક્ષીઓમાં ઉડ્ડ્યન ક્ષમતા જોવા મળતી નથી.
જવાબ : વિહગ સમુદાયના પ્રાણીઓ એકજ અંડપીંડ ધરાવે છે.
જવાબ : વિહગ પ્રાણી સમુદાય મૂત્રાશય ધરાવતો નથી.
જવાબ : હિમોસાયનીન પ્રકારનું રૂધિરરંજક દ્રવ્ય મૃદુકાય પ્રાણીઓ ધરાવે છે.
જવાબ : મૃદુકાય સમુદાયના પ્રાણીઓનું મુખ કરવત જેવું હોય છે જેને રેત્રિકા કહે છે.
જવાબ : શીર્ષમેરૂદંડી પ્રાણીઓમાં જીવનભર મેરૂદંડ જોવા મળે છે.
જવાબ : દરીયાઈ તારામાછલી અને હાઈડ્રા આવા લક્ષણો ધરાવે છે.
જવાબ : આમાં ડોગફીશ એ સાચી માછલી છે.
જવાબ : સંધિપાદ સમુદાયમાં સિલ્વરફિશનો સમાવેશ થાય છે.
જવાબ : હમિંગ બર્ડ દુનિયાનું સૌથી નાનું પક્ષી છે.
જવાબ : પ્રાણીઓમાં હાઈડ્રા પ્રાણી અન્નમાર્ગ ધરાવતું નથી.
જવાબ : અંકુશકૃમિ ત્વચા દ્વારા આંતરડામાં પહોંચે છે અને પરોપજીવી બની ત્યાં રહે છે.
જવાબ : પ્રાણીસૃષ્ટિમાં અળસિયું શ્વસનાંગ ધરાવતું નથી પણ શ્વસન કરે છે.
જવાબ : ટીટકો હંમેશા ટોળાબંધ જથ્થામાં જોવા મળે છે. તેમની જાતિ સૌથી વધુ છે.
જવાબ : વંદા ખોરાકનો ભુક્કો અધોજંમ્ભ અને પેષણી દ્વારા કરી પોષણ મેળવે છે.
જવાબ : આ ત્રણે પ્રાણીઓમાં એક પણ દરિયાઈ જીવ નથી તે સામ્યતા જોવા મળે છે.
જવાબ : આ ચારેય પ્રાણીઓ સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ છે.
જવાબ : મૃદુકાય અને નુપુરકને જોડતી કડી નીઓપિલીના છે.
જવાબ : પ્રાણીઓ એરીસ્ટોટલ ફાનસનો ચાવવા માટે ઉપયોગ કરે છે.
જવાબ : સાગરગોટા પ્રાણીઓ એરીસ્ટોટલનું ફાનસ ધરાવે છે.
જવાબ : સ્કોલીઓડોન ફિશ ગંધ પારખી શકે છે તેથી તેને ડોગફિશ કહે છે.
જવાબ : કોષકેન્દ્ર યુક્ત RBC દેડકો જોવા મળે છે.
જવાબ : નર દેડકો
જવાબ : કોલીઓકેન્થ
જવાબ : આર્કીઓપ્ટેરીક્સ
જવાબ : ગરોળી
જવાબ : માયોજેનીક
જવાબ : ચામાચિડિયુ
જવાબ : દાંત વગરની ચાંચ
જવાબ : નુપુરક
જવાબ : શીર્ષપાદ
જવાબ : પાયલા
જવાબ : મેટાનેક્રિડિયા
જવાબ : Sealilly
જવાબ : સછિદ્ર સમુદાય
જવાબ : પૃથુકૃમિ સમુદાય
જવાબ : એક જ છેડે ખુલ્લો હોય તેને અપૂર્ણ પાચનમાર્ગ કહે છે.
જવાબ : અગ્ર ભાગે મુખ અને પર્શ્વ બાજુએ મળદ્વાર હોય તેમ બન્ને છેડે ખુલ્લો હોય તેવા પાચનમાર્ગેને પૂર્ણ પાચનમાર્ગ કહે છે.
જવાબ : પ્રજીવ
જવાબ : પૃથુકૃમિ
જવાબ : નુપુરક અને શુળચર્મી, સંધિપાદ અને મૃદુકાય તથા મેરૂદંડી
જવાબ : પૃથુકૃમિ
જવાબ : સૂત્રકૃમિ, સંધિપાદ અને નુપુરક
જવાબ : સરિસૃપ, નુપુરક અને ઉભયજીવી
જવાબ : કેટલાક પ્રાણીઓ અંડપ્રસવી દ્વારા એક કે તેથી વધુ ઈંડા મુકે છે. જેમ કે દેડકો અને માછલી એક કરતાં વધારે ઈંડા મૂકે છે. જ્યારે શહામૃગ જેવા પક્ષીઓ એક ઈંડુ મૂકે છે.
તેજ પ્રમાણે અપત્યપ્રસવી પ્રાણીઓમાં કેટલાક પ્રાણીઓ એકજ બાળ સજીવને જન્મ આપે છે. ઉદાહરણ તરીકે મનુષ્ય પરંતુ અહીં કેટલાક પ્રાણીઓ એક કરતાં બધારે બાળ સજીવોને જન્મ આપે છે. ઉદાહરણ તરીકે કૂતરાને ગણી શકાય. માટે બન્નેની સંખ્યા સરખી જોવા મળતી હોય છે.જવાબ : પ્રાણીઓમાં કેટલાક પાયાના લક્ષણો જોવા મળે છે જે દરેક પ્રાણીમાં મહદ્અંશે અલગ અલગ જોવા મળે છે.
વિવિધ પ્રકારના પ્રાણીઓમાં તેમની રચનામાં અને સ્વરૂપમાં તફાવત હોય છે. પ્રાણીઓની કોષોની ગોઠવણીમાં, દૈહિક સમમિતિમાં, દેહકોષ્ઠના સ્વરૂપમાં, પાચનની રીતોમાં, પરિવહનમાં કે પ્રજનનતંત્રમાં પાયાના લક્ષણો જોવા મળે છે. જો આ પાયાના લક્ષણોને નજર અંદાજ કરાય તો તે પ્રાણીઓ બહુકોષી હોવા છતાં તેમની પ્રચલન, પાચનની રીતો, તેઓ દેહકોષ્ઠધારી કે દેહકોષ્ઠવિહીન છે તે, તેમના શરીરની સમમિતની રચના વગેરે જાણી શકાય નહીં પરિણામે તેમનો સ્પષ્ટ પૃષ્ઠવંશી કે અપૃષ્ઠવંશીમાં સમાવેશ કરવો તેવું નક્કી કરી શકાય નહીં,વધુમાં તે પ્રાણીઓનો સમુદાય, કે તેમનો વર્ગ પણ જાણી શકાય નહી. આવા પ્રાણીઓનું નિવાસસ્થાન જલજ છે કે સ્થળજ છે તે પણ નક્કી કરવામાં તેમના પાયાના લક્ષણો ખૂબ જ મહત્વના પુરવાર થાય છે.જવાબ : છિદ્રકાય, મૃદુકાય અને શૂળત્વચી પ્રકારના સમૂહોના પ્રાણીઓમાં CaCO3 નું કવચ જોવા મળે છે.
