GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

નીચે આપેલાં વિધાનોમાં કયા સાચાં છે? જો ખોટું વિધાન હોય તો તેને સાચું લખો:

બોરોનની ઊણપથી અક્ષ કુંઠિત બને છે.

Hide | Show

જવાબ : આ વિધાન સાચુ છે.


નીચે આપેલાં વિધાનોમાં કયા સાચાં છે? જો ખોટું વિધાન હોય તો તેને સાચું લખો:

કોષમાં આવેલા પ્રત્યેક ખનીજ તત્વ તેના માટે આવશ્યક છે.

Hide | Show

જવાબ : આ વિધાન ખોટું છે. કોષમાં આવેલા પ્રત્યેક ખનીજ તત્વ તેના માટે આવશ્યક નથી.


નીચે આપેલાં વિધાનોમાં કયા સાચાં છે? જો ખોટું વિધાન હોય તો તેને સાચું લખો:

નાઇટ્રોજન પોષક તત્વના સ્વરૂપમાં વનસ્પતિ વધુ અચલિત છે.

Hide | Show

જવાબ : આ વિધાન ખોટું છે. નાઇટ્રોજન પોષક તત્વના સ્વરૂપમાં વનસ્પતિ વધુ ચલિત છે.


નીચે આપેલાં વિધાનોમાં કયા સાચાં છે? જો ખોટું વિધાન હોય તો તેને સાચું લખો:

લઘુપોષક તત્વોની આવશ્યકતા નક્કી કરવી અત્યંત સરળ છે, કારણ કે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં જ જરૂરી છે.

Hide | Show

જવાબ : આ વિધાન સાચુ છે.


નાઇટ્રોજિનેઝ લોહતત્વ યુક્ત ઉત્સેચક છે.

Hide | Show

જવાબ : સાચું


નાઇટ્રોજન સ્થાપનમાં NAD રિડક્શન પ્રેરક છે.

Hide | Show

જવાબ : ખોટું


રિડક્ટિવ એમિનેશનમાં ટ્રાન્સએમિનેઝ ઉત્સેચક ભાગ લે છે.

Hide | Show

જવાબ : ખોટું


ટ્રાન્સએમિનેશનમાં ગ્લુટેમિક એસિડ, એમિનોજૂથના દાતા તરીકે વર્તે છે.

Hide | Show

જવાબ : સાચું


સિસ્ટીન અને મિથિયોનીન જેવા એમિનોએસિડના બંધારણમાં સલ્ફર હોય છે.

Hide | Show

જવાબ : સાચું


બાયોટીન (B) અને થાયમીન (B) ના બંધારણમાં સલ્ફર હોય છે.

Hide | Show

જવાબ : સાચું


સાયટોક્રોમ અને ફેરીડૉક્સિનના બંધારણમાં આયર્ન હોય છે.

Hide | Show

જવાબ : સાચું


મૅગ્નેશિયમ, પ્રકાશસંશ્ર્લેષણ દરમિયાન પાણીનું વિઘટન પ્રેરે છે.

Hide | Show

જવાબ : ખોટું


એમોનિફિકેશન એટલે શું ?

Hide | Show

જવાબ : એમોનિફિકેશન એટલે NO માંથી એમોનિયા બનવાની પ્રકિયા.


ભૂમિમાંથી N કયા સ્વરૂપે મહદ્‌અંશે પ્રાપ્ત થાય છે ?

Hide | Show

જવાબ : નાઈટ્રાઈટ


વનસ્પતિમાં N સ્થાપના માટે શું જરૂરી છે ?

Hide | Show

જવાબ : ક્લોરોફિલ


નાઈટ્રોજન સ્થાપનમાં કયો ધટક મહત્વનો છે ?

Hide | Show

જવાબ : નાઈટ્રોજિનઝ


કીટાહારી વનસ્પતિઓ મોટે ભાગે કેવી ભૂમિમાં વસવાટ કરે છે ?

Hide | Show

જવાબ : કીટાહારી વનસ્પતિઓ મોટે ભાગે લધુ પોષકતત્વો વધારે હોય તેવી ભૂમિમાં વસવાટ કરે છે.


