GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

તફાવત આપો :

Hide | Show

જવાબ : (1) શ્વસન અને દહન

શ્વસન

દહન

1  શ્વસન એ મંદ દહનની ક્રિયા છે. 1  દહન મંદ કે જલદ હોય છે.
2  શ્વસન એ જૈવરાસાયણિક પ્રક્રિયા છે. 2  દહન એ ભૈતિક ક્રિયા છે.
3  પ્રક્રિયા દરમ્યાન માત્ર ઊર્જા ઉત્પન્ન થાય છે. 3  પ્રક્રિયા દરમ્યાન ઊર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે.
4  તે ઉત્સેચક દ્વારા નિયત્રિંત થાય છે. 4  દહનમાં ઉત્સેચકોની જરૂર નથી.
5  શ્વસન તબક્કાવાર થતી પ્રક્રિયા છે. 5  દહન ની પ્રક્રિયા સળંગ થાય છે.
  (2) ગ્લાયકોલીસીસ અને ક્રેબ્સ ચક્ર

ગ્લાયકોલીસીસ

ક્રેબ્સ ચક્ર

1  ગ્લાયકોલીસીસ પ્રક્રિયા કોષરસમાં થાય છે. 1  ક્રેબ્સ ચક્ર કણાભસૂત્રમા થાય છે.
2  ગ્લાયકોલીસીસ પ્રક્રિયાની શોધ ઈમ્બેડેન, મેયરહોફ અને પરનાસે કરેલ છે. 2  ક્રેબ્સ ચક્રની શોધ હાન્સ ક્રેબ્સે કરી છે.
3  આ પ્રક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી. 3  આ પ્રક્રિયામાં O2નો ઉપયોગ થાય છે.
4  આ પ્રક્રિયા ચક્રીય પ્રક્રિયા નથી. 4  આ પ્રક્રિયા ચક્રીય પ્રક્રિયા છે.
5  આ પ્રક્રિયાના પ્રક્રિયકો ગ્લુકોઝ છે. 5  આ પ્રક્રિયાના પ્રક્રિયકો 2 એસિટાઈલ સમૂહો 6NAD, 2FAD છે.
6  તેની નીપજો : 2 પાયરુવેટ, 2NADH + H+, 2FADH2 છે. 6  તેની નીપજો : 4CO2, 2ATP, 6NADH, 2FADH2 છે.
  (3) જારક શ્વસન અને આથવણ

જારક શ્વસન

આથવણ

1  પૂર્ણ વિઘટન થાય છે. અને CO2 અને H2O નિર્માણ પામે છે. 1  ગ્લુકોઝનું આંશિક વિઘટન થાય છે. ઈથેનોલ કે લેક્ટીક એસિડ નિર્માણ થાય.
2  ખૂબ વધારે ATPના અણુઓ નિર્માણ પામે છે. 2  ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડના નિર્માણ દરમ્યાન ATPના બે વાસ્તવિક અણુઓની પ્રાપ્તિ થાય છે.
NADHનું NAD+ માં ઑક્સિડેશન તિવ્ર ગતિથી થાય છે. NADHનું NAD+ માં ઑક્સિડેશન મંદ ગતિથી થાય છે.
4  ક્રિયા પ્રમાણમાં સરળ છે અને અલ્પ સમયમાં પૂર્ણ થાય છે. 4  ક્રિયા પ્રમાણમાં જટિલ છે અને વધારે સમય ચાલે છે.
5  યીસ્ટ બૅક્ટેરિયા ફૂગ અંત:પરોપજીવીમાં થાય છે. 5  સામાન્યત: ઉચ્ચકક્ષાના સજીવોના કોષોમાં થાય છે.
    (4) જારક શ્વસન અને અજારક શ્વસન            

