જવાબ : વજ્રકેશો કાઈટિન પૉલિસેકેરાઈડના બનેલા છે.
જવાબ : દ્વિલિંગી પ્રાણીઓ
જવાબ : નર જનનછિદ્રો શુક્રસંગ્રહાશયનાં છિદ્રો સાથે સંપર્કમાં આવે અને શુક્રકોષનો ત્યાગ કરે.
જવાબ : વંદાનાં મુખાંગો ખોરાક ગ્રહણ કરવામાં અને કાપવામાં મદદ કરે છે.
જવાબ : વંદાના અન્નમાર્ગના પેષણી ભાગમાં બાહ્યપટલ જાડું વર્તુળી સ્નાયુ અને અંદરનું પટલ જાડું ક્યુટિકલયુક્ત હોય છે.
જવાબ : વંદાના મગજ તરીકે ઉપરિઅન્નનાલીય ચેતાકંદ નિરૂપિત કરવામાં આવે છે.
જવાબ : મુખાંગો
જવાબ : પુચ્છકંટકો
જવાબ : વંદામાં જનનદઢકો કાઈટિન રાસાયણિક પદાર્થના બનેલા છે.
જવાબ : અળસિયામાં અંડવાહિની નિવાપ 13માં ખંડમાં આવેલી હોય છે.
જવાબ : કાર્યશીલ શુક્રસંગ્રહાશયો અળસિયામાં ચાર જોડ હોય છે.
જવાબ : વંદામાં કાર્યશીલ શુક્રસંગ્રહાશયો એક હોય છે.
જવાબ : અળસિયાનું માદા જનનછિદ્ર 14માં ખંડમાં વક્ષ બાજુએ મધ્યમાં ખૂલે છે.
જવાબ : અળસિયામાં કાર્બોદિત પદાર્થના પાચન માટે ઉત્સેચકોના સ્ત્રાવ અદ્યાંત્રો કરે છે.
જવાબ : વંદાના મળમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય તરીકે મુખ્યત્વે દ્રવ્ય યુરિક એસિડ હોય છે.
જવાબ : વંદામાં કાઇટિનના જનનદઢકો બાહ્ય જનનાંગની રચના કરે છે.
જવાબ : અધિચ્છદ પેશી
જવાબ : બાઉમૅનની કોથળીમાં લાદીસમ અધિચ્છદ પ્રકારનું અધિચ્છદ હોય છે.
જવાબ : ફેફસાંની સપાટી પરની અધિચ્છદીય પેશી વાતવિનિમય માટે જવાબદાર છે.
જવાબ : રુધિરવાહિનીની અંતઃરચના અધિચ્છદીય પેશીથી થાય છે.
જવાબ : દેહકોષ્ઠનું કોષ્ઠાવરણ લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું છે.
જવાબ : આંત્રીય રચનામાં કોષરસસ્તર સૂક્ષ્મ રસાંકુરોમાં અધિચ્છદીય સ્તરમાંથી રૂપાંતરિત થાય છે.
જવાબ : માનવજઠરમાં અંતઃસ્તર આ સ્તંભીય અધિચ્છદનું બનેલું છે.
જવાબ : પક્ષ્મલ અધિચ્છદ પેશી ફેફસાં અને અંડપિડમાં જોવા મળે છે.
જવાબ : તે પોલાણમાં મહત્તમ કોષો ખૂલે છે.
જવાબ : સંયોજક પેશીમાં આધારક દ્રવ્યો અને તંતુઓ તંતુકોષોમાંથી સ્રાવ પામે છે.
જવાબ : દેડકામાં શુક્રવાહિકાઓ બીડરની નળીમાં ખૂલે છે.
જવાબ : સ્તૃત અધિચ્છદીય પેશી મળમાર્ગના અસ્તરમાં જોવા મળે છે.
જવાબ : ફેરેટિમા પોસ્થ્યુમામાં માદા જનનછિદ્ર 14માં ખંડમાં આવેલું છે.
જવાબ : તક્તી આકારનું મધ્યસ્થ કોષકેન્દ્ર લાદીસમ અધિચ્છદ કોષોની લાક્ષણિકતા છે.
જવાબ : સ્નાયુને અસ્થિની સપાટી સાથે જોડતી સંયોજક પેશીને કાચવત્ કાસ્થિ કહે છે.
જવાબ : અળસિયામાં શુક્રપિંડ 10 અને 11મા ખંડમાં જોવા મળે છે.
જવાબ : સસ્તનોની ત્વચાનું નિચર્મ સંયોજક પેશીનું બનેલું હોય છે.