સંધિપાદ સમુદાયના પ્રાણીઓ કાઈટીનયુક્ત કવચ ધરાવતા જોવા મળે છે. કેટલાક પ્રાણીઓમાં શરીર દીવાલ ઉપર ભાંગડાનું આવરણ હોય છે. ઉદાહરણ તરીકે મત્સ્ય અને સરિસૃપ સમુદાયના પ્રાણીઓ આવા હોય છે. વિહંગ જેવા પ્રાણીઓમાં પીંછાનું આવરણ જોવા મળે છે. સસ્તન પ્રાણીઓ વાળનું આવરણ ધરાવે છે. જ્યારે નુપૂરક અને મૃદુકાય સમુદાયના પ્રાણીઓ કોમળ આવરણ ધરાવે છે. તેવીજ રીતે દેહકોષ્ઠને આધારે ફૂટદેહકોષ્ઠવાળા સૂત્રકૃમિ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. સંધિપાદ અને મૃદુકાય પ્રાણીઓ દેહકોષ્ઠવાળા પણ રૂધિરગુહાવાળા જોવા મળે છે. જ્યારે મત્સ્યથી સસ્તન સુધીના પ્રાણિઓ સાચી શરીરગુહાવાળા હોય છે. આ ઉપરાંત વિવિધ ગુહા ધરાવતા દેહકોષ્ઠ ન હોય છતાં શરીરમાં આવેલ વિવિધ પોલાણ ધરાવતા પ્રાણીઓ હોય છે. જેવાં કે છિદ્રકાયમાં છિદ્રિષ્ઠ્ગુહા, કોષ્ઠાંત્રિમાં કોષ્ઠાંત્રગુહા, મૃદુકાયમાં – પ્રાવર ગુહા વગેરે ગુહાઓ જોવા મળે છે.જવાબ : પ્રાણીસૃષ્ટિમાં વિવિધ પ્રકારના સ્વરૂપો અને બહુકોષી પ્રાણીઓ હોય છે. બધા પ્રાણીઓમાં વિવિધ સ્તરનું આયોજન હોય છે.
સછિદ્ર સમુદાયનાં પ્રાણીઓમાં કોષીય સંકલનનો અભાવ હોય છે. તેમની કોષ રચના શિથિલ રીતે ગોઠવાયેલી જોવા મળે છે. પરિણામે તેઓ કોષસ્તરીય (કોષીયસ્તર) પ્રકારનું આયોજન ધરાવે છે. કોષ્ઠાંત્રિ સમુદાયના પ્રાણીઓમાં સમાન કાર્ય અને સમાન ઉત્પત્તિ ધરાવતાં કોષો હોય છે. આ કોષો ભેગા મળીને પેશીઓની રચના કરે છે. માટે આ સમુદાયના સભ્યો પેશીસ્તરીય આયોજન ધરાવે છે. નૂપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, અને મેરૂદંડી સમુદાયનાં પ્રાણીઓમાં વિવિધ અંગો કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકઠા થાય છે. જેનાથી તેઓ દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. આવા પ્રાણીઓને જુદા જુદા કાર્ય માટે અંગતંત્રો હોવાથી તેમનામાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. પ્રાણી સૃષ્ટિના દરેક બહુકોષીય પ્રાણીસમુદાયમાં અંગતંત્રો વિવિધ પ્રકારની જટિલતા દર્શાવતા જોવા મળે છે જેમ કે કેટલાક પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે. જ્યારે કેટલાક સંપૂર્ણ પાચનમાર્ગ ધરાવતા સંધિપાદ, નૂપુરક અને મેરૂદંડી સમુદાયના પ્રાણીઓ આ પ્રકારની સમમિતિ ધરાવે છે. અરીય સમમિતિમાં મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીથી પ્રાણીશરીર ને ત્રિજ્યાવર્તી દિશામાં બે કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરવામાં આવે તો તેને અરીય સમમિતિ કહે છે. કોષ્ઠાંત્રિ અને શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ આ સમમિતિના છે. અસમમિતિમાં મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણીશરીરને બે સમાન ભાગોમાં વિભાજિત કરતી નથી. તેને અસમમિતિ કહે છે. વાદળીઓ અને શંખ પ્રકારના સભ્યો આવી અસમમિતિ ધરાવે છે.જવાબ : પ્રાણીસૃષ્ટિમાં પ્રાણીઓમાં ગર્ભવિકાસ ક્રિયામાં આંત્રગુહાની ફરતે ગર્ભકોષોથી ગર્ભસ્તરોની રચના થતી જોવા મળે છે. આવા ગર્ભસ્તરોની સંખ્યા પ્રમાણે ગર્ભસ્તરીય આયોજન થાય છે તેમાં બે પ્રકારના આયોજન જોવા મળે છે. (1) દ્વિગર્ભસ્તરીય આયોજન (2) ત્રિગર્ભસ્તરીય આયોજન
દ્વિગર્ભસ્તરીય આયોજનમાં કોષ્ઠાંત્રિ સમુદાયનાં પ્રાણીઓમાં કોષો બહારની તરફ બાહ્યગર્ભસ્તર અને અંદરની તરફ અંત:ગર્ભસ્તર આવા બે સ્તરોમાં ગોઠવાયેલા જોવા મળે છે. આ બે સ્તરોની વચ્ચે અવિભેદિત મધ્યશ્ર્લેષસ્તર આવેલું હોય છે. આ પ્રકારની ગોઠવણી ને દ્વિગર્ભસ્તરીય આયોજન કહેવાય છે. ત્રિગર્ભસ્તરીય આયોજનમા પૃથુકૃમિથી મેરૂદંડી સમુદાયના પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્ર્રૂણ બાહ્યગર્ભસ્તર અને અંતગર્ભસ્તરની વચ્ચે મધ્યગર્ભસ્તર આવેલું હોય છે. જે ત્રિગર્ભસ્તરીય આયોજન છે.જવાબ : પ્રાણીવર્ગીકરણમાં શરીરદીવાલ અને પાચનનળી વચ્ચે અવકાશની હાજરી-ગેરહાજરી ખૂબ જ મહત્વ ધરાવે છે. પ્રાણીઓની પાચનમાર્ગની દીવાલ એટલે કે પાચનનળી અને શરીરદીવાલ કચ્ચે અવકાશ હોય છે. આ અવકાશનું અસ્તર મધ્યગર્ભસ્તરનું હોય છે. તેને શરીરગુહા કહે છે.
