GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

બે એમિનો એસિડને જોડતો બંધ ક્યો છે?

Hide | Show

જવાબ : પૅપ્ટાઇડ


ન્યુક્લિઓસાઇડના બંધારણમાં હોય છે.

Hide | Show

જવાબ : નાઇટ્રોજન બેઇઝ + શર્કરા


પ્રોટીનસંશ્લેષણમાં કેટલા પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે?

Hide | Show

જવાબ : 20


પ્રોટીનના સૌથી નાનામાં નાના બંધારણીય એકમ (મૉનોમર)ને શું કહેવાય ?

Hide | Show

જવાબ : એમિનો એસિડ


કણાભસૂત્રમાં કયો ઉત્સેચક આવેલો છે?

Hide | Show

જવાબ : સક્સિનિક ડિહાઇડ્રોજીનેઝ અને સાયટોક્રોમ ઑક્સિડેઝ


વિવિધ એમિનો ઍસિડ દ્વારા બનતા પ્રોટીનને શું કહેવાય?

Hide | Show

જવાબ : વિષમ પૉલિમર


સજીવોમાં સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતુ રસાયણ કયું છે ?

Hide | Show

જવાબ : પાણી


કોષના બંધારણમાં કુલ કોષીયભારના પ્રતિશત પ્રમાણ (%)માં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો બૃહદ્‌ જૈવઅણુ કયો છે ?

Hide | Show

જવાબ : પ્રોટીન


કયો સાચા અર્થમાં બૂહદ્‌ અણુ નથી ?

Hide | Show

જવાબ : લિપિડ


કોને જૈવિક અણુઓમાં સમાવી શકાય?

Hide | Show

જવાબ : પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયિક નીપજો તથા પ્રાકૃતિક નીપજો.


સુક્ષ્મ કે સરળ જૈવિક અણુઓ કોને કહેવાય?

Hide | Show

જવાબ : જેઓ 1000 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે તેને


જૈવિક મહાઅણુઓ કોને કહેવાય?

Hide | Show

જવાબ : જેઓ 1000 ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવે તેને


પામિટિક ઍસિડ ............... કાર્બન પરમાણુ ધરાવતો જ્યારે એરેચીડોનીક ઍસિડ ......... કાર્બન પરમાણું ધરાવતો ફૅટી ઍસિડ છે.

Hide | Show

જવાબ : 16, 20


એરોમેટિક એમિનો એસિડનું જૂથ શોધો.

Hide | Show

જવાબ : ટ્રિપ્ટોફેન, ટાયરોસિન, ફિનાઇલ એલેનીન


કયો મહાઅણુ કાર્બોદિત છે?

Hide | Show

જવાબ : ગ્લાયકોજન


ખોરાકના પાચનની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો કયા સમૂહના છે?

Hide | Show

જવાબ : હાઇડ્રોલેઝિસ


તે ટ્રાયહાઇડ્રોક્સિ પ્રોપેન છે.

Hide | Show

જવાબ : ગ્લિસરોલ


વનસ્પતિપેશી, પ્રાણીપેશી કે અતિ સૂક્ષ્મ સજીવોનું તત્વીય પૃથક્કરણ કરતાં શું મળી આવે?

Hide | Show

જવાબ : કાર્બન, હાઈડ્રોજન, ક્સિજન અને અન્ય તત્વો


કોષ દ્વારા થતી ચયાપચય ક્રિયાઓનો સમાવેશ શેમાં થાય છે?

Hide | Show

જવાબ : જૈવરાસાયણિક પ્રક્રિયાઓ


સજીવોના કોષોમાં જોવા મળતાં દ્રવ્યોને કયાં બે જૂથોમાં વહેચાય છે?

Hide | Show

જવાબ : અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યો


અકાર્બનિક દ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે?

Hide | Show

જવાબ : પાણી, ખનીજ તત્વો, ખનીજ ક્ષારો


મેદ અને તેલ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?

Hide | Show

જવાબ : મેદ સામાન્ય તાપમાન ધન અને તલ સમાન્ય પ્રવાહી હોય છે.


