જવાબ : ટાઇડલ વૉલ્યૂમ એટલે સામાન્ય શ્વસન ક્રિયા દરમ્યાન વાયુઓનું શ્વાસ અને ઉચ્છ્વાસનું કદ. તે આશરે 500 ml છે. એટલે કે સ્વસ્થ માણસ દર મિનિટે આશરે 6000 થી 8000 ml વાયુનું શ્વાસ અને ઉચ્છ્વાસ કરે છે. સ્વસ્થ વ્યક્તિનું એક કલાકનું ટાઇડલ વૉલ્યૂમ (આશરે) 6000 x 60 Minutes = 3,60,000 ml.
જવાબ : (a) IRV અને ERV IRV : વાયુનું આ વધારાનું કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર લે છે. સરેરાશ આ કદ 2500 ml થી 3000 ml છે. ERV : વાયુનું આ વધારાનું કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢે છે. સરેરાશ આ કદ 1000 ml થી 1100 ml છે (b) ઈન્સ્પાયરેટરી કૅપેસિટી અને એક્સપાયરેટરી કૅપેસિટી ઈન્સ્પાયરેટરી કૅપેસિટી : સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કુલ કદ. જેમાં ટાઈડલ વૉલ્યુમ અને ઈન્સ્પાયરેટરી રિઝર્વ વૉલ્યૂમનો સમાવેશ થાય છે. (TV+IRV). એક્સપાયરેટરી કૅપેસિટી : સામાન્ય શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી હવાનું કુલ કદ. જેમાં ટાઈડલ વૉલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વૉલ્યૂમનો સમાવેશ થાય છે. (TV+ERV). (c) વાઈટલ કૅપેસિટી અને ટોટલ લંગ કૅપેસિટી વાઈટલ કૅપેસિટી : વ્યક્તિ દ્વારા દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ શ્વાસોચ્છ્વાસમાં હવાનું મહત્તમ કદ છે. આમાં ERV, TV અને IRV નો સમાવેશ થાય છે. અથવા આ હવાની મહત્તમ માત્રા છે કે જે વ્યક્તિ દબાણપૂર્વકના શ્વાસ બાદ, ઉચ્છ્વાસ કરી શકે છે. ટોટલ લંગ કૅપેસિટી : દબાણ પૂર્વકના શ્વાસ બાદ ફેફસાંમાં સમાવિષ્ટ હવાનું કુલ કદ છે. જેમાં RV, ERV, TV અને IRV અથવા વાઈટલ કૅપેસિટી (VC) + રેસિડ્યુઅલ વૉલ્યૂમ (RV) નો સમાવેશ થાય છે.
જવાબ : હવાનું પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પ્રસરણના દર પર અસર કરતું પરિબળ છે.. વાયુકોષ્ઠની પ્રસરણ સપાટીની કુલ જાડાઈ 1 મિલિમિટર (1mm) કરતા ઘણી ઓછી હોય છે. માટે હવાનું પ્રસરણ ફક્ત વાયુકોષ્ઠ વિસ્તારમાં જ થાય છે
જવાબ : પર્વત ઉપર ચઢતા માણસની શ્વસન પ્રક્રિયામાં શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુ:ખાવો વગેરે લક્ષણો જોવા મળે છે. કારણ કે ઓછા થતા હવાના દબાણ અને વધતી ઊંચાઈ સાથે વાયુકોષ્ઠની હવામાં pO₂ નું પ્રમાણ ઓછું લોહીમાં O₂ નું ઓછું પ્રસરણ દર્શાવે છે.
જવાબ : જ્યારે પેશીઓમાં pCO₂ વધારે હોય ત્યારે CO₂નું જોડાણ વધુ થાય છે, O₂ નું વહન ઓછું થાય છે. CO₂ નું દબાણ O₂ ના હીમોગ્લોબિન સાથેના જોડાણમાં ખલેલ પહોંચાડે છે.
જવાબ : વાઈટલ કૅપેસિટી એટલે વ્યક્તિ દ્વારા દબાણપૂર્વક્ના ઉચ્છ્વાસ બાદ શ્વાસોચ્છ્વાસમાં હવાનું મહત્તમ કદ. આમાં ERV, TV અને IRV નો સમાવેશ થાય છે. અથવા આ હવાની મહત્તમ માત્રા છે કે જે વ્યક્તિ દબાણપૂર્વકના શ્વાસ બાદ, ઉચ્છ્વાસ કરી શકે છે.
