GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ટૂંકમાં જવાબ આપો :

Hide | Show

જવાબ : (a) શા માટે રસાંકુરો આંતરડામાં હોય છે અને જઠરમાં નથી હોતા ? જઠરમાં ખોરાક વલોવાય છે. એટલે કે અંશત: પાચન થાય છે માટે રસાંકુરો જઠરમાં હોતા નથી. જ્યારે આંતરડામાં ખોરાક તેની સપાટી પર આવેલા સૂક્ષ્મ રસાંકુરો દ્વારા રુધિરવાહિની મારફતે શોષણ પામી રુધિરમાં ભળે છે. (b) પાચનનળીની દીવાલના પાયાના સ્તરો કયા છે ? પાચનનળીની દીવાલમાં અન્નનળીથી મળાશય સુધી ચાર સ્તરો આવેલા હોય છે. લસીસ્તર, સ્નાયુસ્તર, અધ:શ્ર્લેષ્મ સ્તર અને શ્ર્લેષ્મસ્તર


જઠરમાં HCI નો સ્રાવ ન થાય તો શું થાય ?

Hide | Show

જવાબ : જઠરમાં HCI નો સ્રાવ ન થાય તો, HCI પેપ્સિનોજનને સક્રિય કરી પ્રોટીનના પાચનમાં મદદ ન કરી શકે અને ખોરાકમાં મુખ દ્વારા આવેલા જીવાણુનો નાશ પણ ન થઈ શકે.  


 

પિત્તરસ પાચક ઉત્સેચકો ધરાવતું નથી છતાં પાચનમાં તે મહત્વનું છે. શા માટે ?

Hide | Show

જવાબ : પિત્તરસ પાચક ઉત્સેચકો ધરાવતું નથી છતાં પાચનમાં તે મહત્વનું છે કારણ કે પિત્તરસમાં રહેલા અકાર્બનિક ક્ષારો જઠરપાકની અમ્લિયતાને દૂર કરે છે. સ્વાદુરસના ઉત્સેચકો આલ્કલીય માધ્યમમાં જ સક્રિય બની પાચન ક્રિયા કરે છે. પિત્તરસમાં રહેલા કાર્બનિક ક્ષારો તૈલોદીકરણ દ્વારા ચરબીને નાનાં ગોલકોમાં ફેરવી પાચન સરક કરે છે. આમ, પાચક ઉત્સેચકો ધરાવતું નથી છતાં પાચનમાં તે મહત્વનું છે.


પાચનમાં કાયમોટ્રિપ્સિનનો ફાળો વર્ણવો. જે ગ્રંથિમાંથી તે સ્ત્રવે છે, તે શ્રેણીના બે અન્ય ઉત્સેચકો કયા છે ?.

Hide | Show

જવાબ : પાચનમાં કાયમોટ્રિપ્સિન પ્રોટીન, પેપ્ટોન્સ અને પ્રોટીઓઝીસને ડાય પેપ્ટાઈડમાં ફેરવે છે. તે શ્રેણીના બે અન્ય ઉત્સેચકોમાં ટ્રિપ્સિનોજેન અને પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝનો સમાવેશ થાય છે.


પુખ્ત માનવમાં વિવિધ પ્રકારના દાંતનાં નામ અને સંખ્યા જણાવો.

Hide | Show

જવાબ : પુખ્ત માનવમાં કુલ 32 દાંત હોય છે. જેમાં ઉપલા અને નીચલા જડબામાં એક સરખા 16 – 16 દાંત હોય છે. વિવિધ પ્રકારના દાંતના નામો અને સંખ્યા નીચે પ્રમાણે છે. છેદક (Incisors) 2, રાક્ષી (Canine) 1, અગ્રદાઢ (Premolar) 2, દાઢ (Molar) 3 દાંત પ્રત્યેક અર્ધભાગમાં 2 1 2 3 રીતે ગોઠવાયેલા હોય છે. માટે દંત સૂત્ર 2123/2123 થી દર્શાવાય છે.


માનવનું દંતસૂત્ર આપો.

Hide | Show

જવાબ : માનવનું દંતસૂત્ર 2123 / 2123  છે.