જારક શ્વસન

અજારક શ્વસન

1  જારક શ્વસનમાં O2નો ઉપયોગ થાય છે. 1  અજારક શ્વસનમાં O2નો ઉપયોગ થતો નથી.
2  શ્વાસ્ય પદાર્થનું સંપૂર્ણ દહન થાય છે. 2  શ્વાસ્ય પદાર્થનું સંપૂર્ણ દહન થતુ નથી.
3  ગ્લાયકોલીસીસ, ક્રેબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફોસ્ફૉરાયલેશન જેવા ત્રણ તબક્કાઓમાં ક્રિયા થાય છે. 3  માત્ર ગ્લાયકોલીસીસમાં જ ક્રિયા થાય છે.
4  ઊર્જા વધારે મુક્ત થાય છે. 4  ઊર્જા ઓછી મુક્ત થાય છે.
5  નીપજ તરીકે CO2અને H2O હોય છે. 5  નીપજ તરીકે ઈથેનોલ + CO2અથવા લેક્ટિક એસિડ હોય છે.
  (5) ગ્લાયકોલીસીસ અને આથવણ

ગ્લાયકોલીસીસ

આથવણ

1  આ ક્રિયામાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને છે. 1  આ ક્રિયામાં ગ્લુકોઝમાંથી ઈથાઈલ, આલ્કોહોલ અથવા લેક્ટિક એસિડ બને છે.
2  આ ક્રિયા સજીવના કોષરસ આધારકમાં થાય છે. 2  આ ક્રિયા યીસ્ટ, ફૂગ, બેક્ટેરિયામાં થાય છે.
3  આ ક્રિયા પાયરુવિક એસિડ સુધી અટકે છે. 3  આ ક્રિયા પાયરુવિક એસિડ પછી પણ તબક્કાવાર ચાલુ રહે છે.
4  આ ક્રિયામા CO2 ઉત્પન્ન થતો નથી. 4  આ ક્રિયામા ઈથેનોલ સાથે CO2 ઉત્પન્ન થાય છે.
5  આ પ્રક્રિયાના પ્રક્રિયકો ગ્લુકોઝ છે. 5  આ પ્રક્રિયાના પ્રક્રિયકો 2 ઍસિટાઈલ સમૂહો 6NAD અને 2FAD છે.
6  તેની નીપજો : 2 પાયરુવેટ, 2NADH + H+, 2FADH2 છે. 6  તેની નીપજો : 4CO2,  2ATP, 6NADH અને 2FADH2 છે.


શ્વસનમાં પ્રત્યેક તબક્કાવાર મુક્ત ઊર્જાનું મહત્વ શું છે ?

Hide | Show

જવાબ : શ્વસનમાં પત્યેક તબક્કાવાર મુક્ત ઊર્જાનું મહત્વ મોટી સંખ્યામાં ATPમાં રૂપાંતર કરવાનું છે. ગ્લુકોઝના અણુનું વિધટન થવાથી મુક્ત થતી બધી ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામવાને બદલે 36 ATP અણુના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.


જારક શ્વસનના મુખ્ય તબક્કા કયા કયા છે ? તે ક્યાં થાય છે ?

Hide | Show

જવાબ : જારક શ્વસનના મુખ્ય ત્રણ તબક્કા છે.             1          ગ્લાયકોલીસીસ જે કોષરસ આધારકમાં થાય છે.             2          ક્રેબ્સ ચક્ર જે કણાભસૂત્રના આધારકમાં થાય છે.             3          ઓક્સિડેટિવ જે ક્ણાભસૂત્રના અંત: પટલમાં


ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન શું છે ?

Hide | Show

જવાબ : શ્વસનની જે ક્રિયા કણાભસૂત્રના અંત: પટલમાં થાય છે. તે પ્રક્રિયામાં ઑક્સિડેશન રિડક્શન દ્વારા ઊર્જાની પૂર્તિ થાય છે. જેને ફળ સ્વરૂપે ADP સાથે Pi સંયોજાઈ ATPનું નિર્માણ થાય છે. આ ક્રિયાને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહે છે.


શ્વસનાંકની વ્યાખ્યા આપો. ચરબી માટેનું તેનું મૂલ્ય શું છે ?

