જવાબ : પ્રાણીકોષ
જવાબ : લિપિડ અને પ્રોટીન
જવાબ : અંતર્ગત પ્રોટીન
જવાબ : રોબર્ટ્સન
જવાબ : પિલિ અને ફિમ્બ્રી
જવાબ : 20 nm
જવાબ : પોલિઝોમ્સ
જવાબ : મેદ કણિકા
જવાબ : વનસ્પતિકોષ
જવાબ : કોષરસતંતુ
જવાબ : અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય અને લાયસોઝોમ્સ
જવાબ : કણાભસુત્ર, પેરોક્સિઝોમ્સ અને હરિતકણ
જવાબ : અંતઃકોષરસજાળ
જવાબ : બે
જવાબ : મેસોઝોમ્સ, રસધાની, નલિકાઓ અને પટલીકાઓ
જવાબ : સક્રિય વહન, સાદુ પ્રસરણ અને અનુકૂલિત પ્રસરણ
જવાબ : વનસ્પતિકોષમાં કોષદીવાલનું કાર્ય કોષને આકાર આપવાનું, કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણનું અને કોષની ફરતે બાહ્યઆવરણ રચવાનું છે.
જવાબ : મેનોસ અને ગેલેક્ટન્સ, સેલ્યુલોઝ અને કૅલ્શિયમ કાર્બોનેટ
જવાબ : લિગ્નિન, સુબેરીન અને હેમીસેલ્યુલોઝ
જવાબ : અધિસ્તર, અધઃસ્તર અને મધ્યપર્ણપેશી
જવાબ : સિંગર અને નિકોલ્સન
જવાબ : ઑક્સિડેટિવ ફોંસ્ફોરીકરણ
જવાબ : કણાભસૂત્ર
જવાબ : ત્રણ
જવાબ : કેરોટીન, ઝેન્થોફિલ, એન્થ્રોસાયેનીન
જવાબ : PPLO, જીવાણુ અને માઇકોપ્લાઝમ, નીલહરિતલીલ
જવાબ : ચાર
જવાબ : પ્લાસ્મીડ
જવાબ : કોષકેન્દ્રપટલ
જવાબ : ગ્લાયકોકેલિક્સ
જવાબ : પ્રાવર
જવાબ : SER
જવાબ : 0.5 μ થી 1.0 μ
જવાબ : ગ્લાયકોલ
જવાબ : ગોલ્ગીકાય
જવાબ : શ્વસનના
જવાબ : લાઇસોઝોમ્સ
જવાબ : લાઇસોઝોમ્સ
જવાબ : લાઇપેઝ, પ્રોટીએઝ અને કાર્બોહાઇડ્રેઝ
જવાબ : રસધાની
જવાબ : અર્ધપ્રવેશશીલપટલ
જવાબ : પેરામેશિયમ
જવાબ : દ્રવ્યોના સંચયનું, દ્રવ્યોનું ઉત્સર્જનનું અને આસૃતિદાબ સર્જવાનું
જવાબ : કણાભસૂત્ર
જવાબ : 0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ
જવાબ : ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન
જવાબ : હરિતકણની લંબાઈ 5 – 10 μm હોય છે.
જવાબ : મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા 20 થી 40 હોય છે.
જવાબ : હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો થાઇલેકોઇડમાં આવેલાં હોય છે.
જવાબ : હરિતકણના ગ્રેના અને સ્ટ્રોમામાં અનુક્રમે પ્રકાશપ્રક્રિયા – અંધકારની ક્રિયાઓ થાય છે.
જવાબ : હરિતકણમાં દરેક ગ્રેનમ 02 થી 100 થાઇલેકોઇડ ધરાવે છે.
જવાબ : હરિતકણના સ્ટ્રોમામાં 80s રિબોઝોમ્સના ઘટકો આવેલાં નથી.
જવાબ : રંગહીનકણમાં તૈલકણ દ્રવ્યનો અભાવ હોય છે.
જવાબ : હરિતકણ અંડાકાર, લેન્સ આકારના કે ગોળાકાર હોય છે.
જવાબ : ક્લેમિડોમોનાસમાં એક હરિતકણ હોય છે?
જવાબ : સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં અનુક્રમે 80 s અને 70 s પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે.
જવાબ : કોષ
જવાબ : જીવાણુ, ક્લેમીડોમોનાસ, યીસ્ટ વગેરે.
જવાબ : સમવિભાજન
જવાબ : સ્લીડન - શ્વોન
જવાબ : રુડોલ્ફ વિર્શોવ
જવાબ : રોબર્ટ હૂક
જવાબ : રોબર્ટ બ્રાઉન
જવાબ : થીઓડોર શ્વોન અને માથીસ સ્લીડન અનુક્રમે બ્રિટેન અને જર્મનીના વૈજ્ઞાનિકો હતા.