શબ્દ સમજાવો : કુપદંતી અને પ્રતિસ્થાપી દંતવિન્યાસ.

Hide | Show

જવાબ : કુપદંતી : મુખગુહામાં ઘણા દાંત અને સ્નાયુલ જીભ આવેલ હોય છે. દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલા હોય છે. આ પ્રકારના જોડાણને કુપદંતી (Thecodont) કહે છે. પ્રતિસ્થાપી દંતવિન્યાસ : મોટાભાગના માનવ સહિતના સસ્તનો તેમના જીવનકાળ દરમ્યાન બે પ્રકારના દાંત ઉત્પન્ન કરે છે, પહેલા દૂધિયા દાંત આવે છે પછી તેના સ્થાને પુખ્ત દાંત (કાયમી દાંત) આવે છે. આ પ્રકારના દંતવિન્યાસને પ્રતિસ્થાપી (Diphyodont) કહે છે.


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  પક્વાશયની દીવાલમાંથી એન્ટેરોગૅસ્ટ્રિન ઉત્પન્ન થાય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  દાંત માત્ર હનુનાં અસ્થિમાં ખૂંપેલા હોય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  સ્વાદુરસમાં એન્ટરોકાઈનેઝ સહ ઉત્સેચક હોય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  પિત્તરસ પિત્તક્ષારો અને પિત્તરંજકો ધરાવે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  જઠરમાં મિલ્કપ્રોટીનનું લાઇપેઝ દ્વારા પાચન થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  યકૃત શરીરની મોટી રાસાયણિક ફૅક્ટરી છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  મનુષ્યમાં લાળગ્રંથિઓની સંખ્યા 4 છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  કુપોષણથી ક્વૉશિયોરકોર થાય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  ગ્લુકોઝ અને એમિનોએસિડનું શોષણ મોટા આંતરડામાં થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  મળસર્જન મોટા આંતરડામાં થાય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  લાઇસોઝાઇમ જઠરરસમાં રહેલ છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  મળદ્વાર અને નિજઠરને છેડે મુદ્રિકા સ્નાયુઓથી બનેલ વાલ્વ હોય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  પક્વાશય એ ‘U’ આકારની રચના છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  જઠરમાં કાર્બોદિતોનું પાચન થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  કોલોન એ ઊર્ધ્વ, અનુપ્રસ્થ અને અધોગામી વિસ્તાર ધરાવે છે. 

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  પાચનમાર્ગ અગ્રગુહાથી શરૂ થાય છે, જેને મુખગુહા કહે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  મનુષ્ય પ્રતિસ્થાપી દંતવિકાસ ધરાવે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  મોટા આંતરડામાં પાણી અને ખનીજક્ષારોનું અભિશોષણ થાય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  રસાંકુરો અન્નનળીના વિસ્તારમાં આવેલા હોય છે.

 

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  સ્વાદુપિંડમાં ગ્લુકાગોન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  નાના આંતરડામાં પાચિત ખોરાકનું અભિશોષણ થાય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  મનુષ્યના પ્રત્યેક જડબામાં બે પ્રકારના દાંત હોય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  એમાઇલેઝનું ઉત્પતિસ્થાન લાળગ્રંથિ અને સ્વાદુપિંડ છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  અન્નનળી અને શ્વાસનળી સ્વરપેટીમાં ખૂલે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  લાળરસમાં રહેલ લાઇસોઝાઈમ ખોરાકની અમ્લીયતા દૂર કરે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  મોટા આંતરડામાં પાચનક્રિયા થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  અંધાંત્ર આંત્રરસનું સર્જન કરે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. :-  પિત્તાશય એ પિત્તરસનો સ્રાવ કરે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


પેપ્સિનોજેન તેના સક્રિય સ્વરૂપમાં કઈ રીતે ફેરવાય છે ?

Hide | Show

જવાબ : જઠરના શ્ર્લેષ્મસ્તરમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. જઠર ગ્રંથિમાં મુખ્ય ત્રણ પ્રકારના કોષો આવેલા હોય છે.