Hide | Show

જવાબ : શ્વસન દરમ્યાન ઉપયોગમાં લેવાતો ઑક્સિજન અને મુક્ત થતો કાર્બન ડાયૉક્સાઈડના ગુણોત્તરને શ્વસનાંક કહે છે. ચરબી માટેનું તેનું મૂલ્ય 0.7 છે.


શ્વાસ્ય પદાર્થ શું છે ? સૌથી સામાન્ય શ્વાસ્ય પદાર્થનું નામ આપો.

Hide | Show

જવાબ : શ્વસન દરમ્યાન જે સંયોજનોનું ઑક્સિડેશન થાય છે. તેને શ્વાસ્ય પદાર્થ કહે છે.છે. ગ્લુકોઝ એ સામાન્ય શ્વાસ્ય પદાર્થ છે.


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

સક્સિનિક ઍસિડનું ડીહાઈડ્રોજિનેશન થતાં ફ્‌યુમેરિક ઍસિડ બને છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

ક્રૅબ્સચક્રને જારક શ્વસનનો બીજો તબક્કો પણ કહી શકાય.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશનના અંતિમ તબક્કામાં અંતિમ e־ ગ્રાહક ½ O₂ છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન કણાભસૂત્રના ક્રિસ્ટીપટલમાં થાય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશનના અંતિમ તબક્કામાં e־ વાહક સાયટોક્રોમ a, a₃ છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

EMP -પથ એટલે જ ગ્લાયકોલિસિસ પથ

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

ગ્લાયકોલિસિસ ચયાપચયના દ્વિમાર્ગીય પથ તરીકે પણ ઓળખાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

ઑક્ઝેલો એસેટિક ઍસિડ અને એસિટાઈલ Co.A ના સંયોજનથી TCA ચક્રથી પ્રારંભ થાય છે.

Hide | Show

જવાબ : સાચું


 

નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

ક્રૅબ્સચક્રની પ્રક્રિયા હરિતક્ણના આધારકમાં થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

ચરબી શ્વાસ્યપદાર્થ હોય, તો શ્વસનાંક 0.7 હોય છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

શ્વસનાંક 1 કરતાં વધુ હોય, તો શ્વાસ્યપદાર્થ ચરબી હોય.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

ગ્લુકોઝના એક અણુનું સંપૂર્ણ દહન થતાં 34 ATP ETS દ્વારા ઉત્પન્ન થાય.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો :-

પ્રાણીઓના સ્નાયુઓમાં અજારશ્વસનથી લેક્ટિક ઍસિડનું નિર્માણ થાય છે.

Hide | Show

જવાબ : સાચું


આધારક આધારિત ફૉસ્ફોરાયલેશન ક્યારે થાય છે ?

Hide | Show

જવાબ : જ્યારે સક્સિનિક ઍસિડ CO.A. સક્સિનિક ઍસિડમાં ફેરવાય છે. ત્યારે આધારક આધારિત ફૉસ્ફોરાયલેશન થાય છે


ગ્લાયકોલિસિસ અને ક્રૅબ્સચક્રને જોડતી કડી કઈ છે ?

Hide | Show

જવાબ : ગ્લાયકોલિસિસ અને ક્રૅબ્સચક્રને જોડતી કડી એસિટાઈલ Co.A છે.


ક્રૅબ્સચક્રમાં મેલિક ઍસિડનું શું થાય છે ?

Hide | Show

જવાબ : ક્રૅબ્સચક્રમાં મેલિક ઍસિડનું ઑક્સિડેશન થાય છે.


સાઈટ્રિક ઍસિડમાં કેટલા કાર્બોક્સિલ સમૂહ આવેલા હોય છે ?

Hide | Show

જવાબ : સાઈટ્રિક ઍસિડમાં 3 કાર્બોક્સિલ સમૂહ આવેલા હોય છે.


ક્રૅબ્સચક્રમાં પાયરુવિક ઍસિડના બે અણુના વિઘટનથી કેટલા ATP મળશે ?

