GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

નામનિર્દેશવાળી આકૃતિ દોરો: ચેતાકોષ

Hide | Show

જવાબ : ચેતાકોષની રચના


નામનિર્દેશવાળી આકૃતિ દોરો: મગજ

Hide | Show

જવાબ : માનવ મગજનો આયામ છેદ દર્શાવતી આકૃતિ


નામનિર્દેશવાળી આકૃતિ દોરો: આંખ

Hide | Show

જવાબ : આંખના ભાગો દર્શાવતી રેખાકૃતિ


નામનિર્દેશવાળી આકૃતિ દોરો: કાન

Hide | Show

જવાબ : કાનનો રેખાંકિત દેખાવ


કાનનો કયો ભાગ અવાજના સ્વરને ઓળખે છે ?

Hide | Show

જવાબ : કોર્ટિકોય સંવેદી કોષોનું હલનચલન થતાં, ઊર્મિવેગોનું વહન કર્ણચેતા દ્વારા બૃહદ્‌ મસ્તિષ્કના શ્રવણ વિસ્તારમાં થાય છે. જ્યાં અવાજ ઓળખાય છે.


માનવ મગજનો કયો ભાગ સૌથી વધુ વિકસિત છે ?

Hide | Show

જવાબ : માનવ મગજનો બૃહદ્‌ મસ્તિષ્ક ભાગ સૌથી વધુ વિકસિત છે.


મધ્યસ્થ મગજનો કયો ભાગ પ્રમુખ ઘડિયાળ (Master Clock) તરીકે વર્તે છે ?

Hide | Show

જવાબ : પિનિયલ ગ્રંથિ બૃહદ્‌ મસ્તિષ્કના ગોળાર્ધની વચ્ચે કેલોસમકાયની નીચે છે. તે મેલેટોનીન અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જૈવિક ધડિયાળનું કાર્ય કરે છે.


ભેદ સ્પષ્ટ કરો: મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ

Hide | Show

જવાબ : મસ્તિષ્ક ચેતાઓ : મગજના વિસ્તારમાંથી નીકળતી ચેતાઓને મસ્તિષ્ક ચેતાઓ કહે છે. તે સંવેદી, ચાલક અને મિશ્ર પ્રકારની હોય છે. કરોડરજ્જુ ચેતાઓ : કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓને કરોડરજ્જુ ચેતાઓ કહે છે. તે મિશ્ર પ્રકારની હોય છે.


ભેદ સ્પષ્ટ કરો: મજિજિત ચેતાતંતુમાં ઊર્મિવેગનું વહન અને અમજિજિત ચેતાતંતુમાં ઊર્મિવેગનું વહન

Hide | Show

જવાબ : મજિજિત ચેતાતંતુમાં ઊર્મિવેગનું વહન : મજ્જિત ચેતાતંતુઓ સ્વૉનના કોષો દ્વારા આવૃત હોય છે. જે ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવે છે. બે ક્રમિક મજ્જા આવરણો વચ્ચેના અવકાશને રેનવીયરની ગાંઠ કહે છે. ઊર્મિવેગનું વહન રેન્વિયરના એક પ્રદેશથી બીજા પ્રદેશ પર કુદકામય રીતે થાય છે.છે. પ્રસરણ ઝડપી હોય છે. અમજિજિત ચેતાતંતુમાં ઊર્મિવેગનું વહન : અમજ્જિત ચેતાતંતુ સ્વૉનના કોષ દ્વારા આવરિત હોય છે. પરંતુ ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવતા નથી અને તે સામાન્ય રીતે સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં મળી આવે છે. તેમાં પ્રસરણ ધીમું અને સળંગ થાય છે.


ભેદ સ્પષ્ટ કરો: તરલરસ અને કાચરસ

Hide | Show

જવાબ : તરલરસ : પારદર્શકપટલ અને નેત્રમણિ વચ્ચેના અવકાશને તરલરસ કોટર કહે છે. તે પાતળું જલીય પ્રવાહી ધરાવે છે. જેને તરલરસ (Aqueous humor) કહે છે. કાચરસ : નેત્રમણિ અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચરસ કોટર કહે છે. આ પારદર્શક પ્રવાહી દ્વારા ભરાયેલ હોય છે. જેને કાચરસ કહે છે.


ભેદ સ્પષ્ટ કરો: અંતર્વાહી ચેતાઓ અને બહિર્વાહી ચેતાઓ

Hide | Show

જવાબ : અંતર્વાહી ચેતાઓ : અંતર્વાહી ચેતાતંતુઓ ઊર્મિવેગનું વહન પેશીઓ કે અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) તરફ કરે છે. બહિર્વાહી ચેતાઓ : બહિર્વાહી તંતુઓ નિયામક ઊર્મિવેગોનું મધ્યસ્થ ચેતાતંત્રથી સંબંધિત પરિઘવર્તી પેશીઓ કે અંગો તરફ વહન કરે છે.


ભેદ સ્પષ્ટ કરો: અંધ બિંદુ અને પિત્ત બિંદુ

Hide | Show

જવાબ : અંધ બિંદુ : દ્રષ્ટિ ચેતાઓ આંખની બહાર અને નેત્રપટલ રુધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યાના આંખના ડોળાના પશ્વ ધ્રુવના મધ્યથી સહેજ ઉપર આવેલ છે. તે વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી અને તેથી તેને અંધ બિંદુ કહે છે. પિત્ત બિંદુ: આંખના પશ્વ ધ્રુવમાં, અંધ બિદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતું રંગકણના બિંદુને પિત્તબિંદુ કહે છે.


તફાવત આપો: શિખાતંતુ અને ચેતાક્ષ

Hide | Show

જવાબ :

શિખાતંતુ

ચેતાક્ષ

1  ટૂંકા તંતુઓ કે જે વારંવાર શાખાઓમાં વિભાજિત થાય છે અને કોષકાયની બહાર નીકળે છે અને નિઝલની કર્ણીકાઓ ધરાવે છે તેને શિખાતંતુઓ કહે છે. 1  કોષકાયના પશ્વ છેડેથી એક પ્રવર્ધ નીકળે છે. જેને ચેતાક્ષ કહે છે.
2  તે ઊર્મિવેગોને કોષકાય તરફ મોકલે છે. 2  તે કોષકાયથી પ્રતિચાર અંગો તરફ ઊર્મિવેગનું વહન કરે છે.


તફાવત આપો: મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) અને પરિઘવર્તી ચેતાતંત્ર (PNS)

Hide | Show

જવાબ :

મધ્યસ્થ ચેતાતંત્ર (CNS)

પરિઘવર્તી ચેતાતંત્ર (PNS)

1  મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. પરિઘવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે.
2  તે શરીરની મધ્ય પૃષ્ઠ લંબ ધરીએ આવેલુ હોય છે. 2  તે શરીરની બહાર પરિધીય વિસ્તારમાં અંગોના અંતિમ છેડા સુધી પ્રસરેલુ હોય છે.
3  તે માહિતીનું પૃથ્થકરણ અને નિયંત્રણ કરે છે. 3  દૈહિકતંત્ર કંકાલસ્નાયુઓ, ત્વચા અને સાંધાઓનું નિયમન કરે છે. સ્વયંવર્તી ચેતાતંત્ર અન્ય અંગોનું નિયંત્રણ કરે છે.


તફાવત આપો: વિશ્રામી ક્લાવીજસ્થિતિમાન અને સક્રિય કલાવીજસ્થિતિમાન

Hide | Show

જવાબ :

વિશ્રામી ક્લાવીજસ્થિતિમાન

સક્રિય કલાવીજસ્થિતિમાન

1  આવા ચેતાતંતુની સ્થિતિને ધ્રુવીકૃત સ્થિતિ કહે છે. 1  આમાં ચેતાતંતુની સ્થિતિ વિધ્રુવીકૃત હોય છે.
2  ચેતાતંતુના રસસ્તરની અંદર ઋણવીજભાર અને બહાર ધનવીજભાર હોય છે. 2  ચેતાતંતુના રસસ્તરની અંદર ધનવીજભાર અને બહાર ઋણવીજભાર હોય છે.


