GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

સાચું કે ખોટું લખો. જો ખોટું હોય તો વિધાન બદલીને સાચું લખો :

(a) ઍક્ટિન પાતળા તંતુકોમાં હાજર હોય છે.

(b) રેખિત સ્નાયુતંતુનો H-વિસ્તાર એ જાડા અને પાતળા તંતુકો દર્શાવે છે.

(c) માનવ કંકાલમાં 206 અસ્થિઓ છે.

(d) મનુષ્યમાં 11 જોડ પાંસળીઓ છે.

(e) ઉરોસ્થિ શરીરની વક્ષ બાજુએ આવેલ છે.

Hide | Show

જવાબ : (a) આ વિધાન સાચું છે. (a) આ વિધાન સાચું છે. (c) આ વિધાન ખોટું છે. H-વિસ્તારમાં ફ્ક્ત જાડાં માયોસિન તંતુકો રહેલાં છે. (d) આ વિધાન ખોટું છે. મનુષ્યમાં કુલ 12 જોડ પાંસળીઓ હોય છે. (e) આ વિધાન સાચું છે.


ખાલી જગ્યા પૂરો :

(a) બધા જ સસ્તનો(કેટલાક અપવાદ સિવાય)માં..............ગ્રીવા કશેરુકાઓ હોય છે.

(b) મનુષ્યમાં પ્રત્યેક ઉપાંગમાં અંગુલ્યાસ્થિઓની સંખ્યા ............... હોય છે.

(c) સ્નાયુતંતુના પાતળા તંતુઓ 2 ‘F’ ક્ટિન અને અન્ય બે પ્રોટીન ધરાવે છે જેને ............ અને ............ કહે છે.

(d) સ્નાયુતંતુમાં Ca++.............. માં સંચિત હોય છે.

(e) ............ અને ............... જોડ પાંસળીઓને તરતી પાંસળીઓ કહે છે.

(f) મનુષ્યની મસ્તક પેટી .................... અસ્થિઓનું બનેલું છે.

Hide | Show

જવાબ : (a) 7 (b) 14 (c) ટ્રોપોમાયોસિન, ટ્રોપોનીન (d) સ્નાયુરસજાળ (e) 11 અને 12 (f) 8


યોગ્ય જોડકાં જોડો :

કૉલમ- I

કૉલમ - II

(a) લીસા (સરળ) સ્નાયુ

(i) માયોગ્લોબિન

(b) ટ્રોપોમાયોસિન

(ii) પાતળા તંતુકો

(c) લાલ સ્નાયુ

(iii) સિવન

(d) ખોપરી

(iv) અનૈચ્છિક

Hide | Show

જવાબ : (a - iv)           (b - ii)   (c - i)     (d – iii)


નીચેનાઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો છે તે જણાવો :

(a) શિરોધર / અક્ષક

(b) મણિબંધાસ્થિ / પશ્ચમણિબંધાસ્થિ

(c) અંગુલ્યાસ્થિઓ વચ્ચે

(d) ઊર્વસ્થિ / નિતંબઉલૂખલ

(e) મસ્તિષ્કના અસ્થિઓ વચ્ચે

(f) નિતંબમેખલાના પુરોનિતંબકાસ્થિના અસ્થિઓ વચ્ચે

Hide | Show

જવાબ : (a) ઉખળી સાંધો (Pivot joint) (b) સેડલ સાંધો (Saddle joint) (c) સરકતો સાંધો (Gliding joint) (d) કંદૂક ઉલૂખલ (e) સિવન અચલિત સાંધો (f) અંશત: ચલ કાસ્થિમય સાંધો


તફાવત લખો :

(a) ઍક્ટિન અને માયોસિન

​​​​​​​(b) લાલ અને સફેદ સ્નાયુઓ

(c) સ્કંધ અને નિતંબમેખલા

 

Hide | Show

જવાબ : (a) ઍક્ટિન અને માયોસિન

ઍક્ટિન

માયોસિન

1  ઝાંખા બિંબ ઍક્ટિન ધરાવે છે. અને તેને I-બિંબ કે આઈસોટ્રોપિક બિંબ કહે છે. 1  ધેરા બિંબને A-બિંબ અથવા એનસાઈસોટ્રોપિક બિંબ કહે છે.
2  ઍક્ટિન તંતુકો માયોસિન તંતુકોની તુલનામાં પાતળા હોય છે. 2  માયોસિન તંતુકોની ઍક્ટિન તંતુકોની તુલનામાં જાડા હોય છે.
3  ઍક્ટિન તંતુકો બે પ્રકારના હોય છે. મોનોમર G- ઍક્ટિન અને પોલિમેરિક F-ઍક્ટિન. 3  માયોસિન તંતુકો શીર્ષ અને ભુજા ધરાવે છે. શીર્ષ ભારે મેરોમાયોસિન (HMM) અને ભુજા હળવા મેરોમાયોસિન (LMM) નું બનેલુ છે.
  (b) લાલ અને સફેદ સ્નાયુઓ