પ્રાણીસૃષ્ટિમાં ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં ગર્ભવિકાસ વખતે મધ્યગર્ભસ્તર બે ઉપવિસ્તારોમાં વિભાજિત થાય છે. પરીણામે મધ્યસ્તરીય પેશીઓની વચ્ચે પોલાણ સર્જાય છે તેને પણ દેહકોષ્ઠ કહે છે. જેના આધારે પ્રાણીસૃષ્ટિને ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. (1) અદેહકોષ્ઠી (2) ફૂટદેહકોષ્ઠી (3) દેહકોષ્ઠી અદેહકોષ્ઠી પ્રાણીઓમાં દેહકોષ્ઠનો અભાવ જોવા મળે છે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ જે શરીરગુહાવિહીન હોય છે. ફૂટદેહીકોષ્ઠી પ્રાણીઓમાં દૈહિક અવકાશનું અસ્તર મધ્યસ્તરનું જોવા મળતું નથી. પરંતુ બાહ્યગર્ભસ્તર તથા અંત:ગર્ભસ્તર વચ્ચે મધ્યગર્ભસ્તરમાં કોથળીઓ જોવા મળે છે. તેને ફૂટદેહકોષ્ઠ કહે છે તથા તે પ્રકારના પ્રાણીઓને ફૂટદેહીકોષ્ઠી કહેવાય છે. આવા પ્રાણીઓ આભાસી શરીરગુહા ધરાવે છે. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ આ વિભાગમાં જોવા મળે છે. દેહકોષ્ઠી પ્રાણીઓમાં દેહકોષ્ઠની હાજરી જોવા મળે છે. આ વિભાગના પ્રાણીઓમાં સાચી શરીરગુહા જોવા મળે છે. ઉદાહરણ તરીકે નૂપુરક, મૃદુકાય, સંધિપાદ, શૂળત્વચી, સામીમેરૂદંડી તથા મેરૂદંડી પ્રાણીઓ આ વિભાગમાં જોવા મળે છે.જવાબ : પ્રાણીસૃષ્ટિમાં દેહકોષ્ઠિ પ્રાણીઓના ભ્રૂણવિકાસ દરમ્યાન મધ્યગર્ભસ્તરમાંથી મેરૂદંડ ઉત્પન્ન થાય છે. મેરૂદંડ નક્કર, સ્થિતિ સ્થાપક અને રસધાની યુક્ત કોષોનો બનેલો હોય છે. તેની રચના દંડ જેવી હોય છે. મેરૂદંડ અન્નમાર્ગની પુષ્ઠભાગે અને ચેતારજ્જુની વક્ષ બાજુએ આવેલું અંગ છે.
ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભનું પ્રાથમિક અંત:કંકાલ બનાવી મેરૂદંડ ગર્ભને આધાર અને આકાર આપવાનું કામ કરે છે. મેરૂદંડની હાજરી અને ગેરહાજરીના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. સછિદ્ર અને સામીમેરૂદંડી સમુદાયના પ્રાણીઓમાં મેરૂદંડ ગેરહાજર હોય છે. આવા પ્રાણીઓ અમેરૂદંડી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. જ્યારે કેટલાક પ્રાણીઓમાં મેરૂદંડ હાજર જોવા મળે છે તેમને મેરૂદંડી પ્રાણીઓ કહેવાય છે. મેરૂદંડી પ્રાણીઓમાં ત્રણ પ્રકારો હોય છે. (1) પુચ્છમેરૂદંડી (2) શીર્ષમેરૂદંડી (3) પૃષ્ઠવંશી વગેરે પુચ્છમેરૂદંડી પ્રાણીઓમાં મેરૂદંડ ડિમ્ભિય અવસ્થામાં હોય છે. એસિડિયા અને સાલ્યા જેવા દરિયાઈ જીવો આ પ્રકારના જોવા મળે છે. શીર્ષમેરૂદંડી પ્રાણીઓમાં મેરૂદંડ સમગ્ર જીવનકાળ દરમ્યાન શીર્ષથી પૂંછડી સુધી વિસ્તાર પામેલો જોવા મળે છે. એમ્ફિઓક્સસમાં આવો મેરૂદંડ જોવા મળે છે. પૃષ્ઠ્વંશી પ્રાણીઓમાં પુખ્ત વયે મેરૂદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થાય છે. ચૂષમુખાં અને સસ્તન પ્રાણીઓ પૃષ્ઠવંશી જોવા મળે છે.જવાબ :
જવાબ : આ સમુદાયના સભ્યો સામાન્યતઃ વાદળીઓ તરીકે ઓળખાય છે.તેઓ સામાન્ય રીતે દરિયાઈ અને મુખ્યત્વે અસમમિતિય પ્રાણીઓ છે. આ પ્રાણીઓ છિદ્રિષ્ઠ શરીર ધરાવે છે. માટે આ સમુદાય સછિદ્ર અથવા છિદ્રકાય તરીકે ઓળખાય છે.
આ સમુદાયના બધાજ પ્રાણીઓ જલીય છે. મોટા ભાગના ખારા પાણીમાં રહેતા દરિયાઈ જીવો છે તો કેટલાક મીઠા પાણીમાં પણ જોવા મળે છે. તેઓ આદિબહુકોષીય હોવા છતાં કોષીયસ્તરીય આયોજન ધરાવે છે. તેઓ પેશીવિહિન હોય છે. તેઓ અસમમિતિ પ્રકારનું પ્રાણીશરીર ધરાવે છે. તેઓ વાદળીઓ જલવહન કે નલિકાતંત્ર ધરાવતા જોવા મળે છે. (a) સાયકોન (b) યુસ્પોંજિઆ (c) સ્પોંજિલા તેઓમાં દેહકોષ્ઠનો અભાવ હોય છે. તેમના શરીરમાં રહેલું પોલાણ છિદ્રિષ્ટ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. છિદ્રિષ્ઠગુહા અને નલિકાતંત્રનું અસ્તર કલરકોષોનું બનેલું હોય છે. આ સમુદાયના પ્રાણીઓ પ્રાણીશરીર નલિકાઓ, ગુહાઓ અને સૂક્ષ્મ છિદ્રો ધરાવતા હોય છે. જેમાંથી પાણીનો પ્રવાહ વહે છે. તેઓ અંત:કોષીય પાચનતંત્ર ધરાવે છે. તેઓ વધારાના પાણીનું છિદ્રિષ્ઠગુહામાં થઈ ઉત્સર્ગદ્રવ્યો સાથે આયસ્ક દ્વારા નિકાલ કરે છે. તેમનામાં જલપ્રવાહનો વિશિષ્ઠ માર્ગ હોય છે જેનાથી શરીરદીવાલમાં આવેલાં સૂક્ષ્મ છિદ્રો મારફતે પાણી છિદ્રિષ્ઠ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશીને આસ્યક દ્વારા નિકાલ પામે છે. તેઓ અવખંડન અને અંત:કલિકાસર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તેઓમાં બધીજ વાદળીઓ ઉભયલિંગ હોય છે. તેમાં જનનપિંડનો અભાવ હોય છે. છતાં એકજ પ્રાણી દ્વારા શુક્રકોષ તથા અંડકોષનું સર્જન કરી લિંગી પ્રજનન પણ કરે છે. તેમનામાં અંત:ફલન અને ડિમ્ભિય અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાસ જોવા મળે છે જે બાહ્યાકાર પ્રમાણે પુખ્ત પ્રાણી થી જુદો જ હોય છે.જવાબ : આ સમુદાયના પ્રાણીઓ એક પ્રકારનું સામાન્ય પોલાણ કોષ્ઠાંત્ર ધરાવે છે તેથી તેઓ કોષ્ઠાંત્રિ તરીકે ઓળખાય છે. આ પ્રકારનું પોલાણ શરીરગુહા અને પાચનમાર્ગ તરીકે કામ કરે છે.