જવાબ : કીટકો નલિકાઓની ગોઠવણ (શ્વાસનલિકાઓ) દ્વારા વાતાવરણની હવાનું શરીરમાં વહન કરાવે છે.
જવાબ : સામાન્ય શ્વાસોચ્છવાસ બાદ ફેફસામાં રહેલ વાયુનું કદ 2100 થી 2300 ml હોય છે.
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : સાચું
જવાબ : સાચું
જવાબ : સાચું
જવાબ : સાચું
જવાબ : ખોટૂં
જવાબ : ખોટૂં
જવાબ : હાયપોક્સિયા ફેફ્સામાં ઘટતા ઑક્સિજનના જથ્થાને કારણે નિર્માણ પામતી પરિસ્થિતિ છે.
હાયપોક્સિયા ના પ્રકારો નીચે પ્રમાણે છે. (i) હાયપોક્સિમિક હાયપોક્સિયા : આ પરિસ્થિતિમાં રુધિરના ઑક્સિજનના પ્રમાણમાં ધટાડો થાય છે. પરિણામે ધમનીના રુધિરમાં ઑક્સિંજનનું દબાણ ઓછું ઉત્પન્ન થાય છે. (ii) એનિમિક હાયપોક્સિયા : આ પરિસ્થિતિમાં હીમોગ્લોબીનની સાંદ્રાતામાં ધટાડો થાય છે.છે. સ્થાયી હાયપોક્સિયા આ પરિસ્થિતિમાં જોવા મળે છે. વ્યક્તિ જ્યારે અતિશય ઠંડા તાપમાનમાં લાંબો સમય રહે ત્યારે જોવા મળે છે. (iii) હિસ્ટોટોક્સિક હાયપોક્સિયા : પેશીઓ ઑક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી. આ પરિસ્થિતિ કાર્બન મોનોક્સાઈડ અથવા સાઈનાઈડના ઝેરથી ઉત્પન્ન થાય છે.જવાબ : CO₂ હીમોગ્લોબિન દ્વારા કાર્બેમીનો-હીમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે. (આશરે 20-25%). આ જોડાણ CO₂ ના આંશિક દબાણ સાથે સંબંધિત છે. pO₂એ જોડાણને અસર કરતું મુખ્ય પરિબળ છે. જ્યારે પેશીઓમાં pCO₂ વધુ અને pO₂ ઓછું હોય ત્યારે કાર્બન ડાયૉક્સાઇડનું જોડાણ વધુ પરંતુ જ્યારે વાયુકોષ્ઠોમાં pCO₂ ઓછું અને pO₂ વધુ હોય ત્યારે CO₂ નું કાર્બેમીનો-હીમોગ્લોબિનમાંથી વિયોજન થાય છે.
એટલે કે પેશીઓમાં હીમોગ્લોબિન સાથે જોડાયેલ CO₂ વાયુકોષ્ઠોમાં મુક્ત થાય છે. કાર્બોનિક એનહાઈડ્રેઝ ઉત્સેચકની ખૂબ ઊંચી સાંદ્રતા રક્તકણોમાં અને ઓછી માત્રા રુધિરરસમાં પણ હોય છે. આ ઉત્સેચક નીચેની પ્રક્રિયાને બંને દિશામાં સાનુકુળ બનાવે છે. પેશી સ્તરે અપચયને કારણે CO₂ નું આંશિક દબાણ ઊંચું હોય છે, તેથી CO₂ રુધિર (રક્તકણો અને રુધિરરસ) માં પ્રસરણ પામે છે અને HCO3- અને H⁺ બનાવે છે. વાયુકોષ્ઠ સ્તરે જ્યારે pCO₂ નીચું હોય છે ત્યારે પ્રક્રિયા વિરૂદ્ધ દિશામાં થાય છે, જે CO₂ અને H₂O બને છે. આ રીતે પેશી સ્તરે CO₂ બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે અને વાયુકોષ્ઠ સ્તરે વહન પામેલ CO₂ બહાર મુક્ત થાય છે. પ્રત્યેક 100 મિલિ ઑક્સિજનવિહીન રુધિર દ્વારા વાયુકોષ્ઠોમાં લગભગ 4 મિલિ CO₂ મુક્ત થાય છે.જવાબ : રક્તકણમાં લાલ રંગનું આર્યન ધરાવતું રંજકકણ હીમોગ્લોબિન (Haemoglobin) આવેલ છે. O₂ પ્રતિવર્તી (Reversible) રીતે હીમોગ્લોબિન સાથે જોડાઈ ઑક્સિહીમોગ્લોબિન બનાવે છે. દરેક હીમોગ્લોબિન અણુ વધુમાં વધુ 4 (ચાર) O₂ ના અણુઓનું વહન કરે છે. ઓક્સિજનનું હીમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે O₂ ના આંશિક દબાણને આભારી છે.