હીમોગ્લૉબિન પ્રોટીનનું ક્યું સ્વરૂપ રજૂ કરે છે ?

Hide | Show

જવાબ : ચતુર્થક બંધારણ


પૅપ્ટાઇડ બંધ દ્વારા ક્યા એકમો જોડાય છે?

Hide | Show

જવાબ : બે સમાન કે અસમાન એમિનો ઍસિડ


હીમોગ્લોબિનની રચનામાં શું આવેલું છે?

Hide | Show

જવાબ : ચાર પૉલિપેપ્ટાઈડ શૃંખલાઓનું સંગઠન


ફૉસ્ફોલિપિડ ક્યાં આવેલ છે?

Hide | Show

જવાબ : રસસ્તર અને અંગિકાઓના પટલમાં


રિબોઝ કરતાં ડિઑક્સિરિબોઝમાં ...

Hide | Show

જવાબ : બીજા C પરમાણુ પર એક 0 ઓછા હાય છે.


શેના બંધારણમાં N-ટર્મિનલ અને C-ટર્મિનલ જોવા મળે છે?

Hide | Show

જવાબ : પૉલિપેપ્ટાઇડ શૃંખલા


હીમોગ્લોબિનના બંધારણ માટે નીચેનું ક્યું વિધાન સાચુ છે ?

Hide | Show

જવાબ : 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા અન 5 હીમ સમૂહો


ફૉસ્ફોડાયએસ્ટર બંધ ...

Hide | Show

જવાબ : બે કે વધારે ન્યુક્લિઓટાઈડને જોડે છે.


ફૉસ્ફોડાયએસ્ટર બંધના નિર્માણમાં ન્યુક્લિઓટાઈડનું જોડાણ કેવી રીતે થાય છે?

Hide | Show

જવાબ : ફૉસ્ફેટ એક ન્યુક્લિઓટાઇડની શર્કરાના ત્રીજા C અને બીજા ન્યુક્લિઓટાઇડની શર્કરાના પાંચમા C સાથે જોડાય છે.


DNAના અણુમાં કયા એકમોની સંખ્યા સરખી હોય છે?

Hide | Show

જવાબ : પ્યુરિન અને પિરિમિડીન


કયા અણુનો દેખાવ કુંતલાકાર નિસરણી જેવો છે?

Hide | Show

જવાબ : DNA


ચરબી કયા પદાર્થમાં અદ્રાવ્ય છે?

Hide | Show

જવાબ : પાણી


કોષરસસ્તર અને અંગિકાઓના પટલો કયા પદાર્થના બનેલા છે ?

Hide | Show

જવાબ : ફૉસ્ફોલિપિડ


સિસ્ટીન અને મિથિઓનીન એમિનો ઍસિડના બંધારણમાં ક્યું ખનીજ તત્વ આવેલું છે ?

Hide | Show

જવાબ : સલ્ફર


ડાયસેકેરાઇડ શર્કરા નિર્માણ કરતા એકમો વચ્ચે આવલા બંધનું નામ ......

Hide | Show

જવાબ : ગ્લાયકોસિડિક બંધ


ગ્લિસરોલમાં - CH અને - OH સમૂહની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?

Hide | Show

જવાબ : 2, 3


બે એમિનો એસિડનાં - COOH સમૂહ અને -NH સમૂહ વચ્ચે ક્યા બંધની રચના થાય છે?

Hide | Show

જવાબ : પેપ્ટાઇડ બંધ


તાપમાનમાં કેટલો વધારો રસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો કરે છે ?

Hide | Show

જવાબ : 10 °C


મોટા ભાગના કયા ઉત્સેચકો તટસ્થ pHની આસપાસ મહત્તમ ક્રિયાશીલતા દર્શાવે છે?

Hide | Show

જવાબ : કોષાંતરીય ઉત્સેચકો


કોણ સક્સિનિક ડિહાઇડ્રોજીનેઝનો અવરોધક છે ?

Hide | Show

જવાબ : મેલોનેટ


પ્રાણીઓમાં ખોરાક-સંગૃહીત પદાર્થ તરીકે કયો પૉલિસેકેરાઇડ આવેલો છે?