Hide | Show

જવાબ : ક્રૅબ્સચક્રમાં પાયરુવિક ઍસિડના બે અણુના વિઘટનથી 30 ATP મળશે.


સાઈટ્રિક ઍસિડનો સમઘટક કયો છે ?

Hide | Show

જવાબ : સાઈટ્રિક ઍસિડનો સમઘટક આઈસોસાઈટ્રિક ઍસિડ છે.


એક TCA-ચક્રની નીપજો કઈ છે ?

Hide | Show

જવાબ : એક TCA-ચક્રની નીપજો 1 FADH₂, 4NADH₂ અને 1 GTP છે.


ઑક્ઝેલોએસેટિક ઍસિડ કેટલા કાર્બન પરમાણુ ધરાવે છે, જે ક્રૅબ્સચક્રની શરૂઆત કરે છે ?

Hide | Show

જવાબ : ઑક્ઝેલોએસેટિક ઍસિડ 4 કાર્બન પરમાણુ ધરાવે છે.


ટ્રાયકાર્બોક્સિલિક ઍસિડ કોને કહે છે ?

Hide | Show

જવાબ : ટ્રાયકાર્બોક્સિલિક ઍસિડ પાયરુવિક ઍસિડને કહે છે.


જો પાયરુવિક ઍસિડમાંથી CO₂ અને 2H⁺ દૂર કરાય તો પ્રથમ શું બને ?

Hide | Show

જવાબ : જો પાયરુવિક ઍસિડમાંથી CO₂ અને 2H⁺ દૂર કરાય તો પ્રથમ એસિટાઈલ Co.A બને છે.


ક્રેબ્સ ચક્રનો સંપૂર્ણ ચાર્ટ દર્શાવો.

Hide | Show

જવાબ : TCA ચક્રનો પ્રારંભ અસિટાઈલ સમૂહની ઓક્ઝેલો એસિટિક એસિડ (OAA) અને પાણી સાથે સંગઠિત થવાથી સાઇટ્રિક એસિડના નિર્માણ સાથે થાય છે.આ પ્રક્રિયા સાઈટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચક દ્વારા થાય છે અને CoAના એક અણુને મુક્ત કરે છે.

ક્રેબ્સ ચક્ર (સાઈટ્રિક એસિડ ચક્ર)

હવે સાઇટ્રેટનું આઈસો સાઇટ્રેટમાં સમઘટતાકરણ (આઈઇસોમેરિઝમ) દ્વારા રૂપાંતર થાય છે. આ ડીકાર્બોક્સિલેશનના બે સળંગ તબક્કાઓના દ્વારા આગળ વધે છે. જે આલ્ફા-કિટોગ્લુટેરિક એસિડ (α -કિટોગ્લુટેરિક એસિડ), ત્યાર પછી સક્સિનાઈઇલ CoAનું નિમાણ કરે છે.

સાઈટ્રિક એસિડના બાકીના તબક્કાઓમાં સક્સિનાઈલ CoA; OAA (ઓક્ઝેલો એસિટિક એસિડ)માં ઓક્સિડેશન પામીને ચક્રમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે. સક્સિનાઇલ CoAમાંથી સક્સિનિક એસિડના રૂપાંતરણ દરમિયાન GTP ના એક અણુનું નિર્માણ થાય છે.

આ પ્રક્રિયાને આધારક આધારિત ફોસ્ફોરાયલેશન કહે છે. આ યુગ્મ પ્રક્રિયાઓમાં GTP, GDPમાં રૂપાંતરણ પામે છે અને ADPનું ATPમાં નિર્માણ કરે છે. ચક્રમાં ત્રણ સ્થાન એવા છે જેમાં NADનું NADH + Hમાં રિડક્શન થાય છે. અને એક સ્થાને FADનું FADHમાં રિડક્શન થાય છે.