જવાબ : ચરબીનું મહત્તમ નિર્માણ મેદપૂર્ણ પેશીના કોષો દ્વારા થાય છે.
જવાબ : રેખિત છે અને અનૈચ્છિક નિયંત્રણ નીચે હોય છે.
જવાબ : અન્નમાર્ગની દીવાલમાં એકકોષી શ્ર્લેષ્મસ્ત્રાવી ગ્રંથિકોષો ગોબ્લેટ કોષોના નામથી ઓળખાય છે.
જવાબ : 5
જવાબ : અધિચ્છદ કોષોના કોષરસ દ્વારા અણુઓના વહન દ્વારા થતી આપ-લે માટે પૂરક જોડાણ અગત્યનું છે.
જવાબ : વંદામાં શ્વસનછિેદ્રની સંખ્યા 10 જોડ હોય છે.
જવાબ : બહિર્સ્ત્રાવી અને અંતઃસ્રાવી એમ બંને ગ્રંથિ તરીકે સ્વાદુપિંડ સમાવેશિત છે.
જવાબ : સ્નાયુબંધ એટલે અસ્થિ સાથે સ્નાયુઓનું જોડાણ
જવાબ : શિથિલ સંયોજક પેશી તરીકે ઓળખાતી પેશી તંતુઘટક સંયોજક પેશી છે.
જવાબ : તંતુઘટક પેશીના રૂપાંતરથી સર્જાતી પેશી મેદપૂર્ણ પેશી છે.
જવાબ : સ્થિતિસ્થાપક બંધ છે.
જવાબ : બૃહદ્ કોષો બાહ્ય દ્રવ્યનું ભક્ષણ કરતા ભક્ષક કોષો છે.
જવાબ : અસ્થિબંધ અસ્થિને અસ્થિ સાથે જોડે છે.
જવાબ : અસ્થિમજ્જા તંતુઘટક પેશી, મેદપૂર્ણ પેશી અને રુધિરથી બનેલું છે.
જવાબ : તે આધારદ્રવ્ય રુધિરકોષોમાંથી સ્ત્રાવ પામતું નથી. અને રુધિરકોષો તેના પુરોગામી કોષોમાંથી વિભાજન પામી પેદા થતા નથી.
જવાબ : રુધિરવાહિનીના પોલાણ ફરતે આવેલું અંતઃચ્છદ સાદી લાદીસમ અધિચ્છદ બનેલું છે.
જવાબ : અંડપિડનું જનન અધિચ્છદ ઘનાકાર અધિચ્છદ પેશીનું બનેલું છે.
જવાબ : સંયોજક પેશીમાં કોષીય તત્વ કરતાં તેના દ્વારા સ્ત્રવતા આધારક દ્રવ્યનુ પ્રમાણ વધારે હોય છે.
જવાબ : રેખિત સ્નાયુતંતુ બહુકોષકેન્દ્રી હોય છે.
જવાબ : અસ્થિબિંબ અને સ્નાયુબંધ સઘન સંયોજક પેશીમાં સમાવિષ્ટ છે.
જવાબ : વંદાનું હૃદય 13 ખંડોનું બનેલું છે.
જવાબ : વંદાના સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ અન્નનાલીય પરિચેતાકંદ વડે થાય છે.
જવાબ : કૉન્ગ્લોબેટ ગ્રંથિ
જવાબ : વંદામાં અગ્રાંત્ર અને મધ્યાંત્રનાં પોલાણ ક્યુટિક્લથી આવરિત હોય છે.
જવાબ : કાઈટિનના બનેલા છ દાંત વંદાની પેષણીમાં આવેલા છે.
જવાબ : વંદામાં રૂપાંતરણની અંતિમ કીટશિશુ અવસ્થા પહેલાંની અવસ્થામાં પક્ષતલ્ય હોય છે.
જવાબ : દેડકાના આંતરડાની અંદરની દીવાલ પર આવેલા રસાંકુરો કાર્ય બાબતે અળસિયાના અન્નમાર્ગની ભિત્તિભંજ રચના સાથે સમકક્ષ છે.
જવાબ : અળસિયાના અધિચર્મમાં આઘારકોષો, ગ્રંથિકોષો અને સંવેદી કોષો જોવા મળે છે.
જવાબ : ફેરેટિમા પોસ્થ્યુમામાં 14, 15 અને 16માં ખંડોમાં જોવા મળે છે.
જવાબ : અળસિયામાં એક જોડ નર જનનછિદ્રો 18માં ખંડની વક્ષ-પાર્શ્વ બાજુએ જોવા મળે છે.