Hide | Show

જવાબ : ગ્લાયકોજન


કયો કાર્બનિક પદાર્થ ઊંચું શક્તિમૂલ્ય ધરાવે છે?

Hide | Show

જવાબ : લિપિડ


DNA ની પૂરક જોડીઓ માટે સાચો વિકલ્પ કયો છે ?

Hide | Show

જવાબ : A – T અને G - C


વૉટ્સન અને ક્રિકે વર્ણવેલ વિશિષ્ટ DNA ......... કહેવાય છે.

Hide | Show

જવાબ : B-DNA


ન્યુક્લિઓટાઇડના નિર્માણમાં ન્યુક્લિઓસાઈડમાં ફૉસ્ફેટ સમૂહ શર્કરા સાથે ક્યા બંધથી જોડાય છે ?

Hide | Show

જવાબ : એસ્ટર બંધ


34  લંબાઈ ધરાવતા DNA ના ટુકડામાં કેટલા N-બેઇઝ આવેલા છે ?

Hide | Show

જવાબ : 20


કોષમાં પદાર્થોના વહન માટે કેટલાક પ્રોટીન ક્યાં ગોઠવાય છે?

Hide | Show

જવાબ : કોષરસપટલમાં


ક્યા મહાઅણુઓ ચેપી જીવાણુઓ સામે રક્ષણ આપે છે?

Hide | Show

જવાબ : પ્રોટીન


અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકોના બંધારણમાં નીચેનામાંથી કયો મહાઅણુ હોય છે?

Hide | Show

જવાબ : પ્રોટીન


સમગ્ર જીવાવરણની વનસ્પતિઓમાં કયો ઉત્સેચક પ્રોટીનને લીધે પ્રભાવિતા ધરાવે છે?

Hide | Show

જવાબ : રિબ્યુલોઝ બાયફૉસ્ફૅટ કાર્બૉક્સાયલેઝ ઑક્સિજનેઝ


કાગળ અને રૂના તાંતણામાં શું આવેલું હાય છે ?

Hide | Show

જવાબ : સેલ્યુલોઝ


સંધિપાદીઓના બાહ્યકંકાલમાં કયો પોલિમર આવેલો છે ?

Hide | Show

જવાબ : કાઈટિન - વિષમ પૉલિમર


કુદરતમાં સૌથી વધુ પ્રમાણમાં સેલ્યુલોઝ ક્યાં જોવા મળે છે ?

Hide | Show

જવાબ : રૂના તંતુ


કયો સમપૉલિમર નથી ?

Hide | Show

જવાબ : કાઈટિન


તે ફુક્ટોઝનો પૉલિમર છે.

Hide | Show

જવાબ : ઈન્સ્યુલિન


વૉટ્સન અને ક્રિકનું પ્રખ્યાત DNA મૉડેલ DNA ની કઇ સંરચના પ્રદર્શિત કરે છે?

Hide | Show

જવાબ : દ્વિતીયક


કઈ ક્રિયા નિર્જલીકરણ છે ?

Hide | Show

જવાબ : પેપ્ટાઇડ બંધનું નિર્માણ, ગ્લાયકોસિડિક બંધ નિર્માણ અને ફૉસ્ફોડાયએસ્ટર બંધનું નિર્માણ વગેરે


DNA ની કુંતલીય નિસરણીમાં કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી કેટલા અંશના ખૂણા પર વળેલા હોય છે ?

Hide | Show

જવાબ : 36°


વિસ્તૃત નોંધ લખો : એમિનો ઍસિડ

Hide | Show

જવાબ : એમિનો એંસિડ કાર્બનિક રસાયણ હોય છે. જેમાં એક જ કાર્બન (α-કાર્બન) પર એક એમિનો સમૂહ અને એક એસિડીક સમૂહ આવેલા હોય છે. એટલે કે તે જ α-કાર્બન છે. આથી તેને આલ્ફા (α) એમિનો એસિડ કહે છે. તે પ્રસ્થાપિત મિથેન છે. તેમાં ચાર પ્રતિ સ્થાયી સમૂહ ચાર સંયોજકતા સ્થાને જોડાયેલા હોય છે. આ સમૂહ હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ તથા વિવિધ સમૂહ જેને R-સમૂહથી ઓળખવામાં આવે છે.

