GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ :

  1. વૃદ્ધિ : સજીવના એક અંગ કે તેના કોઈ ભાગ કે સ્વતંત્ર કોષના કદમાં થતા અપરિવર્તનીય વધારાને વુદ્ધિ કહે છે.
  2. વિભેદન : મૂળ અને પ્રકાંડની વર્ધનશિલ પેશીના કોષોના વિભાજનથી ઉત્પન્ન થતા કોષો વિશિષ્ટ કાર્યો કરવા પરિપક્વ બને છે. કોષોની પરિપક્વતા તરફ આગળ વધવાની આ ક્રિયાને વિભેદન કહે છે.
  3. વિકાસ : એક સજીવના જીવનચક્રમાં આવનારા બધાં જ પરિવર્તનોને વિકાસ કહે છે.
  4. નિર્વિભેદન : જીવંત વિભેદિત કોષો કે જેઓ કેટલીક પરિસ્થિતિઓમાં વિભાજનની ક્ષમતા ગુમાવે છે તે પુન: પ્રાપ્ત કરી શકે છે. આ ઘટનાને નિર્વિભેદન કહે છે.
  5. પુન:વિભેદન : વિભેદિત કોષો ગુમાવેલી વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરી વર્ધનશીલ પેશીમાં ફેરવાઈ નવા કોષો નિર્માણ કરે છે. ઉત્પન્ન થયેલા આ કોષો વિશિષ્ટ કાર્યવિભેદન અને પરિપક્વન પામે છે. તેને પુન:વિભેદન કહે છે.
  6. સીમિત વૃદ્ધિ : કોષ, પેશી કે સજીવની મર્યાદિત સમયગાળા માટે થતી વૃદ્ધિને સીમિત વૃદ્ધિ કહે છે.
  7. વર્ધમાન : વિભાજન પામી નવા કોષોનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતા કોષોના સમૂહને વર્ધમાન કહે છે.
  8. વૃદ્ધિદર : પ્રતિ એકમ સમયમાં થતો વૃદ્ધિના વધારાને વૃદ્ધિદર કહે છે.
  9. ચય : સજીવશરીરમાં થતી તમામ સંશ્ર્લેષણાત્મક જૈવરાસાયણિક ક્રિયાઓને સામૂહિક રીતે ચય કહેવાય.
  10. અપચય : સજીવશરીરમાં થતી તમામ વિઘટનાત્મક જૈવરાસાયણિક ક્રિયાઓને સામૂહિક રીતે અપચય કહેવાય.


જો આવું થાય તો શું થઈ શકે છે ?

(a) GA3 ને ડાંગરના રોપાઓ પર છંટકાવ કરવામાં આવે તો....

(b) વિભાજન પામતા કોષો વિભેદન પામવાનું બંધ કરી નાંખે તો....

(c) એક સડેલા ફળને કાચા ફળો સાથે ઉમેરવામાં આવે તો....

(d) જો તમારાથી સંવર્ધન માધ્યમમાં સાયટોકાઈનીન ઉમેરવાનું ભૂલી જવાય તો....

Hide | Show

જવાબ : (a) GA3 ને ડાંગરના રોપાઓ પર છંટકાવ કરવામાં આવે તો.... GA3 વનસ્પતિમાં વ્યાપક માત્રામાં દેહધાર્મિક પ્રતિક્રિયા દર્શાવે છે. તે અક્ષની લંબાઈ વધારવાની ક્ષમતા ધરાવે છે. ડાંગરમાં તે રોપાની લંબાઈ વધારે છે. (b) વિભાજન પામતા કોષો વિભેદન પામવાનું બંધ કરી નાંખે તો.... વનસ્પતિના વિવિધ કાર્યો માટે પેશીઓનું નિર્માણ ન થઈ શકે. (c) એક સડેલા ફળને કાચા ફળો સાથે ઉમેરવામાં આવે તો.... બાકીના કાચા ફળો પરિપક્વ બની પાકે તે પહેલા તેમાં સળો લાગી શકે. (d) જો તમારાથી સંવર્ધન માધ્યમમાં સાયટોકાઈનીન ઉમેરવાનું ભૂલી જવાય તો.... કોષ વિભાજનની ક્રિયા ઘીમી પડે અને કેલસનું નિર્માણ ઘટે અથવા ધીમે થાય.