જવાબ : અળસિયામાં રુધિરગ્રંથિઓ 4, 5 અને 6માં ખંડોમાં જોવા મળે છે.
જવાબ : વંદામાં શ્વસનરંજકનો અભાવ છે.
જવાબ : અધિચ્છદ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે અને આ રીતે શરીરનાં કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી દર્શાવે છે.
અધિચ્છદીય પેશી બે પ્રકારની હોય છે. સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદના કોષો એકસ્તરીય ગોઠવણી ધરાવે છે અને દેહ ગુહાઓ, વાહિનીઓ અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે. સંયુક્ત અધિચ્છદ બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે અને તેનું કાર્ય રક્ષણાત્મક હોય છે જેમ કે આપણી ત્વચા. કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે સરળ અધિચ્છદ પેશીને ત્રણ પ્રકારમાં વિભાજીત કરવામાં આવે છે. (a) લાદીસમ, (b) ઘનાકાર, (c) સ્તંભાકાર (આકૃતિ નીચે મુજબ). અનિયમિત કિનારી ધરાવતા ચપટાં કોષોના એક પાતળાં સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી બનેલી છે. આ પેશી રુધિરવાહિનીઓની દીવાલ, ફેફસાંનાં વાયુકોષ્ઠોમાં જોવા મળે છે જે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. ઘનાકાર અધિચ્છદ એકસ્તરીય ઘનાકાર કોષોની બનેલ હોય છે. આ સામાન્યતઃ ગ્રંથિઓની નલિકાઓ, મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં જોવા મળે છે. તેનું મુખ્ય કાર્ય સ્રાવ અને શોષણનું છે. મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામય નલિકાની અધિચ્છદ સપાટી પર સૂક્ષ્માંકુરો હોય છે. સ્તંભાકાર અધિચ્છદ લાંબા અને પાતળા કોષોના એકસ્તરથી બનેલ હોય છે. તેમના કોષકેન્દ્રો તલસ્થ ભાગે હોય છે. તે મુક્ત સપાટી સૂક્ષ્માંકુરો ધરાવી શકે છે. તે જઠર અને આંતરડાની અંતઃસ્થ સપાટી (અસ્તર) પર જોવા મળે છે અને તે સ્રાવ તથા શોષણમાં મદદ કરે છે. જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષ્મો ધરાવતી હોય તો તેને પક્ષ્મલ અધિચ્છદ કહે છે (આકૃતિ (d)). તેનું કાર્ય સૂક્ષ્મકણો અથવા શ્ર્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે. તે મુખ્યતઃ શ્વાસવાહિકાઓ તથા અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃ સપાટી પર જોવા મળે છે.જવાબ :
સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો સ્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે છે અને તેઓને ગ્રંથિલ અધિચ્છદ કહે છે. તેઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. જેમ કે એકકોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલ હોય છે (અન્નમાર્ગના ગોબ્લેટ કોષો), અને બહુકોષીય કે જે કોષોના સમૂહથી બને છે(લાળ ગ્રંથિ). સ્ત્રાવ નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. જેમ કે, બાહ્યસ્રાવી અને અંતઃ સ્રાવી ગ્રંથિઓ. બાહ્યસાવી ગ્રંથિ શ્ર્લેષ્મ, લાળ, કર્ણમીણ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નીપજોનો સ્રાવ કરે છે. આ બધી નીપજો વાહિનીઓ તથા નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી. તેની નીપજને અંતઃસ્રાવો કહે છે, જે ગ્રંથિમાંથી સીધા તરલમાં સ્ત્રવિત થાય છે.જવાબ :