અસહજીવી નાઈટ્રોજનસ્થાપક જીવાણુ કયા છે ?

Hide | Show

જવાબ : એઝેટોબૅક્ટર


વનસ્પતિમાં નાઈટ્રોજનનું શોષણ કેવા સ્વરૂપે થાય છે ?

Hide | Show

જવાબ : વનસ્પતિમાં નાઈટ્રોજનનું શોષણ નાઈટ્રેટ સ્વરૂપે થાય છે.


કઈ પ્રક્રિયામાં ગ્લુટેમિક ઍસિડ એમિનોજૂથના મુખ્ય દાતા તરીકે વર્તે છે ?

Hide | Show

જવાબ : ટ્રાન્સ એમિનેશન પ્રક્રિયામાં ગ્લુટેમિક ઍસિડ એમિનોજૂથના મુખ્ય દાતા તરીકે વર્તે છે.


રિડક્ટિવ એમિનેશન માટે કયો ઉત્સેચક જરૂરી છે ?

Hide | Show

જવાબ : રિડક્ટિવ એમિનેશન માટે ગ્લુટામેટ ડીહાઈડ્રોજિનેઝ ઉત્સેચક જરૂરી છે.


એમોનિફિકેશન એટલે શું ?

Hide | Show

જવાબ : વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તેમના મૃતદેહોનું વિધટન થઈ NH મુક્ત થાય છે. તે પ્રકિયાને એમોનિફિકેશન કહે છે.


ડીનાઈટ્રીફિકેશન કયા પ્રકારની ક્રિયા છે ?

Hide | Show

જવાબ : ડીનાઈટ્રીફિકેશન રિડક્શન પ્રકારની ક્રિયા છે.


ખનીજતત્વોનું પરોક્ષ શોષણ કયા પ્રકારે થાય છે ?

Hide | Show

જવાબ : ખનીજતત્વોનું પરોક્ષ શોષણ પ્રસરણ અને આયનોની ફેરબદલી થી થાય છે.


આયનમાર્ગોકયા પ્રકારના વહનમાં જોવા મળે છે ?

Hide | Show

જવાબ : આયનમાર્ગોપ્રસરણ પ્રકારના વહનમાં જોવા મળે છે.


સ્થાયી અને અપ્રસરણશીલ આયનોનું પરોક્ષ સંગ્રહણ કયા સિદ્ધાંત વડે સમજાવાય છે ?

Hide | Show

જવાબ : સ્થાયી અને અપ્રસરણશીલ આયનોનું પરોક્ષ સંગ્રહણ ડોનન-સંતુલન સિદ્ધાંત વડે સમજાવાય છે.


ડોનન-સંતુલન કઈ સપાટીએ થાય છે ?

Hide | Show

જવાબ : ડોનન-સંતુલન કોષરસપટલની સપાટીએ થાય છે.


આયન માર્ગો શેના બનેલા હોય છે ?

Hide | Show

જવાબ : આયન માર્ગો પ્રોટીનના બનેલા હોય છે.


લધુ પોષકતત્વોની માત્રા ઓછી હોય તો તે મહત્વનું કેમ છે ?

Hide | Show

જવાબ : કારણ કે તેઓ વનસ્પતિ માટે વિષકારક છે.


લેશ (Trace) તત્વો એટલે શું ?

Hide | Show

જવાબ : લેશ તત્વો એટલે જે તત્વો કે જેઓ અતિ અલ્પ માત્રામાં જરૂરી હોય તે.


'વનસ્પતિઓમાં ઉત્તરજીવિતતા માટે આવેલા બધાં તત્ત્વો આવશ્યક હોતા નથી.' ચર્ચા કરો.

Hide | Show

જવાબ : જમીનમાં કે ભૂમિમાં આવેલા મોટા ભાગનાં ખનિજ તત્વો મૂળ દ્વારા વનસ્પતિઓમાં પ્રવેશી શકે છે. વનસ્પતિમાં પ્રવેશ પામતાં બધાં જ ખનીજ તત્વો આવશ્યક હોતા નથી.વનસ્પતિમાં કેટલાંક તત્વોનું શોષણ અને સંગ્રહ થવાનું કારણ ભૂમિમાં તેમનું સંકેન્દ્રણ ઊંચુ હોય છે.સંશોધન થયેલા 105 તત્વો માંથી 60 કરતાં વધુ તત્વો વનસ્પતિમાં જોવા મળ્યાં છે. દા.ત. કેટલીક વનસ્પતિઓની જાતિઓમાં સેલેનિયમ(Se)નો સંગ્રહ કરે છે.