તફાવત આપો: મજ્જિત ચેતાક્ષો અને અમજ્જિત ચેતાક્ષો

Hide | Show

જવાબ :

મજ્જિત ચેતાક્ષો

અમજ્જિત ચેતાક્ષો

1  તે સ્વૉનના કોષો દ્વારા આવૃત હોય છે. જે ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવે છે. 1  તે સ્વૉનના કોષો દ્વારા આવૃત હોય છે. પરંતુ ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવતા નથી.
2  તેમાં રેન્વિયરની ગાંઠ હોય છે. 2  તેમાં રેન્વિયરની ગાંઠ હોતી નથી.
3  મગજ અને કરોડરજ્જુ ચેતાઓ મજ્જિત ચેતાક્ષ ધરાવે છે. 3  તે સામાન્ય રીતે સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં જોવા મળે છે.


તફાવત આપો: બૃહદ્‌ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક

Hide | Show

જવાબ :

બૃહદ્‌ મસ્તિષ્ક

અનુમસ્તિષ્ક

1  બૃહદ્‌ મસ્તિષ્ક અગ્ર મગજનો ભાગ છે. 1  અનુમસ્તિષ્ક પશ્વ મગજનો ભાગ છે.
2  તે માનવ મગજનો મુખ્ય ભાગ બનાવે છે. 2  તેની સપાટી ગૂંચળામય હોય છે.
3  તે જટિલ કાર્યો, વાતચીત માટે જવાબદાર હોય છે. 3  તે ધણા બધા ચેતાકોષોને વધારાની જગ્યા પૂરી પાડે છે.
4  યાદશક્તિ, સમજશક્તિ, જ્ઞાનપ્રાપ્તિ, સર્જનાત્મક કૌશલ્ય અને ઐચ્છિક હલનચલન માટે જવાબદાર છે. 4  સ્નાયુક્રિયા, દોડવું, વાતચીત અને ટાઈપક્રિયાનું નિયંત્રણ કરે છે.


તફાવત આપો: દંડકોષ અને શંકુકોષ

Hide | Show

જવાબ :

દંડકોષ

શંકુકોષ

1  તે દંડ આકારના જોવા મળે છે. 1  તેનો આકાર કોન (Cone) જેવો હોય છે.
2  ર્‌હોડોપ્સિન નામના જાંબલી રંગના રંજકકણો ધરાવે છે. 2  તે આયડોપ્સિન રજકણો ધરાવે છે.
3  તે વધુ સંવેદનશીલ હોય છે. 3  તે પ્રમાણમાં ઓછા સંવેદનશીલ હોય છે.
4  તે મંદ પ્રકાશમાં અને રાત્રે કામ કરે છે. 4  તે દિવસના પ્રકાશમાં કામ કરી સંપૂર્ણ ચિત્ર અને રંગ સર્જે છે.


તફાવત આપો: મધ્યપટલ અને નેત્રપટલ

Hide | Show

જવાબ :

મધ્યપટલ

નેત્રપટલ

1  તે સંયોજક પેશી અને રુધિરવાહીનીનું બનેલું હોય છે. તે સિલિયરીકાય અને કનીનિકા ધરાવે છે. 1  અંદરના સ્તરને નેત્રપટલ કહે છે. અને તે કોષોના ત્રણ સ્તરો ધરાવે છે.
2  તે રુધિરવાહિની ને પોષણ આપે છે અને કનીનિકાનું કાર્ય કૅમેરાના લેન્સના પટલ જેવું હોય છે. 2  તે પ્રકાશના કિરણો આપાત થયા બાદ મગજના પૃથ્થકરણ દ્વારા વસ્તુને જોઈ અને ઓળખી શકાય છે.


તફાવત આપો: થેલેમસ અને હાયપોથેલેમસ

Hide | Show

જવાબ :

થેલેમસ

હાયપોથેલેમસ

1  તે બૃહદ્‌ મસ્તિષ્કના આવરણથી ધેરાયેલ હોય છે. 1  તે થેલેમસના તળિયાના ભાગ(પાયાના ભાગ)માં આવેલો મહત્વનો ભાગ છે.
2  જે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. 2  તે ધણા કેન્દ્રો ધરાવે છે. જે શરીરઅનું તાપમાન, ખાવાની અને પીવાની તીવ્રતાનું નિયંત્રણ કરે છે.


તમે વસ્તુના રંગને કેવી રીતે પારખો છો ?

Hide | Show

જવાબ : મનુષ્યની આંખમાં ત્રણ પ્રકારના શંકુકોષો હોય છે. જે પોતાના લાક્ષણિક પ્રકાશ રંજકકણો ધરાવે છે. જે લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિસાદ આપે છે. વિવિધ રંગો માટેની સંવેદના, આ શંકુકોષો અને તેમના પ્રકાશ રંજકકણોના વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે આ શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે. ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે.


ટૂંકનોંધ: મધ્યમગજ

Hide | Show

જવાબ : મધ્યમગજ, અગ્રમગજના થેલેમસ / હાયપોથેલેમસ અને પશ્ચષમગજના પોન્સની વચ્ચે આવેલ હોય છે. એક નળી કે જેને મસ્તિષ્ક તરલનલિકા (Cerebral aqueduct) કહે છે. જે મધ્યમગજમાંથી પસાર થાય છે. મધ્યમગજનો પૃષ્ઠ ભાગ મુખ્યત્વે ચાર ઉપસેલા ગોળકો (ખંડો) કે જેને ચતુષ્કાય ખંડો (Corpora quadrigemina) કહે છે. મધ્યમગજ અને પશ્ચમગજ, મસ્તિષ્ક સ્તંભ (Brain stem) બનાવે છે.


ટૂંકનોંધ: પશ્ચમગજ

Hide | Show

જવાબ : પશ્વમગજ પોન્સ (સેતુ), અનુમસ્તિષ્ક અને લંબમજ્જાનું બનેલ છે. પોન્સ (સેતુ) મગજના વિવિધ વિસ્તારોને સાંકળતા પથ તંતુઓ ધરાવે છે. અનુમસ્તિષ્કની સપાટી ખૂબ ગૂંચળામય હોય છે. જે ઘણા બધા ચેતાકોષોને વધારાની જગ્યા પૂરી પાડે છે. મગજનું લંબમજ્જા કરોડરજ્જુ સાથે જોડાયેલ છે. લંબમજ્જા શ્વસન, હૃદયને લગતી પરાવર્તિત ક્રિયાઓ અને જઠરના સ્ત્રાવોનું નિયંત્રણ કરે છે.


ટૂંકનોંધ: કર્ણાસ્થિઓ

Hide | Show

જવાબ : મધ્ય કર્ણમાં નાનાં ક્દના અને હલન ચલન કરી શકે તેવા ત્રણ અસ્થિઓ આવેલાં હોય છે. તેમને હથોડી(Malleus), એરણ (Incus) અને પેંગડુ (Stapes) કહે છે. તેઓ સાંકળની જેમ એક બીજા સાથે જોડાયેલા હોય છે. હથોડી કર્ણપટલ સાથે જોડાયેલું હોય છે. શંખિકાના અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલ છે. કર્ણાસ્થિઓ અવાજના તરંગોની અંત:કર્ણ સુધી પહોંચવાની ક્ષમતામાં વધારો કરે છે. કર્ણકંઠનળી મધ્ય કર્ણ ગુહાને કંઠનળી સાથે જોડે છે. કર્ણ કંઠનળી બંને બાજૂના કર્ણપટલ ઉપરના દબાણને સંતુલિત કરવામાં મદદ કરે છે.