TCA ચક્ર દ્વારા એસિટાઈલ CoAનો ઉત્સેચકીય એસિડનું નિરંતર ઓક્સિડેશન માટે ઓક્ઝેલો એસીટેટના પુનઃ નિર્માણની આવશ્યકતા હોય છે. જે આ ચક્રનો પ્રથમ સભ્ય છે. વધુમાં NAD+ અને FAD+ નું પુનઃનિર્માણ ક્રમશઃ NADH + Hઅને FADH2 માંથી થવું જરૂરી છે.

આમ, શ્વસનની આ અવસ્થાના સમીકરણને સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે દર્શાવાય છે :

પાયરૂવિક ઍસિડ + 4NAD++ FAD++ 2H2O+ADP+Pi

કણાભસૂત્રના મેટ્રિક્સ (આધારક દ્વવ્ય)  >        

3CO2+ 4NADH+4H++ FADH2+ ATP

આમ, ગ્લુકોઝનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ (CO2) મુક્ત થાય છે. NADH + Hના 8 અણુ, FADH2 ના બે અણુઓ અને બે ATP ના અણુઓ નિર્માણ પામે છે.


શ્વસન પરિપથ એક ઉભયધર્મી પરિપથ છે. તેની ચર્ચા કરો.

Hide | Show

જવાબ : વિવિધ શ્વાસ્ય ઘટકો કાર્બોદિત, લિપિડ અને સૌથી છેલ્લે પ્રોટીનનો ઉપયોગ કોષીય શ્વસનમાં કરાય છે. શ્વસન દરમ્યાન પ્રક્રિયકનું વિઘટન થવાને કારણે શ્વસન ક્રિયા પરંપરાગત અપચય ક્રિયા છે.

શ્વસન મધ્યસ્થતા દરમ્યાન વિવિધ કાર્બનિક અણુઓનું  અને માં વિઘટનને દર્શાવતો ચયાપચય પરિપથક્રમનો આંતરસંબંધ દર્શાવતો ચાર્ટ

કાર્બોદિત શ્વસનમાં ઉપયોગ : શ્વસનમાં કાર્બોદિતનો ઉપયોગ સામાન્ય રીતે આધારક સ્તરે થાય છે. પરંતુ તે પહેલાં તેનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય છે અને શ્વસન પરિપથમાં તેનો ઉપયોગ થાય છે.બાકીના શ્વાસ્ય પદાર્થોનું શ્વસન થાય છે. પરંતુ તે શ્વસન પરિપથના પ્રથમ તબક્કામાં પ્રવેશતા નથી.

લિપિડનો શ્વસનમાં ઉપયોગ : લિપિડનું સૌ પ્રથમ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિભાજન થાય છે. ફેટી એસિડનું વિઘટન એસિટાઈલ CoAમાં થાય છે. અને તે શ્વસન પરિપથમાં પ્રવેશે છે. કેટલીક વખત સજીવોમાં તેની જરૂરિયાત ફેટી એસિડ સ્વરૂપમાં હોવાથી એસિટાઈલ CoA શ્વસન પરિપથમાં ન પ્રવેશતા ફેટી એસિડનું પુન:નિર્માણ થાય છે.આમ શ્વસન પરિપથમા ફેટી એસિડનું સંશ્ર્લેષણ અને વિઘટન થવું એમ બે ધટનાઓ જોવા મળે છે.

આ સાથે નિર્માણ પામતો ગ્લિસરોલ સૌપ્રથમ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈવ (PGAL) માં રૂપાંતર પામી શ્વસન પરિપથમાં પ્રવેશે છે.

પ્રોટીનનો શ્વસનમાં ઉપયોગ: કોષીય શ્વસનમાં કાર્બોદિત અને લિપિડ ઉપલબ્ધ ન બને ત્યારે પ્રોટીનનો ઉપયોગ થાય છે.પ્રોટીનનું સૌપ્રથમ પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા એમિનો એસીડમાં વિભાજન થાય છે. ત્યારબાદ પાયરુવિક એસિડમાં ફેરવાઈ શ્વસન પરિપથમાં દાખલ થાય છે.      