જ્યારે કેટલીક વનસ્પતિઓ સોના(AU)નો સંગ્રહ કરે છે.ન્યુક્લિઅર પરીક્ષણ સ્થળોની નજીકમાં ઉગતી વનસ્પતિઓમાં રેડિયો-એક્ટિવ સ્ટ્રોન્શિયમ (Sr) જોવા મળે છે.આમ, વનસ્પતિઓમાં ઉત્તરજીવિતતા માટે આવેલા બધાં તત્ત્વો આવશ્યક હોતા નથી.


જલસંવર્ધનમાં ખનીજ પોષણ સાથે સંકળાયેલ અભ્યાસમાં પાણી અને પોષક ક્ષારોની શુદ્ધતા જરૂરી કેમ છે ?

Hide | Show

જવાબ : જલસંવર્ધનમાં ખનીજ પોષણ સાથે સંકળાયેલ અભ્યાસમાં ખનીજ તત્વની અગત્યતા અને તેની ઊણપથી સર્જાતાં ચિહ્‌નોનો અભ્યાસ કરવાનો હોય છે.

અશુદ્ધ પાણીમાં મોટી સંખ્યામાં અન્ય ખનીજ પોષક તત્વો ઓગળેલા હોય છે. ચોક્કસ ખનીજ પોષક તત્વો પણ અશુદ્ધિઓ ધરાવે છે. જો અશુદ્ધ પાણી અને આવા ખનીજ પોષક તત્વો જલસંવર્ધન અભ્યાસમાં ચોક્કસ ખનીજ તત્વની આવશ્યકતા નક્કી કરવામાં ઉપયોગ કરવામાં આવે, તો અશુદ્ધિઓ ચોક્કસ પરીણામ નક્કી કરવામાં અવરોધ સર્જે અથવા ખોટા પરિણામ પ્રાપ્ત થાય.

માટે, જલસંવર્ધનમાં ખનીજ પોષણ સાથે સંકળાયેલ અભ્યાસમાં પાણી અને પોષક ક્ષારોની શુદ્ધતા જરૂરી છે.


ઉદાહરણ સહિત સમજાવો : ગુરુપોષક તત્વો, લઘુપોષક તત્વો, ઉપયોગી પોષક તત્વો, વિષારી તત્વો અને આવશ્યક તત્વો.

Hide | Show

જવાબ : ગુરુપોષક તત્વો : - જે પોષક તત્વો સામાન્ય રીતે વનસ્પતિઓની પેશીઓમાં શુષ્ક પદાર્થના 10 m mole kg־¹ થી વધુ માત્રામાં આવેલા હોય તેને ગુરુપોષક તત્વો કહે છે.

ઉદાહરણ : કાર્બન, હાઈડ્રોજન, ઑક્સિજન, નાઈટ્રોજન, ફૉસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સલ્ફર.

લઘુપોષક તત્વો : - જે પોષક તત્વો સામાન્ય રીતે વનસ્પતિઓની પેશીઓમાં શુષ્ક પદાર્થના 10 m mole kg־¹ થી ઓછી માત્રામાં આવેલા હોય તેને ગુરુપોષક તત્વો કહે છે.

ઉદાહરણ : આયન (લોહ), મેંગેનીઝ, કૉપર, મોલિબ્ડેનમ, ઝિંક, બોરોન, ક્લોરિન અને નિકલનો સમાવેશ થાય છે.

ઉપયોગી પોષક તત્વો : જે પોષક તત્વો ઉચ્ચ વનસ્પતિઓને ગુરુ અને લધુ પોષક તત્વો ઉપરાંત જરૂરી હોય તેને ઉપયોગી પોષક તત્વો કહે છે.