ટૂંકનોંધ: કોર્ટિકાય

Hide | Show

જવાબ : કોર્ટિકાય એ સાંભળવાનું અંગ છે. જે રિસેપ્ટર કોષો અને આધારકોષોનું બનેલું છે. જે રોમ કોષો ધરાવે છે. જે શ્રવણગ્રાહીઓ તરીકે વર્તે છે. આ રોમ કોષો, કોર્ટિકાયની અંદરની બાજુએ હરોળમાં ગોઠવાયેલા હોય છે. રોમ કોષોનો પાયાનો છેડો અંતર્વાહી ચેતાતંતુઓના નજદીકના સંપર્કમાં હોય છે. દરેક રોમ કોષોના ટોચના ભાગેથી પ્રવર્ધો નીકળે છે. જેને ત્રિપરિમાણીય પક્ષ્મ કહે છે. રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે. જેને ટેક્ટોરિયલ કલા કહે છે.


માનવ શરીરમાં કેટલી જોડ મસ્તિષ્કચેતાઓ સંવેદી છે ?

Hide | Show

જવાબ : માનવ શરીરમાં 3 જોડ મસ્તિષ્કચેતાઓ સંવેદી છે.


બાઉમેનની ગ્રંથિ ધરાવતું અંગ છે.

Hide | Show

જવાબ : નાક


મોતિઓ થવાનું કારણ શું છે.

Hide | Show

જવાબ : મોતિઓ થવાનું કારણ નેત્રમણિનું અપારદર્શક બનવું છે.


મનુષ્યમાં મસ્તિષ્ક ચેતાઓની સંખ્યા કેટલી છે ?

Hide | Show

જવાબ : 12 જોડ


હિપોકૅમ્પસનું કાર્ય શું છે ?

Hide | Show

જવાબ : હિપોકૅમ્પસનું કાર્ય ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબી યાદમાં ફેરવવાનું છે.


સસલામાં કરોડરજ્જુ ચેતાઓની સંખ્યા કેટલી છે ?

Hide | Show

જવાબ : સસલામાં કરોડરજ્જુ ચેતાઓની સંખ્યા 37 જોડ છે.


તરલરસનું દબાણ વધતાં થતો દ્રષ્ટિ સંકલિત રોગ કયો છે.

Hide | Show

જવાબ : ગ્લોકોમા


અંતર્ગોળ લેન્સનાં ચશ્માંથી કંઈ ખામી દૂર કરી શકાય છે ?

Hide | Show

જવાબ : અંતર્ગોળ લેન્સનાં ચશ્માંથી લઘુદ્રષ્ટિની ખામી દૂર કરી શકાય છે.


કઈ ખામીમાં વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી ?

Hide | Show

જવાબ : દીર્ધદ્રષ્ટિની ખામીમાં વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી.


પરાકંપી ચેતાતંત્રનું કાર્ય શું છે.

Hide | Show

જવાબ : પરાકંપી ચેતાતંત્રનું કાર્ય પાચન ક્રિયા વધારવાનું છે.


ટૂંકનોંધ લખો: નેત્રપટલ

Hide | Show

જવાબ : નેત્રપટલ (Retina) એ સૌથી અંદરનું સ્તર છે અને તે કોષોના ત્રણ સ્તરો ધરાવે છે. અંદરથી બહાર તરફ ચેતાકંદ કોષો, દ્રિધ્રુવીય કોષો અને પ્રકાશગ્રાહી કોષો. પ્રકાશગ્રાહી કોષો બે પ્રકારના હોય છે. જેવા કે દંડકોષો (Rods cells) અને શંકુ કોષો (Cones cells). આ કોષો પ્રકાશ સંવેદી પ્રોટીન ધરાવે છે. જેને પ્રકાશ રંજકકણ કહે છે.

તે દિવસના પ્રકાશની (પ્રકાશાનુંકુલી (Photopic)) દ્રષ્ટિ અને રંગની દ્રષ્ટિ (રંગ પારખવો) શંકુ કોષોનાં કાર્યો છે અને મંદ પ્રકાશની (તિમિરાનુંકૂલિત (Scotopic)) દ્રષ્ટિ એ દંડકોષોનું કાર્ય છે. દંડકોષો જાંબલી પડતા લાલ પ્રોટીન ધરાવે છે. જેને રોડોપ્સિન અથવા જાંબલી દ્રષ્ટિનું કહે છે. જે વિટામિન – A ના વ્યુત્પન્ન ધરાવે છે.

માનવની આંખમાં ત્રણ પ્રકારના શંકુકોષો હોય છે. જે પોતાના લાક્ષણિક પ્રકાશ રજકણો ધરાવે છે જે લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિસાદ આપે છે. વિવિધ રંગો માટેની સંવેદના, આ શંકુકોષો અને તેમના પ્રકાશ રંજકકણોના વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે આ શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે. ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે.

દ્રષ્ટિ ચેતાઓ આંખની બહાર અને નેત્રપટલ રુધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યાના આંખના ડોળાના પશ્ચ ધ્રુવના મધ્યથી સહેજ ઉપર આવેલ છે. તે વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી અને તેથી તેને અંધ બિંદુ (Blind Spot) કહે છે.

આંખના પશ્ચ ધ્રુવમાં, અંધ બિંદુની પાશ્વ બાજુએ પીળાશ પડતું રગકણના બિંદુને પિત્તબિંદુ (Macula latea) કહે છે.તેને મધ્યસ્થ ખાડા સાથે ગર્ત (Fovea) કહે છે. ગર્ત એ નેત્રપટલનો પાતળો બાહ્ય ભાગ છે. જ્યાં ફક્ત ઘનિષ્ટ રીતે જોડાયેલ શંકુકોષો હોય છે. આ એ સ્થાન છે કે જ્યાં દષ્ટિ તીવ્રતા (Resolution) વધુ સારી હોય છે.

પારદર્શકપટલ અને નેત્રમણિ વચ્ચેના અવકાશને તરલરસ કોટર (Aqueous chamber) કહે છે અને તે પાતળું જલીય પ્રવાહી ધરાવે છે. જેને તરલરસ (Aqueous humor) કહે છે. નેત્રમણિ અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચરસ કોટર (Vitreous chamber) કહે છે અને આ પારદર્શક પ્રવાહી (gel) દ્વારા ભરાયેલ હોય છે. જેને કાચરસ કહે છે.


ટૂંકનોંધ લખો: ચેતા સહનિયમન

Hide | Show

જવાબ : માનવ શરીરના અંગો / અંગતંત્રોનાં કાર્યોની સમસ્થિતિ જાળવવા માટે સહનિયમન જરૂરી છે. સહનિયમન એક પ્રક્રિયા છે. જેના દ્રારા બે અથવા વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ અને પૂરક કાર્યા કરે છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે વધતી સ્નાયુલ ક્રિયાવિધિને જાળવવા શક્તિની જરૂરિયાત વધે છે. ઑક્સિજનના પુરવઠાની આવશ્યકતામાં પણ વધારો થાય છે. ઑક્સિજનની વધતી જરૂરિયાત માટે શ્વસનદર, હૃદયના ધબકારા અને રૂધિર વાહિનીઓ દ્વારા રૂધિર પ્રવાહમાં વધારો થાય છે.

જ્યારે શારીરિક કસરત બંધ કરવામાં આવે છે ત્યારે ચેતાઓ, ફેફસાં, હૃદય અને મૂત્રપિંડની ક્રિયાઓ સમયાંતરે તેની સામાન્ય સ્થિતિમાં પરત આવે છે. તેથી શારીરિક કસરત દરમિયાન સ્નાયુઓ, ફેફસાં, હૃદય, રુધિરવાહિનીઓ, મૂત્રપિંડ અને અન્ય અંગોના કાર્યનું સહનિયમન થાય છે. આપણા શરીરમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સાથે મળીને અંગોની ક્રિયાઓનું સહનિયમન અને સંકલન કરે છે. જેથી તેઓ સંકલિત રૂપમાં કાર્ય કરે છે.

ચેતાતંત્ર એવી આયોજીત વ્યવસ્થા પૂરી પાડે છે, જે ત્વરિત સહનિયમન માટે દરેક સ્તરે જોડાયેલ રહે છે. અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકલન પૂરું પાડે છે. બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર અતિ વિશિષ્ટ કોષોથી બને છે. જેને ચેતાકોષો (Neurons) કહે છે. જે વિવિધ ઉત્તેજનાને ઓળખે, ગ્રહણ કરે અને વહન કરે છે.