R-સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનના એમિનો એસિડમાં R-સમૂહ હાઇડ્રોજન (એમિનો ઍસિડ - ગ્લાયસીન), મિથાઈલ સમૂહ (એલેનીન), હાઈડ્રોક્સિ મિથાઈલ સમૂહ (સેરીન) વગેરે હોઈ શકે છે.

20 એમિનો એસિડમાંથી 3 એમિનો એસિડને ઉપરની આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. એમિનો, કાર્બોક્સિલ તથા R-ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો ઍસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. એમિનો તથા કાર્બોક્સિલ સમૂહોની સંખ્યાના આધારે ઍસિડિક (ઉ. દા., ગ્લુટામિક એસિડ) બેઝિક (ઉ.દા. લાઈસિન) તથા તટસ્થ (ઉ. દા., વેલાઈન) તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ્સ (ટાયરોસીન, ફિનાઈલ એલેનીન, ટ્રિપ્ટોફેન) હોય છે.

એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે તે એમિનો (-NH) તથા કાર્બાક્સિલ (COOH) સમૂહ આયનિકરણ પ્રકૃતિનાં હોય છે. તેથી જુદી જુદી pH વાળાં દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે.


વિસ્તૃત નોંધ લખો : લિપિડ

Hide | Show

જવાબ : સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તે સામાન્ય ફેટિએસિડ પણ હોઈ શકે છે. ફેટિએસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે. જે R-સમૂહ સાથે જોડાયેલ હોય છે. R-સમૂહ મિથાઈલ (-CH) અથવા ઇથાઇલ (-CH) કે ઉચ્ચ સંખ્યાવાળા -CH સમૂહ [1 કાર્બનથી 19 કાર્બન] ઉદાહરણ તરીકે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે છે. એરેકીડોનીક એંસિડમાં કાબોક્સિલ કાર્બન સાથે 20 કાર્બન પરમાણુ હોય છે. ફેટિઅસિડ સંતૃપ્ત (દ્વિબંધ વગર) કે અસંતૃપ્ત (એક કે તેથી વધુ C =C દ્વિબંધ) પ્રકારના હોઈ શકે છે.

બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે જે ટ્રાયડાઇડ્રોક્સિ પ્રોપેન છે. ઘણા બધા લિપિડમાં ફેટિ એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે.અહીં ફેટિએસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય છે ત્યારે તે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ તથા ટ્રાયગ્લિસરાઈડ હોઈ શકે છે. તેઓના ગલનબિંદુના આધારે તે મેદ કે તેલ કહેવાય છે.

તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે. (જિંજેલી તેલ) અને તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે હોય છે. કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે. આ ફોસ્ફો લિપિડ છે. જે કોષરસપટલમાં જોવા મળે છે. લેસિથિન એનું દષ્ટાંત છે. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે.


નિચેના કાર્બનિક સંયોજનના બંધારણીય સૂત્ર લખો :

1. ગ્લુકોઝ, 2. રિબોઝ, 3. સેરિન, 4. પામિટિક ઍસિડ, 5. ટ્રાયગ્લિસરાઈડ, 6. ફૉસ્ફોલિપિડ, 7. એડેનીન, 8. કોલેસ્ટેરોલ, 9. યુરેસિલ, 10. એડેનિલિક ઍસિડ

Hide | Show

જવાબ :


ટૂંકનોંધ લખો : પૉલિસેકેરાઈડ

Hide | Show

જવાબ : એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ્‌ અણુઓની જેમ પોલિસેકેરાઇડ્સ (કાર્બોદિત) પણ અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. આ પોલિસેકેરાઇડ્સ શર્કરાની લાંબી શુંખલા હોય છે. તેઓ પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઈડ્સ ધરાવતી રેસામય રચના (કપાસના રેસા) છે. ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક પોલિસેકેરાઈડ છે જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ્સ જેવા કે ગ્લુકોઝમાંથી બને છે.