લાલ સ્નાયુઓ

સફેદ સ્નાયુઓ

1  માયોગ્લોબિન કેટલાક સ્નાયુઓમાં વધુ જોવા મળે છે. જે તેને લાલશ પડતો દેખાવ આપે છે. 1 કેટલાક સ્નાયુઓ ખૂબ જ ઓછી માત્રામાં માયોગ્લોબિન ધરાવે છે. તેથી તે સફેદ દેખાય છે.
2  કણાભસૂત્રોની સંખ્યા તેમાં વધુ હોય છે. 2  કણાભસૂત્રોની સંખ્યા તેમાં ઓછી હોય છે.
3  વધારે માત્રામાં ઑક્સિજનનો સંગ્રહ અને ATP નું નિર્માણ કરે છે. 3  ઓછી માત્રામાં ઑક્સિજનનો સંગ્રહ કરે છે અને ઓછા પ્રમાણમાં ATP નું નિર્માણ કરે છે.
4  સ્નાયુરસજાળ ઓછી હોય છે. 4  સ્નાયુરસજાળ વધુ હોય છે.
  (c) સ્કંધ અને નિતંબમેખલા

સ્કંધમેખલા

નિતંબમેખલા

1  અક્ષીય કંકાલતંત્ર સાથે અગ્ર ઉપાંગને જોડે છે. 1  અક્ષીય કંકાલતંત્ર સાથે પશ્વ ઉપાંગને જોડે છે.
2  સ્કંધ ઉલૂખલમાં ભુજાસ્થિ જોડાય છે. 2  નિતંબ ઉલૂખલમાં ઉર્વસ્થિ જોડાય છે.
3  સ્કંધાગ્ર પ્રવર્ધ ધરાવે છે. 3  નિતંબમેખલા પ્રવર્ધ ધરાવતા નથી.
4  સ્કંધમેખલાનું પોલાણ નાનું હોય છે. 4  નિતંબમેખલાનું પોલાણ સ્ત્રીમાં વધારે મોટું હોય છે. જેથી ગર્ભધારણ કરવામાં સરળતા રહે છે.
5  તે કરોડસ્તંભ સાથે જોડાયેલુ હોતું નથી. 5  તે કરોડસ્તંભ સાથે જોડાયેલુ હોય છે.
6  તેઓનું કાર્ય ઊંચકવાનુ કે પકડવાનું છે. 6  તેઓનુ કાર્ય ઊભા રહેવા કે દોડવાનું છે.


માનવશરીરના કોષો દ્વારા દર્શાવાતી જુદા જુદા પ્રકારના હલનચલન કયા કયા છે ?

Hide | Show

જવાબ : જ. માનવશરીરના કેટલાક વિશિષ્ટ કોષો અમીબીય, પક્ષ્મલ અને સ્નાયુલ હલનચલન દર્શાવે છે. પ્રચલન અને ઘણા અન્ય હલનચલન માટે સ્નાયુલ ક્રિયાઓનું સહનિયમન જરૂરી છે. માનવીમાનવી ઉપાંગો, જડબાં, આંખનાં પોપચાં, જીભ વગેરેને હલાવે છે. કેટલાક હલનચલન તેમના જ્ગ્યા અથવા સ્થાનમાં ફેરફાર કરાવે છે.


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

સ્કંધમેખલા અને નિતંબમેખલાનો અક્ષીય કંકાલમાં સમાવેશ થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

માનવખોપરી 29 અસ્થિઓથી બનેલી છે ?

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

ઉરોસ્થિ, ઉરસીય કશેરુકાઓ અને પાંસળીઓ પાંસળીપીંજરની રચના કરે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

ભુજસ્થિ, નાસાસ્થિ, હલાસ્થિ, તાલુકી ચહેરાના અસ્થિઓ છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

પુખ્ત માનવમાં કરોડસ્તંભ 31 કશેરુકાઓથી બનેલ છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

બધા જ સજીવો પ્રચલન કરી શકે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

માનવમાં ઉપાંગીય કંકાલતંત્ર 120 અસ્થિઓનું બનેલ છે.