ટૂંકનોંધ લખો: શંખિકા

Hide | Show

જવાબ : કલાકુહરના ગુંચળાદાર ભાગને શંખિકા કહે છે. આ શંખિકાની કલાઓ જેને રેસીનર્સ અને બેસીલર કલાઓ કહે છે. અસ્થિકુહર કે જે બાહ્ય લસિકાથી ભરેલું છે તેને બે ભાગમાં વહેંચે છે. જેવા કે ઉપરનું સ્કેલા વેસ્ટીબ્યુલી અને નીચેનું સ્કેલા ટિમ્પેની.

શંખિકાનો છેદ દર્શાવતી રેખાકૃતિ

શંખિકા વચ્ચેના અવકાશને સ્કેલા મિડીયા (Scala media) કહે છે. જે અંતઃ લસિકાથી ભરેલ હોય છે. શંખિકાના પાયાના ભાગે, સ્કેલા વેસ્ટીબ્યુલી અંડાકાર ગવાક્ષમાં અંત પામે છે, જ્યારે સ્કેલા ટિમ્પેની ગોળાકાર ગવાક્ષમાં અંત પામે છે. જે મધ્યકર્ણમાં ખૂલે છે.

કોર્ટિકાય (Organ of Corti) રચના આધારકલા (Basilar membrane) ઉપર સ્થાન પામેલ છે. જે રોમ કોષો (Hair Cells) ધરાવે છે. જે શ્રવણગ્રાહીઓ તરીકે વર્તે છે. આ રોમ કોષો, કોર્ટિકાયની અંદરની બાજુએ હરોળમાં ગોઠવાયેલા હોય છે. રોમ કોષનો પાયાનો છેડો અંતર્વાહી ચેતાતંતુઓના નજદીકના સંપર્કમાં હોય છે. દરેક રોમ કોષોના ટોચના ભાગેથી પ્રવર્ધો નીકળે છે. જેને ત્રિપરિમાણીય પક્ષ્મ (Stereo Cilia) કહે છે. રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે. જેને ટેક્ટોરિયલ કલા (Tectorial Membrane) કહે છે.


ટૂંકનોંધ લખો: અગ્રમગજ

Hide | Show

જવાબ : અગ્રમગજ મુખ્ય ત્રણ ભાગમાં વહેચાયેલુ છે.  બૃહદૂ મસ્તિષ્ક (Cerebrum), થેલેમસ અને હાયપોથેલેમસ. બૃહદ્‌ મસ્તિષ્ક માનવ મગજનો મુખ્ય ભાગ બનાવે છે. એક ઊંડી ફાટ બૃહદ મસ્તિષ્કને આયામ રીતે બે અડધા ભાગોમાં વિભાજિત કરે છે. જેને ડાબું અને જમણું બૃહદ્‌ મસ્તિષ્ક ગોળાર્ધ કહે છે.

આ ગોળાર્ધ ચેતાતંતુઓની પટ્ટી દ્વારા જોડાયેલ છે. જેને કેલોસમકાય (Corpus Callosum) કહે છે. મસ્તિષ્ક ગોળાર્ધને ઘેરતા કોષોના સ્તરને મસ્તિષ્ક બાહ્યક કહે છે અને તે નિશ્ચિત ગર્તોમાં બદલાય છે. મસ્તિષ્ક બાહ્યકને તેના ભૂખરા દેખાવના સંદર્ભમાં ભૂખરું દ્રવ્ય કહે છે. ચેતાકોષકાયો અહીં સકેન્દ્રિત થઈ રંગ આપે છે. મસ્તિષ્ક બાહ્યક પ્રેરક વિસ્તારો, સંવેદી વિસ્તારો અને મોટા વિસ્તારો કે જે કાર્યમાં ના તો સંપૂર્ણ સંવેદી ન તો પ્રેરક હોય છે, તેઓને ધરાવે છે.

આ વિસ્તારોને સંગઠન વિસ્તારો (Association areas) કહે છે, જે જટિલ કાર્યો જેવા કે આંતર સંવેદી સંગઠનો, યાદશક્તિ અને વાતચીત માટે જવાબદાર છે. આ પથના તંતુઓ મજ્જા આવરણ દ્વારા આવૃત્ત હોય છે, જે મસ્તિષ્ક ગોળાર્ધનો અંદરનો ભાગ બનાવે છે. તેઓ સપાટીએથી અપારદર્શક સફેદ દેખાય છે અને તેથી તેને શ્વેત દ્રવ્ય કહે છે.

બૃહદ્‌ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલ રચનાને થેલેમસ કહે છે. જે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. બીજો ખૂબ જ મહત્ત્વનો મગજનો ભાગ જેને હાયપોથેલેમસ કહે છે. જે થેલેમસના તળિયે (પાયાના ભાગે) આવેલો છે. હાયપોથેલેમસ ઘણા કેન્દ્રો ધરાવે છે. જે શરીરનું તાપમાન, ખાવાની અને પીવાની તીવ્રતાનું નિયંત્રણ કરે છે.

તે પણ ઘણા ચેતાસાવી કોષોના જૂથ ધરાવે છે, જે અંતઃસ્રાવોનો સ્રાવ કરે છે. જેને હાયપોથેલેમિક અંતઃસાવો કહે છે. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગો અને સંકળાયેલ ઊંડી રચનાના સમૂહ જેવા કે બદામ આકારનો ભૂખરા દ્રવ્યનો સમૂહ (Amygdala) અને હિપ્પોકેમ્પસ (Hippocampus) વગેરે જટિલ રચના બનાવે છે. જેને લિંબિક ખંડ અથવા લિંબિક તંત્ર કહે છે. હાયપોથેલેમસની સાથે મળી તે જાતીય વર્તણૂક, લાગણીની પ્રતિક્રિયાની અભિવ્યક્તિ (ઉદા., ઉત્તેજના, ખુશી, ગુસ્સો અને ભય) અને પ્રેરણાનું નિયમન કરે છે.


ટૂંકનોંધ લખો: ચેતોપાગમ

Hide | Show

જવાબ : ઊર્મિવેગનું વહન એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં તેમના જોડાણ સ્થાન દ્વારા થાય છે તેને ચેતોપાગમ કહે છે. ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્ચ-ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે. જે ચેતોપાગમીય ફાટ કહેવાતા અવકાશ દ્વારા અલગ પડે કે ન પણ પડે.

ચેતાક્ષનો છેડો અને ચેતોપાગમ દર્શાવતી આકૃતિ

બે પ્રકારના ચેતોપાગમો હોય છે. વિદ્યુતકીય ચેતોપાગમ અને રાસાયણિક ચેતોપાગમ. વિદ્યુતકીય ચેતોપાગમાં પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષોના પટલો ખૂબ જ નજદીક હોય છે. વિદ્યુત પ્રવાહ ચેતોપાગમની આરપાર એક ચેતાકોષમાંથી બીજામાં સીધો પસાર થાય છે. વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઊર્મિવેગ, એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઊર્મિવેગને સમાન હોય છે. ઊર્મિવેગનું વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા વહન હંમેશાં રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતા વહન કરતાં ઝડપી હોય છે. આપણા તંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા હોય છે.

રાસાયણિક ચેતોપાગમમાં પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષોના પટલ પ્રવાહીથી ભરેલા અવકાશ દ્વારા છૂટા પડે છે. તને ચેતોપાગમીય ફાટ (Synaptic cleft) કહે છે. પૂર્વ ચેતોપાગમીય કોષો ઊર્મિવેગને (સક્રિય કલાવીજસ્થિતિમાન) ચેતોપાગમીય ફાટની આરપાર પસાર કરી પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષમાં વહન કરાવે છે. આ ચેતોપાગમમાં ઊર્મિવેગના વહનમાં સામેલ રસાયણને ચેતાપ્રેષક દ્રવ્ય (ન્યુરોટ્રાન્સમીટર) કહે છે.