જો તમને ઉપયોગ કરવાનું કહેવામાં આવે તો તમે કયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનું નામ આપો :

(a) કોઈ શાખામાંથી મૂળનું નિર્માણ પ્રેરવા માટે -

(b) ફળને ઝડપી પકવવા માટે

(c) પર્ણોની જીર્ણતાને રોકવા માટે

(d) કક્ષીય કલિકાઓમાં વૃદ્ધિ પ્રેરવા માટે

(e) એક રોઝેટ (ગુલાબવત્‌ પર્ણો ધરાવતી) વનસ્પતિમાં ‘બોલ્ટ’ માટે

(f) પર્ણોમાં વાયુરંધ્રને તરત જ બંધ કરવા માટે

Hide | Show

જવાબ : વનસ્પતિ વૃદ્ધિ નિયામકનું નામ નીચે મુજબ આપી શકાય:- (a) કોઈ શાખામાંથી મૂળનું નિર્માણ પ્રેરવા માટે - ઑક્ઝિન (b) ફળને ઝડપી પકવવા માટે - ઈથિલિન (c) પર્ણોની જીર્ણતાને રોકવા માટે - સાયટોકાઈનીન (d) કક્ષીય કલિકાઓમાં વૃદ્ધિ પ્રેરવા માટે - જીબરેલિન (e) એક રોઝેટ (ગુલાબવત્‌ પર્ણો ધરાવતી) વનસ્પતિમાં ‘બોલ્ટ’ માટે - જીબરેલિન (f) પર્ણોમાં વાયુરંધ્રને તરત જ બંધ કરવા માટેલિન - ઍબ્સિસિક ઍસિડ


'સપુષ્પી વનસ્પતિઓમાં કોઈ એક પરિમાણથી વૃદ્ધિને વર્ણવી શકાય નહીં.' કેમ ?

Hide | Show

જવાબ : સપુષ્પી વનસ્પતિઓમાં વિવિધ પરિમાણથી વૃદ્ધિને વર્ણવી શકાય છે. જો કે વૃદ્ધિનું સીધું માપન મુશ્કેલ છે. સામાન્ય રીતે જથ્થામાં થતા વધારા કે ઘટાડા આધારે મપાય છે. જેથી વૃદ્ધિને વિવિધ માપદંડો દ્વારા માપી શકાય છે. કેટલાક માપદંડો જેવા કે સામાન્ય વજનમાં થતો વધારો, શુષ્ક વજન, ક્ષેત્રફળ, કદ અને કોષોની સંખ્યા વગેરે. મકાઈના મૂળાગ્રની વર્ધમાન પેશીમાંનો એક કોષ પ્રત્યેક કલાકે 17,500 કે તેના કરતાં વધારે નવા કોષો ઉમેરાય છે. તે કોષોની સંખ્યામાં થતી વૃદ્ધિને રજૂ કરે છે. જ્યારે તડબૂચમાં કોષો પોતાના કદમાં 3,50,000 ગણો વધારો કરી શકે છે. તે કોષોના કદમાં વૃદ્ધિ વ્યક્ત કરે છે. જ્યારે પરાગનલિકાની વૃદ્ધિને તેની લંબાઈને અનુલક્ષીને માપી શકાય છે.પૃષ્ઠવક્ષીય પર્ણોમાં તેની સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો પણ વૃદ્ધિ દર્શાવે છે.


‘ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વૃદ્ધિ તેમજ વિભેદન વર્ધનશીલ હોય છે.’  તેની ચર્ચા કરો.

Hide | Show

જવાબ : ઉચ્ચ કક્ષાની વનસ્પતિ દેહમાં કેટલાક વિશિષ્ટ સ્થાનો પર વર્ધનશીલ પેશીઓ આવેલી છે. આ વર્ધનશીલ પેશીના કોષો વિભાજન તેમજ સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. આ કોષો વિભેદન પામી નવી પેશીઓ તેમજ અંગોમાં ફેરવાય છે. આમ વર્ધમાન પેશીના કોષો ઝડપથી વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે અને વનસ્પતિદેહની રચના કરે છે. આમ વર્ધનશીલ પેશીના કારણે વનસ્પતિઓમાં વૃદ્ધિ સતત હોય છે.