Hide | Show

જવાબ : સાચું


હૃદસ્નાયુનું ચેતાકરણ ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

માનવ ખોપરી 22 અસ્થિઓથી રચાયેલ છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

માયોસીન તંતુકો જાડા સ્નાયુતંતુઓ છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

બધા જ સજીવો હલનચલન કરી શકે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

માનવકંકાલતંત્ર 206 અસ્થિઓનું બનેલ છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે કહો :-

બધા જ પ્રચલન હલનચલન છે

Hide | Show

જવાબ : સાચું


કંકાલસ્નાયુના એક સ્નાયુતંતુકખંડની જુદા જુદા ભાગો દર્શાવતી આકૃતિ દોરો.

Hide | Show

જવાબ :


તમે કંકાલસ્નાયુ અને હૃદસ્નાયુઓને કઈ રીતે ઓળખશો ?

Hide | Show

જવાબ : કંકાલસ્નાયુ : કંકાલસ્નાયું એ શરીરના કંકાલ ઘટકો સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે. સૂક્ષ્મદર્શક નીચે તેની રચના જોતા તે રેખિત દેખાય છે અને તેથી તેને રેખિત સ્નાયુઓ કહે છે. તેમનું કાર્ય ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોય છે, તેથી તેઓ ઐચ્છિક સ્નાયુઓ તરીકે પણ જાણીતા છે. તેઓ પ્રાથમિક રીતે પ્રચલન ક્રિયાઓ અને શરીરની સ્થિતિના બદલાવ સાથે સંકળાયેલ છે.


ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : 1.            સ્નાયુ

સ્નાયુ એ મધ્યગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પેશી છે. પુખ્ત મનુષ્યમાં શરીરના કુલ વજનનો આશરે 40-50 % જેટલું સ્નાયુ દ્વારા બને છે. તેઓ વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. જેવા કે, ઉત્તેજના, સંકોચનશીલતા, વિસ્તૃતતા અને સ્થિતિસ્થાપકતા. સ્નાયુઓને વિવિધ લક્ષણો જેવા કે, સ્થાન, દેખાવ અને કાર્યનિયમનની પ્રકૃતિને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.

સ્થાનને આધારે સ્નાયુ ત્રણ પ્રકારથી ઓળખવામાં આવે છે. (1) કંકાલસ્નાયુ (2) કોષ્ઠાંતર સ્નાયુ અને (3) હૃદસ્નાયુ.

કંકાલસ્નાયુ એ શરીરના કંકાલ ઘટકો સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે. સૂક્ષ્મદર્શક નીચે તેની રચના જોતા તે રેખિત દેખાય છે અને તેથી તેને રેખિત સ્નાયુઓ પણ કહે છે. તેમનું કાર્ય ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોય છે, તેથી તેઓ ઐચ્છિક સ્નાયુઓ તરીકે પણ જાણીતા છે. તેઓ પ્રાથમિક રીતે પ્રચલન ક્રિયાઓ અને શરીરની સ્થિતિના બદલાવ સાથે સંકળાયેલ છે.

કોષ્ઠાંતર સ્નાયુઓ શરીરમાંના અંતઃસ્થ અંગોના પોલાણની અંદરની દીવાલમાં સ્થાન પામેલા છે. જેવા કે પાચનમાર્ગ, પ્રજનનમાર્ગ વગેરે. તેઓ કોઈ રેખિત રચના ધરાવતા નથી અને પ્રમાણમાં લીસા દેખાય છે. તેથી તેઓને લીસા સ્નાયુઓ (અરેખિત સ્નાયુઓ) પણ કહે છે. તેમનું કાર્ય ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોતું નથી. તેથી તેને અનૈચ્છિક સ્નાયુઓ કહે છે. ઉદાહરણ તરીકે તેઓ ખોરાકનું પાચનમાર્ગમાં વહન અને જનનકોષોનું જનનમાર્ગ દ્વારા વહનમાં મદદ કરે છે.

હૃદસ્નાયુ પેશી તેના નામ પ્રમાણે હૃદયના સ્નાયુઓ છે. હૃદસ્નાયુ પેશીના નિર્માણમાં ઘણા હૃદસ્નાયુ કોષો ભેગા મળી શાખિત રચના કરે છે. દેખાવને આધારે હૃદસ્નાયુઓ રેખિત છે. તેઓ અનૈચ્છિક પ્રકૃતિના છે. ચેતાતંત્ર તેમની ક્રિયાઓનું સીધું નિયંત્રણ કરતું નથી.