જવાબ : વનસ્પતિકોષની વિશિષ્ટતા તેની કોષદીવાલ છે.
જવાબ : લાક્ષણિક પ્રાણીકોષમાં કોષદીવાલનો અભાવ હોય છે.
જવાબ : હરિતકણ, ગોલ્ગીકાય અને કણાભસૂત્ર
જવાબ : રિબોઝોમ્સ અને તારાકેન્દ્ર
જવાબ : શાહમૃગનું ઈંડુ
જવાબ : માઇકોપ્લાઝમ
જવાબ :
જવાબ : મોટા ભાગના આદિકોષકેન્દ્રીય કોષો વિશેષરૂપે બૅક્ટેરિયાના કોષોમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. આ કોષીય આવરણ મજબૂત રીતે બંધિત એવી ત્રણ સ્તરીય સંરચનાઓનું બનેલ હોય છે. જેમ કે સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ, જેના પછી ક્રમશઃ કોષદીવાલ અને કોષરસપટલ આ આવરણનાં દરેક સ્તર જોકે ચોક્કસ કાર્ય કરે છે. પરંતુ આ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે રક્ષણાત્મક આવરણ બનાવે છે.
કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે બેક્ટેરિયાને બે જૂથમાં વહેંચી શકાય છે. જે ગ્રામ અભિરંજકને શોષી લે તેને ગ્રામ પોઝિટિવ અને જે ગ્રામ અભિરંજક શોષી ન શકે તેને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયા કહેવાય છે. ગ્લાયકોકેલિક્સ જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે જુદુ જુદુ હોય છે. કેટલાક બૅંક્ટેરિયામાં આ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે જેને શ્ર્લેષ્મ સ્તર કહે છે, જ્યારે કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર જાડું અને મજબૂત હોય છે જેને કેપ્સ્યુલ કહે છે. કોષદીવાલ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે. જે બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. કોષરસપટલ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. બંધારણની દ્રષ્ટિએ આ પટલ સુકોષકેન્દ્રીઓમાં જોવા મળતા પટલ જેવું જ હોય છે. એક વિશિષ્ટ પટલમય રચના મેસોઝોમ્સ કે જે કોષમાં કોષરસપટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. આ રચના પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય છે. તે કોષદીવાલના નિર્માણ, DNA સ્વયંજનન અને બાળકોષોમાં તેના વિતરણમાં મદદરૂપ થાય છે. તદઉપરાંત શ્વસન, સ્રાવી પ્રક્રિયાઓ, કોષરસપટલના સપાટી વિસ્તાર અને ઉત્સેચક માત્રાને વધારવામાં મદદરૂપ થાય છે. કેટલાક આદિકોષકેન્દ્રી કોષ જેવા કે સાયનો બેક્ટેરિયાનાં કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલ રચના જોવા મળે છે જેને ક્રોમેટોફોર કહેવાય છે જે રંજકદ્રવ્યો ધરાવે છે.જવાબ :
જવાબ : કોષમાંની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ હોય છે, આમ છતાં તેમાંની ઘણી ભેગી મળીને અંત:પટલમયતંત્રની રચના કરે છે. કારણ કે તેઓનાં કાર્યો એકબીજાના સંકલનથી થતાં હોય છે. અંતઃકોષરસજાળ (ER), ગોલ્ગીકાય, લાયસોઝોમ્સ અને રસધાનીઓને અંતઃપટલમયતંત્રનો ભાગ માનવામાં આવે છે. કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ્સનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી.
ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષકેન્દ્રી કોષોનાં સમગ્ર કોષરસમાં પથરાયેલ નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસજાળ (ER) કહે છે.જવાબ : ઈટાલિયન અંત:સ્થવિદ્યાશાસ્ત્રી કેમિલો ગોલ્ગીએ 1898માં સૌપ્રથમ કોષકેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજીત જાલિકામય સંરચના જોઈ જેને પછી તેઓના નામ પરથી ગોલ્ગીકાય તરીકે ઓળખવામાં આવી. આ ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નીઓની બનેલ હોય છે, જેનો વ્યાસ 0.5 μm થી 1.0 μm સુધીનો હોય છે.
જવાબ : ક્રિશ્વયન ડી. ડુવે નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનમાંથી મુક્ત થતી પુટિકાઓ તરીકે લાયસોઝોમનું સૌપ્રથમ સંશોધન કર્યું.