ચેતાક્ષનો અંતિમ ભાગ આ ચેતાપ્રેષક દ્રવ્યથી ભરેલ પુટિકાઓ ધરાવે છે. જ્યારે ઊર્મિવેગ (સક્રિય કલા વીજસ્થિતિમાન) ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે છે ત્યાર તે ચેતોપાગમીય પુટિકાઓને પટલ તરફ ગતિ કરાવે છે. જ્યાં તેઓ રસસ્તર સાથે જોડાય છે અને તેના ચેતાપ્રેષક દ્રવ્યને ચેતોપાગમીય ફાટમાં મુક્ત કરે છે.

આ મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય પશ્ચ-ચેતોપાગમીય કલા ઉપર આવેલા તેના વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય છે. આ જોડાણ આયન માર્ગો ખોલી આયનોને પ્રવેશ કરાવે છે. જે પશ્ચ- ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ કરે છે. વિકસતો નવો વીજસ્થિતિમાન ઉત્તેજનાત્મક અથવા અવરોધાત્મક હોય છે.


પ્રક્રિયાઓ સમજાવો: ચેતાતંતુની કલાનું ધ્રુવીકરણ

Hide | Show

જવાબ : જ્યારે ચેતાકોષ કોઈ પણ ઊર્મિવેગનું વહન નથી કરતા એટલે કે વિરામ અવસ્થામાં ચેતાક્ષપટલ તુલનાત્મક રીતે પૉટેશિયમ આયન (K) માટે વધુ પ્રવેશશીલ અને સોડિયમ આયન (Na) માટે લગભગ અપ્રવેશશીલ હોય છે. તેવી જ રીતે ચેતાક્ષરસ(Axoplasm)માં આવેલ ઋણ ભારિત પ્રોટીન્સ માટે પટલ અપ્રવેશશીલ હોય છે.

પરિણામે, ચેતાક્ષમાંનો ચેતાક્ષરસ K અને ઋણ ભારિત પ્રોટીન્સની ઊંચી સાંદ્રતા અને Na ઓછી સાંદ્રતા ધરાવે છે. એનાથી વિપરીત ચેતાક્ષની બહારનું પ્રવાહી K ની ઓછી સાંદ્રતા અને Na ની વધુ સાંદ્રતા ધરાવે છે. તેથી સાંદ્રતા ઢોળાંશ રચાય છે.

આ આયનિક ઢોળાંશ સમગ્ર વિશ્રામી કલામાં સોડિયમ-પોટેશિયમ પંપ દ્વારા આયનોના સક્રિય વહનથી જળવાય છે, જે 3 Na ને બહારની તરફ અને 2 K ને કોષમાં વહન કરાવે છે. પરિણામ સ્વરૂપ ચેતાક્ષ પટલની બાહ્ય સપાટી ધનભાર ધરાવે છે. જ્યારે તેની અંદરની સપાટી ઋણ ભારિત બને છે અને તેથી તે ધ્રુવીય (ધ્રુવીકૃત) છે.


પ્રક્રિયાઓ સમજાવો: ચેતાતંતુની કલાનું વિધ્રુવીકરણ

Hide | Show

જવાબ : જ્યારે ધ્રુવીય પટલના કોઈ A સ્થાને ઉત્તેજના આપવામાં આવે છે, ત્યારે તે સ્થાને પટલ Na માટે મુક્તપણે પ્રવેશશીલ બને છે. જેના પરિણામે Naતીવ્ર ગતિથી અંદર આવે છે અને તે સ્થાને વિપરીત ધ્રુવીયતા થઈ જાય છે. એટલે કે પટલની બાહ્ય સપાટી ઋણ ભારિત બને છે અને અંદરની બાજુ ધનભારિત બને છે. આમ, પટલના A સ્થાનની ધ્રુવીયતા ઉલટી (વિપરીત) થવાથી વિદ્યુવીકરણ થાય છે. A સ્થાને સમગ્ર રસસ્તરમાં વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન કહે છે. જેને સાચા અર્થમાં ચેતા ઊર્મિવેગ કહે છે.


પ્રક્રિયાઓ સમજાવો: ચેતાતંતુમાં ચેતા ઊર્મિવેગનું વહન

Hide | Show

જવાબ : A સ્થાનની તરત પછી, ચેતાક્ષપટલ બાહ્ય સપાટી ઉપર ધનભારિત અને અંદરની સપાટીએ ત્ર્કણ ભારિત હોય છે. પરિણામ સ્વરૂપ અંદરની સપાટી ઉપર પ્રવાહ સ્થાન A થી સ્થાન B તરફ વહે છે. પ્રવર્તમાન પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા બાહ્ય સપાટી ઉપર પ્રવાહ સ્થાન B થી સ્થાન A તરફ વહે છે. જેથી ચોક્કસ (સ્થાન-Aની) સ્થાનની ધ્રુવીયતા ઉલટી થાય છે અને સ્થાન B ઉપર સક્રિય કલાવીજસ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આમ, ઊર્મિવેગ (સક્રિય કલાવીજસ્થિતિમાન) સ્થાન A થી ઉત્પન્ન થઈ સ્થાન B એ પહોંચે છે. ચેતાક્ષની લંબાઈને અનુસરી ક્રમિક પુનરાવર્તન થાય છે અને પરિણામ સ્વરૂપ ઊર્મિવેગનું વહન થાય છે.


પ્રક્રિયાઓ સમજાવો: રાસાયણીક ચેતોપાગમ દ્વારા ચેતા ઊર્મિવેગનું વહન

Hide | Show

જવાબ :

ચેતાક્ષનો છેડો અને ચેતોપાગમ દર્શાવતી આકૃતિ

રાસાયણિક ચેતોપાગમમાં પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષોના પટલ પ્રવાહીથી ભરેલા અવકાશ દ્વારા છૂટા પડે છે. તને ચેતોપાગમીય ફાટ (Synaptic cleft) કહે છે. પૂર્વ ચેતોપાગમીય કોષો ઊર્મિવેગને (સક્રિય કલાવીજસ્થિતિમાન) ચેતોપાગમીય ફાટની આરપાર પસાર કરી પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષમાં વહન કરાવે છે. આ ચેતોપાગમમાં ઊર્મિવેગના વહનમાં સામેલ રસાયણને ચેતાપ્રેષક દ્રવ્ય (ન્યુરોટ્રાન્સમીટર) કહે છે.

ચેતાક્ષનો અંતિમ ભાગ આ ચેતાપ્રેષક દ્રવ્યથી ભરેલ પુટિકાઓ ધરાવે છે. જ્યારે ઊર્મિવેગ (સક્રિય કલા વીજસ્થિતિમાન) ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે છે ત્યાર તે ચેતોપાગમીય પુટિકાઓને પટલ તરફ ગતિ કરાવે છે. જ્યાં તેઓ રસસ્તર સાથે જોડાય છે અને તેના ચેતાપ્રેષક દ્રવ્યને ચેતોપાગમીય ફાટમાં મુક્ત કરે છે.

આ મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય પશ્ચ-ચેતોપાગમીય કલા ઉપર આવેલા તેના વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય છે. આ જોડાણ આયન માર્ગો ખોલી આયનોને પ્રવેશ કરાવે છે. જે પશ્ચ- ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ કરે છે. વિકસતો નવો વીજસ્થિતિમાન ઉત્તેજનાત્મક અથવા અવરોધાત્મક હોય છે.


રચનાને ટૂંકમાં વર્ણવો: મગજ

Hide | Show

જવાબ :

માનવ મગજનો આયામ છેદ દર્શાવતી આકૃતિ

મગજ આપણા શરીરનું મધ્યસ્થ માહિતી પૃથ્થકરણ અંગ છે. તે આદેશ અને નિયંત્રણ તંત્રતરીકે વર્તે છે. તે ઐચ્છિક હલનચલન, શરીરનું સમતોલન, મહત્વપૂર્ણ અનૈચ્છિક અંગોનાં કાર્યો (ઉદા., ફેફસાં, હૃદય, મૂત્રપિંડ વગેરે), ઉષ્ણતા નિયમન, ભૂખ અને તરસ, શરીરમાં પરિવહન(24-કલાક)ની લયબદ્ધતા, ઘણી બધી અંતઃસ્રાવી ગ્રંથિઓની ક્રિયાઓ અને માનવ વર્તણૂકનું નિયંત્રણ કરે છે.