ઑક્સિજન વિયોજન ચક્ર CO₂ નું આંશિક દબાણ, હાઈડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન જેવા કેટલાક અન્ય પરિબળો છે જે આ જોડાણમાં ખલેલ પહોંચાડે છે. હીમોગ્લોબિનની O₂ સાથેની સંતૃપ્તિ ટકાવારીને pO₂ ની સામે આલેખિત કરતા સિગ્મોઈડ વક્ર મળે છે. આ વક્રને ઑક્સિજન વિયોજન વક્ર (Dissociation) કહે છે. તે હીમોગ્લોબિનના O₂ સાથેના જોડાણને પ્રભાવિત કરતા pCO₂, H⁺ ની સાંદ્રતા વગેરે જેવા પરિબળોની અસરના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે. વાયુકોષ્ઠોમાં ઊંચું pO₂, નીચું pCO₂, ઓછી H⁺ ની સાંદ્રતા અને નીચું તાપમાન જેવા પરિબળો ઑક્સિહીમોગ્લોબિન બનાવવા સાનુકૂલિત છે, જ્યારે પેશીઓમાં નીચું pO₂, ઊંચું pCO₂, ઊંચી H⁺ ની સાંદ્રતા ઉંચા તાપમાનની સ્થિતિ ઑક્સિહીમોગ્લોબિનમાંથી ઑક્સિજનના વિયોજન માટે સાનુકૂળ છે. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઑક્સિજન, હીમોગ્લોબિન સાથે ફેફસાંની સપાટીએ જોડાય છે અને પેશીઓમાં વિયોજન પામે છે. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દર 100 મિલિ ઑક્સિજનયુક્ત રુધિર આશરે 5 મિલિ 0₂ પેશીઓને પહોંચાડે છે.જવાબ : માનવમાં તેના શરીરની પેશીઓની જરૂરિયાત અનુસાર શ્વસનની લયબદ્ધતા સંતુલિત અને સ્થિર રાખવાની એક મહત્વપૂર્ણ ક્ષમતા હોય છે. આ નિયમન ચેતાતંત્ર દ્રારા થાય છે. મગજમાં આવેલ લંબમજ્જા (Medulla) પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલું હોય છે. જે પ્રાથમિક રીતે શ્વરસનના નિયમન માટે જવાબદાર છે.