લઘુ દિવસીય વનસ્પતિઓ અને દીર્ઘ દિવસીય વનસ્પતિઓ બંનેમાં પુષ્પો ક્યારે એક સાથે વિકાસ પામે છે ? સમજૂતી આપો.

Hide | Show

જવાબ : સામાન્ય રીતે લઘુ દિવસીય વનસ્પતિઓમાં પુષ્પસર્જન માટે પ્રકાશ અવધિના નિયત સમયગાળા કરતાં ઓછા પ્રકાશની જરૂર પડે છે. જ્યારે દીર્ઘ દિવસીય વનસ્પતિઓ પુષ્પસર્જન માટે પ્રકાશ અવધિના નિયત સમયગાળા કરતાં વધારે પ્રકાશની જરૂર પડે છે. બંનેમાં પુષ્પો એકસાથે વિકાસ પામતા નથી.


ઍબ્સિસિક ઍસિડને શા માટે તણાવયુક્ત અંતઃસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે ?

Hide | Show

જવાબ : ઍબ્સિસિક ઍસિડ અધિસ્તરમાં આવેલા વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે છે. અને વનસ્પતિઓને વિવિધ પ્રકારના તણાવ માટેની સહનશીલતામાં વધારો કરવાની ક્ષમતા બક્ષે છે. તેના લીધે તેને તણાવયુક્ત અંતઃસ્રાવ કહે છે.


શું પર્ણરહિત વનસ્પતિ પ્રકાશ અવધિના ચક્રની પ્રતિક્રિયા આપી શકે છે ? જો હા કે ના તો કેમ ?

Hide | Show

જવાબ : ના. કારણ કે પ્રકાશ-અવધિના ચક્રની પ્રતિક્રિયા માટે અનુભૂતિ પર્ણો કરે છે. પર્ણરહિત વનસ્પતિમાં તે શક્ય નથી.


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  ફણગો ફૂટવો બીજાંકુરણની શરૂઆત સૂચક પ્રક્રિયા છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  આદિમૂળમાંથી પ્રાથમિક મૂળ વિકાસ પામી બીજછિદ્રમાંથી બહાર આવે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  બીજ સૌપ્રથમ અંતઃચૂષણ દ્વારા પાણીનું શોષણ કરે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  ABA તાણની પરિસ્થિતિને અવરોધે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  ચય વિઘટનાત્મક ક્રિયાઓ છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  સાઇટોકાઈનીનની અસર હેઠળ અગ્રકલિકાનું પ્રભુત્વ ઘટે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  ઈથિલીન તાણની પરિસ્થિતિને અવરોધે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  સાઇટોકાઈનીન પર્ણોમાં ક્લૉરોફિલલની જાળવણી કરે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  જીબરેલીન જનીનિક વામનતાની અભિવ્યક્તિ દૂર કરે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  પરિપક્વન પ્રદેશમાં કોષોનું સ્વરૂપ અને કદ કાયમી બને છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  વિસ્તરણ-પ્રદેશમાં કોષના કોષકેન્દ્રમાં વધારો થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  વર્ધનશીલ પ્રદેશમાં કોષોનો ચયાપચય દર ઝડપી હોય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  પ્રરોહાગ્રમાં ગોઠવાયેલા વર્ધમાનપેશીના કોષો વારંવાર વિભાજન પામે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  અપચય સર્જનાત્મક ક્રિયાઓ છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  ઑક્ઝિન શ્વસનક્રિયાને ઉત્તેજે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો. :-  દેહધાર્મિક દ્રષ્ટિએ વૃદ્ધિ ચયાપચયની ફલશ્રુતિ છે.

Hide | Show

જવાબ : સાચું


ટૂંકમાં વર્ણન કરો :

Hide | Show

જવાબ : (1) આંકડાકીય વૃદ્ધિ : આંકડાકીય વૃદ્ધિમાં સમવિભાજન (સમસૂત્રીભાજન)થી ઉત્પન્ન થતા બે બાળકોષ પૈકી એક બાળકોષ વિભાજન પામે છે. જ્યારે બીજો કોષવિભેદન અને પરિપક્વન પામે છે. આ સ્થિતિ સતત આગળ ચાલુ રહે છે.