આ સમુદાયના પ્રાણીઓને દંશક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ડંખી સંપુટ અથવા સૂત્રાંગ કોષો ધરાવતી રચના ધરાવે છે. દંશક શબ્દ પ્રયોગ સૂત્રાંગો તથા શરીર પર રહેલી ડંખાંગિકા પરથી ઉદ્ભવ થયો છે. તેઓ બધાજ જલીય વસવાટ કરે છે. કેટલાક દરિયાઈ અને કેટલાક મીઠા પાણીમાં વસે છે તેઓ સ્થિર અને તરતા, એકાકી અથવા વસાહતી પ્રાણીઓ છે. તેઓ દ્વિગર્ભસ્તરીય અને પેશીસ્તરીય આયોજન ધરાવે છે. સૂત્રાંગો નો ઉપયોગ આધાર સાથે જકડાઈ રહેવામાં અને ભક્ષણ કરવામાં કરે છે. તેઓમાં બાહ્યસ્તર અને અંત:સ્તર વચ્ચે મધ્યશ્ર્લેષસ્તર ધરાવે છે. અને કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંત:કંકાલ ધરાવે છે. તેઓ અરીય સમમિતિ ધરાવે છે. પ્રાણીઓ બે પ્રકારના સ્વરૂપો ધરાવે છે. તેઓ અદંડી, નળાકાર તથા જોડાયેલાં પુષ્પકો, હાઈડ્રા(જળવ્યાપ), સમુદ્રફૂલ, છત્રી આકરનું અને મુક્ત તરતા છત્રક સ્વરૂપ જેલીફીશમાં જોવા મળે છે. તેમનામાં શરીરગુહાનો અભાવ છે પરંતુ મધ્યમાં આંત્ર પરિવહન (કોષ્ઠાંત્ર) ગુહા ધરાવે છે. તે અધોમુખથી એક છેડે ખૂલે છે. અધોમુખ જનનદ્વાર, ઉત્સર્ગદ્વાર, મુખદ્વાર અને મળદ્વાર તરીકે કાર્ય કરે છે. તેઓમાં બહિકોષિય અને અંતકોષીય પ્રકારનું પાચન હોય છે. તેઓમાં કેટલાક દંશક બન્ને સ્વરૂપોમાં જોવા મળે છે. તેઓ એકાંતરંજન (સમએકાંતરણ કે અનુજનન) દર્શાવે છે. ઓબેલિયામાં પુષ્પકો દ્વારા અલિંગી રીતે પુષ્પકોની ઉત્પતિ કરે છે. તેઓમાં આદિકક્ષાનું અવિભેદિત બહુશાખીય ચેતાકોષોથી, એક પ્રકારની ચેતાજાલિકા રચાય છે. તેઓમાં ઓબેલિયા, ફિરંગી મનવાર, સમુદ્રફૂલ, પેન્નાટુલા, ગાર્ગોનિયા અને મિંડ્રીના જેવા પ્રાણીઓ હોય છે. ડંખાગિકાનું રેખાકૃતીય નિરુપણજવાબ : પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ, પ્રાણીઓના ઉદ્વિકાસમાં સૌપ્રથમ અન્નમાર્ગ અને અંગસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે.
તેઓ પૃષ્ઠવક્ષ બાજુએ ચપટો દેહ ધરાવતા હોવાથી ચપટાકૃમિ તરીકે ઓળખાય છે. વસવાટમાં તેઓ મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં અંત:પરોપજીવી તરીકે જોવા મળે છે. પૃથુકૃમિના ઉદાહરણ (a) પટ્ટીકૃમિ અને (b) યકૃતકૃમિ તેઓ ત્રિગર્ભસ્તરીય, અદેહકોષ્ઠી અને અંગસ્તરીય આયોજન ધરાવે છે. પોષણમાં તેઓ મુક્તજીવી હોય છે માનવી અને પ્રાણીઓમાં અંત:પરોપજીવન ગુજારે છે. તેમના પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો અને ચૂષકો આવેલાં છે પરોપજીવી તરીકે તેઓ યજમાનના શરીરને ચોંટીને કે ચૂશીને પોષકદ્ર્વ્યોનું શોષણ કરે છે. ઉત્સર્ગીકરણમાં જ્યોતકોષ દ્વારા વિશિષ્ટીકરણ પામેલા કોષો આસૃતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે. તેઓમાં લિંગભેદ જોવા મળતો નથી. અંત:ફલન અએ ઘણી ડિમ્ભિય અવસ્થાઓ દ્વારા તેઓનો વિકાસ થાય છે. તેમનામા લિંગી પ્રજનન જોવા મળે છે. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુન:સર્જન ક્ષમતા ધરાવે છે. પટ્ટીકૃમિ અને યકૃતકૃમિ જેવા પ્રાણીઓ આ સમુદાયમાં હોય છે.જવાબ : આ પ્રાણીઓ લાંબા નળાકાર આકારના શરીર ધરાવે છે. વધુમાં તેઓ અણીદાર છેડા ધરાવે છે તો કેટલાક આડા છેદમાં ગોળાકાર જોવા મળે છે માટે તેઓ સૂત્રકૃમિ અને ગોળકૃમિ તરીકે ઓળખાય છે.
વસવાટમાં તેઓ મીઠા અને ખારા જળમાં તો કેટલાક સ્થલીય તથા કેટલાક વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પરોપજીવી તરીકે વસવાટ કરે છે તેઓ મુક્તજીવી જોવા મળે છે. આયોજન બાબતે તેઓ ત્રિગર્ભસ્તરીય, અંગસ્તરીય તથા ફૂટદેહકોષ્ઠ ધરાવતાં પ્રાણીઓ છે. ગોળકૃમિઓ શરીરનું અંગતંત્ર સ્તરનું આયોજન ધરાવે છે. તેઓ દ્વિપાર્શ્વ સમમતિય ધરાવે છે. અન્નમાર્ગ (પાચનમાર્ગ) વિકાસ પામેલો છે. તેમનામાં સ્નાયુલ કંઠનળીઠનળી જોવા મળે છે. તેમનામાં સંપૂર્ણ પાચનમાર્ગ હોય છે. તેઓ ઉત્સર્ગનલિકા અને ઉત્સર્ગછિદ્રો મારફતે આભાશી શરીરગુહામાંથી નકામા પદાર્થોને શરીરમાંથી દૂર કરે છે. તેમનામાં લિંગભેદ જોવા મળે છે. તેમાં નર અને માદા જુદા હોય છે. ઘણીવાર માદા નર કરતાં લાંબુ જોવા મળે છે. તેમનામાં અંત:ફલન થાય છે. તેમાં વિકાસ સીધો કે પરોક્ષ હોય છે. તેનુ બાળસ્વરૂપ પુખ્ત પ્રાણી જેવું જ જોવા મળે છે. સુત્રકૃમિ અને ગોળકૃમિ (કરમીયું) તેમના પ્રજનન અંગો નલિકામય, અંત:ફલનથી લિંગી પ્રજનન થાય છે. કરમિયું, વુકેરેરિયા, એંસાયલોસ્ટોમા તેના ઉદાહરણો છે.જવાબ : તેઓ ખારા અને મીઠા પાણીમાં વસતા જલજ અને કેટલાક સ્થલીય મુક્તજીવી કે પરોપજીવી જોવા મળે છે.