તે જોવાની, સાંભળવાની, બોલવાની, યાદશક્તિ, બુદ્ધિમત્તા, લાગણીઓ અને વિચારોની પ્રક્રિયાનું પણ કેન્દ્ર છે. માનવ મગજ ખોપરી દ્વારા સારી રીતે રક્ષાયેલું હોય છે. ખોપરીની અંદર મગજ મસ્તિષ્ક આવરણ દ્વારા ઘેરાયેલ હોય છે. જેના બહારના સ્તરને બાહ્યતાનિકા (Dura mater)કહે છે, પાતળા મધ્યસ્તરને મધ્યતાનિકા (Ara chnoid) કહે છે અને અંદરના સ્તર(કે જે મગજની પેશીઓ સાથે જોડાયેલું છે)ને અંતઃતાનતિકા (Pia mater) કહે છે. મગજ મુખ્ય ત્રણ ભાગમાં વિભાજિત થાય છે : (1) અગ્રમગજ (Forebrain) (2) મધ્યમગજ (Midbrain) અને (3) પશ્ચમગજ (Hindbrain).


રચનાને ટૂંકમાં વર્ણવો: આંખ

Hide | Show

જવાબ :

આંખના ભાગો દર્શાવતી રેખાકૃતિ

પુખ્ત મનુષ્યની આંખ લગભગ ગોળાકાર રચના છે. આંખના ડોળાની દીવાલ ત્રણ સ્તરોની બનેલ હોય છે બાહ્યસ્તર સઘન સંયોજક પેશીનું બનેલ છે અને તેને શ્વેતપટલ (Sclera) કહે છે. આ સ્તરના અગ્ર ભાગને પારદર્શકપટલ (Cornea) કહે છે. મધ્યસ્તર, મધ્યપટલ (Choroid) ઘણી રુધિરવાહિનીઓ ધરાવે છે અને વાદળી રંગનું દેખાય છે. મધ્યપટલ સ્તર આંખના ડોળાના પશ્ચ 2/3 ભાગમાં પાતળું હોય છે પરંતુ અગ્ર ભાગે તે જાડું બની સિલિયરીકાય બનાવે છે.

સિલિયરીકાય આગળ વધી રંગકણયુક્ત અને અપારદર્શક રચના બનાવે છે. જેને કનીનિકા (Iris) કહે છે. જે આંખનો રંગીન દ્રશ્યમાન ભાગ છે. આંખનો ડોળો પારદર્શક સ્ફટિકીય લેન્સ ધરાવે છે.જે સિલિયરીકાય સાથે જોડાયેલા અસ્થિબંધ દ્વારા સ્થાન પામે છે. લેન્સ(નેત્રમણિ)ની આગળ કનીનિકા દ્વારા આવૃત્ત રચનાને કીકી (Pupil) કહે છે. કીકીના વ્યાસનું નિયમન કનીનિકાના સ્નાયુતંતુઓ દ્વારા થાય છે.

અંદરનું સ્તર નેત્રપટલ (Retina) છે અને તે કોષોના ત્રણ સ્તરો ધરાવે છે. અંદરથી બહાર તરફ – ચેતાકંદ કોષો, દ્વિધ્રુવીય કોષો અને પ્રકાશગ્રાહી કોષો. પ્રકાશગ્રાહી કોષો બે પ્રકારના હોય છે. જેવા કે દંડકોષો (Rods cells) અને શંકુ કોષો (Cones cells). આ કોષો પ્રકાશ સંવેદી પ્રોટીન ધરાવે છે. જેને પ્રકાશ રંજકકણ કહે છે.

દિવસના પ્રકાશની દ્રષ્ટિ અને રંગ પારખવો એ શંકુ કોષોનાં કાર્યો છે અને મંદ પ્રકાશની દ્રષ્ટિ એ દડકોષોનું કાર્ય છે. દંડકોષો જાંબલી પડતા લાલ પ્રોટીન ધરાવે છે. જેને રોડોપ્સિન અથવા જાંબલી દૃષ્ટિનું કહે છે. જે વિટામિન – A ના વ્યુત્પન્ન ધરાવે છે.

માનવની આંખમાં ત્રણ પ્રકારના શંકુકોષો હોય છે. જે પોતાના લાક્ષણિક પ્રકાશ રજકણો ધરાવે છે જે લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિસાદ આપે છે. વિવિધ રંગો માટેની સંવેદના, આ શંકુકોષો અને તેમના પ્રકાશ રંજકકણોના વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે આ શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે. ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે.

દ્રષ્ટિ ચેતાઓ આંખની બહાર અને નેત્રપટલ રુધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યાના આંખના ડોળાના પશ્ચ ધ્રુવના મધ્યથી સહેજ ઉપર આવેલ છે. તે વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી અને તેથી તેને અંધ બિંદુ (Bind Spot) કહે છે. આંખના પશ્ચ ધ્રુવમાં, અંધ બિંદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતું રગકણના બિંદુને પિત્તબિંદુ (ડાઘ) (Macula latea) કહે છે. તેને મધ્યસ્થ ખાડા સાથે ગર્ત (Fovea) કહે છે.

ગર્ત એ નેત્રપટલનો પાતળો બાહ્ય ભાગ છે. જ્યાં ફક્ત ઘનિષ્ટ રીતે જોડાયેલ શંકુકોષો હોય છે. આ એ સ્થાન છે કે જ્યાં દ્રષ્ટિ તીવ્રતા (Resolution) વધુ સારી હોય છે. પારદર્શકપટલ અને નેત્રમણિ વચ્ચેના અવકાશને તરલરસ કોટર (Aqueous chamber) કહે છે અને તે પાતળું જલીય પ્રવાહી ધરાવે છે. જેને તરલરસ (Aqueous humor) કહે છે.

નેત્રમણિ અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચરસ કોટર (Vitreous chamber) કહે છે અને આ પારદર્શક પ્રવાહી (Gel) દ્વારા ભરાયેલ હોય છે. જેને કાચરસ કહે છે.


રચનાને ટૂંકમાં વર્ણવો: કાન

Hide | Show

જવાબ :

કાનનો રેખાંકિત દેખાવ

કાન બે સંવેદી કાર્યો કરે છે. સાંભળવું અને શરીરનું સંતુલન જાળવવું. અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ કાન મુખ્ય ત્રણ વિભાગોમાં વિભાજિત થાય છે. જેને બાહ્ય કર્ણ (Outer), મધ્યકર્ણ (Middle ear) અને અંતઃકરણ (Inner ear) હે છે. બાહ્યકર્ણ, કર્ણ પલ્લવ અને બાહ્ય કર્ણનલિકા ધરાવે છે. કર્ણ પલ્લવ હવાના તરંગો કે જે અવાજ ઉત્પન્ન કરે છે. તેને એકત્રિત કરે છે.

કર્ણનલિકા અંદરની તરફ આગળ વધી અને કર્ણપટલ સુધી લંબાય છે. કર્ણ પલ્લવની ત્વચામાં અને ગુહામાં અતિસુક્ષ્મ વાળ અને મીણનો સ્ત્રાવ કરતી સ્નિગ્ધગ્રંથિઓ હોય છે. કર્ણપટલ સંયોજક પેશીઓથી બનેલ છે. જે બહારની બાજુ ત્વચા દ્વારા અને અંદરની તરફ શ્ર્લેષ્મ કલા દ્વારા આવૃત્ત હોય છે.