સેલ્યુલોઝ એક સમપોલિમર છે. એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ (મંડકણ) સેલ્યુલોઝથી જુદુ હોય છે. પરંતુ એ વનસ્પતિ પેશીઓમાં ઊર્જા ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય છે. પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ હોય છે જેને ગ્લાયકોજન કહેવાય છે.

ઇન્યુલીન ફ્રુક્ટોઝનો પોલિમર છે. એક પોલિસેકેરાઇડ શૃંખલા (જેમ કે ગ્લાયકોજન)ના જમણા છેડાને રિડ્યુસીંગ જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસીંગ કહેવાય છે. જે શાખાયુક્ત હોય છે અને કાર્ટુન જેવી રચના દેખાય છે.સ્ટાર્ચ કુંતલાકાર દ્વિતીયક સંરચના બનાવે છે. વાસ્તવમાં સ્ટાર્ચ આયોડિન અણુને કુંતલીય ભાગથી જોડાયેલા રાખી શકે છે.

સ્ટાર્ચ-આયોડિન સાથે જોડાવાથી ભૂરો રંગ આપે છે. સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંતલો જોવા મળતા નથી. જેના કારણે તે આયોડિન સાથે જોડાઈ શકતો નથી. વનસ્પતિ કોષદીવાલ સેલ્યુલોઝની બનેલ હોય છે. વનસ્પતિની લૂગદીથી બનેલ કાગળ તેમજ રૂના રેશા સેલ્યુલોઝ છે. કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ્સ જોવા મળે છે.

તે એમિનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા(જેવી કે ગ્લુકોઝ એમાઈન, N-એસિટાઈલ ગેલેક્ટોઝ એમાઈન વગેરે)થી જોડાઈને બને છે. સંધિપાદીઓના બાહ્ય-કંકાલ જટિલ પોલિસેકેરાઇડ કાઈટીનના બનેલા હોય છે. આ જટિલ પોલિસેકેરાઈડ્સ મુખ્યત્વે વિષમપોલિમર હોય છે.


પ્રોટીનની સંરચના સમજાવો.

Hide | Show

જવાબ : પ્રોટીન એમિનો એસિડની શૃંખલાઓથી બનેલો વિષમ પોલિમર છે. અણુઓની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં સંરચનાનો સંબંધ આણ્વિક સત્ર સાથે હોય છે. (જેમ કે NaCI, MgCl વગેરે.) કાર્બનિક રસાયણો અણુઓની દ્વિપારિમાણિક સંરચના (જેમ કે બેન્ઝિન, નેપ્થેલીન વગેરે.)ને હંમેશાં રજૂ કરે છે.

પ્રાથમિક પ્રોટિન:

ભૌતિક વૈજ્ઞાનિક આણ્વિક સંરચનાને ત્રિ-પારિમાણિક દ્રશ્યને જ્યારે જીવવિજ્ઞાનીક પ્રોટીનની સંરચના ચાર સ્તરીય વ્યક્ત કરે છે. એમિનો એસિડનો ક્રમ એટલે કે, પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી - કયો પ્રથમ એમિનો એસિડ છે, કયો દ્વિતીય એમિનો એસિડ છે, વગેરે તે પ્રોટીનની પ્રાથમિક રચના કહે છે.

પ્રોટીન એક રેખા સ્વરૂપે છે તો તેના ડાબા છેડા પર પ્રથમ એમિનો અંસિડ અને જમણા છેડા પર અંતિમ એમિનો એસિડ જોવા મળે છે. પ્રથમ એમિનો એસિડના છેડાને N-ટર્મિનલ એમિનો એસિડ જ્યારે અંતિમ એમિનો એસિડના છેડાને C-ટર્મિનલ એમિનો એસિડ કહે છે.