2.            સાંધા

સાંધાઓ શરીરના અસ્થિ ભાગો સહિતના દરેક પ્રકારના હલનચલન માટે આવશ્યક છે. પ્રચલનરૂપ હલનચલન પણ આનો અપવાદ નથી. સાંધાઓ, અસ્થિઓ અથવા અસ્થિઓ ઉપરાંત કાસ્થિઓ વચ્ચેના જોડાણ સ્થાન છે. સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળનો ઉપયોગ સાંધાઓ દ્વારા હલનચલન કરવા માટે થાય છે. અહીં સાંધાઓ ઉચ્ચાલનના આધારબિંદુ તરીકે કાર્ય કરે છે. આ સાંધાઓની ગતિ પર જુદા જુદા પરિબળો અસર કરે છે.

સાંધાઓને મુખ્ય ત્રણ બંધારણીય સ્વરૂપોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. - તંતુમય સાંધા, કાસ્થિમય સાંધા અને સાયનોવિયલ સાંધા.

તંતુમય સાંધાઓ કોઈ પણ જાતનું હલનચલન કરવા દેતા નથી. આ પ્રકારના સાંધાઓ ખોપરીના ચપટા અસ્થિઓમાં જોવા મળે છે, કે જેઓ છેડાના ભાગેથી તંતુમય સંયોજક પેશીની મદદ વડે ટાંકા(સિલાઈ)ના સ્વરૂપમાં જોડાઈને મસ્તક પેટીનું નિર્માણ કરે છે.

કાસ્થિમય સાંધાઓમાં, અસ્થિઓ કાસ્થિ વડે જોડાયેલા હોય છે. કરોડસ્તંભમાં પાસ પાસેની કશેરુકાઓ આ રીતે જોડાયેલ હોય છે. તે મર્યાદિત હલનચલનની છૂટ આપે છે.

સાયનોવિયલ સાંધાઓમાં બે અસ્થિઓના જોડાણ સ્થાને સાયનોવિયલ ગુહામાં પ્રવાહી ભરેલું હોય છે જે તેની લાક્ષણિકતા છે. આ પ્રકારની ગોઠવણી સરળતાથી હલનચલન થવા દે છે. આ સાંધાઓ પ્રચલન અને અન્ય બીજા હલનચલનમાં મદદરૂપ છે. કંદુક-ઉલૂખલ સાંધો (ભુજાસ્થિ અને સ્કંધમેખલા વચ્ચે), મિજાગરનો સાંધો (કોણીનો સાંધો), ઉખળી સાંધો (શિરોધર અને અક્ષક કશેરુકા વચ્ચે), સરકતા સાંધા (મણિબંધાસ્થિ વચ્ચે) અને વળી શકે તેવા સાંધા (અંગુઠાના મણિબંધાસ્થિ અને પશ્ચ મણિબંધાસ્થિ વચ્ચે) વગેરે તેના ઉદાહરણો છે.

 

3.            સ્નાયુ અને કંકાલતંત્રની અનિયમિતતાઓ

માયેસ્થેનીઆ ગ્રેવીસ : આ સ્વ-રોગપ્રતિકાર રોગ છે. જે ચેતા સ્નાયુસંધાનને અસર કરે છે. જેને લીધે થાક, નબળાઈ અને કંકાલસ્નાયુનો પક્ષાઘાત થાય છે.

મસ્ક્યૂલર ડિસ્ટ્રોફી (સ્નાયુમય દુર્વિકાર) : મોટા ભાગે જનીનિક ખામીઓને કારણે કંકાલ- સ્નાયુઓનો ધીરે ધીરે અપકર્ષ થાય છે.

ટીટેની : દેહજળમાં Ca² નું ઓછું પ્રમાણ થવાને કારણે ઝડપી આપોઆપ સ્નાયુઓનું સંકોચન થાય છે.

 

આર્થરાઈટીસ : સાંધાઓનો સોજો

ઓસ્ટીઓપોરોસીસ (અસ્થિસુષિરતા) : ઉંમર વધવા સાથે થતો રોગ છે. જેમાં અસ્થિદ્રવ્ય ઘટતું જાય છે અને અસ્થિભંગ (ફૅક્ચર)ની શક્યતાઓ વધે છે. આનું મુખ્ય કારણ ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ છે.

ગાઉટ (સંધિવા) : યુરિક ઍસિડના સ્ફટિકો જમા થવાને કારણે સાંધાઓમાં સોજો આવે છે.