સંયુક્ત અધિચ્છદ એક કરતાં વધારે સ્તર (બહુસ્તરીય)ની બનેલ હોય છે અને આથી સ્રાવ અને શોષણમાં તેની ભૂમિકા સીમિત હોય છે. તેનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું હોય છે. તે ત્વચાની શુષ્ક સપાટી, મુખગુહાની ભીની સપાટી, કંઠનળી, લાળ ગ્રંથિઓ અને સ્વાદુપિંડ નલિકાઓની અંતઃ સપાટીને આવરિત કરે છે.જવાબ :
શિથિલ સંયોજક પેશીમાં કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધતરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. દા.ત., તંતુઘટક પેશી કે જે ત્વચાની નીચે આવેલ હોય છે. ઘણી વખત તે અધિચ્છદ પેશી માટે આધારકીય માળખાનું કાર્ય કરે છે. તે તંતુકોષો (કોષો કે જે તંતુઓનું નિર્માણ કરે છે), બૃહદ કોષો (ભક્ષક કોષો) અને માસ્ટ કોષો ધરાવે છે. મેદપૂર્ણ પેશી બીજી શિથિલ સંયોજક પેશી છે. જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી હોય છે. આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલ હોય છે, જે વધારાના પોષક પદાર્થો કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતાં નથી તે મેદમાં રૂપાંતરણ પામે છે અને આ પેશીમાં સંગ્રહિત થાય છે.જવાબ :
સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા હોય છે. તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત ભાત દર્શાવે છે અને તેને સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશી કહે છે. સઘન નિયમિત સંયોજક પેશીઓમાં સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે કૉલેજન તંતુઓ હરોળમાં ગોઠવાયેલા હોય છે. સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુઓને હાડકાં સાથે જોડે છે અને અસ્થિબંધ કે જે એક હાડકાંને બીજા સાથે જોડે છે તે તેનું ઉદાહરણ છે. સઘન અનિયમિત સંયોજક પેશીમાં તંતુકોષો અને ઘણા બધા તંતુઓ (મુખ્યત્વે કૉલેજન) વિવિધગોઠવણી દર્શાવે છે. આ પેશી ત્વચામાં આવેલી છે.જવાબ : કાસ્થિ, અસ્થિ અને રુધિર વિશિષ્ટીકરણ પામેલ સંયોજક પેશીઓ છે.
કાસ્થિ : તેનું આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી હોય છે. આ પેશીના કોષો (કોન્ડ્રોસાઈટ્સ) સ્વયં સ્ત્રવિત આધારકમાં નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય છે. પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાસ્થિઓ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જાય છે. કાસ્થિ નાકનો ટોચનો ભાગ, બાહ્ય કર્ણ જોડાણ (કર્ણ પલ્લવ) કરોડ સ્તંભના પાસપાસેના અસ્થિઓની વચ્ચે તથા પગમાં અને હાથમાં જોવા મળે છે. અસ્થિ : તે સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે કે જે કૅલ્શિયમ ક્ષારો અને કૉલેજન તંતુઓથી સમૃદ્ધ હોય છે. કે જે અસ્થિને મજબૂતાઈ આપે છે. તે શરીરની મુખ્ય પેશી છે કે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ આપે છે. અસ્થિ કોષો(ઑસ્ટિઓ-સાઈટ્સ) કોષ સ્થાનોના અવકાશમાં આવેલા હોય છે. પગના અસ્થિ જેવાં લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. અસ્થિ, કંકાલ- સ્નાયુઓ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે છે. કેટલાક અસ્થિઓમાં અસ્થિમજ્જા રુધિર કોષોનાં ઉત્પાદન માટેનું સ્થાન છે. રુધિર: તે પ્રવાહી સંયોજક પેશી છે જે રુધિરરસ, રક્તકણ (RBC), શ્વેતકણ (WBC) અને રુધિરકણિકાઓ ધરાવે છે. તે મુખ્ય પરિસંચારી તરલ પરિવહન પામતું પ્રવાહી છે. જે વિભિન્ન પદાર્થોના પરિવહનમાં મદદ કરે છે.જવાબ : સ્નાયુપેશીના પ્રકાર નીચે પ્રમાણે છે.