પ્રાણીસૃષ્ટિમાં સૌ પ્રથમ રૂધિરાભિસરણતંત્રની હાજરી અને સાચી શરીરગુહા ધરાવનાર પ્રાણી સમુદાય છે. તેઓના શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. તેઓ ત્રિગર્ભસ્તરીય, સમખંડીય, ખંડતા ધરાવતા દેહકોષ્ઠી પ્રાણીઓ છે. તેમની શરીર રચના સમખંડોમાં એટલેકે ગોળરીંગ જેવા સરખા ભાગોમાં વહેંચાયેલી છે. તેઓ આયામ અને વર્તુળ સ્નાયુઓ ધરાવે છે. માટે આ સમુદાયનું નામ નુપુરક સમુદાય પડ્યું છે. તેમના પ્રચલન અંગો અળસિયામાં કાઈટિનના બનેલા વજ્કેશો, જલીય નુપુરક રેતીકીડામાં અભિચરણપાદ તરવામાં મદદરૂપ પાર્શ્વીય ઉપાંગો ધરાવે છે શરીરદીવાલમાં આયામ અને વર્તુળ સ્નાયુઓ આવેલા છે જે તેમને પ્રચલનમાં ખૂબ જ મદદરૂપ થાય છે. તરવામાં ઉપયોગી છે. નુપુરકના ઉદાહરણો (a) રેતીકીડો અને (b) જળો તેમનો પાચનમાર્ગ સંપૂર્ણ હોય છે અને બર્હિકોષીય પાચન થાય છે. પ્રાણીઓમાં આવું બંધ પ્રકારનું હેમોગ્લોબિનયુક્ત રૂધિરાભિસરણતંત્ર પ્રથમવાર જોવા મળે છે. તેઓ આસૃતિ નિયમન અને ઉત્સર્જન માટે ઉત્સર્ગિકા ધરાવે છે તેમાં ચેતાતંત્ર એક જોડ ચેતાકંદોનું બનેલું હોય છે. જે પાર્શ્વિય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલુ છે. પ્રાણીઓ એકલિંગી હોય છે અથવા ઉભયલિંગી જોવા મળે છે. તેઓ પરફલન દ્વારા લિંગી પ્રજનન કરે છે. જેમકે રેતીકીડો દ્વિગૃહી અને એકગૃહી પ્રાણીઓમાં અળશિયું અને જળો જેવા પ્રાણીઓ જોવા મળે છે.જવાબ : આ સમુદાયના પ્રાણીઓ સાંધાવાળ અંગ ઉપાંગો ધરાવતા હોવાથી તેમને સંધિવાસદ કહે છે. પૃથ્વી પરની નામકરણ થયેલી જાતિઓ પૈકી 2/3 કરતાં વધુ જાતિઓ સંધિપાદ સમુદાયમાં જોવા મળે છે.
આ સમુદાય સૌથી વધુ જાતિઓને સમાવતો અને સંખ્યાકીય રીતે સૌથી મોટી પ્રાણી સમુદાય છે. તેઓનો વસવાટ હવા – પાણી – જમીન પર જોવા મળે છે. તેઓ ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી, અંગતંત્રસ્તરીય આયોજન ધરાવે છે. તેઓ ખંડયુક્ત હોય છે. તેઓ દ્વિપાર્શ્વ સમમિતિય ધરાવે છે. સંધિપાદ સમુદાયના પ્રાણીઓના શરીર કાઈટીનના બનેલા છે અને બર્હિકંકાલથી આવૃત હોય છે. તેઓ શીર્ષ, ઉરસ અને ઉદર ધરાવે છે. શ્વસન અંગો તરીકે તેઓ ઝાલરો, ઝાલરપોથી, ફેફસાપોથી અને શ્વાસનલિકાતંત્ર ધરાવે છે. તેઓ ખુલ્લા પ્રકારનું રૂધિરાભિસરણ તંત્ર ધરાવે છે. તેઓમાં સ્પર્શકો, આંખો, સ્થિતકોષ્ઠ અથવા સમતોલન અંગ જેવા સંવેદન અંગો ધરાવે છે. તેઓ સાંધાવાળા અંગોથી પ્રચલન કરે છે. તેમનો પાચનમાર્ગ સંપૂર્ણ અને સુવિકસિત જોવા મળે છે. સંધિપાદના ઉદાહરણો (a) તીડ (b) પતંગિયું (c) વીંછી (d) ઝિંગો તેઓ એકલિંગી હોય છે. સ્પષ્ટ લિંગભેદ અને અંત:ફલન કરે છે. તેઓ અંડપ્રસવી છે. તેમાં સીધો વિકાસ કે પરોક્ષ જોવા મળે છે. પેરિપેટસ, વીંછી, જિંગા, ભરવાડ, વંદો, મધમાખી, આર્થિક ઉપયોગી કીટકો, લાખ આપતા કીટક, ક્યુલેક્સ, તીડ, મચ્છરો વગેરે આ સમુદાયના પ્રાણીઓ છે.જવાબ : મૃદુકાય સમુદાય બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય છે. તેઓ મૃદુ એટલે કે કોમળ શરીર ધરાવતાં હોવાથી મૃદુકાય નામ અપાયું છે.
તેઓ મોટેભાગે જળમાં ખારા કે મીઠા પાણીમાં તથા સ્થળજ વસવાટ પણ કરે છે તેઓ દેહકોષ્ઠી, અંગતંત્રસ્તરીય આયોજન ધરાવે છે. તેમના શરીર પર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ હોય છે. તેઓ ખંડવિહિન સ્પષ્ટ શીર્ષ, સ્નાયુલપગ અંતરંગ કકુદ કે ખૂંધનું બનેલ શરીર ધરાવે છે. તેમની ત્વચા કોમળ અને વાદળી સદશ્યતર હોય છે તે અતરંગ કકુદની ફરતે આવરણ બનાવે છે. આ કકુદ (ખૂંધ) અને અંતરંગ વચ્ચેના અવકાશને પ્રાવરગુહા કહે છે. તેમની પ્રાવરગુહામાં શ્વસન અને ઉત્સર્જન માટે ઉપયોગી પીંછા જેવી ઝાલરો આવેલી છે. આગળનો શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો ધરાવે છે. તેનુ મુખ કરવત જેવું હોય છે. જેને રેત્રિકા કહે છે. મૃદુકાયનાં ઉદાહરણો : (a) પાઈલા (b) ઑક્ટોપસ કેટલાક પ્રાણીઓનો સ્નાયુલ મૃદુપગનું મુખહસ્તમાં રૂપાંતર થાય છે. તેના વડે પ્રચલન, ખોરાક લેવો, રક્ષણ વગેરે ક્રિયાઓ થાય છે. મુખમાં કરવત જેવી દંતયુક્તિઓ હોય છે. જે ખોરાકને ભાંગીને ખાવા લાયક બનાવે છે. જે રેત્રિકા તરીકે ઓળખાય છે. તેઓ ખુલ્લુ રૂધિરાભિસરણતંત્ર ધરાવે છે. તેઓ પરોક્ષ વિકાસ દર્શાવતા અંડપ્રસવી હોય છે. તેઓ દ્વિગૃહી (એકલિંગી) પ્રાણીઓ છે. બાહ્ય અથવા અંત:ફલન દ્વારા લિંગી પ્રજનન કરે છે. પાઈલા, મોતીછીપ, સેપિયા, લોલીગો, એક્ટોપસ, એપ્લાસીયા, દંતકવચ,અષ્ટક્વચ, વગેરે પ્રાણીઓ આ સમુદાયમાં જોવા મળે છે.જવાબ : આ સમુદાયના પ્રાણીઓ કૅલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાઓ કે તક્તીઓનું અંતઃકંકાલ ધરાવે છે માટે તેમને શૂળો ધરાવતું શરીર એટલે કે શૂળત્વચી નામ આપવામાં આવ્યું છે.