ંકડાકીય વૃદ્ધિની સરળ અભિવ્યક્તિ સતત દરે વિસ્તરણ પામતા મૂળમાં જોવા મળે છે. તેમાં અંગની લંબાઈ વિરુદ્ધ સમયનો આલેખ રેખીય-વક્ર મળે છે.

ગાણિતિક રજુઆત :

Lt=Lo+rt

Lt=t સમયે લંબાઈ

Lo=શરૂઆતમાં લંબાઈ 

 r=વૃદ્ધિ દર

 t= સમય

(2) ભૌમિતિક વૃદ્ધિ : મોટા ભાગનાં તંત્રો માધ્યમમાં કોષો, ઘણી ઉચ્ચ વનસ્પતિઓ તેમજ વનસ્પતિ-અંગો ભૌમિતિક વૃદ્ધિ દર્શાવે છે.

તેમાં પ્રારંભિક વૃદ્ધિ ધીમી (Lag phase) ત્યારપછી વૃદ્ધિદરમાં ઝડપથી વધારો થાય છે, તેને ઝડપી વૃદ્ધિ અવસ્થા (Log or Exponetial phase) કહે છે.

ઝડપી વૃદ્ધિ અવસ્થામાં સંતતિ કોષો સમવિભાજનને અનુસરે છે. વિભાજનથી ઉત્પન્ન થતા બંને બાળકોષ વિભાજન ક્ષમતા જાળવી રાખે છે. તેથી સતત વિભાજન દર્શાવાય છે. મર્યાદિત પોષણ પ્રાપ્યતાને કારણે વૃદ્ધિ ઘીમી પડે છે અને સ્થાયી તબક્કા (Stationary Phase) તરફ આગળ વઘે છે.

(3) સિગ્મોઇડ વૃદ્ધિ વક્ર : જો આપણે સમય વિરુદ્ધ વૃદ્ધિના માપદંડનો આલેખ દોરીએ તો આપણને એક વિશિષ્ટ સિગ્મોઈડ કે S – વક્ર આલેખ મળે છે. આ વક્ર પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા બધા સજીવોની લાક્ષણિકતા છે. આ દરેક વનસ્પતિના કોષો, પેશીઓ અને અંગો માટે આદર્શરૂપ છે.

ઝડપી વૃદ્ધિની ગાણિતિક રજુઆત :

W 1= Woert

W 1=અંતિમ કદ

W O=પ્રારંભિક કદ

 r=વૃદ્ધિ દર

 t= વૃદ્ધિ સમય

  e=પ્રાકૃતિક લઘુગુણકનો આધાર

અહિંયા r = એક સાપેક્ષ વૃદ્ધિ દર છે વનસ્પતિની ક્ષમતાનું માપન પણ છે કે જેના દ્વારા નવા વનસ્પતિ દ્રવ્યો ઉત્પન્ન થાય અને જેને એક કાર્યક્ષમતાના સૂચક આંકના સ્વરૂપે ઉલ્લેખી શકાય છે. આમ, W 1 નું અંતિમ કદ, W O ના પ્રારંભિક કદ પર આધારિત છે,

(4) નિરપેક્ષ તેમજ સાપેક્ષ વૃદ્ધિદર : જેવિક તંત્રોની વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના બે રીતોથી કરી શકાય છે.  (1) પ્રતિ એકમ સમયની કુલ વૃદ્ધિની તુલનાને નિરપેક્ષ વૃદ્ધિ દર કહે છે. (2) આપેલ તંત્રની પ્રતિ એકમ સમયે થતી વૃદ્ધિ સામાન્ય આધાર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવતી વૃદ્ધિ છે. ઉદાહરણ તરીકે - પ્રતિ એકમે પ્રારંભિક માપદંડને સાપેક્ષ વૃદ્ધિ દર કહે છે. આકૃતિમાં જ્યાં A અને B વિવિધ કદના બે પર્ણો દોરેલા છે. જે આપેલ સમયે તેમના વિસ્તારની નિરપેક્ષ વૃદ્ધિ થકી A1 અને B1 પર્ણો આપે છે. પરંતુ તેમાંથી એકનો સાપેક્ષ વૃદ્ધિ દર વધારે છે.

નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ દરનું સાંકેતિક નિરૂપણ. બંને પર્ણો A અને B આપેલા સમયમાં પોતાના ક્ષેત્રફળમાં  5 cm2 જેટલો વધારો કરતા A1 અને B1 પર્ણો ઉત્પન્ન કરે છે.


પ્રકાશ અવધિકાળ અને વાસંતીકરણ વિશે તમે શું સમજો છો ? તેના મહત્વનું વર્ણન કરો.

Hide | Show

જવાબ : પ્રકાશ અવધિકાળ : કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા કે પુષ્પસર્જન વધારવા માટે પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક હોય છે. તે પ્રકાશની નિયત સમયગાળાના માપનની ક્ષમતા ધરાવતી વનસ્પતિઓમાં પણ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે, કેટલીક વનસ્પતિઓને પુષ્પ સર્જન માટે સંક્રાંતિ અવધિથી વધારે કે નિયત પ્રકાશ અવધિથી વધારે પ્રકાશની જરૂર હોય છે. આ પ્રકારની વનસ્પતિઓના સમૂહને દીર્ઘ દિવસીય વનસ્પતિઓ કહે છે

જ્યારે બીજી કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન માટે પ્રકાશની અવધિ નિયત અવધિ કરતાં ઓછા પ્રકાશની જરૂર હોય છે. તેથી આ પ્રકારની વનસ્પતિઓને લઘુ દિવસીય વનસ્પતિઓ કહે છે. જેથી બંને પ્રકારની વનસ્પતિઓમાં પુષ્પસર્જનની શરૂઆત થઈ શકે છે.

જુદી જુદી વનસ્પતિઓ માટે પ્રકાશ અવધિનો સમયગાળો જુદો જુદો હોય છે. એવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેઓને પ્રકાશ અવધિ તેમજ પુષ્પસર્જનની પ્રતિક્રિયા પ્રેરવા સાથે કોઈ સંબંધ હોતો નથી.એવી વનસ્પતિઓને તટસ્થ દિવસીય વનસ્પતિઓ કહે છે.

વનસ્પતિમાં માત્ર પ્રકાશની અવધિ જ નહી પરંતુ અંધકારની અવધિનું પણ સમાન મહત્ત્વ છે. આમ, કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્ર પ્રકાશ અને અંધકાર અવધિ પર આધારિત હોતા નથી પરંતુ તેઓની સાપેક્ષ અવધિ પર પણ નિર્ભર હોય છે.વનસ્પતિઓની આવી પ્રતિક્રિયાનો સમય દિવસ / રાતના સ્વરૂપે હોય છે. આ ઘટનાને પ્રકાશ અવધિકાળ કહે છે.

તે પણ એક વધારે રસપ્રદ બાબત છે કે પ્રરોહની અગ્રકલિકા, પુષ્પસર્જન પહેલા પુષ્પસર્જનઅગ્ર કલિકામાં ફેરવાય છે, પરંતુ તે (પ્રરોહની અગ્રસ્થ કલિકા) પોતે પ્રકાશ અવધિને અનુભવતી નથી. પ્રકાશ કે અંધકાર અવધિની અનુભૂતિ પર્ણો કરે છે.

અધિતર્ક એ છે કે અંતઃસ્રાવ (ફ્લોરિજન) પુષ્પસર્જન માટે જવાબદાર છે. અંતઃસ્રાવ (ફલોરિજન) પુષ્પસર્જન પ્રેરવા માટે પણોમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત થાય છે. એવું ત્યારે જ બને છે જ્યારે વનસ્પંતિઓને આવશ્યક પ્રેરિત પ્રકાશ અવધિકાળ પ્રાપ્ત હોય.