(1) કંકાલસ્નાયુ પેશી, (2) સરળ સ્નાયુ પેશી અને (3) હૃદ સ્નાયુપેશી. કંકાલસ્નાયુ પેશી : તે ગાઢ રીતે કંકાલના અસ્થિઓ સાથે જોડાઈને રહે છે. લાક્ષણિક સ્નાયુ જેમ કે દ્વિશીર (બાહુના) સ્નાયુમાં રેખીય કંકાલસ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલ હોય છે. સરળ સ્નાયુ પેશી: તેના તંતુઓ બંને છેડેથી અણીવાળા (ત્રાકાકાર) હોય છે અને તેમાં પટ્ટા જોવા મળતા નથી. કોષીય સંધિ તેને એક સાથે જોડાયેલી રાખે છે તથા તે સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં સાથે રહે છે. રુધિર વાહિનીઓ, જઠર અને આંતરડા જેવા અંતઃસ્થ અંગોની દીવાલમાં આ પ્રકારની સ્નાયુ પેશી જોવા મળે છે. સરળ સ્નાયુ પેશી અનૈચ્છિક હોય છે કારણ કે તેની ક્રિયાવિધિ પર સીધુ નિયંત્રણ હોતું નથી. જેવી રીતે કંકાલ સ્નાયુ પેશીઓનું આપણી ઇચ્છાથી સંકોચન પ્રેરી શકીએ છીએ તેવી રીતે આ પેશીને આપણી ઇચ્છા અનુસાર સંકોચન કરાવી શકતા નથી. હૃદસ્નાયુ પેશી: તે સંકોચનશીલ પેશી છે. જે માત્ર હૃદયમાં જ જોવા મળે છે. હૃદ સ્નાયુ પેશીના કોષો કોષીય જોડાણ દ્વારા કોષરસપટલ વડે એકરૂપ થઈને ચોંટેલા રહે છે. સંચારસંધિઓ (અધિબિંબ)ના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એક એકમ સ્વરૂપે સંકોચન કરે છે. એટલે કે જ્યારે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે તો ત્યારે બીજો નજીકનો કોષ પણ સંકોચન માટે પ્રેરિત થાય છે.જવાબ :
અળસિયું લાલાશ પડતા કથ્થાઈ રંગનું સ્થળચર અપૃષ્ઠવંશી પ્રાણી છે. જે ભેજયુક્ત જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે છે. દિવસ દરમિયાન તે જમીનની અંદર દરમાં રહે છે જે તે માટીને ખોદીને અથવા ભક્ષણ કરીને બનાવે છે. બગીચામાં તેના દ્વારા ઉત્સર્જિત મળ દ્વારા તેને શોધી શકાય છે. જેને વર્મકાસ્ટિંગ કહે છે. ફેરેટિમા અને લુમ્બ્રિકસ સામાન્ય રીતે ભારતીય અળસિયાં છે. અળસિયાનું શરીર લાંબુ નળાકાર અને 100 થી વધુ સરખા ટૂંકા ખંડો (100-120 સમખંડો)માં વહેંચાયેલું હોય છે. શરીરની પૃષ્ઠ સપાટીએ લંબ અક્ષે એક ગાઢ પૃષ્ઠ મધ્યરેખા (પૃષ્ઠ રુધિરવાહિની) આવેલી હોય છે. વક્ષ બાજુની ઓળખ તે બાજુએ આવેલા જનનછિદ્રો દ્રારા થાય છે. અગ્ર છેડે મુખ અને મુખાગ્ર આવેલા હોય છે. મુખાગ્ર (મુખદ્વારની ફરતે છાજલી જેવો ભાગ) બનાવે છે. તેની મદદથી તે માટીને જોરથી છીણીને પાતળી તિરાડ પાડી અતિમંદ ગતિએ આગળ ખસે છે. મુખાગ્ર સંવેદીરચના છે. પ્રથમ ખંડને પરિતુંડ (મુખખંડ) કહે છે. જેમાં મુખ આવેલું હોય છે. પરિપક્વ અળસિયાંમાં 14થી 16ખંડો ગ્રંથિમય પેશીના ઘેરા પટ્ટાથી આવરિત થયેલ છે. જેને વલયિકા કહે છે. આથી તેનું શરીર સ્પષ્ટ રીતે ત્રણ વિસ્તારમાં પૂર્વવલયિકા, વલયિકા અને પશ્વવલયિકા પ્રદેશમાં વિભાજિત થયેલું હોય છે. 5-9 ખંડોમાં આંતરખંડીય ખાંચોમાં પ્રત્યેક વક્ષ-પાર્શ્વ બાજુ પર ચાર જોડ શુક્રસંગ્રહાશય છિદ્રો આવેલાં હોય છે. 14માં ખંડની મધ્યવક્ષ રેખાએ એક જ માદા જનનછિદ્ર આવેલું હોય છે. એક જોડ નર જનનછિદ્ર 18માં ખંડમાં વક્ષપાર્શ્વ બાજુએ આવેલ હોય છે. શરીર સપાટી પર અતિસૂક્ષ્મ અસંખ્ય છિદ્રો ખૂલે છે જેને ઉત્સર્ગ છિદ્રો કહે છે. શરીરનાં પ્રથમ, છેલ્લા અને વલયિકા સિવાય દરેક દેહખંડમાં 'S' આકારના વજ્રકેશો જોવા મળે છે. જે પ્રત્યેક ખંડની મધ્યમાં સ્થિત અધિચ્છદીય ગર્તમાં ખૂંપાયેલાં હોય છે. વજ્રકેશ બહાર કાઢી શકાય છે તથા પાછાં ખેંચાઈ શકે છે તેમજ પ્રચલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.જવાબ :
અળસિયાની શરીર દીવાલ બહારથી એક પાતળા અકોષીય ક્યુટિકલ વડે ઢંકાયેલ હોય છે. તેની નીચે અધિચર્મ, બે સ્નાયુ સ્તરો (વર્તુળી અને આયામ) અને સૌથી અંદરની તરફ દેહકોષ્ઠીય અધિચ્છદ જોવા મળે છે. અધિચર્મ સ્તંભીય અધિચ્છદીય કોષોના એક સ્તરથી બનેલ હોય છે કે જે સ્રાવીગ્રંથિ કોષો પણ ધરાવે છે.