શુદ્ધ ATPના અણુઓની પ્રાપ્તિની ગણતરી દરમિયાન તમે શું કલ્પનાઓ કરો છો ?

Hide | Show

જવાબ : પ્રત્યેક ઑક્સિડાઈઝ ગ્લુકોઝ અણુથી નિર્માણ થતા વાસ્તવિક ATPની ગણતરી    નીચેની કલ્પનાઓને આધારે કરી શકાય છે

  1. શ્વસન એક ક્રમિક, સુવ્યવસ્થિત અને ક્રિયાત્મક પરિપથ છે. તેમાં એક ક્રિયા-સ્થાનેથી બીજા ક્રિયા- સ્થાને જેમ કે ગ્લાયકોલિસિસથી શરૂ થઈ TCA ચક્ર અને ETS પરિપથ એક પછી એક આવે છે.
  2. ગ્લાયકોલિસિસમાં સંશ્ર્લેષિત NADH કણાભસૂત્રમાં આવે છે અને ત્યાં તેનું ઑક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય છે.
  3. પરિપથનો કોઈ મધ્યવર્તી બીજા સંયોજનના નિર્માણમાં ભાગ લેતો નથી.

  4. શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય છે. બીજા કોઈ વૈકલ્પિક પ્રક્રિયકો કોઈ પણ મધ્યવર્તી તબક્કે પથમાં પ્રવેશ કરતા નથી


ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનું વર્ણન કરો.

Hide | Show

જવાબ : ઈલેક્ટ્રોન પરિવહનતંત્ર (ETS) એટલે કણાભસૂત્રની અંત:કલામાં થતો ચયાપચય પથ. જેમાં ઈલિક્ટ્રોન એક વાહકથી અન્ય વાહક તરફ જાય છે.

ઈલેક્ટ્રોન પરિવહનતંત્રની અગત્યતા : ક્રેબ્સચક્રના અંત સુધીમાં NADH+H+ અને FADHમાં સંચય પામેલી ઊર્જા મુક્ત કરીને ઉપયોગમાં લેવા માટે તેમનું ETS દ્વારા ઑક્સિડેશન થાય છે. આ તંત્ર દ્વારા પાણીનાં નિર્માણ માટે જરૂરી ઈલેક્ટ્રોન (વીજાણુ) Oને પ્રાપ્ત કરાવાય છે.

તે ક્ણાભસૂત્રની અંત: પટલમાં થાય છે. ઈલેક્ટ્રોન પરિવહનતંત્રના ઘટકોમાં સાયટોક્રોમ b, સાયટોક્રોમ c,c1, યુબીક્વિનોન, ફ્લેવોપ્રોટીન (FMN), લોહ-સલ્ફર પ્રોટીન (FeS) અને સાયટોક્રોમ ઑક્સિડેઝ (a,a3) ઉત્સેચકનો સમાવેશ થાય છે.

આ ઘટકો 4 પ્રકારના સંકુલમાં ગોઠવાયેલા છે.

    1. NADH ડિહાઈડ્રોજીનેકઝ સંકુલ
    2. સક્સિનેટ ડિહાઈડ્રોજીનેકઝ સંકુલ
    3. સાયટોક્રોમ b c1 સંકુલ
    4. સાયટોક્રોમ ઑક્સિડેઝ સંકુલ

ઈલેક્ટ્રોન પરિવહનતંત્ર (ETS)

ETSનું કાર્ય : ક્ણાભસૂત્રના આધારકમાં TCA ચક્ર દરમ્યાન NADHથી નિર્માણ પામતા ઈલેક્ટ્રોન ઉત્સેચક NADH ડિહાઈડ્રોજીનેઝ (સંકુલ 1) દ્વારા ઑક્સિડાઈઝ થાય છે. ત્યારબાદ ઈલેક્ટ્રોન અંત:પટલમાં આવેલા યુબીક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે.