વાસંતીકરણ : કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી થાય છે. આ ઘટનાને વાસંતીકરણ કહે છે. તે મૂલ્યવાન પ્રજનનીય વિકાસની પ્રક્રિયાને વિલંબિત કરે છે અને આમ વનસ્પતિને તેની પરિવક્વતા પ્રાપ્ત કરવા માટેનો પૂરતો સમય પૂરો પાડે છે.

વાસંતીકરણ નીચા તાપમાને પુષ્પસર્જનને પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે કેટલીક મહત્ત્વની ખાધ વનસ્પતિઓ - ઘઉં, જવ, રાઈની બે પ્રકારની જાતો ધરાવે છે. શિયાળાની અને વસંતની. સામાન્ય રીતે વસંતઋતુમાં બીજનું વાવેતર થાય છે, જે ઋતુની સમાપ્તિ કે અંતમાં વૃદ્ધિ (પુષ્પ અને ફળનું સર્જન) પામે છે.

શિયાળામાં ઉગતી વનસ્પતિ જાતિઓ વસંત ઋતુમાં વાવવામાં આવે તો ન તો પુષ્પસર્જન થાય કે ન તો ફળસર્જન થાય. જેથી તેને શરદ ઋતુમાં વાવવામાં આવે છે. તે અંકુરિત થાય છેઅને નવી કૂંપળોના રૂપે શિયાળો પસાર કરે છે. પછી વસંત ત્રક્તુમાં પુષ્પસર્જન અને ફળસ્જન દર્શાવે છે અને મધ્ય ગ્રીષ્મ ઋતુ દરમિયાન તેમની કાપણી (લણણી) કરી લેવામાં આવે છે.

વાસંતીકરણના કેટલાક ઉદાહરણ દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં પણ જોવા મળે છે. દ્વિવર્ષાયુ વનસ્પતિઓ એકસ્ત્રીકેસરી વનસ્પતિઓ હોય છે. જે સામાન્ય રીતે પુષ્પો ધરાવે છે અને બીજી ઋતુમાં પુષ્પસર્જન આપે છે

તેમજ નાશ પામે છે. શક્કરિયાં, કોબીજ, ગાજર કેટલીક દ્વિવર્ષાયુ વનસ્પતિઓ છે. દ્વિવર્ષાયું વનસ્પતિઓને નીચું તાપમાન આપવાથી, તેઓમાં પ્રકાશ અવધિકાળને કારણે પુષ્પસર્જનની પ્રતિક્રિયા વધી જાય છે.


પ્રાકૃતિક વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના પાંચ મુખ્ય સમૂહોની યાદી બનાવો. તેમના સંશોધન, દેહધાર્મિક કાર્યો અને કૃષિ કે ઉદ્યાન વિદ્યાકીય ક્ષેત્રે તેમાંથી કોઈપણ અંગેની ઉપયોગિતા વિશે લખો.

Hide | Show

જવાબ : પ્રાકૃતિક વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના પાંચ મુખ્ય સમૂહો નીચે પ્રમાણે છે.

(1) ઑક્ઝિન (2) જીબરેલિન (3) સાઈટોકાઈનિન (4) ઍબ્સિસક એસિડ અને (5) ઈથિલીન

 

  1. ઑક્ઝિનનુ સંશોધન : ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફાન્સીસ ડાર્વિન વૈજ્ઞાનિકોએ નિરિક્ષણ કર્યુ કે કૅનેરી ઘાસ (Canary Grass)ના ભ્રૂણાગ્રચોલ (Colioptile) પ્રકાશના સ્ત્રોત તરફ વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવે છે. આમ, ભ્રૂણાગ્રચોલ પ્રકાશાવર્તન દર્શાવે છે.
 

 

ભ્રૂણાગ્રચોલનો અગ્રસ્થ ભાગ કે જે ઑક્ઝિનનો સ્ત્રોત છે તેનું નિદર્શન દર્શાવતો ઉપયોગી પ્રયોગ. તીર - પ્રકાશની દિશાનું નિર્દેશન કરે છે.