શૂળત્વચીનાં ઉદાહરણો : (a) તારામાછલી (b) બરડતારા આ સમુદાયના પ્રાણીઓ દરિયાઈ ખારા પાણીમાં વસવાટ કરે છે. તેમનું અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત હોય છે. પુખ્ત શૂળત્વચી પ્રાણીઓ અરીય સમમિતિ ધરાવે છે. જ્યારે ડિમ્ભ માં દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી જોવા મળે છે. તેમનું મુખ વક્ષ તરફી એટલેકે નીચેની બાજુએ હોય છે જ્યારે ઉપરની બાજુએ પૃષ્ઠ ભાગે મળદ્વાર સાથેનું સંપુર્ણ પાચનતંત્ર ગોઠવાયેલું હોય છે. આ સમુદાયના પ્રાણીઓ જલવાહક તંત્ર ધરાવે છે. આ તેમના દેહકોષ્ઠની ઉત્પતિ સમયથી જ હાજર જોવા મળે છે. પ્રચલન કરવામાં, ખોરાકને પકડવામાં, તેને ગ્રહણ કરવામાં, અને શ્વસન ક્રિયામાં જલવાહક્તંત્ર ખૂબ જ ઉપયોગી છે. તેઓમાં ઉત્સર્જન તંત્ર હોતું નથી. તેઓ એકલિંગી પ્રાણી સમુદાય છે. બાહ્યફ્લન દ્વારા પ્રજનન કરે છે. ક્યાઈ ગયેલા ભાગો આ પ્રાણીઓ પુંન:મેળવી લેતાં હોય છે. તરતા મુક્ત પ્રકારના ડિમ્ભ મારફતે પરોક્ષ વિકાસ ધરાવે છે. સાગરગોટા, સમુદ્રકમળ, સમુદ્રકાકડી,અને બરડતારા આ સમુદાયના પ્રાણીઓ છે.જવાબ : સામીમેરુદંડી સમુદાયને પહેલાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતો હતો. પરંતુ હાલમાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવ્યો છે.જે અલગ જ સમુદાય છે.
તેઓ સંપૂર્ણ રીતે દરયાઈ છે. કૃમિ જેવા નાના જૂથોમાં દરિયાઈ પ્રાણી તરીકે જોવા મળે છે. આ સમુદાય દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. તેઓનું અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત જોવા મળે છે. તેઓ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. તેમનું શરીર નળાકાર જોવા મળે છે. અગ્ર ભાગે સૂંઢ ધરાવે છે, ગ્રીવા (ડોક) અને લાંબુ ધડ જોવા મળે છે. તેમનું ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોય છે. તેમનું શ્વસન ઝાલરો મારફતે થાય છે. તેમના પાચનતંત્રનો માર્ગ સંપૂર્ણ સીધો જોવા મળે છે જ્યારે કેટલાક વળાંક વાળો યુ આકારનો પાચનમાર્ગ ધરાવે છે. બાલાનોગ્લોસસ સૂંઢગ્રંથિ મારફતે તેઓ ઉત્સર્જન ક્રિયાઓ કરે છે. તેમનામાં લિંગભેદ જોવા મળે છે. તેઓ એકલિંગી પ્રાણીઓ છે. બાહ્યફલન મારફતે તેઓ પ્રજનન કરે છે. તેમનો વિકાસ પરોક્ષ જોવા મળે છે. બાલાનોગ્લોસસ અને સેક્કોગ્લોસસ આ સમુદાયના ઉદાહરણ છે.જવાબ : મેરૂદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓને મૂળભૂત રીતે મેરૂદંડ અને પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ હોય છે વધુમાં તેઓ જોડમાં કંઠનાલીય ઝાલરફાટો ધરાવે છે. તથા તેમની આ અંગોની હાજરી દ્વારા તેમને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જે નીચેની આકૃતિમાં જોઈ શકાય છે.
તેઓ દ્વિપાર્શ્ર સમમિતિય ધરાવે છે. તેઓ ત્રિગર્ભસ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેઓ દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. તેઓ પશ્વિ ગુદાપુચ્છ અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે. તેમનામાં મોટાભાગના પ્રાણીઓ કાસ્થિ અથવા અસ્તિનું સાંધાવાળું અંત:કંકાલ ધરાવતા હોય છે. તેઓ સંપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે. તથા બંધ પ્રકારનું રૂધિરાભિસરણતંત્ર ધરાવે છે. તેઓ એકલિંગી પ્રાણીઓ છે. સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે તથા લિંગી પ્રજનન કરે છે. મેરુદંડી સમુદાયને ત્રણ ઉપસમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે. પૂચ્છમેરુદંડી અથવા કંચુકમેરુદંડી, શીર્ષમેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છમેરુદંડી અને શિર્ષમેરૃદંડી ઉપસમુદાયો ઘણીવાર આદિમેરુદંડીઓ તરીકે પણ ઉલ્લેખાય છે. પુચ્છમેરુદંડી સમુદાય ફક્ત ડિમ્ભિય અવસ્થામાં મેરૂદંડ ધરાવે છે. તેઓ સંપૂર્ણ પણે દરિયાઈ જીવો છે. જેમા સાલ્પા, એસિડિયાનો સમાવેશ થાય છે. શિર્ષમેરુદંડી પ્રાણીઓ સમગ્ર જીવન દરમ્યાન શીર્ષથી પુંછડી સુધીનો વિસ્તાર પામેલો મેરૂદંડ ધરાવે છે. બ્રેકિઓસ્ટોમાં તેનું ઉદાહરણ છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. આ મેરુદંડ પુખ્તાવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે. માટે બધા પૃષ્ઠવંશીઓ એ મેરુદંડીઓ છે, પણ બધા મેરુદંડીઓ એ પૃષ્ઠવંશીઓ નથી. પૃષ્ઠવંશીઓમાં મેરુદંડીઓના પાયાના લક્ષણો ઉપરાંત વક્ષ બાજુએ બે, ત્રણ કે ચાર કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે છે.તેમાં ઉત્સર્જન અને આસૃતિ નિયમન માટે મૃત્રપિંડ હોય છે. પૃષ્ઠવંશીઓ જોડમાં મીનપક્ષો અથવા ઉપાંગો ધરાવે છે. જેનાથી તેઓ પ્રચલન કરે છે.જવાબ : આ વર્ગના પ્રાણીઓ ધારા રેખિય એટલે કે પ્રવાહને અનુકૂળ રચના ધરાવે છે. તેઓ કાસ્થિમય અંતઃકંકાલ ધરાવે છે અને દરિયાઈ પ્રાણી છે.
તેમનું મુખ અગ્ર વક્ષ બાજુએ હોય છે. તેઓ સ્થાયી આજીવન કરોડસ્તંભ ધરાવે છે. તેઓ શ્વસનમાં ઝાલરહઢાંકણ વગરની અલગ ઝાલરફાટો નો ઉપયોગ કરે છે. તેમની ત્વચા ચીકણી હોય છે કઠણ ત્વચા સુક્ષ્મ પ્લેકોઈડના ભીંગડા ધરાવે છે.પ્લેકોઈડ ભીંગડાનું દાંતમાં રૂપાંતર થતાં તેઓ પાછળની બાજુ વળેલા દાંત ધરાવે છે. પોષણ માટે તેઓ બીજા પ્રાણીઓનો શિકાર કરે છે. તેમનામાં પ્લવનાશયો કે વાતાશયોની ગેરહાજરી હોવા છતાં તેઓ ડૂબ્યા વગર સતત તરતા રહે છે. તેમનું હૃદય એક કર્ણક અને એક ક્ષેપક ધરાવતું દ્વિખંડી હોય છે. તેમનામાં કેટલાક વીજઅંગો જેમકે ટોર્પિડો તથા કેટલક ટ્રાયગોન જેવા ઝેરી ડંખ ધરાવે છે. તેઓ શીત રૂધિરવાળા પ્રાણીઓ છે. અસમતાપી હોય છે. તેઓ એકલિંગી પ્રાણીઓ છે. નરમાં પુચ્છ મીનપક્ષો (શ્રોણી કે નિતંબ મીનપક્ષો) આંકડીયા જેવા પકડ ધરાવે છે. તેનાથી તેઓ અંત:ફલન કરે છે. પકડ એ નર મૈથુનાંગ છે. તેમાંના ધણા અપત્યપ્રસવી હોય છે. ડોગફીશ, સોફિશ, ગ્રેટ વ્હાઈટ શાર્ક, રે-ફિશ વગેરે આ વર્ગના પ્રાણી છે. કાસ્થિમય માછ્લીઓનાં ઉદાહરણો (a) સ્કોલિઓડોન (ડૉગ ફિશ) (b) પ્રિસ્ટિસ (સો ફિશ)જવાબ : આ વર્ગના પ્રાણીઓમાં અસ્થિમય અંતઃકંકાલ ધરાવતી સમાવેશિત માછલીઓનો સમાવેશ થાય છે. તેઓ દરિયાઈ ખારા અને મીઠા બન્ને પાણીમાં વસવાટ કરે છે. તેમના શરીર હોડી આકારના જોવા મળે છે.