ઉદાહરણ : સોડિયમ, સિલિકોન, કોબાલ્ટ અને સેલેનિયમ

વિષારી તત્વો : કોઈ પણ ખનીજ તત્વો વનસ્પતિમાં વિષારી અસરો ઉત્પન્ન કરે તો તેને વિષારી તત્વો કહેવાય છે.

ઉદાહરણ : મેંગેનીઝનું વધારે પ્રમાણ

આવશ્યક તત્વો : આવશ્યક ખનીજ તત્વો વનસ્પતિના વિવિધ કાર્યો માટે જરૂરી છે.

ઉદાહરણ :

કોષોના રચનાત્મક તત્વો – કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન.

ઊર્જા સંબંધિત રાસાયણિક સંયોજનોના ઘટકો -  હરિત દ્રવ્યમાં મેગ્નેશિયમ અને ATP નાં બંધારણમાં ફોસ્ફરસ.


વનસ્પતિઓના ઓછામાં ઓછી પાંચ ઊણપનાં લક્ષણો આપો. તેનું વર્ણન કરો અને ખનીજોની ઊણપથી તેમનો સહસંબંધ સ્પષ્ટ કરો.

Hide | Show

જવાબ : વનસ્પતિઓ દ્વારા દર્શાવાતા ઊણપીય લક્ષણોમાં ક્લોરોસીસ, નેક્રોસિસ, વનસ્પતિની કુંઠિત વૃદ્ધિ, કસમયે પર્ણો અને કલિકાઓનું ખરી પડવું અને કોષવિભાજન અવરોધાય વગેરેનો સમાવેશ થાય છે.

ક્લોરોસીસ : ક્લોરોફિલનો ઘટાડો કે વ્યય થવાથી પર્ણો પીળા બને છે. તેને ક્લોરોસીસ કહે છે. આ લક્ષણ N, K, Mg, S, Fe, Mn, Zn અને Mo ની ઉણપને લીધે સર્જાય છે.

નેક્રોસિસ : નેક્રોસિસમાં મુખ્યત્વે પેશીઓનું મૃત્યુ થાય છે. આ લક્ષણ Ca, Mg, Cu અને K ની ઉણપને કારણે થાય છે.

વનસ્પતિની કુંઠિત વૃદ્ધિ : આ લક્ષણ N, Ca, Fe, B, Mo અને CI ઉણપને કારણે થાય છે.

કસમયે પર્ણો અને કલિકાઓનું ખરી પડવું : N, S તેમજ Mo ની સાંદ્રતા ઓછી થવાને લીધે વનસ્પતિઓમાં કસમયે પર્ણો અને કલિકાઓ ખરી પડે છે.

કોષવિભાજન અવરોધાય : N, K, S અને Mo ના ઓછા પ્રમાણને કારણે સર્જાય છે.


કેટલીક વનસ્પતિઓમાં ઊણપનાં લક્ષણો સૌથી પહેલા તરુણ ભાગમાં જ જોવા મળે છે, જ્યારે કેટલીક અન્ય વનસ્પતિઓમાં પરિપક્વ અંગોમાં કેમ જોવા મળે ?

Hide | Show

જવાબ : પ્રત્યેક તત્વ વનસ્પતિઓમાં એક કે વધુ ચોક્કસ સંરચનાત્મક અને કાર્યાત્મક ભૂમિકા ધરાવે છે. વનસ્પતિઓ કેટલાક બાહ્યાકાર ફેરફારો દર્શાવે જ્યારે કોઈ નિયત તત્વની ગેરહાજરી હોય.આવા બાહ્યાકાર ફેરફારો કોઈ ચોક્કસ તત્વની ઉણપનું સૂચન કરે છે.આવાં તત્વો વહનશીલ કે અવહનશીલ હોય શકે છે.

જ્યારે તત્વ અવહનશીલ હોય છે અને પરિપક્વ અંગમાંથી બહાર નીકળતા નથી ત્યારે અપર્યાપ્તતાના લક્ષણો તરુણપેશીમાં પહેલાં જોવા મળે છે.વનસ્પતિઓમાં સક્રિય રીતે વહન પામતા તત્વો જે તરુણ, વિકાસશીલ પેશીઓમાં નિકાસિત થાય છે, તેવા કિસ્સામાં અપર્યાપ્તતાના લક્ષણો (ચિહનો) જીર્ણ પેશીઓમાં પહેલાં જોવા મળે છે.