મધ્યકર્ણ ત્રણ અસ્થિઓ ધરાવે છે. જેમને હથોડી (Malleus), એરણ (Incus) અને પેંગડુ (Stapes) કહે છે. જે સાંકળની જેમ એકબીજા સાથે જોડાયેલા હોય છે. હથોડી કર્ણપટલ સાથે જોડાયેલું છે અને પેંગડુ શંખિકા(Cochlea)ના અંડાકાર ગવાક્ષ (Oval window) સાથે જોડાયેલ છે. કર્ણાસ્થિઓ અવાજના તરંગોની અંતઃકર્ણ સુધી પહોંચવાની ક્ષમતામાં વધારો કરે છે. કર્ણ કંઠનળી (Eustachian tube) મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે જોડે છે.

કર્ણ કંઠનળી બંને બાજુના કર્ણપટલ ઉપરના દબાણને સંતુલિત કરવામાં મદદ કરે છે. અંતઃકર્ણ કે જે પ્રવાહીથી ભરેલ છે. તેને કુહર કહે છે. જે બે ભાગ ધરાવે છે - અસ્થિ કુહર અને કલાકુહર. અસ્થિકુહર એ સળંગ નલિકામય રચના છે. આ નલિકાઓની અંદર કલાકુહર ગોઠવાયેલ છે. જે બાહ્ય લસિકા કહેવાતા પ્રવાહીથી ઘેરાયેલ હોય છે.

કલાકુહર સ્વયં અંતઃલસિકા કહેવાતા પ્રવાહીથી ભરેલ હોય છે. કલાકુહરના ગુંચળાદાર ભાગને શંખિકા કહે છે. આ શંખિકાની કલાઓ જેને રેસીનર્સ અને બેસીલર કલાઓ કહે છે. અસ્થિકુહર કે જે બાહ્ય લસિકાથી ભરેલું છે તેને બે ભાગમાં વહેંચે છે. જેવા કે ઉપરનું સ્કેલા વેસ્ટીબ્યુલી અને નીચેનું સ્કેલા ટિમ્પેની. શંખિકા વચ્ચેના અવકાશને સ્કેલા મિડીયા (Scala media) કહે છે.

જે અંતઃ લસિકાથી ભરેલ હોય છે. શંખિકાના પાયાના ભાગે, સ્કેલા વેસ્ટીબ્યુલી અંડાકાર ગવાક્ષમાં અંત પામે છે, જ્યારે સ્કેલા ટિમ્પેની ગોળાકાર ગવાક્ષમાં અંત પામે છે. જે મધ્યકર્ણમાં ખૂલે છે. કોર્ટિકાય (Organ of Corti) રચના આધારકલા (Basilar membrane) ઉપર સ્થાન પામેલ છે.જે રોમ કોષો (Hair Cells) ધરાવે છે.

જે શ્રવણગ્રાહીઓ તરીકે વર્તે છે. આ રોમ કોષો, કોર્ટિકાયની અંદરની બાજુએ હરોળમાં ગોઠવાયેલા હોય છે. રોમ કોષનો પાયાનો છેડો અંતર્વાહી ચેતાતંતુઓના નજદીકના સંપર્કમાં હોય છે. દરેક રોમ કોષોના ટોચના ભાગેથી પ્રવર્ધો નીકળે છે. જેને ત્રિપરિમાણીય પક્ષ્મ (Stereo Cilia) કહે છે. રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે. જેને ટેક્ટોરિયલ કલા (Tectorial Membrane) કહે છે.

અંતઃ કર્ણ પણ જટિલતંત્ર ધરાવે છે. જેને વેસ્ટિબ્યુલર અંગ (Vestibular Apparatus) કહે છે. જે શંખિકાની ઉપર સ્થાન પામેલ છે. વેસ્ટિબ્યુલર અંગ ત્રણ અર્ધવર્તુળી નલિકાઓ તથા સેક્યુલી અને યુટ્રીકલ સમાવતી ઉદરિકા (Otolith Organ)નું બનેલ છે. પ્રત્યેક અર્ધવર્તુળી નલિકાઓ એકબીજાથી સમકોણીય ભિન્ન તલ ઉપર ગોઠવાયેલ છે. પટલીય નલિકાઓ, અસ્થિ નલિકાઓના બાહ્ય લસિકામાં ડૂબેલી રહે છે.

નલિકાનો પાયાનો ભાગ ઉપસેલ છે તેને તુંબિકા (Ambulla) કહે છે. જે વિસ્તરેલ ટોચ ધરાવે છે. જેને ક્રિસ્ટા તુંબિકા કહે છે. જે રોમ કોષો ધરાવે છે. સેક્યુલી અને યુટ્રીકલ ઉપસેલ ભાગ ધરાવે છે, જેને મેક્યુલા કહે છે. ક્રિસ્ટા અને મેક્યુલા શરીરનુ સમતોલન અને સ્થિતિ જાળવવા માટેના વિશિષ્ટગ્રાહી કેન્દ્રો ધરાવે છે.


ટૂંકમાં અહેવાલ આપો: ચેતોપાગમીય વહનની ક્રિયાવિધિ

Hide | Show

જવાબ : ઊર્મિવેગનું વહન એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં તેમના જોડાણ સ્થાન દ્વારા થાય છે તેને ચેતોપાગમ કહે છે. ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્ચ-ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે. જે ચેતોપાગમીય ફાટ કહેવાતા અવકાશ દ્વારા અલગ પડે કે ન પણ પડે.

ચેતાક્ષનો છેડો અને ચેતોપાગમ દર્શાવતી આકૃતિ

બે પ્રકારના ચેતોપાગમો હોય છે. વિદ્યુતકીય ચેતોપાગમ અને રાસાયણિક ચેતોપાગમ. વિદ્યુતકીય ચેતોપાગમાં પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષોના પટલો ખૂબ જ નજદીક હોય છે. વિદ્યુત પ્રવાહ ચેતોપાગમની આરપાર એક ચેતાકોષમાંથી બીજામાં સીધો પસાર થાય છે. વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઊર્મિવેગ, એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઊર્મિવેગને સમાન હોય છે. ઊર્મિવેગનું વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા વહન હંમેશાં રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતા વહન કરતાં ઝડપી હોય છે. આપણા તંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા હોય છે.

રાસાયણિક ચેતોપાગમમાં પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષોના પટલ પ્રવાહીથી ભરેલા અવકાશ દ્વારા છૂટા પડે છે. તને ચેતોપાગમીય ફાટ (Synaptic cleft) કહે છે. પૂર્વ ચેતોપાગમીય કોષો ઊર્મિવેગને (સક્રિય કલાવીજસ્થિતિમાન) ચેતોપાગમીય ફાટની આરપાર પસાર કરી પશ્ચ ચેતોપાગમીય ચેતાકોષમાં વહન કરાવે છે. આ ચેતોપાગમમાં ઊર્મિવેગના વહનમાં સામેલ રસાયણને ચેતાપ્રેષક દ્રવ્ય (ન્યુરોટ્રાન્સમીટર) કહે છે.

ચેતાક્ષનો અંતિમ ભાગ આ ચેતાપ્રેષક દ્રવ્યથી ભરેલ પુટિકાઓ ધરાવે છે. જ્યારે ઊર્મિવેગ (સક્રિય કલા વીજસ્થિતિમાન) ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે છે ત્યાર તે ચેતોપાગમીય પુટિકાઓને પટલ તરફ ગતિ કરાવે છે. જ્યાં તેઓ રસસ્તર સાથે જોડાય છે અને તેના ચેતાપ્રેષક દ્રવ્યને ચેતોપાગમીય ફાટમાં મુક્ત કરે છે.

આ મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય પશ્ચ-ચેતોપાગમીય કલા ઉપર આવેલા તેના વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય છે. આ જોડાણ આયન માર્ગો ખોલી આયનોને પ્રવેશ કરાવે છે. જે પશ્ચ- ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ કરે છે. વિકસતો નવો વીજસ્થિતિમાન ઉત્તેજનાત્મક અથવા અવરોધાત્મક હોય છે.