 

શ્રેણીબદ્ધ પ્રયોગોને આધારે નિર્ણય કરવામાં આવ્યો કે, ભ્રૂણાગ્રચોલની ટોચ વાહક પ્રેરણનું સ્થાન છે તે ભ્રૂણાગ્રચોલનો સંપૂર્ણ વળાંક માટેનું કારણ છે. એફ. ડબલ્યુ. વૅન્ટે જવના બીજાંકુરણના ભ્રૂણાગ્રચોલના અગ્રસ્થ ભાગમાંથી ઑક્ઝિનનું અલગીકરણ કર્યુ.

 

  1. જીબરેલિનનું સંશોધન : જીબરેલા ફુજીકુરોઈ (Gibberella fugikuroi) રોગકારક ફૂગ દ્વારા ડાંગરના છોડને બકાને (Bakane - મૂર્ખ છોડ) રોગ લાગુ પડે છે.

ઈ. કરોસોવા વૈજ્ઞાનિકે જીબરેલા ફુજીકુરોઈ રોગકારક ફૂગ ધરાવતું અન્ય જંતુમુક્ત ગાળણની સારવાર ડાંગરના તંદુરસ્ત છોડને આપી અને આ છોડમાં રોગનાં લક્ષણો જોયા. ત્યારબાદ, રોગકારક ફૂગના નામ પરથી સક્રિય પદાર્થની ઓળખ જીબરેલિન (જીબરેલિક ઍસિડ) તરીકે થઈ.

 

  1. સાઈટોકાઈનિનનું સંશોધન : એફ. સ્કૂગ અને તેમના સાથીદારોએ નિરીક્ષણ કર્યુ કે, તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગને ઑક્ઝિન ઉપરાંત વાહક પેશીઓનાં નિતારણ (સત્વ – extract), યિસ્ટ નિતારણ (સત્વ), નારિયેળનું દૂધ કે DNA પૂરક સ્વરૂપે આપવામાં આવે ત્યારે તેમાં અવિભેદિત કોષસમૂહ (કેલસ – Callus) મેળવી શકાય છે.

 

સ્કૂગ અને મિલરે સાઈટોકાઈનેસીસ (કોષવિભાજન) પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ, તેનું સ્ફટિકીકરણ કરી તેનું નામ કાઈનેટિન આપ્યું.

 

  1. ઍબ્સિસક એસિડનું સંશોધન : 1960ના મધ્યમાં ત્રણ અલગ - અલગ સંશોધકોએ વિવિધ પ્રકારના ત્રણ અવરોધકોનું શુદ્ધિકરણ તેમજ રાસાયણિક લાક્ષણિકરણ નોંધ્યું. તેઓના અવરોધક-B, એબ્સિસિન – II તેમજ ડોર્મિન નામ હતા. ત્યારબાદ આ ત્રણેય પદાર્થો રાસાયણિક રીતે એકસરખા સાબિત થયા અને તેમનું નામકરણ ઍબ્સિસક એસિડના રૂપમાં કરવામાં આવ્યું.
 

  1. ઈથિલીનનું સંશોધન : કઝિન્સે નોંધ્યું કે પાકેલા સંતરામાંથી મુક્ત થતો બાષ્પશીલ (Volatile) પદાર્થ તેની નજીકમાં રાખેલા અપરિપક્વ કે કાચા કેળાંને ઝડપથી પકવી નાંખે છે.ત્યારબાદ આ બાષ્પશીલ પદાર્થને ઈથિલિન તરીકે ઓળખવામાં આવ્યો હતો. જે એક વાયુમય PGR છે
 

 

ઑક્ઝિનની દેહધાર્મિક કાર્યો અને કૃષિ કે ઉદ્યાન વિદ્યાકીય ક્ષેત્રે ઉપયોગિતા : પ્રકાંડની કલમમાં મૂળનિર્માણમાં મદદરૂપ છે. તે વાનસ્પતિક પ્રજનનમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તે અપરિપક્વ પર્ણ અને ફળને ખરી પડતા અટકાવે છે, પરંતુ જીર્ણ અને પરિપક્વ પર્ણ અને ફળપતનને પ્રેરે છે. અફલિત ફળ વિકાસને પ્રેરે છે. દા.ત. ટામેટામાં. જલવાહકના વિભેદનનું નિયંત્રણ કરવામાં અને કોષવિભાજનમા મદદરૂપ છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.