સ્નાયુસંકોચનનો સરકતા તંતુક સિદ્ધાંત (વાદ) વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ : સ્નાયુસંકોચનની ક્રિયાવિધિ સારી રીતે સરકતા તંતુકવાદ દ્વારા સમજાવી શકાય છે. જેના અનુસાર સ્નાયુતંતુનું સંકોચન પાતળા તંતુકોનું, જાડા તંતુકો ઉપર સરકવાને લીધે થાય છે. સ્નાયુ સંકોચનની શરૂઆત મધ્યસ્થ ચેતાતંત્રના પ્રેરક ચેતાકોષ દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓ દ્વારા થાય છે. પ્રેરક ચેતાકોષ, સ્નાયુ તંતુઓ સાથે જોડાઈ પ્રેરક એકમ બનાવે છે. પ્રેરક ચેતાકોષ અને સ્નાયુતંતુના ચેતાતંતુ પડ વચ્ચેના જોડાણને ચેતાસ્નાયુ સંધાન કે પ્રેરક-અંત તકતી (Motor end plate)કહે છે.

ચેતા સંદેશાઓ જ્યારે આ જોડાણ સ્થાને પહોંચે છે ત્યારે ન્યુરોટ્રાન્સમીટર (એસિટાઈલ કોલાઈન) મુક્ત થાય છે. જે સ્નાયુતંતુપડમાં સક્રિય ક્લાવીજસ્થિતિમાનનું નિર્માણ કરે છે. જે સ્નાયુતંતુ દ્રારા ફેલાય છે અને તેને લીધે સ્નાયુરસમાં કૅલ્શિયમ આયનો મુક્ત થાય છે.

Ca⁺⁺ના સ્તરમાં થતો વધારો, કૅલ્શિયમ એ ઍક્ટિન તંતુકો ઉપરના ટ્રોપોનીનના ઉપ-એકમ સાથે જોડાણ પામે છે અને તેને લીધે માયોસિનના સક્રિય સ્થાનેથી ઢાંકણ(Masking)ને દૂર કરે છે. જેથી તે ભાગ માયોસિનના જોડાણ માટે ખુલ્લો થાય છે. ATPના જળવિભાજન દ્વારા પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કરી માયોસિન તંતુકના શીર્ષ એક્ટિનના ખુલ્લા સક્રિય સ્થાનો સાથે સેતુનિર્માણ માટે જોડાય છે.

સેતુનિર્માણ, શીર્ષનું પરિભ્રમણ અને સેતુનિર્માણનું તૂટવાના તબક્કા

આ બંધથી જોડાયેલ ઍક્ટિન તંતુઓ 'A' બિંબના કેન્દ્ર તરફ ખસે છે. આ ઍક્ટિન સાથે જોડાયેલ 'Z'-રેખા પણ અંદરની તરફ ખેંચાય છે. જેનાથી સ્નાયુતંતુકખંડ ટૂંકો થાય છે, એટલે કે સંકોચન થાય છે. ઉપરોક્ત તબક્કાથી એ સ્પષ્ટ છે કે સ્નાયુના ટૂંકા થવાના સમયે એટલે કે સંકોચન થવાથી ‘I'-બિંબ ટૂંકો થાય છે, જ્યારે 'A'-બિંબ તેની લંબાઈને જાળવી રાખે છે

માયોસિન, ADP અને Pi મુક્ત કરે છે જે વિશ્રામી સ્થિતિમાં પરત જાય છે. નવો ATP જોડાય છે અને સેતુનિર્માણ તૂટે છે. ATP માયોસિનના શીર્ષ દ્વારા ફરી જળવિભાજન પામે છે અને સેતુનિર્માણ અને તૂટવાનું ચક્ર પુનરાવર્તિત થયા કરે છે. જેને પરિણામે સરકવાનું આગળ ચાલે છે.

સ્નાયુસંકોચનનો સરકતા તંતુકવાદ (પાતળા તંતુનું હલનચલન અને I-બિંબ અને H-બિંબનું સાપેક્ષ કદ

આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલું રહે છે. જ્યાં સુધી Ca⁺⁺ આયનો સ્નાયુરસની સિર્સ્ટની (અંતઃ સ્નાયુ રસજાળ)માં પાછા ન ફરે, તેને પરિણામે એક્ટિન તંતુઓ ઢંકાય છે. આ 'Z' રેખાઓનું પોતાના મૂળસ્થાને પરત ફરવાનું કારણ છે. એટલે કે શિથિલન થાય છે. વિવિધ સ્નાયુઓમાં આ પ્રક્રિયાનો સમય ભિન્ન હોય છે. સ્નાયુઓની પુનરાવર્તિત સક્રિયતા, તેમાં ગ્લાયકોજનના અજારક વિઘટનને કારણે ઉત્પન્ન થતા લેક્ટિક એસિડના એકઠા થવા તરફ દોરી જાય છે, જેને કારણે થાક લાગે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

પ્રચલન અને હલનચલન

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.