મગજના પોન્સ પ્રદેશમાં એક અન્ય કેન્દ્ર આવેલું હોય છે જેને શ્વાસ- અનુચલન (Pneumotaxic) કેન્દ્ર કહે છે. જે શ્વસન લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું નિયમન કરી શકે છે. આ કેન્દ્રના ચેતાકીય સંકેતો શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે છે અને આ રીતે શ્વસન દરમાં ફેરફાર કરી શકાય છે. લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી (Chemosensitive) વિસ્તાર આવેલો છે. જે CO₂ અને હાઈડ્રોજન આયન માટે અતિ સંવેદી હોય છે. આ પદાર્થોની વૃદ્ધિથી આ કેન્દ્ર સક્રિય થાય છે જે લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે છે અને શ્વસન પ્રક્રિયામાં જરૂરી ગોઠવણ કરે છે. જેથી આ પદાર્થોનો નિકાલ થઈ શકે. મહાધમની કમાન અને ગ્રીવા ધમની સાથે જોડાયેલ સંવેદો રચનાઓ પણ CO₂ અને H⁺ ની સાંદ્રતાના ફેરફારોને ઓળખી શકે છે તથા ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતા કેન્દ્રને આવશ્યક સંકેતો આપે છે. શ્વસન લયબદ્ધતાના નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથીજવાબ : શ્વાસોચ્છ્વાસમાં બે તબક્કા સમાવિષ્ટ છે : શ્વાસ જે દરમ્યાન વાતાવરણની હવા (વાયુ) અંદર દાખલ થાય છે અને ઉચ્છ્વાસ જેના દ્વારા વાયુકોષ્ઠોમાંની હવા (વાયુ) બહાર મુક્ત થાય છે. વાયુઓની ફેફસાં અને વાતાવરણ વચ્ચેની અવરજવર દાબ ઢોળાંશ દ્વારા સર્જાય છે. શ્વાસ ત્યારે થાય છે જ્યારે ફેફસાંમાંનું દબાણ (આંતર ફુપ્ફુસીય દબાણ) વાતાવરણીય દબાણ કરતા ઓછું હોય એટલે કે, વાતાવરણીય દબાણની સાપેક્ષમાં ફેફસાંનું દબાણ ઋણ હોય છે.
આંતર ફુપ્ફુસીય દબાણ વાતાવરણીય દબાણ કરતાં વધુ હોય તો ઉચ્છ્વાસ થાય છે. આ પ્રકારનું દબાણ નિર્માણ કરવામાં ઉરોદરપટલ અને પાંસળીઓની વચ્ચે આવેલ વિશિષ્ટ સ્નાયુ જૂથ-બાહ્ય અને આંતર પાંસળી સ્નાયુઓ (ઈન્ટરકોસ્ટલ સ્નાયુ) મદદ કરે છે. શ્વાસ ઉરોદરપટલના સંકોચનથી શરૂ થાય છે જે ઉરસીય ગુહાનું અગ્ર-પશ્ચ અક્ષે કદ વધારે છે. બાહ્ય આંતર પાંસળીય સ્નાયુનું સંકોચન પાંસળીઓ અને ઉરોસ્થિને ઉપર તરફ ખેંચે છે. જેથી ઉરસીય ગુહાનું પૃષ્ઠ-વક્ષ અક્ષે કદ વધે છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયવિધિ (a) શ્વાસ (b) ઉચ્છ્વાસ ઉરસીય ગુહાના કદમાં થતી કોઈ પણ પ્રકારની વૃદ્ધિને કારણે ફેફસાંના કદમાં પણ સમાન વૃદ્ધિ થાય છે. ફેફસાંના કદમાં વધારો, આંતર-ફુપ્ફુસીય દબાણમાં ઘટાડો કરે છે. જે વાતાવરણીય દબાણ કરતા ઓછું હોય છે. આ દબાણથી બહારની હવા (વાયુ) ફેફસાંમાં ધકેલાય છે, એટલે કે શ્વાસ થાય છે. ઉરોદરપટલ અને આંતર પાંસળી સ્નાયુઓના શિથિલનથી ઉરોદરપટલ અને ઉરોસ્થી પોતાના મૂળ સ્થાને પરત આવે છે અને ઉરસીય ગુહાનું કદ ઘટે છે. જેથી ફુપ્ફુસીય કદ (ફેફસાંનું કદ) પણ ઘટે છે. જે આંતર ફુપ્ફુસીય દબાણને વાતાવરણીય દબાણ કરતા થોડા વધારા તરફ દોરી જાય છે. જેનાથી ફેફસાંની હવા બહાર નીકળે છે. એટલે કે ઉચ્છ્વાસ થાય છે.આપણે ઉદરમાંના વધારાના સ્નાયુઓની મદદથી શ્વાસ અને ઉચ્છવાસની ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. સરેરાશ એક સ્વસ્થ માનવ પ્રતિ મિનિટ 12-16 વખત શ્વાસોચ્છવાસ કરે છે. શ્વરાસોચ્છ્વાસની ગતિવિધિમાં સામેલ વાયુઓના કદનું માપન સ્પાઇરોમિટરની મદદથી કરવામાં આવે છે. જે ફેફસાંના કાર્યનું દાક્તરી મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.