(1) શ્ર્લેષ્મનો સ્રાવ કરતા શ્ર્લેષ્મીય ગ્રીવા કોષો (ગોબ્લેટ કોષો)

(2) નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજેનનો સ્રાવ કરતા પેપ્ટિક કોષો

(3) HCI અને અંતર્ગત (Instrinsic) કારક(વિટામિન B12 ના શોષણ માટે આવશ્યક કારક)નો સ્રાવ કરતા પેરાઈટલ (Parietal) અથવા ઑક્સિન્ટિક કોષો.

જઠર ખોરાકનો સંગ્રહ 4-5 કલાકો સુધી કરે છે. જઠરની દીવાલના સ્નાયુઓના વલોવવાની ક્રિયા દ્વારા ખોરાક અમ્લિય જઠરરસ સાથે બરાબર મિશ્રીત થાય છે. જેને જઠરપાક (Chyme) કહે છે. નિષ્ક્રિય પેપ્સિનોજેન હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવતા જઠરનો પ્રોટિઓલાયટીક ઉત્સેચક સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે.

પેપ્સિન, પ્રોટીનને પ્રોટીઓસીસ અને પેપ્ટોન્સ(પેપ્ટાઇડ્સ)માં ફેરવે છે. જઠરરસમાં આવેલ શ્ર્લેષ્મ અને બાયકાર્બોનેટ, શ્ર્લેષ્મીય અધિચ્છદનું ઊંજણ અને અતિ સાંદ્ર હાઇડ્રોક્લોરીક એસિડથી તેનો બચાવ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. HCI પેપ્સીન માટે યોગ્ય અમ્લિય pH (pH. 1.8) માધ્યમ પૂરું પાડે છે.

પ્રોટીઓલાયટીક ઉત્સેચક રેનીન નવજાત શિશુના જઠરરસમાં હોય છે. જે દૂધમાં રહેલ પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. જઠર ગ્રંથિ દ્વારા ઓછા પ્રમાણમાં લાઇપેઝનો પણ સ્રાવ થાય છે.


યકૃતનું કાર્ય શું છે ?

Hide | Show

જવાબ : યકૃત શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. પુખ્ત મનુષ્યમાં જેનું વજન 1.2 થી 1.5 કિગ્રા હોય છે. તે ઉદરીય ગુહા (Coelom)માં ઉરોદરપટલની સહેજ નીચે આવેલુ હોય છે. તે બે ખંડો ધરાવે છે. યકૃત ખંડિકાઓ એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે જે મજબૂત હરોળ સ્વરૂપે ગોઠવાયેલા યકૃત કોષો ધરાવે છે.

દરેક ખંડ પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત્ત હોય છે. જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ (Glisson’s Capsule) કહે છે. યકૃત કોષો દ્વારા સ્ત્રવિત પિત્તરસ  યકૃત નલિકાઓમાંથી પસાર થઈ  પિત્તાશય(Gall Bladder)માં સંગ્રહ અને સંકેન્દ્રિત થાય છે.

પિત્તાશયની નલિકા (પિત્તનલિકા (Cystic dust)) યકૃતની યકૃતનલિકા સાથે જોડાઈ સામાન્ય પિત્તનલિકા બનાવે છે. પિત્તનલિકા અને સ્વાદુપિંડનલિકા ભેગી મળી પક્વાશયમાં સામાન્ય યકૃત-સ્વાદુપિંડનલિકા દ્વારા લે છે, જે ઓડિ (Oddi)ના મુદ્રિકા સ્નાયુ (વાલ્વ) તરીકે ઓળખાતા મુદ્રિકા સ્નાયુ (Sphincter) દ્વારા સુરક્ષિત છે.

સ્વાદુપિંડ એ સંયુક્ત (બાહ્યસ્રાવી અને અંતઃસાવી બંને), લંબાયેલું (પ્રલંબિત) અંગ છે જે ‘U’ આકારના પક્વાશયની વચ્ચે સ્થાન પામેલ છે. બાહ્યસ્રાવી ભાગ ઉત્સેચકોયુક્ત બેઝિક સ્વાદુરસનો સ્રાવ કરે છે અને અંતઃસ્રાવી ભાગ ઈન્સ્યુલિન અને ગ્લુકાગોન અંતઃસ્રાવોનો સ્રાવ કરે છે.