તે પટલમય પુટિકીય સંરચના છે. જે પેકેજીંગ ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે. મુક્ત થયેલ લાયસોઝોમ્સ પુટિકાઓમાં બધા જ પ્રકારના હાઈડ્રોલાયટીક ઉત્સેચકો જેવા કે (હાઈડ્રોલેઝ્સ-લાઈપેઝ્સ, પ્રોટીએઝ્સ અને કાર્બોહાઈડ્રેઝ્સ, ન્યુક્લિએઝ્સ) જોવા મળે છે. જે ઇષ્ટતમ pHમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે. આ ઉત્સેચકો અનુક્રમે લિપિડ્સ, પ્રોટીન્સ, કાર્બોદિતો અને ન્યુક્લિઇક એસિડના પાચન માટે સક્ષમ હોય છે. કાર્યો :જવાબ : કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને રસધાની કહે છે. તેમાં પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો જોવા મળે છે. રસધાની એક પટલથી ઘેરાયેલ રચના છે. જેને ટોનોપ્લાસ્ટ (રસધાની પટલ) કહે છે.
વનસ્પતિ કોષોમાં કુલ કોષના 90 % જગ્યા રસધાનીથી રોકાયેલ હોય છે. વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે, આ કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષરસની સાપેક્ષે ઘણી વધારે હોય છે. અમીબામાં આંકુચક રસધાની ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ હોય છે. ઘણાં બધાં કોષો જેવા કે પ્રોટીસ્ટામાં અન્નધાનીનું નિર્માણ ખાદ્ય પદાર્થોના ગ્રહણ કરવા માટે થાય છે. કાર્યો :જવાબ : કણાભસૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં નથી આવતું ત્યાં સુધી માઈક્રોસ્કોપ દ્વારા તેને નિહાળી શકાતું નથી. પ્રત્યેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી હોય છે. જેનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશિલતા પર છે. તેના આકાર અને કદમાં પણ નોંધનીય વિવિધતા જોવા મળે છે. તે રકાબી આકાર કે નળાકાર હોય છે જે 0.2 થી 1.0 μm (સરેરાશ 0.5 μm) વ્યાસ અને 1.0 થી 4.1 μm લંબાઈ ધરાવે છે.
દરેક કણાભસૂત્ર બેવડી પટલમય રચના ધરાવે છે. જેવા કે બાહ્યપટલ અને અંતઃ પટલ કે જે તેના અવકાશને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારોમાં જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃ કક્ષમાં વિભાજિત કરે છે. અતઃ કક્ષને આધારક (matrix) કહે છે. બાહ્મપટલ સળંગ અને કણાભસૂત્રની બાહ્ય સીમા રચે છે. તેનું અંતઃ પડ આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવર્ધો રચે છે. આ પ્રવર્ધોને ક્રિસ્ટી કહે છે.જવાબ : તારાકાય એ એક એવી અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે જેને તારાકેન્દ્ર કહે છે. તારાકેન્દ્રની આસપાસ આવેલ જીવરસ તારાવર્તુળ કહેવાય છે. બંને તારાકેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલ હોય છે. જેમાં દરેક તારાકેન્દ્રનું આયોજન ગાડાના પૈંડા જેવું હોય છે.
તારાકેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાની બનેલ સંરચના છે. પ્રત્યેક પરિધીય નલિકા ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલ હોય છે. પાસ-પાસેના ત્રેખડ એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલ હોય છે. તારાકેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પણ પ્રોટીનનો બનેલ હોય છે જેને મધ્યદંડ કહે છે. ત્રેખડની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનનાં બનેલ ત્રિજ્યાવર્તી તંતુકો વડે મધ્યદંડ સાથે જોડાયેલી રહે છે. તારાકેન્દ્ર પક્ષ્મ તથા કશાનો તલકાય બનાવે છે અને પ્રાણી કોષોના વિભાજન દરમિયાન દ્વિ-ધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે.જવાબ : પક્ષ્મ તથા કશા તે કોષરસપટલના રોમમય બર્હિરુદ્ભેદ છે. પક્ષ્મ એ સૂક્ષ્મ નાની સંરચના છે જે હલેસા જેવું કાર્ય કરે છે જે કોષ કે તેની આજુ બાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં સહાય કરે છે. કશા એ તુલનાત્મક રીતે લાંબી અને કોષીય ગતિ માટે જવાબદાર છે. આદિકોષકેન્દ્રી બેક્ટેરિયામાં જોવા મળતી કશા રચનાત્મક સ્વરૂપે સુકોષકેન્દ્રી કશા કરતા અલગ હોય છે.
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે પક્ષ્મ તથા કશા જીવરસપટલથી ઘેરાયેલ રચના છે. તેના અક્ષને અક્ષસૂત્ર કહેવાય છે જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલ હોય છે. જે લાંબા અક્ષને સમાંતર હોય છે. અક્ષસૃત્રના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા આવેલ હોય છે અને પરિઘ તરફ નવ જોડ સુક્ષ્મ નલિકાઓ આવેલ હોય છે. અક્ષસૃત્રની સૂક્ષ્મ નલિકાઓની આવી ગોઠવણી (9+2) કહે છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.