પાચન માર્ગ સીધી નલિકા છે અને શરીરનાં પ્રથમથી અંતિમ ખંડ સુધી લંબાયેલ હોય છે. અગ્રસ્થ મુખ એ મુખગુહા(1-3 ખંડો)માં ખૂલે છે. જે સ્નાયુલ કંઠનળીમાં ખૂલે છે. નાની સાંકડી નલિકામય અન્નનળી (5-7 ખંડો) એ સ્નાયુલ પેષણી (8-9 ખંડો) સુધી વિસ્તરેલી હોય છે. તે માટીના કણો અને કોહવાયેલા પર્ણો વગેરેને ભરડીને ભૂકો કરે છે.
જઠર 9થી 14 ખંડ સુધી વિસ્તરેલું હોય છે. અળસિયાનો ખોરાક કોહવાયેલા પર્ણો અને માટીમાં મિશ્રિત કાર્બનિક પદાર્થ હોય છે. જઠરમાં આવેલ કૅલ્સિફેરસ ગ્રંથિઓ હ્યુમસમાં રહેલ હ્યુમિક એસિડને તટસ્થ બનાવે છે. આંતરડું 15માં ખંડથી શરૂ થઈને છેલ્લા ખંડ સુધી સળંગ હોય છે.26મા ખંડમાં આંતરડામાંથી એક જોડ ટૂંકા અને શંકુ આકારના અંધાંત્રો ઉદ્ભવે છે. 26થી 95 ખંડોની વચ્ચે આવેલ આંતરડાની વિશિષ્ટતા એ છે કે તેની પૃષ્ઠ દીવાલ આંતરિક મધ્ય વલન પામે છે, જેને ભિત્તિભંજ કહે છે. તે આંતરડામાં શોષણ સપાટીમાં વધારો કરે છે.
આંત્ર માર્ગ શરીરના છેલ્લા ખંડમાં એક ઊભી ફાટ સ્વરૂપે ખૂલે છે જેને મળદ્વાર કહે છે. ખોરાકમાં ગ્રહણ કરેલ કાર્બનિક તત્વોથી ભરપૂર માટી પાચન માર્ગમાં આગળ વધતા પાચક ઉત્સેચકો દ્વારા જટિલ ખોરાક અભિશોષિત થઈ શકે તેવા સરળ નાના ઘટકોમાં રૂપાંતરણ થાય છે. આ સરળ અણુઓ આંત્રપટલો દ્વારા શોષાય છે અને ઉપયોગમાં લેવાય છે.જવાબ :
ફેરેટિમા(અળસિયા)માં બંધ પ્રકારનું રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે. રુધિરાભિસરણ તંત્રમાં રુધિરવાહિનીઓ, કેશિકાઓ અને હૃદયનો સમાવેશ થાય છે. બંધ રુધિરાભિસરણ તંત્રને લીધે રુધિર હૃદય અને રુધિરવાહિનીઓમાં જોવા મળે છે. સંકોચનને લીધે રુધિરવહન ફક્ત એક જ માર્ગીય બનાવે છે. નાની રુધિરવાહિનીઓ રુધિરને અન્નમાર્ગ, ચેતારજ્જુ અને શરીર દીવાલ સુધી પહોંચાડે છે. રુધિર ગ્રંથિઓ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. તે રુધિર કોષો અને હિમોગ્લોબિનનું ઉત્પાદન કરે છે કે જે રુધિરરસમાં દ્રાવ્ય થાય છે. રુધિર કોષોની પ્રકુતિ ભક્ષક પ્રકારની હોય છે.જવાબ :
અળસિયાનાં ઉત્સર્ગ અંગો ખંડીય રીતે ગોઠવાયેલ અને ગુંચળામય નલિકાઓના બનેલ હોય છે જેને ઉત્સર્ગિકા કહે છે. તેના ત્રણ પ્રકાર છે.(i) વિટપીય ઉત્સર્ગિકાઓ, 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી, દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે. જે આંતરડામાં ખૂલે છે.