ઉદાહરણ તરીકે નાઇટ્રોજન, પોટેશિયમ અને મૅગ્નેશિયમની ઉણપના લક્ષણો સૌ પ્રથમ જીર્ણ પામેલ પર્ણોમાં જોવા મળે છે. જીર્ણ પર્ણોમાં, તે તત્વ ધરાવતા જેવિક અણુઓનું વિઘટન થાય છે. જેથી તરુણ પર્ણામાં તેમના વહનને શક્ય બનાવે છે.


ધારો કે એક વનસ્પતિમાં એકથી વધારે તત્વોની ઊણપનાં લક્ષણો જોવા મળે છે તો પ્રાયોગિક રીતે તમે કેવી રીતે તેને ચકાસશો કે કયા ખનીજ તત્વની ઊણપ છે ?

Hide | Show

જવાબ : ધારો કે એક વનસ્પતિમાં એકથી વધારે તત્વોની ઊણપનાં લક્ષણો જોવા મળે છે તો પ્રાયોગિક રીતે તેને ચકાસવા માટે જલસંવર્ધન, વાતસંવર્ધન અને રસાયણ સંવર્ધન જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય. તેમા પણ જલસંવર્ધન પદ્ધતિ વધુ પ્રચલિત છે.

જલસંવર્ધનમાં વધારે પ્રમાણમાં પોષક દ્વાવણ બનાવવામાં આવે છે જેમાં વનસ્પતિના જરૂરી બધાજ પોષક તત્વો આવરી લેવાય છે.પછી બીજા પોષકદ્રાવ્યો એવા બનાવવામાં આવે છે જેમા એક ચોક્ક્સ પોષક તત્વોની ઉણપ હોય.આવા પોષક દ્રાવ્યમાં વનસ્પતિઓને ઉછેરતા તે તત્વની ગેરહાજરી જોઈ શકાય છે.

આમ એક કરતાં વધારે પ્રયોગના અંતે જે ચોક્કસ ખનીજ તત્વની ઉણપ હોય તે શોધી શકાય છે.


વનસ્પતિઓ દ્વારા ખનીજોનું શોષણ કેવી રીતે થાય છે ?

Hide | Show

જવાબ : વનસ્પતિઓ દ્વારા ખનીજ તત્વોનું શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ અલગ તારવેલા કોષો, પેશીઓ અથવા અંગોમાં કરવામાં આવે છે.

વનસ્પતિઓ દ્વારા ખનીજ તત્વોનું શોષણ બે તબક્કામાં થાય છે.

પ્રથમ તબક્કો : આયનોનું અપદ્રવ્ય પથ દ્વારા કોષો વચ્ચેના બાહ્ય અવકાશ (Outer Space) અથવા મુક્ત અવકાશ (Free Space) માં ઝડપથી અંત:ગ્રહણ થાય છે, જે નિષ્કિય વહન છે.

બિજો તબક્કો : આયનોનું કોષના આંતરિક અવકાશ (Inner Space)માં ધીમું વહન થાય છે. જે સંદ્રવ્ય પથ છે.

અપદ્રવ્ય પથમાં આયનોનું નિષ્ક્રિય વહન સામાન્ય રીતે આહનઆહન માર્ગ (ચેનલ) તથા પસંદગીશીલ છિદ્ર તરીકે વર્તતા પારપટલ પ્રોટીન દ્વારા થાય છે. જ્યારે સંદ્રવ્ય પથમાં આયનોનો પ્રવેશ અને નિકાલ માટે ચયાપચયક ઊર્જાની આવશ્યકતા હોવાથી તે સક્રિય પ્રકિયા છે.

ખનીજ આયનો મૂળ દ્વારા પરોક્ષ કે સક્રિય રીતે ખેંચાય છે. આયનોના વહનને સામાન્ય રીતે ફ્લક્સ (Flux) કહે છે. બહારથી કોષમાં થતાં ખનીજ આયનના વહનને ઈનક્લક્સ(Influx) કહે છે. જ્યારે કોષમાંથી બહાર તરફ થતાં વહનને ઈફ્લક્સ (Eflux) કહે છે.