યુબીક્વિનોન સાઈટ્રિક એસિડચક્રમાં સક્સિનિક એસિડના ઑક્સિડેશન દરમ્યાન ઉત્પન્ન થયેલા FADH2 સંકુલ II દ્વારા પણ ઈલેક્ટ્રોન મેળવે છે. રિડ્યુસ યુબીક્વિનોન (યુબીક્વિનોલ) ઈલેક્ટ્રોનને સાયટોક્રોમ b c1 સંકુલ III મારફતે સાયટોક્રોમ તરફ સ્થળાંતરિત કરી ઑક્સિડેશન પામે છે.

સાયટોક્રોમ c એક નાનો પ્રોટીન છે જે અંતઃ પટલની બાહ્ય સપાટી પર જોડાયેલો હોય છે. જે ઇલેક્ટ્રોનને સંકુલ III અને સંકુલ IV વચ્ચે સ્થળાંતરિત કરાવનાર, ગતિશીલ વાહકના રૂપમાં કાર્ય કરે છે. સાયટોક્રોમ ઓંક્સિડેઝ સંકુલ IV છે, જેમાં સાયટોક્રોમ a અને a3 અને બે કોપર કેન્દ્ર ધરાવે છે.

જ્યારે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં એક વાહકથી બીજા વાહક સુધી સંકુલ I થી સંકુલ IV દ્વારા પસાર થાય છે, ત્યારે તેઓ સંકુલ V ATP સિન્થેટેઝ સંકુલને ADP સાથે Piના સંયોજન દ્વારા ATPના નિર્માણને ઉત્તેજે છે.

આ સમગ્ર તંત્રના કાર્ય માટે ઑક્સિજનની હાજરી અતિ આવશ્યક છે, કારણ કે આ સમગ્ર તંત્રમાંથી પ્રોટોન (2H+) ને મુક્ત કરી સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરે છે. ઓક્સિજન અંતિમ હાઈડ્રોજન ગ્રાહક્ના સ્વરૂપમાં કાર્ય કરે છે.

ઈલેક્ટ્રોનના પરિવહન દરમ્યાન સંશ્ર્લેષિત થતા ATP અણુઓની સંખ્યા ઈલેક્ટ્રોન દાતા પર આધાર રાખે છે. NADH ના એક અણુના ઑક્સિડેશનથી ATP ના ત્રણ અણુ જ્યારે FADH2 ના એક અણુના ઑક્સિડેશનથી ATPના બે અણુ નિર્માણ પામે છે.


ગ્લાયકોલીસીસનો ચાર્ટ આપો.

Hide | Show

જવાબ : ગ્લાયકોલીસીસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ગ્લાઇકોસ' પરથી થઈ છે. જેનો અર્થ શર્કરા થાય છે. તેમજ લાઈસીસ'નો અર્થ તૂટવું કે વિઘટન થાય છે. ગ્લાયકોલીસીસની પ્રક્રિયા ગુસ્તાવ ઈમ્બેડેન, ઓટો મેયરહોફ અને જે. પરનાસ દ્વારા અપાયેલ છે અને આને સામાન્યતઃ EMP પરિપથ કહે છે. અજારક સજીવોમાં શ્વસન માત્ર આ પ્રક્રિયા થાય છે. ગ્લાયકોલીસીસ કોષરસમાં થાય છે. અને આ બધા સજીવોમાં થાય છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરૂવિક એસિડના બે અણુઓમાં ફેરવાય છે.

વનસ્પતિઓમાં આ ગ્લુકોઝ, સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે, જે પ્રકાશસંશ્ર્લેષણની અંતિમ નીપજ છે અથવા સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. સુક્રોઝ ઇન્વર્ટેઝ કે સુક્રેઝ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે. આ બંને મોનો સેકેરાઈડ સરળતાથી ગ્લાયકોલાઈટિેક ચક્રમાં પ્રવેશ કરે છે. 