દ્વિતીયક પ્રોટીન:

પ્રોટીન તંતુ ફેલાયેલ દઢ દંડ જેવી રચના નથી હોતી પરંતુ તેનો તંતુ કુતલની જેમ વળેલો હોય છે. (ફરતી રહેતી નિસરણીની માફક) વાસ્તવમાં પ્રોટીન તંતુ કેટલાકમાં કુંતલ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. પ્રોટીનમાં માત્ર જમણુંભ્રમણ કુંતલો જોવા મળે છે. અન્ય જગ્યાઓ પર પ્રોટીનનો તંતુ અન્ય સ્વરૂપમાં વીંટળાયેલી હોય છે તેને દ્વિતીયક સંરચના કહે છે.

તૃતીયક પ્રોટીન:

પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના પોલા દડાની માફક વીંટળાયેલી હોય તો તેને તૃતીયક સંરચના કહે છે. તે પ્રોટીનના ત્રિ- પરિમાણ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. તૃતીય સંરચના પ્રોટીનની જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે.

ચતુર્થક પ્રોટીન:

 કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલિપેપ્ટાઇડ્સ કે તેમના પેટા એકમોનો સમૂહ હોય છે. જે પ્રકારે પ્રત્યેક પોલિપેપ્ટાઇડ્સ કે પેટા એકમો એકબીજાની સાપેક્ષ ગોઠવાયેલ હોય છે. (ઉદા., ગોળાની બનેલ સીધી રેખા, ગોળ- (દડા)ઓ એકબીજા પર ગોઠવાઈને સમઘન કે પટ્ટિકા જેવી સંરચના વગેરે.) તે પ્રોટીનના સ્થાપત્યને પ્રદર્શિત કરે છે. જેને પ્રોટીનનીચતુર્થક સંરચના કહે છે. પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબીન ચાર પેટા ખંડોનો બનેલ હોય છે. તેમાંથી બે એકબીજાને સમાન હોય છે. આથી બે પેટા એકમ α અને બે પેટા એકમ β પ્રકારના હોય છે. જે એકબીજા સાથે જોડાઈને મનુષ્યનું હિમોગ્લોબીન (Hb) બનાવે છે.


ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે ? સમજાવો.

Hide | Show

જવાબ : રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણો એક પ્રક્રિયા હોય છે જેમાં રસાયણનું નીપજમાં રૂપાંતરણ થાય છે. તેને પ્રક્રિયક (S) કહે છે. જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન સાથે એક ત્રિ-પરિમાણ સંરચના ધરાવતું પ્રોટીન છે, જે એક પ્રક્રિયક (S)ને નીપજ (P)માં ફેરવે છે.

પ્રક્રિયાર્થી (S) ઉત્સેચકના સક્રિય સ્થાન જે તિરાડ કે ખાંચા (ગુહા) સ્વરૂપે હોય છે તેની સાથે જોડાય છે. પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે. આ પ્રકારે આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ(ES Complex)નું નિર્માણ થાય છે. E (એન્ઝાઇમ) ઉત્સેચકને રજૂ કરે છે. આ સંકુલનું નિર્માણ એ એક ક્ષણિક સમયની ઘટના છે. પ્રક્રિયાથી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય છે. જેને સંક્રમણ અવસ્થા - સંરચના કહેવાય છે. તેના પછી તરત જ સ્વીકૃત બંધનું તૂટવું કે નિર્માણ પૂર્ણ થાય છે. પછી સક્રિય સ્થાન પરથી નીપજ મુક્ત થાય છે. બીજા શબ્દોમાં પ્રક્રિયાથીની સંરચના નીપજની સંરચનામાં ફેરવાય છે.

રૂપાંતરણોનો આ પથ કથિત સંક્રમણ અવસ્થા દ્વારા થાય છે. સ્થાયી પ્રક્રિયક અને નીપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થાઓ થઈ શકે છે. આ વાક્યનો અર્થ એ છે કે બનતી બધી જ મધ્યવતી સંરચનાત્મક અવસ્થા અસ્થાયી હોય છે. સ્થાયીત્વનો સંબંધ અણુની ઊર્જા (શક્તિ) અવસ્થા કે સંરચના સાથે જોડાયેલો હોય છે.