તેઓ શીર્ષના અગ્ર ભાગે મુખ ધરાવે છે. અને શ્વસનમાં ઝાલરઢાંકણથી ઢંકાયેલ ચાર જોડ ઝાલરો ધરાવે છે તેમની ત્વચા સાયક્લોઈડ કે ટીનોઇડ ભીંગડા વડે આવૃત્ત હોય છે. તેઓ વાતાશયો (પ્લવનાશયો) ધરાવે છે જેનાથી તેઓ તરી શકે છે. એક કર્ણક અને એક ક્ષેપક ધરાવતું દ્વિખંડી હૃદય તેઓ ધરાવે છે. તેઓ શીત રૂધિરવાળા (અસમતાપી) પ્રાણીઓ છે. તેઓમાં લિંગભેદ જોવા મળે છે. તેઓ એકલિંગી પ્રાણીઓ છે.તેઓ બાહ્યફલન દાખવે છે તેઓ મુખ્યત્વે અંડપ્રસવી છે અને તેમનો જીવન વિકાસ પ્રત્યક્ષ (સીધો) જોવા મળે છે. અસ્થિમય માછલીઓનાં ઉદાહરણો : (a) સમુદ્રઘોડો (b) કટલા દરિયાઈ ઉડતી માછલી, સમુદ્ર ઘોડો, મીઠા પાણીના રોહુ, કટલા,મૃગલ તથા માછલીઘરમાં લડાકુ માછલી અને એંજલ માછલી હોય છે. જે આ વર્ગના પ્રાણીઓ છે.જવાબ : આ વર્ગના પ્રાણીઓ ઉભયજીવીઓ તરીકે જલજ અને સ્થળજ પર નૈસર્ગિક નિવાસસ્થાનોમાં જીવન ગુજારી શકે છે. તેઓ અહીં વસવાટ કરે છે.
તેઓ બે જોડ ઉપાંગો ધરાવે છે. શરીર શીર્ષ અને ધડ એમ વિભાજિત થાય છે. કેટલાકમાં પૂંછડી પણ જોવા મળે છે. આ ઉભયજીવીઓની ત્વચા ભીની, ચીકણી અને ભીંગડા વગરની હોય છે. આંખો અને પોપચા પણ હોય છે. કાનમાં કર્ણપટલ હોય છે. પાચનમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનનમાર્ગ એક જ કોટરમાં ખૂલે છે તેને અવસારણી કહે છે જે ફ્ક્ત બહારની તરફ ખૂલે છે. તેઓ ઝાલરો, ફેફસાં અને ત્વચા દ્વારા શ્વસન કરે છે. તેઓ બે કર્ણક અને એક ક્ષેપક એવું ત્રિખંડી હ્રદય ધરાવે છે. તેઓ શીત રૂધિરવાળા પ્રાણીઓ છે. તેઓમાં લિંગભેદ જોવા મળે છે.તેઓ બાહ્યફ્લન દાખવે છે. તેઓ અંડપ્રસવી અને વિકાસ પરોક્ષ છે. ઉભયજીવીના ઉદાહરણ (a) સાલામાન્ડર (b) દેડકો ટોડ, દેડકો, વૃક્ષનિવાસી દેડકો, સાલામાન્ડર, ઇક્થિઓંફિસ વગેરે આ વર્ગના પ્રાણીઓ છે.જવાબ : આ વર્ગના પ્રાણીઓના નામ તેમના પ્રચલનની રીતો જેવી કે પેટે સરકતા ચાલવાની પદ્ધતિને આધારે સરિસૃપ રાખવામાં આવ્યું છે. તેઓ જમીન પર જીવવામાં અનૂકુળ અને જમીન પર ઈંડા મુકતો પ્રાણી સમુદાય છે. કેટલાક જળચર અને જમીનમાં દર બનાવી રહેતા પ્રાણીઓ છે.
તેઓ શરીર પર શુષ્ક અને શંગમય ત્વચા ધરાવે છે તેઓ ત્વચા પર અર્ધચર્મીય ભીંગડા કે પ્રશલ્કોથી આવૃત હોય છે. તેઓ બહાર ખુલતા બાહ્યકર્ણ કે કર્ણપલ્લવ ધરાવતા નથી.ઉપાંગો, જો હાજર હોય તો બે જોડ હોય છે. તેઓ સામાન્ય રીતે ત્રિખંડી, બે કર્ણક અને એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક ધરાવે છે, જ્યારે મગરમાં ચતુષ્કોટરીય હ્રદય જોવા મળે છે. આ સરિસૂપો અસમતાપી કે શીત રુધિરવાળા હોય છે. સાપ અને ગરોળી જેવા પ્રાણીઓ તેમની કાંચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે. તેમનામાં લિંગભેદ જોવા મળે છે. તેઓ અંતઃફલન દર્શાવે છે. તેઓ અંડપ્રસવી અને સીધો વિકાસ ધરાવતાં પ્રાણીઓ છે ઉત્સર્જન માટે મૂત્રપિંડ ધરાવે છે. અર્ધધન કે ધન સ્વરૂપે મૂત્રત્યાગ કરે છે. મૂત્રમાં તેઓ યુરિક એસિડનો ત્યાગ કરે છે. સરિસૃપો (a) કેમેલિયોન (b) મગર (c) ખારા પાણીનો કાચબો (d) કોબ્રા (નાગ) દરિયાઈ કાચબો, વૃક્ષગરોળી, કાચબો, બગીચાની ગરોળી, મગર, ઘડિયાળ, ભીંતગરોળી, ઝેરી સાપ-નાગ, કાળોતરો, ચિતરો વગેરે આ વર્ગના પ્રાણીઓ છે.જવાબ : પક્ષીઓના આ વર્ગના પ્રાણીઓ ઉષ્ણરૂધિરવાળા પ્રાણીઓ છે. તેઓ મોટા ભાગના ઉડવાની અનૂકુળતા ધરાવે છે.કેટલાક અપવાદ છે જે ઉડી શકતા નથી. દા.ત. શાહમૃગ
તેઓ ચાંચ ધરાવે છે. તેમના અગ્રઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે. પશ્ચઉપાંગો સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે. તેમના જડબાની જોડનું ચાંચમાં રૂપાંતર થયું છે. તેમાં દાંત જોવા મળતા નથી. શરીર શીર્ષ, ગરદન, ધડ અને પુંછડીમાં વિભાજિત થયેલું છે. શરીરનો આકાર બોટને મળતો હોય છે. પશ્વ ઉપાંગો ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓ પકડવામાં રૂપાંતરિત થયેલ છે. ત્વચા શુષ્ક હોય છે. પૂંછડીના ભાગે તૈલીગ્રંથિ હોય છે. આ સિવાય કોઈ પણ ગ્રંથિઓ જોવા મળતી નથી. તેઓનું અસ્થિભૂત (હાડકાં) લાંબા અસ્થિઓ ધરાવે છે જે વાતકોટર (હવાથી ભરેલા) હોય છે. સંપૂર્ણ અંતઃકંકાલ હોય છે પક્ષીઓનો