ટૂંકમાં અહેવાલ આપો: દ્રષ્ટિની ક્રિયાવિધિ

Hide | Show

જવાબ : દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો પારદર્શક પટલ અને નેત્રમણિ દ્વારા નેત્રપટલ ઉપર આપાત થાય છે. જેથી દંડકોષો અને શંકુકોષોમાં કલાવીજસ્થિતિમાન (ઊર્મિવેગ) ઉત્પન્ન થાય છે. મનુષ્યની આંખોમાંના પ્રકાશ સંવેદી ઘટકો (પ્રકાશ રંગકણો) ઓપ્સિન (પ્રોટીન) અને રેટિનલ(વિટામિન – A ના આલ્ડિહાઇડ)ના બનેલા છે.

પ્રકાશ ઓપ્સિનમાંથી રેટિનલના વિયોજનને પ્રેરે છે. પરિણામે ઓપ્સિનની રચનામાં ફેરફાર થાય છે. આને કારણે પટલની પ્રવેશશીલતા બદલાય છે. પરિણામે, પ્રકાશગ્રાહી કોષોમાં કલાવીજસ્થિતિમાન તફાવત નિર્માણ પામે છે. આ ઉત્પન્ન થતા સંકેતો (સંદેશાઓ) દ્વિધ્રુવીય કોષો દ્વારા ચેતાકંદ કોષોમાં સક્રિય ક્લાવીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે.

આ સક્રિય કલાવીજસ્થિતિમાન (ઊર્મિવેગો) દષ્ટિ ચેતાઓ દ્વારા મગજના દ્રષ્ટિ બાહ્યક (Visual Cortex) વિસ્તારમાં મોકલાવાય છે. જ્યાં ચેતા ઊર્મિવેગોનું પૃથક્કરણ થાય છે અને નેત્રપટલ ઉપર નિર્માણ પામતું ચિત્ર પૂર્વ સ્મૃતિ અને અનુભવોને આધારે ઓળખાય છે.


ટૂંકમાં અહેવાલ આપો: સાંભળવાની ક્રિયાવિધિ

Hide | Show

જવાબ : બાહ્ય કર્ણ અવાજના તરંગોને મેળવી અને તેમને કર્ણપટલ તરફ મોકલે છે. કર્ણપટલ અવાજના તરંગોના પ્રતિચાર રૂપ ધ્રૂજે છે અને આ ધ્રુજારી કર્ણાસ્થિ (હથોડી, એરણ અને પેંગડુ)માંથી વહન પામી અંડાકાર ગવાક્ષમાં જાય છે. અંડાકાર ગવાક્ષ દ્વારા ધ્રૂજારી શંખિકાના પ્રવાહીમાં આવે છે, જ્યાં તેઓ લસિકામાં તરંગો ઉત્પન્ન કરે છે. લસિકાના તરંગો આધાર કલામાં હલચલ પ્રેરે છે.

આ આધાર કલાનું હલનચલન રોમ કોષોને જોડે છે અને ટેક્ટોરીયલ કલા ઉપર દબાણ લાવે છે. પરિણામ સ્વરૂપ સંકળાયેલ અંર્તવાહી ચેતાઓમાં ચેતા ઊર્મિવેગ ઉત્પન્ન થાય છે. જે અંર્તવાહી તંતુઓ મારફતે શ્રવણ ચેતા દ્વારા મગજના શ્રવણ બાહ્યકમાં વહન પામે છે, જ્યાં ઊર્મિવેગનું પૃથક્કરણ થાય છે અને અવાજ ઓળખાય છે.


સમજાવો: સક્રિય કલાવીજસ્થિતિમાનના નિર્માણમાં Na નો ફાળો

Hide | Show

જવાબ : જ્યારે ધ્રુવીય પટલના કોઈ એક સ્થાને (પોઇન્ટ A) ઉત્તેજના આપવામાં આવે છે. ત્યારે તે સ્થાને પટલ Na માટે મુક્તપણે પ્રવેશશીલ બને છે. જેના પરિણામે Na તીવ્ર ગતિથી અંદર આવે છે અને તે સ્થાને વિપરીત ધ્રુવીયતા થઈ જાય છે. પટલની બાહ્ય સપાટી ઋણ ભારિત બને છે અને અંદરની બાજુ ધનભારિત બને છે. આમ, પટલના A સ્થાનની ધ્રુવીયતા ઉલટી (વિપરીત) થવાથી વિદ્યુવીકરણ થાય છે. A સ્થાને સમગ્ર રસસ્તરમાં વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન (Action potential) કહે છે.


સમજાવો: અંતઃકર્ણમાં અવાજ દ્વારા ચેતા ઊર્મિવેગ ઉત્પન્ન થવાની ક્રિયાવિધિ

Hide | Show

જવાબ : બાહ્ય કર્ણ અવાજના તરંગોને મેળવી અને તેમને કર્ણપટલ તરફ મોકલે છે. કર્ણપટલ અવાજના તરંગોના પ્રતિચાર રૂપ ધ્રૂજે છે અને આ ધ્રુજારી કર્ણાસ્થિ (હથોડી, એરણ અને પેંગડુ)માંથી વહન પામી અંડાકાર ગવાક્ષમાં જાય છે. અંડાકાર ગવાક્ષ દ્વારા ધ્રૂજારી શંખિકાના પ્રવાહીમાં આવે છે, જ્યાં તેઓ લસિકામાં તરંગો ઉત્પન્ન કરે છે. લસિકાના તરંગો આધાર કલામાં હલચલ પ્રેરે છે.

આ આધાર કલાનું હલનચલન રોમ કોષોને જોડે છે અને ટેક્ટોરીયલ કલા ઉપર દબાણ લાવે છે. પરિણામ સ્વરૂપ સંકળાયેલ અંર્તવાહી ચેતાઓમાં ચેતા ઊર્મિવેગ ઉત્પન્ન થાય છે. જે અંર્તવાહી તંતુઓ મારફતે શ્રવણ ચેતા દ્વારા મગજના શ્રવણ બાહ્યકમાં વહન પામે છે, જ્યાં ઊર્મિવેગનું પૃથક્કરણ થાય છે અને અવાજ ઓળખાય છે.


સમજાવો: નેત્રપટલમાં પ્રકાશ પ્રેરિત ઊર્મીવેગના નિર્માણની ક્રિયાવિધિ

Hide | Show

જવાબ : દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો પારદર્શક પટલ અને નેત્રમણિ દ્વારા નેત્રપટલ ઉપર આપાત થાય છે. જેથી દંડકોષો અને શંકુકોષોમાં કલાવીજસ્થિતિમાન (ઊર્મિવેગ) ઉત્પન્ન થાય છે. મનુષ્યની આંખોમાંના પ્રકાશ સંવેદી ઘટકો (પ્રકાશ રંગકણો) ઓપ્સિન (પ્રોટીન) અને રેટિનલ(વિટામિન – A ના આલ્ડિહાઇડ)ના બનેલા છે.

પ્રકાશ ઓપ્સિનમાંથી રેટિનલના વિયોજનને પ્રેરે છે. પરિણામે ઓપ્સિનની રચનામાં ફેરફાર થાય છે. આને કારણે પટલની પ્રવેશશીલતા બદલાય છે. પરિણામે, પ્રકાશગ્રાહી કોષોમાં કલાવીજસ્થિતિમાન તફાવત નિર્માણ પામે છે. આ ઉત્પન્ન થતા સંકેતો (સંદેશાઓ) દ્વિધ્રુવીય કોષો દ્વારા ચેતાકંદ કોષોમાં સક્રિય ક્લાવીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે.

આ સક્રિય કલાવીજસ્થિતિમાન (ઊર્મિવેગો) દષ્ટિ ચેતાઓ દ્વારા મગજના દ્રષ્ટિ બાહ્યક (Visual Cortex) વિસ્તારમાં મોકલાવાય છે. જ્યાં ચેતા ઊર્મિવેગોનું પૃથક્કરણ થાય છે અને નેત્રપટલ ઉપર નિર્માણ પામતું ચિત્ર પૂર્વ સ્મૃતિ અને અનુભવોને આધારે ઓળખાય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.