X-અક્ષ સ્થાયી શક્તિ રજૂ કરે છે. X-અક્ષ વચગાળાની અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરણમાં ફેરફાર સૂચવે છે. બે વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રક્રિયક (S) અને નીપજ (P)ના વચ્ચે શક્તિ સ્તરમાં ભિન્નતા છે.

જો નીપજ પ્રક્રિયાર્થી કરતાં નીચલા સ્તરનો હોય તો પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય હોય છે. આ અવસ્થામાં નીપજ નિર્માણ કાર્ય માટે શક્તિ- (ગરમી દ્વારા)ની આવશ્યક નથી. આમ છતાં, બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા કે સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા અથવા અંતઃ ઉષ્મીય કે શક્તિ આવશ્યક પ્રક્રિયાઓમાં પ્રક્રિયાર્થીને ઉચ્ચ શક્તિ અવસ્થા કે વચગાળાની અવસ્થામાંથી પસાર થવું પડે છે. પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિના તફાવતને સક્રિય (ઉત્તેજન) શક્તિ કહે છે. ઉત્સેચક શક્તિ અવરોધને ઘટાડીને પ્રક્રિયાર્થીમાંથી નીપજના સરળ રૂપાંતરણમાં મદદ કરે છે.


ઉત્સેચકની કાર્યપદ્ધતિ સમજાવો.

Hide | Show

જવાબ : પ્રત્યેક ઉત્સેચક (E)ના અણુમાં પ્રક્રિયક-જોડાણ-સ્થાન જોવા મળે છે. જેની સાથે પ્રક્રિયક (S) જોડાઈને ઉત્સેચક-પ્રક્રિયાર્થી-સંકુલ (E.S-Complex)નું નિર્માણ કરે છે. આ સંકુલ અત્યંત ઓછા સમય સુધી યથાવત રહે છે જે નીપજ (P) અને અપરિવર્તિત ઉત્સેચકમાં વિયોજિત થાય છે. તેની પહેલાં મધ્યવર્તી રચના ઉત્સેચક-નીપજ-સંકુલ (EP-Complex)નું નિર્માણ થાય છે.

ઉત્સેચક-પ્રક્રિયાર્થી-સંકુલ નિર્માણ થવું તે ઉત્પ્રેરણ (ઉદ્દીપન) માટે અત્યંત આવશ્યક છે.

ઉત્સેચક ક્રિયાના ઉત્પ્રેરક ચક્રને નીચેનાં ચરણોમાં વર્ણવી શકાય :

1. સૌપ્રથમ પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે.

2. ઉત્સેચક સાથે જોડાયેલ પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં (સ્વરૂપમાં) બદલાવ લાવે છે. જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતીથી જોડાઈ જાય છે.

3. ઉત્સેચકનું સક્રિય સ્થાન હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં હોય છે જેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે છે અને નવા ઉત્સેચક-નીપજ સંકુલનું નિર્માણ થાય છે.

4. ઉત્સેચક નવનિર્મિત નીપજને મુક્ત કરે છે. મુક્ત થયેલ ઉત્સેચક અન્ય પ્રક્રિયક સાથે જોડાવા માટે તૈયાર થઈ જાય છે. આ પ્રકારે પુનઃ ઉત્સેચક ચક્રની શરૂઆત થાય છે.


ઉત્સેચકીય પ્રક્રિયાના વેગ પર અસર કરતાં પરિબળો સમજાવો.

Hide | Show

જવાબ : જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે, તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે. જેમ કે તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર અથવા કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ કે જે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય.

તાપમાન અને pH

ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને pHની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને pHના આધારે થાય છે. જેને ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH કહે છે. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. નીચુ તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે છે.

જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી દે છે કારણ કે ગરમીથી પ્રોટીન વિનૈસર્ગીકરણ પામે છે.

પ્રક્રિયકની સાંદ્રતા

પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે-સાથે સૌપ્રથમ ઉત્સેચકનો પ્રક્રિયા વેગ (V) વધે છે. પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગને () પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતા પણ તેમાં વધારો થતો નથી. એવું એટલા માટે થાય છે કે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે અને પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુઓ સાથે જોડાવવા માટે મુક્ત રહેતો નથી.

કોઈપણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અને તે રસાયણને અવરોધક કહે છે.

જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે તો તેને પ્રતિસ્પર્ધી (હરીફ) અવરોધક' કહે છે.


ઉત્સેચક વર્ગીકરણના સમૂહ સમજાવો.

Hide | Show

જવાબ : ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે તેને જુદા જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઉત્સેચકોને 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેનું નામકરણ ચાર અક્ષરીય સંખ્યા પર આધારિત છે.

ઑક્સિડોરિડક્ટેઝિસ / ડિહાઇડ્રોજીનેઝિસ: આ સમૂહના ઉત્સેચક કે જે બે પ્રક્રિયકો S અને S' વચ્ચે ઑક્સિડો-રિડક્શનને ઉત્પ્રેરિત કરે છે જેમ કે....

ટ્રાન્સફરેઝિસ : આ સમૂહના ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ S અને S' વચ્ચે એક સમૂહ G (હાઇડ્રોજન સિવાય)ના સ્થળાંતરણને ઉત્પ્રેરિત કરે છે જેમ કે....

હાઇડ્રોલેઝિસ : આ સમૂહના ઉત્સેચક એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન-કાર્બન, કાર્બન-હેલાઇડ અથવા P-N બંધ (ફૉસ્ફરસ-નાઇટ્રોજન બંધ)નું જલવિભાજન પ્રેરે છે.

લાયેઝિસ : જલવિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચકો છે. પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધોનું નિર્માણ થાય છે.

આઇસોમરેઝિસ : એવા બધા જ ઉત્સેચકો કે જે પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકોના આંતર રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે.

લિગેઝિસ : આ સમૂહના ઉત્સેચક કે જે બે રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે છે, જેમ કે C-O, C-S, C-N, P-O વગેરે બંધોનું નિર્માણ સાથે સંકળાયેલા ઉત્સેચકો.


સહકારક એટલે શું ? સહકારકના પ્રકાર વર્ણવો.

Hide | Show

જવાબ : ઉત્સેચક એક કે અનેક પોલિપેપ્ટાઇડ શુંખલાઓના જોડાવાથી બને છે. છતાં પણ કેટલીક સ્થિતિમાં બિનપ્રોટીન ઘટક જેને સહકારક કહે છે તે ઉત્સેચક સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને એપોએન્જાઈમ કહે છે.

સહકારક ત્રણ પ્રકારના હોય છે. પ્રોસ્થેટિક જૂથ, સહઉત્સેચક તથા ધાતુ આયન

પ્રોસ્થેટિક સમૂહ કાર્બનિક રસાયણો હોય છે અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે કે તે એપોએન્ઝાઈમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક પેરોક્સાઈડેઝ અને કેટાલેઝ જે હાઇડ્રોજન પેરોક્સાઈડને ઓંક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે. તેમાં હીમ પ્રોસ્થેટિક સમૂહ હોય છે જે ઉત્સેચકનો સક્રિયતા માટેનો એક ભાગ હોય છે.

સહ-ઉત્સેચક પણ કાર્બનિક રસાયણો હોય છે પરંતુ તેનું એપોએન્ઝાઈમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. સહ-ઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. અનેક સહ-ઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ હોય છે. ઉ. દા., સહઉત્સેચક નિકોટીનેમાઈડ એડેનાઈન ડાયન્યુક્લિઓટાઈડ (NAD) અને NADP વિટામિન નિએસીન ધરાવે છે.

ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ-આયનની આવશ્યકતા રહેલી હોય છે. જે સક્રિય સ્થાન પર પાશ્ચીય શુખલા સાથે સમન્વય બંધ (સહસંયોજક બંધ) બનાવે છે. એ જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલ હોય છે. ઉ. દા., પ્રોટિયોલાઈટીક ઉત્સેચક કાર્બોક્સિપેપ્ટિડેઝ સાથે ઝિંક એક સહકારક સ્વરૂપે જોડાયેલ હોય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

જૈવ અણુઓ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.