પ્રોટીનના પાચનમાં સ્વાદુરસનો ફાળો સ્પષ્ટ કરો.

Hide | Show

જવાબ : સ્વાદુરસ નિષ્ક્રિય ઉત્સેચકો ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝ ધારાવે છે.

આંતરડાના આંત્રીય શ્ર્લેષ્મસ્તર વડે સ્ત્રવતા એન્ટરોકાઈનેઝ સહઉત્સેચકની મદદથી નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન સક્રિય ટ્રિપ્સિનમાં ફેરકાય છે. સક્રિય ટ્રિપ્સિન અન્ય નિષ્ક્રિય પ્રોટીએઝ ઉત્સેચકોને સક્રિય કરે છે. જઠરપાકમાં રહેલા પ્રોટીન, પ્રોટીઓસીસ અને પેપ્ટોન પર સ્વાદુરસના પ્રોટીઓલાઈટિક ઉત્સેચકો પાચક અસર કરે છે.

પ્રોટીન, પ્રોટીઓસીસ,પેપ્ટોન  


પૉલિસેકેરાઇડ અને ડાયસેકેરાઈડનું પાચન કેવી રીતે થાય છે ?

Hide | Show

જવાબ : મુખમાં લગભગ 30% પૉલિસેકેરાઈડનું પાચન લાળરસ વડે થાય છે.


તમારા ખોરાકમાંનું માખણ (Butter) કેવી રીતે પચે છે અને શરીરમાં શોષાય છે ?

Hide | Show

જવાબ : ખોરાકમાંનું માખણ (Butter) ચરબીનો સ્ત્રોત છે. જઠરમાં જઠરીય લાઈપેઝ દ્વારા ચરબીનું ખૂબ જ અલ્પ માત્રામાં પાચન થાય છે.

પક્વાશયમાં પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કરી ચરબીની પાચન સપાટીનો વિસ્તાર વધારે છે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે.

ફૅટિએસિડ અને ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાને કારણે રુધિરમાં શોધી શકાતા નથી. સૌપ્રથમ તે નાનાં બિંદુઓ સાથે સંમિલિત થઈ નાના આંતરડાના શ્ર્લેષ્મસ્તરમાં પ્રવેશે છે. તેને મિશ્રણીય ઘટકો (મિસેલ્સ – Micelles) કહે છે.

મિસેલ્સ ફરીથી પ્રોટીન આવૃત થઈ કાયલો માયક્રોન (Chylomicron) તરીકે ઓળખાતા ચરબીના ગોળકોમાં ફેરવાય છે. તેઓ રસાંકુરોની લસિકાવાહિનીઓમાં વહન પામે છે. આ લસિકાવાહિનીઓ શોષાયેલા ઘટકોને રૂધિર પ્રવાહમાં ઠાલવે છે.


જઠરમાં પ્રોટીનના પાચનની પ્રક્રિયા વર્ણવો.

Hide | Show

જવાબ : જઠરના શ્ર્લેષ્મસ્તરમાં આવેલી જઠરગ્રંથિઓ જઠરરસનો સ્ત્રાવ કરે છે. જઠરરસના બંધારણમાં HCI, શ્ર્લેષ્મ, પ્રોટીએઝ ઉત્સેચક તરીકે નિષ્ક્રિય પેપ્સિનોજેન અને નવજાત શિશુના જઠરરસમાં પ્રોટીઓલાઈટિક ઉત્સેચક રેનિન હોય છે.

નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચક HCIના સંપર્કમા આવતા સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. HCI પેપ્સિન ઉત્સેચક માટે યોગ્ય અમ્લીય માધ્યમ પૂરું પાડે છે. સક્રિય પેપ્સિન ખોરાકના પ્રોટીનનું પ્રોટીઓસીસ અને પેપ્ટોનમાં પાચન કરે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

પાચન અને અભિશોષણ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.