(ii) ત્વચીય ઉત્સર્ગિકાઓ ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોની શરીર દીવાલની સપાટી સાથે ચોટેલી હોય છે. આ બધી ઉત્સર્ગિકાઓ શરીર દીવાલની બહારની સપાટી પર ખૂલે છે.
(iii) કંઠનાલીય ઉત્સર્ગિકાઓ ત્રણ જોડ ગુચ્છામાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. આ અલગ પ્રકારની ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સરખી હોય છે. આ ઉત્સર્ગિકા દેહજળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે.
ઉત્સર્ગિકા ઉત્સર્ગિકા નિવાપથી શરૂ થાય છે કે જે કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે છે. ઉત્સર્ગિકા નિવાપ ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે જોડાયેલો રહે છે. કે જે ઉત્સર્ગ પદાર્થોને શરીર દીવાલની બહાર અથવા પાચનનળીમાં ઠાલવે છે.
ચેતાતંત્રમાં ચેતાકંદો છે જે સામાન્ય રીતે બેવડા વક્ષચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલા હોય છે. આગળના ભાગે (3 અને 4 ખંડમાં) ચેતારજ્જુ બે ભાગમાં વહેંચાઈને કંઠનળીને પાર્શ્વ બાજુથી વીંટળાઈને પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈ ચેતાકડી બનાવે છે. મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકડીની અન્ય ચેતાઓ સાથે જોડાઈને સંવેદી આવેગોનું સંકલન કરી તરત જ પ્રતિક્રિયા કરી શરીરના સ્નાયુઓને અમલ કરવા પ્રેરે છે.
અળસિયામાં આંખો જેવા વિશેષ સંવેદાંગ અવયવો આવેલા હોતા નથી પરંતુ તેમાં કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો (ગ્રાહી કોષો) વિકાસ પામેલા હોય છે. જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતાં કંપનવગેરેથી પ્રેરિત કરે છે. અળસિયામાં વિશેષ પ્રકારની રસાયણગ્રાહી (સ્વાદગ્રાહી) રચનાઓ હોય છે જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. આ સંવેદી અંગ અળસિયાના અગ્રભાગમાં આવેલા હોય છે.જવાબ :
અળસિયું ઉભયલિંગી પ્રાણી છે. એટલે કે એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય છે. 10મા અને 11મા ખંડોમાં બે જોડ શુક્રપિંડો આવેલા હોય છે. તેમની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે. ત્યાં તે પ્રોસ્ટેટનલિકા સાથે જોડાય છે. બે જોડ સહાયક ગ્રંથિ અનુક્રમે 17મા અને 19મા ખંડમાં આવેલી હોય છે. સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બહારની તરફ 18મા ખંડમાં વક્ષપાર્શ્વ બાજુએ એક જોડ નર જનનછિદ્ર તરીકે ખૂલે છે. 6-9 આ પ્રત્યેક ખંડોમાં શુક્રસંગ્રહાશયોની એક જોડ આવેલ હોય છે. તે મૈથુનક્રિયા દરમિયાન મેળવેલા સાથી અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ કરે છે. 12-13 ખંડના આંતર ખંડીય વિટપની પશ્વ સપાટીને વળગી રહેલ અંડપિંડની એક જોડ 13મા ખંડમાં આવેલી હોય છે. અંડવાહિની તેનો અગ્ર છેડો અંડવાહિની નિવાપ બનાવે છે. બંને બાજુની અંડવાહિનીઓ જોડાઈ માદા જનનછિદ્ર, સ્વરૂપે શરીર દીવાલની વક્ષ બાજુએ 14મા ખંડમાં ખૂલે છે. મૈથુનક્રિયા દરમિયાન બે અળસિયા વચ્ચે શુક્રકોષોના આદાન- પ્રદાનની ક્રિયા થાય છે. બે અળસિયા વિરુદ્ધ દિશામાં જોડાઈ એકબીજાના સંપર્કમાં આવે છે. તથા તેના જનનછિદ્રો એકબીજાના