ગ્લાયકોલીસીસના તબક્કાઓ

ગ્લુકોઝ તેમજ ફુક્ટોઝ, હેક્ઝોકાઈનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામીને ગ્લુકોઝ-6-ફોસ્ફેટ બનાવે છે. ગ્લુકોઝનું ફૉસ્ફોરાયલેશનના થયા બાદ તેના સમઘટક ફક્ટોઝ-6-ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે. ગ્લુકોઝ તેમજ ફક્ટોઝનો ચયાપચયિક પથ એક સરખો હોય છે. ગ્લાયકોલીસીસની વિવિધ પ્રક્રિયાઓ ઉપરની આકૃતિમાં દર્શાવેલ છે.

વિવિધ ઉત્સેચકોના નિયંત્રણ હેઠળની, ગ્લાયકોલીસીસમાં શ્રેણીબદ્ધ દસ (10) પ્રક્રિયાઓ ગ્લુકોઝમાંથી પાયરૂવેટના નિર્માણ માટે થાય છે. ATP નો ઉપયોગ બે તબક્કામાં થાય છે. પહેલો તબક્કો જેમાં ગ્લુકોઝ, ગ્લુકોઝ-6-ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે. અને બીજો તબક્કો કે જેમાં ફુક્ટોઝ-6-ફોસ્ફેટનું ફુક્ટોઝ 1-6-બાયફોસ્ફેટમાં રૂપાંતરણ થાય છે.

ફુક્ટોઝ 1-6-બાયફૉસ્ફેટ વિઘટિત થઈને ડાયહાઈડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ (DHAP) અને 3-ફૉસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ (PGAL) બનાવે છે. જ્યારે 3-ફૉસ્કોગ્લિસરાલ્ડીટાઇડ(PGAL)નુ 1-3 બાયફોસ્ફોગ્લીસરેટ (BPGA)માં રૂપાંતરણ થાય છે. ત્યારે NADમાંથી NADH+Hનું નિર્માણ થાય છે.

PGALમાંથી બે સમાન રેડોક્ષ બે હાઈડ્રોજન પરમાણુ (2H+)ના સ્વરૂપમાં NAD+ સાથે જોડાઈને સ્થાયી બનીને એક અણુની જેમ સ્થળાંતરિત થાય છે. PGALઓક્સિડેશન પામી અકાર્બનિક ફોસ્ફેટ મળવાથી BPGAમાં રૂપાંતરિત થાય છે. BPGAનું 3-ફોસ્કોગ્લિસરિક એસિડમાં પરિવર્તન પણ ઊર્જા ત્યાગી પ્રક્રિયા છે.

આ ઊર્જાનો ઉપયોગ ATPના સંશ્ર્લેષણમાં થાય છે. PEP (ફોસ્ફોઈનોલ પાયરૂવેટ)નું પાયરૂવિક એસિડમાં રૂપાંતરણ દરમિયાન પણ ATPનું નિર્માણ થાય છે.

પાયરૂવિક એસિડ ગ્લાયકોલીસીસની મુખ્ય નીપજ છે. પાયરૂવેટના ચયાપચયનું ભવિષ્ય કોષોની આવશ્યકતા પર આધારિત છે. મુખ્ય ત્રણ રીતો છે. જેમાં વિવિધ કોષો ગ્લાયકોલીસીસ દ્વારા ઉત્પન્ન થતાં પાયરૂવિક એસિડનો ઉપયોગ કરે છે. તે લેક્ટિક એસિડ આથવણ, આલ્કોહોલિક આથવણ અને જારક શ્વસનમાં ઉપયોગી છે.

મોટા ભાગના પ્રોકેરિયોટ્સ અને એકકોષીય યુકેરિયોટ્સમાં આથવણ અજારક પરિસ્થિતિઓમાં થાય છે. ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઈડ અને પાણીનું નિર્માણ કરવા માટે સજીવોમાં ક્રેબ્સચક્ર થાય છે. જેને જારક શ્વસન કે શ્વસન પણ કહે છે. જેમાં ઓક્સિજનની જરૂરિયાત હોય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

વનસ્પતિઓમાં શ્વસન

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.