પાચનમાર્ગ એ અન્ન-સંગ્રહાશય અને પેષણી જેવા વધારાના કોટરો ધરાવે છે. તેમનું હૃદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય જોવા મળે છે. તેઓ સમતાપી, ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. તેઓ શરીરનું તાપમાન સતત જાળવી રાખવા સક્ષમ છે. ઊંચા તાપમાનમાં રહી શકે છે. તેઓ ફેફસાં દ્વારા શ્વસન કરે છે. વાતાશયો ફેફસાંની સાથે સંકળાયેલા છે જે શ્વસન ક્રિયામાં ઉપયોગી બને છે. તેઓમાં લિંગભેદ જોવા મળે છે. તેઓ અંતઃફલન કરે છે અંડપ્રસવી છે અને સીધો વિકાસ દર્શાવે છે. કેટલાક પક્ષીઓ (a) ગિધ (b) શાહમૃગ (c) પોપટ (d) મોર કાગડો, કબૂતર, પોપટ, શાહમૃગ,મોર, પેંગ્વિન, અને ગીધ વગેરે પ્રાણીઓ આ વર્ગના છે.જવાબ : બાળ શીશુના પોષણ માટે દૂઘની સ્તનગ્રથિઓ ધરાવતાં પ્રાણીઓને સસ્તન કહે છે. સસ્તનની મુખ્ય લાક્ષણિકતા તેની સ્તનગ્રંથિ છે. જે માદામાં હોય છે જ્યારે નરમાં સ્તનગ્રંથિ અક્રિયાશીલ જોવા મળે છે.
બધાજ પ્રકારના નિવાસસ્થાનોમાં આ વર્ગના પ્રાણીઓ જોવા મળે છે. જેવા કે ધ્રુવપ્રદેશ પર, રણમાં, પર્વતો પર, જંગલમાં, તૃણભૂમિમાં અને અંધારી ગુફાઓમાં તેઓ જીવન ગુજારી શકે છે. તેઓ ચાલવા, દોડવા,આરોહણ કરવા, દરમાં ઘૂસવા, તરવા કે ઉડવા માટે અનુકુળ હોય તેવા બે ઉપાંગો ધરાવે છે. કેટલાક સસ્તનો (a) બતકચાંચ (b) કાંગારુ (c) ચામાચિડીયું (d) બ્લ્યુ-વ્હેલ સસ્તન પ્રાણીઓની ત્વચા વાળ (રુંવાટી)વાળી અનોખા પ્રકારની છે. તેઓ બાહ્યકર્ણ કે કર્ણપલ્લવની ધરાવે છે. તેમના જડબામાં વિવિધ પ્રકારના દાંત હાજર હોય છે. જેમાં છેદક, દાઢરાક્ષી વગેરે પ્રકારો જોવા મળે છે. તેઓ ચતુષ્કખંડી મહાધમની ધરાવતું હૃદય ધરાવે છે. તેઓ સમતાપી પ્રાણીઓ છે. ફેફસાં દ્વારા શ્વસન કરે છે. તેઓમાં લિંગભેદ જોવા મળે છે અને અંતઃફલન દર્શાવે છે. થોડાક અપવાદો સાથે તેઓ અપત્યપ્રસવી અને સીધો વિકાસ ધરાવે છે. અડપ્રસવી – બતકચાંચ, અપત્યપ્રસવી-કાંગારુ, ચામાચિડીયું, ઊંટ, વાનર, ઉદર, કૂતરો, બિલાડી, મનુષ્ય, હાથી, ઘોડો, ડોલ્ફીન, બ્લ્યુ-વ્હેલ, વાઘ, સિહ વગેરે આ વર્ગના પ્રાણીઓ છે.જવાબ :
પ્રાણીસૃષ્ટિમાં વિવિધ સમુદાયોની મુખ્ય લાક્ષણિક વિશેષતાઓ
સમુદાય | આયોજનનું સ્તર | સમમિતિ | દેહકોષ્ઠ | ખંડન | પાચન તંત્ર | પરિવહનતંત્ર | શ્વસન તંત્ર | વિશિષ્ટ લક્ષણો |
સછિદ્ર | કોષીય | વિવિધ | ગેરહાજર | ગેરહાજર | ગેરહાજર | ગેરહાજર | ગેરહાજર | શરીરમાં છિદ્રો અને દીવાલમાં કૅનાલ |
કોષ્ઠાંત્રિ (દંશક) | પેશી | અરિય | ગેરહાજર | ગેરહાજર | અપૂર્ણ | ગેરહાજર | ગેરહાજર | ડંખાગિકાઓની હાજરી |
કંકતધરા | પેશી | અરીય | ગેરહાજર | ગેરહાજર | અપૂર્ણ | ગેરહાજર | ગેરહાજર | પ્રચલન માટે કંકત્ તકતીઓ |
પૃથુકૃમિ | અંગ અને અંગતંત્ર | દ્વિપાર્શ્વ | ગેરહાજર | ગેરહાજર | અપૂર્ણ | ગેરહાજર | ગેરહાજર | ચપટુ શરીર, ચૂષકો |
સૂત્રકૃમિ | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | આભાસી દેહકોષ્ઠ | ગેરહાજર | સંપૂર્ણ | ગેરહાજર | ગેરહાજર | ઘણીવાર કૃમિ આકારના લંબાયેલા |
નુપુરક | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | દેહકોષ્ઠ | હાજર | સંપૂર્ણ | હાજર | ગેરહાજર | વલય જેવું શરીર ખંડન |
સંધિપાદ | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | દેહકોષ્ઠ | હાજર | સંપૂર્ણ | હાજર | હાજર | ક્યુટીકલનું બાહ્યકંકાલ, સાંધાવાળા ઉપાંગો |
મૃદુકાય | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | દેહકોષ્ઠ | ગેરહાજર | સંપૂર્ણ | હાજર | હાજર | બાહ્ય કંકાલકવચની સામાન્યત: હાજરી |
શૂળત્વચી | અંગતંત્ર | અરિય | દેહકોષ્ઠ | ગેરહાજર | સંપૂર્ણ | હાજર | હાજર | જલવહનતંત્ર, અરીય સમમિતિ |
સામીમેરુદંડી | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | દેહકોષ્ઠ | ગેરહાજર | સંપૂર્ણ | હાજર | હાજર | સૂંઢ, ગ્રીવા અને ધડયુક્ત કૃમિ જેવા |
મેરુદંડી | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | દેહકોષ્ઠ | ગેરહાજર | સંપૂર્ણ | હાજર | હાજર | મેરુદંડ, પૃષ્ઠ-પોલું-ચેતારજ્જુ, ઝાલરફાટો, ઉપાંગો કે મિનપક્ષો |
જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.