સંપર્કમાં આવીને પોતાના શુક્રકોષોના સમૂહની આપલે કરે છે. વલયિકાના ગ્રંથિકોષો દ્વારા ઉત્પન્ન થયેલ અંડઘરમાં પરિપક્વ શુક્રકોષો અને અંડકોષો તથા પોષક દ્રવ્યોયુક્ત પ્રવાહી જમા કરવામાં આવે છે. અંડઘરમાં અંડકોષોનું ફલન શુક્રકોષો વડે થાય છે. અળસિયું તેને પોતાના શરીરથી અલગ કરી જમીન ઉપર કે જમીનની અંદર છોડી દે છે. અળસિયાનાં ભ્રણ અંડઘરમાં રહે છે. લગભગ ત્રણ અઠવાડિયા પછી લગભગ ચારની સરેરાશે 2 થી 22 બાળ અળસિયા પ્રત્યેક અંડધરમાંથી બહાર આવે છે. અળસિયામાં વિકાસ સીધો છે એટલે કે ડિંભ બનતા નથી.જવાબ :
શરીરના અગ્ર છેડે આવેલ શીર્ષ ત્રિકોણાકાર હોય છે. શરીરના અગ્ર છેડે અને બાકીના શરીરને લગભગ કાટખૂણે ગોઠવાયેલ હોય છે. તે છ ખંડો ભળીને બને છે. તથા તેની લચકદાર ગ્રીવાના કારણે બધી દિશાઓમાં ફરી શકે છે. શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો હોય છે. આંખોના અગ્ર ભાગમાંથી પટલમય આધારકમાંથી એક જોડી દોરી જેવા સ્પર્શકો ઉદ્ભવે છે. સ્પર્શકોમાં સંવેદના ગ્રાહકો આવેલા હોય છે જે પર્યાવરણને ચકાસવામાં મદદરૂપ છે. શીર્ષ અગ્ર ભાગમાં પ્રવર્ધો ધરાવે છે. જે કાપવા તેમજ ચાવવા માટેના મુખાંગો બનાવે છે. મુખાંગોમાં એક જોડ અધિજમ્ભ (ઉપરી ઓપષ્ઠ), એક જોડ અધોજમ્ભ, એક જોડ પ્રથમ જમ્ભ અને દ્વિતીય જમ્ભ (અધઃ ઓષ્ઠ) હોય છે. મધ્યમાં એક માંસલ લચીલી ગડી જેવી રચના આવેલી છે જેને અધોજિહવા કહે છે તે જીભ તરીકે વર્તે છે. તે મુખાંગો દ્વારા ઘેરાયેલા ગુહામાં આવેલ હોય છે.જવાબ :
વંદાનો અન્નમાર્ગ સંપુર્ણ છે. મુખદ્વારથી મળદ્વાર સુધીનો અન્નમાર્ગ અને સહપાચક ગ્રંથીઓ પાચનતંત્ર રચે છે. દેહગુહામાં આવેલ અન્નમાર્ગ ત્રણ ભાગો અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્વાંત્રમાં વહેંચાયેલો હોય છે. મુખ એક નાની નલિકાકાર કંઠનળીમાં ખૂલે છે. અન્નનળી કંઠનળીને અનુસરીને આવેલ સાંકડી નલિકામય રચના છે. અન્નનળી એક કોથળી જેવી રચનામાં ખૂલે છે જેને અન્ન સંગ્રહાશય કહે છે. જે ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે. તે આગળ પેષણીમાં ખૂલે છે જેમાં બાહ્યપટલ જાડુ, વર્તુળાકાર સ્નાયુનું બનેલ હોય છે અને અંદરનું પટલ જાડુ ક્યુટિકલયુક્ત હોય છે. જે 6 કાઈટિનની તકતીઓ બનાવે છે. જેને દાંત કહે છે. પેષણીમાંના દાંત ખોરાકના કણોનો બારીક ભૂકો કરવામાં મદદ કરે છે. સંપૂર્ણ અગ્રાંત્ર અંદરની બાજુએ ક્યુટિકલથી આવૃત્ત હોય છે. અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણના સ્થાને આંગળીઓ જેવી સરખી 6થી 8 અંધનલિકાઓ આવેલી હોય છે જેને યકૃતીય અથવા જઠરીય અંધાંત્રો કહે છે. તે પાચક રસનો સ્ત્રાવ કરે છે. મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને લગભગ 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળી તાંતણા જેવી માલ્પિઘિયન નલિકાઓ આવેલી હોય છે. તે હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થોનાં નિકાલમાં સહાય કરે છે. પશ્ચાંત્ર મધ્યાંત્રથી સહેજ પહોળું હોય છે અને તે શેપાંત્ર, કોલોન અને મળાશયમાં ભિન્નન પામેલું હોય છે. મળાશય મળદ્ઠાર વડે બહારની તરફ ખૂલે છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.