રાઈઝોબિયમ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટેની જરૂરી શરતો કઈ છે ? અને N2 સ્થાપનમાં તેમની ભૂમિકા શું છે?

Hide | Show

જવાબ : રાઈઝોબિયમ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટેની જરૂરી શરતો નીચે પ્રમાણે છે.

        1.      પર્યાપ્ત ઊર્જા ATP ની પ્રાપ્તિ

        2.      રિડક્શન માટે હાઈડ્રોજન-દાતા

        3.      અજારક સ્થિતિની જાળવણી

        4.      નાઈટ્રોજીનેઝ ઉત્સેચકની ક્રિયાશીલતા

સહજીવી જેવિક નાઇટ્રોજન સ્થાપનના કેટલાક પ્રકારોનું જૂથ જાણીતું છે. આ બધામાં મુખ્યત્વે શિમ્બી વનસ્પતિઓના મૂળ (Legume) અને બેક્ટેરિયા (જીવાણુ) વચ્ચે સંબંધ સ્થપાયેલો હોય છે. અલ્ફાલ્ફા (રજકો), સ્વીટ ક્લોવર (કપીલો), વટાણા, મસૂર, બગીચાના વટાણા, બ્રોડ બીન્સ (બાફળા), ક્લોવર બીન (ગંગેટી) (વાલ) વગેરેના મૂળમાં દંડાકાર રાઈઝોબિયમ પ્રજાતિ આ પ્રકારનો સંબંધ ધરાવે છે.

સૌથી સામાન્ય સહજીવન મૂળની ગાંઠોના સ્વરૂપમાં થાય છે. આ ગાંઠો મૂળ પરના બહિરુદ્‌ભેદ છે. (મૂળગંડિકાઓ). લેગ્યુમિનોસ સિવાયની વનસ્પતિઓ(દા.ત. એલ્નસ)ના મૂળ પર સૂક્ષ્મ જીવ ફેંન્કિયા (Frankia) સ્થાપક ગ્રંથિઓ ગંડિકાઓ ઉત્પન્ન કરે છે.

રાઇઝોબિયમ અને ફેંન્કિયા બંને ભૂમિમાં મુક્ત જીવી છે, પરંતુ સહજીવીના રૂપમાં વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે.


મૂળગંડિકાના નિર્માણ માટે કયા તબક્કા સંકળાયેલા છે ?

Hide | Show

જવાબ : મૂળગંડિકા નિર્માણમાં યજમાન વનસ્પતિઓના મૂળ તેમજ રાઈઝોબિયમ બેક્ટેરિયા વચ્ચે થતી ઘણી શ્રેણીબદ્ધ આંતર ક્રિયાઓ સંકળાયેલ છે.

ગંડિકા નિર્માણના ચાર તબક્કાઓ નીચે મુજબ છે :

સોયાબિનમાં મૂળગંડિકાનો વિકાસ

રાઇઝોબિયમ બહુગુણન પામીને મૂળની આસપાસ વસાહત રચે છે અને અધિસ્તર અને મૂળરોમના કોષો સાથે જોડાઈ જાય છે. મૂળરોમમાં વહન પામે છે અને જીવાણુ મૂળરોમમાં પ્રવેશે છે.

એક સંક્રમિત તાંતણા જેવી રચના ઉત્પન્ન થાય છે. જે જીવાણુને મૂળના બાહ્યક (Cortex) સુધી લઈ જાય છે કે જ્યાં તેઓ ગંડિકા નિર્માણની શરૂઆત કરે છે.

ત્યાર બાદ જીવાણુ તાંતણાથી મુક્ત થઈને કોષોમાં દાખલ થાય છે.

જ્યાં તે વિશિષ્ટ નાઈટ્રોજન સ્થાપન કોષોમાં વિભેદન પામે છે. આ પ્રકારે ગંડિકાનું નિર્માણ થાય છે. જે યજમાનની વાહક પેશી સાથે પોષક તત્વોની આપલે માટે સંકળાય છે. આ ઘટનાક્રમ ઉપરની આકૃતિ માં દર્શાવેલ છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ખનીજ પોષણ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.